Sunday, December 22News That Matters

Month: February 2024

સેલવાસમાં અમિત શાહે ભાંગરો વાટયો, સંઘપ્રદેશની 2 લોકસભા સીટને 3 ગણાવી જીતાડવા લાભાર્થી સંમેલનમાં આહવાન કર્યું

સેલવાસમાં અમિત શાહે ભાંગરો વાટયો, સંઘપ્રદેશની 2 લોકસભા સીટને 3 ગણાવી જીતાડવા લાભાર્થી સંમેલનમાં આહવાન કર્યું

Gujarat, Most Popular, National
    કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતાં. અહીં સાયલી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમમાં દાદરા નગર હવેલી અને દમણ દિવની લોકસભા સીટ ભાજપને અપાવવા આહવાન કર્યું હતું જો કે, આ સમયે અહીંની 2 સીટને તેમણે 3 સીટ ગણી ભાંગરો વાટયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓએ સેલવાસના સાયલીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા લાભાર્થી સંમેલનને સંબોધ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજના ના લાભાર્થીઓ અને પ્રદેશના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ વિકસિત ભારત મોદી કી ગેરંટી અભિયાન અંતર્ગત કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના અને ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને લાભો પણ એનાયત કર્યા હતા. તેમજ 2370 કરોડના 49 વિકાસના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સંઘપ્રદેશ દમણ અને દા...
સેલવાસથી ટ્રકના ચોરખાનામાં 4.64 લાખનો દારૂ લઈ જતા ટ્રક ડ્રાઈવરને ઝડપી વલસાડ LCB એ 12.65 લાખનો મુદ્દામાલ કબજે લીધો

સેલવાસથી ટ્રકના ચોરખાનામાં 4.64 લાખનો દારૂ લઈ જતા ટ્રક ડ્રાઈવરને ઝડપી વલસાડ LCB એ 12.65 લાખનો મુદ્દામાલ કબજે લીધો

Gujarat
વલસાડ LCB ની ટીમે પારડી હાઇવે પર બાતમી આધારે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન સેલવાસથી ટ્રકના ચોરખાનામાં 4.64 લાખનો દારૂ લઈ જતા ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. LCB ની ટીમેં આ કાર્યવાહીમાં ટ્રક, દારૂ મળી કુલ 12.65 લાખનો મુદ્દામાલ કબજે લઈ લીધો છે. તો, ટ્રક ડ્રાઈવરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ LCB ની ટીમે બાતમી આધારે પારડીમાં મુંબઈ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 ઉપર એક મરુન કલરના ટાટા ટ્રક રજી નંબર MH-04-EY-4762 ને અટકાવ્યો હતો. ટ્રકના કેબીન તથા ફાલકાના વચ્ચેના ભાગે બનાવેલ ચોરખાનામાં તપાસ કરતા ભારતીય બનાવટની વ્હીસ્કી/બીયરના બોક્ષ મળી આવ્યાં હતાં. જે અંગે ટ્રકના ચાલક ખોઝેમા શબ્બીર ગુલામહુસેન ગીલીટવાલાને પકડી પાડ્યો છે. તેમજ દારૂ-ટ્રક સહિતનો મુદામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી તથા પ્રોહી જથ્થો ભરાવનાર/મંગાવનાર વોન્ટેડ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધ...
વાપીના ટ્રાન્સપોર્ટર પાસે 10 લાખ રૂપિયા અથવા ટ્રક ની માંગણી કરી દમણનો ઇસમ સાગરીતો સાથે મારવા આવ્યો, વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

વાપીના ટ્રાન્સપોર્ટર પાસે 10 લાખ રૂપિયા અથવા ટ્રક ની માંગણી કરી દમણનો ઇસમ સાગરીતો સાથે મારવા આવ્યો, વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

Gujarat, National
વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા બલિઠાના ટ્રાન્સપોર્ટરે દમણના 5 જેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દમણના એક ઇસમે ટ્રાન્સપોર્ટરને ફોન કરી 10 લાખ રૂપિયાની અથવા તો, ધંધા માટે વાહન આપવાની માંગ કરી હતી. જે અંગે ટ્રાન્સપોર્ટરે મનાઈ કરતા રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટરને માર મારવા પોતાના સાગરીતો સાથે ધસી આવ્યો હતો. જો કે, ટ્રાન્સપોર્ટરે ઘરનો દરવાજો નહિ ખોલતા તમામ ઈસમો પરત જતા રહ્યા હતાં. સમગ્ર ઘટના સોસાયટીના CCTV માં કેદ થઈ હોય તે આધારે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ બાદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલ દિપક લાલજી સિંગ માધવ રેસીડન્સી બિ-વિંગ ફલેટ નં.308, બલીઠામાં રહે છે. અને બલિઠા માં જ હાઇવે પર ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવે છે. જેમની પાસે દમણમાં ખારીવાડ માં રહેતા રનીત મહેન્દ પટેલે વેંચેલા ફ્લેટ પેટે 10 લાખ રૂપિ...
વાપીની KBS હરિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે અંગદાન અંગે જાગૃતિ કેળવે તેવા ઉદેશથી સેમિનારનું આયોજન કરાયું

વાપીની KBS હરિયા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે અંગદાન અંગે જાગૃતિ કેળવે તેવા ઉદેશથી સેમિનારનું આયોજન કરાયું

Gujarat
વાપીમાં આવેલ ખ્યાતનામ KBS હરિયા કોલેજના ટ્રસ્ટી કાંતિભાઈ હરિયાના નિધન બાદ તેમની ઈચ્છા મુજબ તેમના અંગોનું દેહદાન કરવામાં આવ્યું હતું. ત્યારે તેમની ઈચ્છા મુજબ લોકો માં દેહદાન અંગે જનજાગૃતિ લાવવાના ઉદેશ્ય સાથે કોલેજમાં અંગદાન જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક દિલીપભાઈ દેશમુખ લીવર પ્લાન્ટની સર્જરી બાદ પણ આજે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જેઓ અંગદાન અંગે દેશભરમાં જનજાગૃતિ સેમિનાર યોજી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. જે ઉદેશ્ય અંતર્ગત વાપીમાં ચણોદ સ્થિત KBS હરિયા કોલેજમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉપસ્થિત કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે અંગદાન અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. દિલીપભાઈએ જણાવ્યું હતું કે, અંગદાન અંગે દરેક લોકો સુધી માહિતી પહોંચવી જરૂરી છે. જે માટે તેઓ પોતે લીવર પ્લાન્ટ બાદ સ્વસ્થ જીવન જીવતા હો...
વાપીમાં અગરવાલ મહિલા સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ક્રિકેટ ટુર્નામેન્ટમાં 21 વર્ષથી 65 વર્ષની મહિલાઓએ બોલાવી ચોગ્ગા-છગ્ગાની રમઝટ

વાપીમાં અગરવાલ મહિલા સમિતિ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, ક્રિકેટ ટુર્નામેન્ટમાં 21 વર્ષથી 65 વર્ષની મહિલાઓએ બોલાવી ચોગ્ગા-છગ્ગાની રમઝટ

Gujarat, National
વાપીમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત અગ્રવાલ મહિલા સમિતિ દ્વારા મહિલાઓ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના ભડક મોરા સ્થિત વાપી 99 માં આ ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી. જેમાં આઠ મહિલા ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડવા, ઉપરાંત શાળાઓમાં ભણતા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પૂરું પાડવા રમતગમતની કીટનું વિતરણ કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કરવામાં આવી હતી. અગરવાલ મહિલા સમિતિ દ્વારા આ ટુર્નામેન્ટ નું નામ WOW 2.0 એટલે કે War of Women રાખવામાં આવ્યું હતું. જેમાં 21 વર્ષથી લઈને 65 વર્ષ સુધીની મહિલાઓને વિવિધ ટીમમાં સામેલ કરાઈ હતી. ક્રિકેટ જેવી આઉટડોર રમતોમાં મહિલાઓ આગળ આવે તેમને પ્રોત્સાહન મળે સાથે જ સ્વાસ્થ્ય અને ફીટનેસ પ્રત્યે સજાગ બને તે આ ટુર્નામેન્ટ નો ઉદ્દેશ્ય હતો. આ પહેલા આયોજિત ટુર્નામેન્ટમાં સારો પ્રતિસા...
વલસાડના ઉમરગામ-વાપી રેલવે સ્ટેશનના Redevelopment અને 3 અન્ડરબ્રિજનું 26મીએ PM મોદી કરશે વર્ચ્યુઅલ શિલાન્યાસ/ઉદ્દઘાટન

વલસાડના ઉમરગામ-વાપી રેલવે સ્ટેશનના Redevelopment અને 3 અન્ડરબ્રિજનું 26મીએ PM મોદી કરશે વર્ચ્યુઅલ શિલાન્યાસ/ઉદ્દઘાટન

Gujarat, National
26મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં 525 રેલવે સ્ટેશન અને 1500 જેટલા રેલવે ફ્લાયઓવર/અંડરપાસના પુનઃવિકાસનો (Redevelopment) શિલાન્યાસ/ઉદ્દઘાટન કરવાના છે. જેમાં વલસાડ જિલ્લાના 4 રેલવે સ્ટેશન અને 3 અંડરબ્રિજનો સમાવેશ થતા જિલ્લાના નાગરિકોમાં ખુશીનો માહોલ છે. હાલ આ શુભઘડીને વધાવવા રેલવે વિભાગ તડામાર તૈયારીઓમાં જોતરાયું છે. આ અંગે વલસાડ એરિયા મેનેજર અનુરાગ ત્યાગીએ ઉમરગામ અને વાપી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે, 'અમૃત ભારત' રેલવે સ્ટેશન અંતર્ગત "ઉમરગામ રોડ રેલવે સ્ટેશન', વાપી રેલવે સ્ટેશન, ઉદવાડા રેલવે સ્ટેશન અને પારડી રેલવે સ્ટેશનનો Redevelopment સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ફેબ્રુઆરીએ વિડિઓ કોન્ફરન્સ ના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરશે. તેમજ શિલાન્યાસ કરશે. ગુજરાતના કુલ આવા 17 રેલવે સ્ટેશનનો ...
વાપીના બલિઠા હાઇવે પર પણ વાઘલધરા ટેન્કર આગ જેવી ઘટના બને તે પહેલાં તંત્રએ કાર્યવાહી કરવી જરૂરી…?

વાપીના બલિઠા હાઇવે પર પણ વાઘલધરા ટેન્કર આગ જેવી ઘટના બને તે પહેલાં તંત્રએ કાર્યવાહી કરવી જરૂરી…?

Gujarat, National
ચીખલી તાલુકાના વાઘલધરા નજીક નેશનલ હાઇવે પર બુધવારે ટેન્કરમાં લાગેલી આગથી અફરાતફરીનો માહોલ ઉત્પન્ન થયો હતો. ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી હોય ભીષણ આગ લાગી હતી. ઘટનામાં 2 વ્યક્તિ જીવતા ભડથું થઈ ગયા હતાં. તો, એ ઉપરાંત 2 કાર પણ આગની ચેપટમાં આવી ગઈ હતી. લગભગ ત્રણેક કલાક સુધી હાઇવે બંધ રહેતા વાહનોની કિલોમીટરો સુધીની લાંબી કતાર લાગી હતી. આગને બુઝાવવા નવસારી-વલસાડના ફાયર જવાનોને બોલાવવા પડ્યા હતાં. જો કે, આ ઘટના જેવી જ ઘટના વાપી નજીક બલિઠા માં નેશનલ હાઇવે પર બને તે પહેલાં તંત્રએ સાવચેત બની કાર્યવાહી કરવી જરૂરી છે. બલિઠા માં નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા મામલતદાર કચેરી, GST ભવન તરફ અને બોમ્બે રેસ્ટોરન્ટ, M-ક્યુબ તરફ રોજના અનેક જવનલશીલ પ્રવાહી ભરેલા ટેન્કર પાર્ક કરવામાં આવે છે. નજીકમાં ગેરેજ અને વાહનોના સ્પેરપાર્ટ્સ, બોડીવર્ક્સ, વાહન લે-વેંચની હાટડીઓ છે. જ્યાં અન્ય ટ્રક જેવા વાહનો સાથે ટેન્કર પણ...
गुजरात-महाराष्ट्र सीमा पर आए रिसोर्ट में फिर शुरू हो गई गैम्बलिंग क्लब…? सूरत, वापी के जुआरियो की क्लब में खेल जोरों पर….!

गुजरात-महाराष्ट्र सीमा पर आए रिसोर्ट में फिर शुरू हो गई गैम्बलिंग क्लब…? सूरत, वापी के जुआरियो की क्लब में खेल जोरों पर….!

Gujarat, Most Popular, National
जुआरियों को जुआ खिलाने के लिए गुजरात-महाराष्ट्र सीमा फिर एक बार चर्चा में आई है। यंहा नेशनल हाइवे टच एक रिसॉर्ट्स में फिर से गेम्बलिंग क्लब शरू हो गई है। सूत्रों से मिली जानकारी के मुताबिक, महाराष्ट्र के पालघर जिले के तलासरी, झाई, दहांनु, ठाणे में जुए के क्लब फल-फूल रहे हैं। इस मे अब हाइवे टच इस रिसॉर्ट्स में सूरत के नामचीन जुआरी शैलेश सोनवणे और वापी के फ़िरोज़ ने अन्य एक के साथ मिलकर यह गेम्बलिंग क्लब शुरू की है। जिसमें सूरत, वापी और आसपास के इलाकों के जुआरियों महंगी कार के रोजाना लाखो का जुआ खेलने आ रहे है। सूत्रों से पता चला है कि ठाणे के पालघर में एक मशहूर जुआरी दादाने बड़ा जुआ क्लब खोला है। जिसने पहले इस रिसोर्ट को अपना गेम्बलिंग क्लब बनाया था। अब उसका धंधा चौपट होने पर सूरत-वापी के शैलेष और फ़िरोज़ने इसी रिसॉर्ट्स में अपना धंधा खोल लिया है। कुछ समय पहले महाराष्ट्र पुलिस ने यहां छाप...
વાપીની Heranba Industries માં કામદારના મોત બાદ પરિવારજનોએ કોન્ટ્રાકટર પર હુમલો કરતા કોન્ટ્રાકટર ઘાયલ

વાપીની Heranba Industries માં કામદારના મોત બાદ પરિવારજનોએ કોન્ટ્રાકટર પર હુમલો કરતા કોન્ટ્રાકટર ઘાયલ

Gujarat, Most Popular, National
વાપી GIDC માં 3rd ફેઝ માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં કોન્ટ્રાકટર દ્વારા કલરકામ કરાવવામાં આવતું હતું. તે સમયે અકસ્માતની ઘટના ઘટી હતી. જેમાં 1 કામદારનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે એક કામદાર ઘાયલ થતા સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં ઘાયલ કામદાર અને મૃતક કામદારોના પરિવારજનોએ આક્રોશ માં આવી કોન્ટ્રાકટર પર હુમલો કરી દીધો હતો. હુમલામાં કોન્ટ્રાકટર પણ ઘાયલ થયો છે. ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી GIDC માં 3rd ફેઝ માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં તારા નામના કોન્ટ્રાકટરને કલરકામનો કોન્ટ્રાકટ આપ્યો હતો. જેણે પોતાના કામદારો મારફતે સવારે કલરકામ શરૂ કર્યું હતું. કલરકામ દરમ્યાન રવિકુમાર સુજીત પ્રસાદ નામના કામદારે 15 ફૂટ ઉંચાઈએ રસ્સી પકડી રાખી હતી. જે રસ્સીના આધારે છોટુ નરેશ પ્રસાદ યાદવ કલરકામ કરી રહ્યો હતો. દર...
વાપીની Heranba Industries માં બની ઘટના, એકનું મોત એક ઘાયલ

વાપીની Heranba Industries માં બની ઘટના, એકનું મોત એક ઘાયલ

Gujarat, Most Popular, National
વાપી GIDC માં 3rd ફેઝ માં આવેલ હેરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં અકસ્માતની ઘટના ઘટી છે. મળતી વિગતો મુજબ આ ઘટનામાં 1 કામદાર નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક કામદાર ઘાયલ થયો છે. જેને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના અંગે કંપનીના મેનેજર રૂપેશ વેગડા સાથે ટેલિફોનિક વાત થતા તેઓ હાલ બહાર હોવાનું જણાવી ઘટના ઘટી હોવાની પુષ્ટિ કરી છે. જો કે, હાલ વધુ વિગતો તેમની પાસે ના હોય વાપી આવી ચોક્કસ વિગતો પુરી પાડવા જણાવ્યું હતું. જ્યારે ફેક્ટરી ઇન્સ્પેકટર એમ. સી. ગોહિલ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ઘટના અંગે જાણકારી મળી છે. ટીમને વધુ તપાસ અર્થે મોકલી છે. જેના રિપોર્ટ આવે વધુ વિગતો આપી શકશે. તો, GIDC પોલીસ મથકમાં પણ ઘટનાની જાણકારી મળતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. જો કે, ઘટના અંગે મળેલી પ્રાથમિક જાણકારી મુજબ કંપનીમાં કલરનું કામ ચાલે છે. જે દરમ્યાન કલરક...