Friday, October 18News That Matters

Month: January 2024

સરીગામમાં કુલર બનાવતી કંપનીના બ્રાન્ડની કોમર્શિયલ ટીવી એડનું શૂટિંગ કરવા જાણીતા ટીવી-ફિલ્મ, એડ ફિલ્મના કલાકારો વાપી આવ્યા

સરીગામમાં કુલર બનાવતી કંપનીના બ્રાન્ડની કોમર્શિયલ ટીવી એડનું શૂટિંગ કરવા જાણીતા ટીવી-ફિલ્મ, એડ ફિલ્મના કલાકારો વાપી આવ્યા

Gujarat, National
વલસાડ જિલ્લામાં આવેલ સરીગામ GIDC માં મેંગો કુલર બનાવતી કંપનીની કોમર્શિયલ ટીવી એડ શૂટ કરવા માટે જાણીતા કલાકારો વાપી આવ્યા હતાં. જેઓએ ચલા વિસ્તારમાં મેંગો કુલર કંપની ના સંચાલકો ના નિવાસ સ્થાને ટીવી એડનું શૂટિંગ કર્યું હતું. આ પ્રસંગે તમામ કલાકારોએ વાપીમાં એડના શૂટિંગનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તેમજ આ પહેલ આ વિસ્તારના ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ અન્ય નામાંકિત કંપનીઓને તેમની બ્રાન્ડિંગ કરવામાં અનેકગણી ઉપયોગી સાબિત થશે. બ્રાન્ડિંગ માટે મુંબઈ સુધી જવું નહિ પડે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ચેન્નઈ એક્સપ્રેસ, સિંઘમ જેવી ફિલ્મો રાધા કૃષ્ણ, દિયાબાતી, સિલસીલા પ્યાર કા જેવી સિરિયલો અને 200થી વધુ કોમર્શિયલ એડમાં કામ કરી ચૂકેલા કલાકાર રાકેશ કુરકુતી, અનેક એડ ફિલ્મોમાં કામ કરી ચુકેલી એકટર સ્નેહા નામાનંદી સોમવારે વાપી આવ્યા હતાં. જેઓએ બ્લેક લાઈટ પિક્ચર હેઠળ કુલર બનાવતી કંપનીની ટીવી એડનું શૂટિંગ કર્યું હતું. ...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં 40 માં વાર્ષિક ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે થઈ સંપન્ન

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં 40 માં વાર્ષિક ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે થઈ સંપન્ન

Gujarat
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ ની સ્થાપનાને 40 વર્ષ થતાં 40 માં વાર્ષિક ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. આ ત્રિદિવસીય ઉજવણી ત્રણ જુદી જુદી થીમ ઉપર કરવામાં આવી રહી છે જેમાં પ્રથમ દિવસે ગીતોહમ, બીજા દિવસે મા આદ્યશક્તિ તથા ત્રીજા દિવસે શ્રી હનુમાન ચરિત્રની બાળકો દ્વારા આબેહુબ પ્રસ્તુતિ કરાતા પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા. આ રંગારંગ કાર્યક્રમ માત્ર કાર્યક્રમ ન બની રહેતા એક સમાજ ચેતના અને આપણી સંસ્કૃતિ અને તેના વારસાનું પ્રતિબિંબ બની રહ્યું હતું. આ ઉત્સવમાં અતિથી વિશેષ તરીકે જીતુભાઈ ચૌધરી (ધારાસભ્ય કપરાડા), ડો. કરનરાજ વાઘેલા ( વલસાડ જીલ્લા પોલીસવડા), પૂજ્ય શાસ્ત્રી નૌતમ સ્વામી (વડતાલ), શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદદાસજી (ગઢપુર), પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામી ( કોઠારી સાળંગપુર), કમલેશભાઈ પટેલ (અમેરિકા), હસમુખભાઈ શાહ (અમેરિકા) સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ...
बिहार वेल्फेर एसोसिएशन वापी द्वारा 14 फरवरी को VIA में सरस्वती पूजा महोत्सव का आयोजन किया जायेगा

बिहार वेल्फेर एसोसिएशन वापी द्वारा 14 फरवरी को VIA में सरस्वती पूजा महोत्सव का आयोजन किया जायेगा

Gujarat, National
नववर्ष स्नेहमिलन और आगामी 14 फरवरी को होने वाले सरस्वती पूजा महोत्सव की तैयारियों पर चर्चा के लिए वापी के दान होटल में बिहार वेल्फेर एसोसिएशन की ओर से एक बैठक आयोजित की गई। इस बैठक में संस्था के अध्यक्ष, उपाध्यक्ष समेत सदस्य मौजूद थे.  जिन्होंने सरस्वती पूजा महोत्सव पर चर्चा की। बैठक में हुई चर्चा के संबंध में बिहार वेलफेयर एसोसिएशन के अध्यक्ष विपुल सिंग ने कहा कि बिहार में सरस्वती पूजा का बहुत महत्व है। वापी में बड़ी संख्या में बिहारवासी बसे हैं। यहां भी हर साल भव्य सरस्वती पूजा उत्सव मनाया जाता है। जिसकी चर्चा इस नए साल के स्नेह मिलन कार्यक्रम में की गई। फिलहाल महोत्सव की तैयारियां चल रही हैं। इसमें स्थानीय नेताओं के अलावा अन्य राजनीतिक नेताओं को भी शामिल होने के लिए आमंत्रित किया गया है। यदि समय मिला तो महोत्सव में शामिल होने के लिए मनोज तिवारी को भी आमंत्रित किया गया है। बिहार वेलफेय...
પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

Gujarat
શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ પારડી દ્વારા રવિવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પારડી દમણીઝાપા ખાતે આવેલ સાંઈ દર્શન હોલમાં શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે રતિલાલભાઈ પટેલ તથા વક્તા તરીકે વિશાલભાઈ મિસ્ત્રી, બ્રિજેશ ભંડારી, હેલીબેન પટેલ, પ્રફુલભાઈ મિસ્ત્રી તથા ચંદ્રવદન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાશ્રીઓએ ધોરણ 10 અને 12 ના ઉપસ્થિત વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા તથા ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી માર્ગદર્શન પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે ખૂબ જ અસરકારક રીતે આપ્યું હતું. સાથે જ વક્તાશ્રીઓએ વાલીઓ ને પણ પોતાના બાળકોને પરીક્ષા સમયે લેવાની કાળજી અંગે જરૂરી સૂચનો કર્યા હતા. શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે પરિવાર સહા...
શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉત્સાહભેર કરાઈ ઉજવણી

શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉત્સાહભેર કરાઈ ઉજવણી

Gujarat
વાપીમાં આવેલ 'શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં' તારીખ 07/01/2024, રવિવારના રોજ 'સ્પોર્ટ્સ ડે' ની ભવ્ય ઊજવણી કરવામાં આવેલ હતી. શાળાના વિશાળ મેદાન પર આયોજિત કરવામાં આવેલ આ સ્પોર્ટ્સ ડે (2023 - 2024)' મીટ ધ ચેમ્પિયન્સ' ની થીમ સાથે દબદબાભેર યોજાયો હતો. જેમાં રમતગમતક્ષેત્રે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. વાર્ષિક સ્પોર્ટ્સ ડે નિમિતે મુખ્ય અતિથિ તરીકે શ્રી ડૉ. આશિષ ઠાકુર (B.A.M.S., PGD, HHM) એ સ્થાન શોભાવ્યું હતું, જેઓ જિલ્લા કક્ષાએ U - 17 ફુટબોલ, U - 19 કબડ્ડીમાં પ્રતિનિધિત્વ કરેલું છે. તેમજ All over Valsad' s Doctor Cricket Premier League, Olive Hospital Cricket Premier League સંકળાયેલ છે. જ્યારે, સુંદરલાલ આર. શાહે અઘ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું. અજયભાઈ સી. શાહ (ઉપાધ્યક્ષ) તેમજ ચંદ્રેશભાઇ એસ. શાહ (સેક્રેટરી), રોહિતભાઇ એ. શાહ (જોઈન્ટ ...
વાપીની આર. એસ. ઝૂનઝૂનવાલા સ્કૂલમાં Glamping Camp નું આયોજન કરાયું, વિદ્યાર્થીઓએ ટેન્ટમાં રાત ગુઝારી આકાશ દર્શનનો લ્હાવો લીધો

વાપીની આર. એસ. ઝૂનઝૂનવાલા સ્કૂલમાં Glamping Camp નું આયોજન કરાયું, વિદ્યાર્થીઓએ ટેન્ટમાં રાત ગુઝારી આકાશ દર્શનનો લ્હાવો લીધો

Gujarat
વાપીમાં સેલવાસ રોડ પર આવેલ R. S. Jhunjhunwala International School નો એન્યુઅલ ડે ઉજવવામાં આવ્યો હતો. વાપીમાં પ્રથમ વખત આ શાળામાં એન્યુઅલ ડે નિમિતે આદિવાસી જીવન, આદિવાસી નૃત્ય, આદિવાસી રહેણીકરણીની થીમ પર 120 બાળકોએ ટેન્ટમાં રાત ગુઝારી અનોખી રીતે આ વાર્ષીકોત્સવની ઉજવણી કરી હતી. સાથે જ ઉપસ્થિત બાળકો, વાલીઓને સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ ડ્રગ્સના સેવન અંગે જાગૃતિ માર્ગદર્શન આપ્યું હતું. એન્યુઅલ ડે ને માણવા ઉમરગામના ધારાસભ્ય, વાપી DYSP સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ આ અનોખી પહેલ ને વખાણી અભિનંદન પાઠવ્યા હતાં. વાપી સેલવાસ રોડ પર સ્થિત આર. એસ. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં શનિવારે શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ અંગે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું હતું. શાળામાં Glamping Camp થીમ પર આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના 120 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. પ્રથમ વ...
વલસાડ LCB એ ઘરફોડ ચોરી કરતી ધોત્રે ગેંગના બે સભ્યોને 10 લાખના ચોરીના મુદામાલ સાથે ઝડપી 16 ગુનાઓનો ભેદ ઉકેલ્યો

વલસાડ LCB એ ઘરફોડ ચોરી કરતી ધોત્રે ગેંગના બે સભ્યોને 10 લાખના ચોરીના મુદામાલ સાથે ઝડપી 16 ગુનાઓનો ભેદ ઉકેલ્યો

Gujarat, National
વલસાડ LCB દ્વારા જિલ્લામા છેલ્લા બે વર્ષ દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવની મોડસ ઓપરન્ડી, બનાવનો સમયગાળો, સી.સી.ટી.વી. ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે એનાલીસીસ કરી ચોરીમાં સંડોવાયેલ ઇસમોનું વર્ણન, ગુનામાં લીધેલ વાહન, આરોપીના ફોટાઓની માહિતી એકઠી કરવામાં આવી હતી. આ માહીતી આધારે બંધ મકાનના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાના ગુનામાં માહેર ધોત્રે ગેંગના 2 સભ્યો રામ ઉર્ફે બુઢા ચિન્નપા ધોત્રે, નવીન રમેશ ધોડીને ચોરીના દાગીના, રોકડા રૂપિયા મળી કુલ 10,31,650 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તેમજ જિલ્લાની 16 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. વલસાડ જિલ્લા LCB ની ટીમેં બાતમી આધારે સંજાણ, ચાર રસ્તા પાસેથી 02 જાન્યુઆરી 2024 ના ઉમરગામ તાલુકાના મમકવાડા ગામે બચુભાઇ મોહનભાઇ દુબળાના ઘરેથી રોકડા 9.50 લાખની રોકડ તથા 22,650 રૂપિયાના સોનાચાંદીના દાગીના, ગુનામાં ઉપયોગમાં લીધેલ જયુપીટર મોપેડ, મોબાઇલ મળી કુલ 10,32,650 ...
સરીગામ GIDC માં આવેલ OILCHEM કંપનીમાં લાગી ભીષણ આગ, 5 લોકો દાઝ્યા, બાજુની કંપની પણ આવી ઝપેટમાં

સરીગામ GIDC માં આવેલ OILCHEM કંપનીમાં લાગી ભીષણ આગ, 5 લોકો દાઝ્યા, બાજુની કંપની પણ આવી ઝપેટમાં

Gujarat, National
વલસાડ જિલ્લાના સરીગામ GIDC માં ઓઇલ બનાવતી ઓઈલકેમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગતા બાજુની કંપની પણ ઝપેટમાં આવી ગઈ છે. આગની ઘટનાની પ્રાથમિક જાણકારી મુજબ 3 પુરુષ અને 2 મહિલા દાઝી ગઈ છે. આગ પર કાબુ મેળવવા સરીગામ, વાપીથી ફાયરની ટીમને બોલાવવામાં આવી છે. વલસાડ જિલ્લાના સરીગામ GIDC એરિયામાં નરગોલ ચાર રસ્તા નજીક પ્લોટ નંબર 5/14, NCWI ઝોનમાં કાર્યરત OILCHEM INDUSTRIES PVT. LTD.માં શનિવારે સાંજે 7 વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં મહિલા-પુરુષ મળી 5 લોકો દાઝી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આગની વિકરાળ જ્વાળાઓએ બાજુની સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ ને પણ પોતાની ઝપેટમાં લઈ લેતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. આગ ને બુઝાવવા સરીગામ, વાપી, ઉમરગામથી ફાયર જવાનોને બોલાવવામાં આવ્યા હોય ફાયરની ટીમે આગને બુઝાવવા પ્રયાસ કર્યો હતો. આગની ઘ...
વાપી-સરીગામમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝને આગવું સ્થાન અપાવનાર સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 715 યુનિટ રક્ત એકત્ર કરાયું

વાપી-સરીગામમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝને આગવું સ્થાન અપાવનાર સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 715 યુનિટ રક્ત એકત્ર કરાયું

Gujarat, National
વલસાડ જિલ્લામાં સરીગામ GIDC અને વાપી GIDC માં કાર્યરત એન. આર. અગ્રવાલ ગ્રુપ ઓફ કંપનીઝ અને ગાયત્રી શક્તિ ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્વ. એન. આર. અગ્રવાલજીની પુણ્યતિથિ નિમિતે સરીગામના SIA હોલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 514 રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું હતું. જ્યારે, વાપીમાં આવેલ એન. આર. અગ્રવાલ અને ગાયત્રી શક્તિ પેપર એન્ડ બોર્ડ એન્ડ એન. આર. અગ્રવાલ પેપરમિલ યુનિટમાં એકત્ર થયેલ 201 યુનિટ મળી કુલ 715 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 વર્ષથી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે SIA ના સહયોગમાં સ્વ. એન. આર. અગ્રવાલની પુણ્યતિથિએ આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. એજ રીતે વાપીમાં આવેલ એન. આર. અગરવાલ પેપરમિલ અને ગાયત્રી શક્તિ પેપર બોર્ડ એન્ડ એન. આર. અગ્રવાલ પેપરમિલ યુનિટમાં પણ દર વર્ષે ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તનું દાન કરે છે. પુરુષ રક્તદાતાઓ ...
બગવાડાની શેઠ G.H. & D.J. સાર્વજનિક હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા

બગવાડાની શેઠ G.H. & D.J. સાર્વજનિક હાઈસ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવાયો, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા

Gujarat
પારડી તાલુકાના બગવાડા ગામમાં શ્રી બગવાડા પરગણા જૈન એજ્યુકેશન સોસાયટી સંચાલિત શેઠ જી.એચ. એન્ડ ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલનો વર્ષ 2022-23 નો વાર્ષિકોત્સવ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, અલ્પાબેને આચાર્યા તરીકે આ શાળાનું સુકાન સંભાળ્યું ત્યારથી અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી છે. જીવનમાં ભણતર જરૂરી છે પણ એની સાથે ઘડતરની પણ વધારે જરૂર હોય છે. સામાન્ય જીવનમાં ભણતરથી કદાચ સફળ ન થઈ શકે પણ જો ઘડતર યોગ્ય થયું હશે તો તે વિદ્યાર્થી ચોક્કસ સફળ થાય છે. છેલ્લા 20-25 વર્ષમાં શાળાએ જે સિદ્ધિ મેળવી છે તે બદલ શાળા પરિવાર અને સમગ્ર શિક્ષકગણને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. બગવાડા અને તેના આસપાસના વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ શાળા આગામી વર્ષોમાં પણ નવા સોપાનો સર કરે તેવી મંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વલસાડ ડાંગના...