Sunday, December 22News That Matters

Month: January 2024

વલસાડ LCB માં ફરજ બજાવતા કોન્સ્ટેબલે લાંચ ના લીધા 3 લાખ, ACB ની ટીમને જોઈ જતા કોન્સ્ટેબલ કાર છોડી થયો ફરાર

વલસાડ LCB માં ફરજ બજાવતા કોન્સ્ટેબલે લાંચ ના લીધા 3 લાખ, ACB ની ટીમને જોઈ જતા કોન્સ્ટેબલ કાર છોડી થયો ફરાર

Gujarat, Most Popular, National
વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચનો એક પોલીસ કોન્સ્ટેબલ 3 લાખની લાંચ ની રકમ સ્વીકારી ACB ના છટકામાંથી છટકી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ACB ની ટીમને ચકમો આપી નાસી ગયેલ પોલીસ કોન્સ્ટેબલે હાલમાં દારૂના ધંધાને છોડી દેનાર ફરિયાદી પાસે 5 લાખની લાંચ માંગી હતી જે નહિ આપે તો દારૂના કેસ ખોલી ફિટ કરી દેવાની ધમકી આપી હતી. અંતે 3 લાખની રકમ સ્વીકારી હતી. જો કે, ACB ની ટીમ ઝડપે તે પહેલાં કાર મૂકી નાસી ગયો હતો. ACB ની ટ્રેપને ચકમો આપી ફરાર પોલીસ કોન્સ્ટેબલ નું નામ આશિષ માયાભાઈ કુવાડિયા છે. જે 3 લાખની રકમ સ્વીકારી નાસી જતા ACB ની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. વાપીમાં ભરૂચ ACB ની ટીમ દ્વારા વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ આશિષ કુવાડિયાને 3 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડવા જતા કોન્સ્ટેબલ નાસી છૂટ્યો છે. આ અંગે ACB એ અખબારી યાદી બહાર પાડી જણાવ્યું છે કે, લોકલ ક્રાઇમ બ્રાંચ વલસાડમાં ફરજ બજાવતા ...
મિશન 2024:- દમણ-દિવ અને દાદરા નગર હવેલી બંને લોકસભા સીટ પર ભાજપનો જ્વલંત વિજય થશે:- પૂર્ણેશ મોદી

મિશન 2024:- દમણ-દિવ અને દાદરા નગર હવેલી બંને લોકસભા સીટ પર ભાજપનો જ્વલંત વિજય થશે:- પૂર્ણેશ મોદી

Gujarat
દમણ-દીવ અને દાદરા નગર હવેલી લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું રવિવારે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની અધ્યક્ષતામાં પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દમણમાં 8 જેટલા NCP ના કાર્યકરો-હોદ્દેદારોને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સામેલ કર્યા હતાં. પૂર્ણેશ મોદીએ આ વખતની લોકસભા ચૂંટણીમાં દમણ-દિવ અને દાદરા નગર હવેલી બંને લોકસભા સીટ પર ભાજપનો જ્વલંત વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પહેલા પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીની હાજરીમાં, તમામ કાર્યકરોએ સમૂહમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ "મન કી બાત" સાંભળ્યો હતો. ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમ્યાન આયોજિત જાહેર સભામાં NCPના આઠ અગ્રણી કાર્યકરોને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પૂર્ણેશ મોદીએ તેમના સંબોધનમાં...
દમણના કવિ લેખકના સરાહનીય પ્રયાસથી જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ કરાયું લોન્ચ, વિવિધ ક્ષેત્રમાં રેકોર્ડ નોંધાવનારને આપશે સર્ટિફિકેટ્સ

દમણના કવિ લેખકના સરાહનીય પ્રયાસથી જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ કરાયું લોન્ચ, વિવિધ ક્ષેત્રમાં રેકોર્ડ નોંધાવનારને આપશે સર્ટિફિકેટ્સ

Gujarat, National
દમણના જાણીતા કવિ અને લેખક કે. સી. સેઠી હવે વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રતિભાશાળી લોકોની પ્રતિભાને સન્માનિત કરી દુનિયા સમક્ષ મુકશે. આ માટે શનિવારે દમણમાં શિવમ પ્લાઝા બિલ્ડીંગ ખાતે દમણ દિવના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલને લોન્ચ કર્યું હતું. પોર્ટલ લૉન્ચના પ્રથમ દિવસે મેરઠની આર્ટિસ્ટ અને લેખક એવી સરિતા ચૌહાણને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. આ સંસ્થાની તે પ્રથમ વિશ્વ રેકોર્ડ ધારક બની છે. જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ અંગે તેમજ સંસ્થા ક્યાં ક્યાં ફિલ્ડમાં કોને કોને વિશ્વ રેકોર્ડના સર્ટિફિકેટ આપી શકશે તે અંગે કે. સી. સેઠી એ જણાવ્યું હતું કે, જેમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિવિધ ક્ષેત્રમાં વિશ્વ રેકોર્ડ નોંધાવનાર વ્યક્તિ વિશેષને સર્ટિફિકેટ આપી સન્માનિત કરે છે. તે મુજબ જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ પણ વિશ્વ રેકોર્ડ બનાવનાર વ્યક્તિઓને ...
‘શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ‘માં કરવામાં આવી 75મા ગણતંત્ર  દિવસની ઉજવણી

‘શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલ ‘માં કરવામાં આવી 75મા ગણતંત્ર  દિવસની ઉજવણી

Gujarat
વાપી ખાતે આવેલ 'શ્રી જૈન યુવક મંડળ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં તારીખ 26/01/2024, શુક્રવારના રોજ 75મા ગણતંત્રદિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ હતી.શાળાના પટાંગણમાં ધ્વજવંદન શ્રી સુંદરલાલભાઈ શાહ સરના વરદહસ્તે  કરવામાં આવેલ હતું. આ રાષ્ટ્રીય અવસર પર  ઓનરરી સેક્રેટરી શ્રી ચંદ્રેશભાઈ શાહ સર, કમિટી  મેમ્બર શ્રી સુનિલભાઈ શાહ સર તેમજ આર.જી. એ.એસ. અને આર. એચ. એસ. શાળાના આચાર્ય શ્રી ભુપેન્દ્રભાઈ સોલંકી સર તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની પ્રેરક ઉપસ્થિતિ હતી. શ્રી અજયભાઈ શાહ સર, શ્રી રોહિતભાઈ શાહ સર , શ્રી હરીનભાઈ શાહ સર, શ્રી હેમંત ભાઈ શાહ સર તેમજ અન્ય કમિટી મેમ્બર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગીત અને દેશભક્તિ ગીત દ્વારા સમગ્ર શાળા પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. પ્રેસિડેન્ટ શ્રી સુંદરલાલભાઈ  શાહ સર દ્વારા  પ્રેરક ઉદ્બોધન કરવામાં આવેલ હતું અને આ દિન વિશેષની સમજૂ...
વાપી VIA ખાતે પ્રમુખ સતીશ પટેલના હસ્તે 75માં ગણતંત્ર દિવસ નિમિતે ધ્વજવંદન કરવામાં આવ્યું

વાપી VIA ખાતે પ્રમુખ સતીશ પટેલના હસ્તે 75માં ગણતંત્ર દિવસ નિમિતે ધ્વજવંદન કરવામાં આવ્યું

Gujarat
વી.આઈ.એ.ગ્રાઉન્ડ, વાપી ખાતે ભારતનો 75 મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વી.આઈ.એ. ના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી અને તેમણે દેશવાસીઓને 75 માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી હતી. એમણે જણાવ્યું કે જેમ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું એમ હાલ આપણો અમૃતકાળ ચાલુ થયો છે તો આ બાબતને ધ્યાને લઇ આપણે સૌ આપણું કર્તવ્ય નિભાવીએ અને આ કર્તવ્ય નિભાવતી વખતે આપણે સૌથી પ્રથમ આપણા રાષ્ટ્રને રાખીએ ત્યારબાદ આપણું શહેર અને આંગણું રાખીએ અને એ મુજબ લોકોને પણ જાગૃત કરીએ. ઉપરાંત તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વછતા અભિયાનમાં આપણે વર્ષ 2014 થી જે રીતે જોડાયેલા છે અને પ્રગતિ મેળવી રહ્યા છે તે મુજબ જ હાલ વડાપ્રધાન શ્રી એ આવહાઅન કર્યું છે કે જે આપણો દેશ હાલમાં વિકાસશિલ છે તે 2047 સુધી વિકસિત દેશોમાં આવી જશે....
75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્સીસ કોલેજમાં તિરંગો લહેરાયો. 

75માં પ્રજાસતાક દિનની ઉજવણીમાં કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયંન્સીસ કોલેજમાં તિરંગો લહેરાયો. 

Gujarat
વાપી:- અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્ડ નટરાજ  પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં 75 માં પ્રજાસતાક દિન નિમિતે વાપીના ઉઘોગપતિ બિમલભાઈ ગુઢકા ના વરદ હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિપક ગુઢકા તેમજ સંસ્થાના ટ્રસ્ટી ભારતીબેન સુમેરિયા અને સમગ્ર સ્ટાફગણ તથા વિધાર્થીમિત્રો હાજર રહી તિરંગાને સલામી આપી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિતે વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રીમાન બિમલ ગુઢકા દ્વારા પ્રસંગોપાત અભિવાદનમાં કોલેજના વિધાર્થીઓને દેશના વિકાસ માટે સર્જનાત્મક, જુસ્સાદાર તેમજ પોતાનામાં દૃઢ વિશ્વાસ રાખવા માટે આહવાન કર્યુ હતું. આમ, સમગ્ર પ્રોગ્રામ સફળ રહેતા કોલેજના આચાર્ય ડો. પૂનમ બી.ચૌહાણે સંબંધિત મહેમાન, સ્ટાફગણ અને વિધાર્થીમિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો.  ...
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં 75માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં 75માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

Gujarat
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 75 માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફાર્મસી કોલેજના આચાર્ય ડૉ.સચિન નારખેડેના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ કેમ્પસ ચાલતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના કાર્યક્રમો પણ રજૂ થયા હતા સંસ્થાના મેરેજિંગ ટ્રસ્ટી પુજ્ય કપિલ સ્વામીજીએ 75 માં પ્રજાસત્તાક દિનની સૌને શુભેચ્છા આપતા જણાવ્યું કે આપણો દેશ ખૂબ ઝડપથી વિકાસ પામી રહ્યો છે સબળ નેતૃત્વને કારણે વિશ્વમાં આજે આપણો દેશ આગલી હરોળમાં આવીને ઊભો છે કોઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આપણા દેશનું પ્રતિનિધિત્વ ના હોય તેમણે વિદ્યાર્થીઓની દેશના સાચા નાગરિક બની દેશનું નવઘડતર કરવા આહવાન કર્યું હતું. ધ્વજવંદક ડો. સચિન નાળખેડેએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે આજે...
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં ૨૬મી, જાન્યુઆરી ‘પ્રજાસત્તાક’ દિવસની ભવ્ય ઊજવણી

સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં ૨૬મી, જાન્યુઆરી ‘પ્રજાસત્તાક’ દિવસની ભવ્ય ઊજવણી

Gujarat
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશન શાળાના મેદાનમાં તારીખ ૨૬મી, જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ "પ્રજાસત્તાક" દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પોલીસ ઇન્સ્પેકટર (P.l.) મહિપાલ સિંહ અને પોલીસ સબ ઇન્સ્પેકટર (P.S.I.) સંદીપ સુસાલદે આવ્યા હતા.તેઓના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સલામી આપવામાં આવી તથા વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત ગાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, સમૂહ ડાન્સ,વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી તેમજ NCC ના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ અન્ય કર્મચારીઓ વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિનો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ કાર્યક્રમના આયોજન,માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને કુ.કિંજલબેન ગજેરા તથા શાળાના આચાર્ય પ્રવ...
વાપી ચાર રસ્તા ખાતે નગરપાલિકા નિર્મિત ભગવાન પરશુરામની પ્રતિમાનું નાણામંત્રીના હસ્તે અનાવરણ

વાપી ચાર રસ્તા ખાતે નગરપાલિકા નિર્મિત ભગવાન પરશુરામની પ્રતિમાનું નાણામંત્રીના હસ્તે અનાવરણ

Gujarat, National
વાપીથી તાપીની ભૂમિને પરશુરામ ની ભૂમિ માનવામાં આવે છે. જેનો એહસાસ વાપીના નગરજનોને થતો રહે, વાપીથી મુંબઈ તરફ કે સુરત તરફ જતા-આવતા વાહનચાલકો પણ એ અંગે માહિતગાર થાય તેવો ઉદેશ્ય વાપી નગરપાલિકાએ સેવ્યો હતો. જે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે સાર્થક થયો હતો. વાપીમાં નેશનલ હાઇવે ચાર રસ્તા ખાતે વાપી નગરપાલિકાના પ્રયાસથી ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. વાપી ચાર રસ્તા ખાતે વાપી સેલવાસ માર્ગ પર વર્ષોથી એક જૂનું સર્કલ હતું. જેનું વાપી નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ દાતાના સહયોગમાં ભગવાન પરશુરામની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગોવિંદા કોમ્પ્લેક્ષ નજીક તૈયાર કરેલ સર્કલમાં ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વ...
ટુકવાડા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 9 માં સ્પોર્ટ્સ ડે નું આયોજન, ખેલ-ક્રિડા-દોસ્તી-ઉત્સવ થીમ ઉપર 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

ટુકવાડા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 9 માં સ્પોર્ટ્સ ડે નું આયોજન, ખેલ-ક્રિડા-દોસ્તી-ઉત્સવ થીમ ઉપર 800 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો

Gujarat, National
વાપી નજીકના ટૂકવાડા ગામમાં આવેલ પોદાર ઇન્ટરનેશનલ ખાતે શાળાનો 9મો સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો. સ્કૂલના પટાંગણમાં આયોજિત આ સ્પોર્ટ્સ ડે માટે ખેલ-ક્રીડા-દોસ્તી-ઉત્સવ થીમ પસંદ કરવામાં આવી હતી. ખેલ ઉત્સવમાં શાળાના 800 બાળકોએ ભાગ લીધો હતો. રમત ગમતના આ અનોખા આયોજનમાં બાળકોએ વિવિધ ખેલ કુદની રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ અંગે શાળાના પ્રિન્સિપાલ અનુપમ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ સાથે બાળકોમાં રહેલી પ્રતિભા ને પણ નિખારવાનું કામ કરવામાં આવે છે. તે માટે શાળામાં અભ્યાસની પ્રવૃત્તિઓ સાથે અન્ય રમતગમત જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરતા આવ્યા છે. જેમાં શાળાના 100 ટકા બાળકો ભાગ લેતા આવ્યા હોય તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. રમત ગમતના આ કાર્યક્રમમાં વાપીના જાણીતા તબીબ ડૉ. ચિંતન પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જે...