Friday, January 31News That Matters

Month: November 2023

દીપાવલી પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા દીપોત્સવની ઊર્જાને નમન કર્યા

દીપાવલી પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યા દીપોત્સવની ઊર્જાને નમન કર્યા

Gujarat, National
Diwali Advertisement દિવાળી નું પર્વ એટલે હર્ષોલ્લાસ અને આનંદ ઉત્સવનું પર્વ, આ પ્રકાશ પર્વ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અયોધ્યા દીપોત્સવની ઊર્જા દેશમાં નવી ગતિશીલતાનો સંચાર કરશે. તેમણે ભગવાન શ્રી રામ તમામ દેશવાસીઓને આશીર્વાદ આપે અને બધા માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: "अद्भुत, अलौकिक और अविस्मरणीय! लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी परिवारजनों की प्रेरणाशक्ति बनें। जय सियाराम!"  ...
જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થનારી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વલસાડ જિલ્લાના 385 ગામડાઓમાં ભ્રમણ કરશે

જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થનારી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વલસાડ જિલ્લાના 385 ગામડાઓમાં ભ્રમણ કરશે

Gujarat, National
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે વલસાડ જિલ્લામાં અનુક્રમે કપરાડા, ધરમપુર અને પારડી તાલુકામાં જનજાતીય ગૌરવ દિવસ તા. 15 નવેમ્બર 2023ના રોજથી જ્યારે વલસાડ, વાપી અને ઉમરગામ તાલુકામાં તા. 22 નવેમ્બર 2023ના રોજથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન થનાર છે જે સંદર્ભે કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય, વોટર રીસોર્સીસ, રીવર ડેવલોપમેન્ટ એન્ડ ગંગા રીજ્યુવેનેશન વિભાગના ડાયરેક્ટર અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના વલસાડ જિલ્લાના પ્રભારી લોકેશકુમાર જૈનના અધ્યક્ષસ્થાને યાત્રાની સમીક્ષા બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા પ્રભારીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો પ્રજા સુધી પહોંચે અને જનજાગૃત્તિ કેળવાય તે માટે વલસાડ જિલ્લાના ૬ તાલુકાના 385 ગામડાઓમાં તા. 15 નવેમ્બર 2023થી તા. 20 જાન્યુઆરી 2024...
HAPPY DIWALI :- 54th IFFI के लिए फिल्म बाज़ार द्वारा अनुशंसित 10 फिल्मों की घोषणा। इस वर्ष 6 भाषाओं और कई शैलियों की फिल्मों का चयन

HAPPY DIWALI :- 54th IFFI के लिए फिल्म बाज़ार द्वारा अनुशंसित 10 फिल्मों की घोषणा। इस वर्ष 6 भाषाओं और कई शैलियों की फिल्मों का चयन

Gujarat, Most Popular, National
फ़िल्म बाज़ार द्वारा अनुशंसित फि‍ल्मों की बहुप्रतीक्षित सूची की घोषणा कर दी गई है। इस वर्ष विविध शैलियों की फिल्मों का चयन किया गया है, जिनमें फिक्शन, डॉक्यू-शॉर्ट्स, वृत्तचित्र, हॉरर फिल्म और यहां तक कि एक एनिमेटेड फीचर भी शामिल है। ये फिल्में भारत और विदेश दोनों स्थानों पर प्रवासी भारतीयों, पितृसत्ता, शहरी संताप, अत्यधिक गरीबी, जलवायु संकट, राष्ट्रवाद, और खेल/फिटनेस जैसे विषयों से संबंधित हैं। ये फिल्में अंग्रेजी, हिंदी, बांग्ला, मारवाड़ी, कन्नड़ और माओरी (न्यूज़ीलैंड की भाषा) में हैं और विविध विषयों का मिश्रण प्रस्तुत करती हैं। इस सूची में निम्नलिखित फिल्में शामिल हैं: फिक्शन शॉर्ट्स: 1. अनु/ANU (14 मिनट), पुलकित अरोड़ा द्वारा निर्देशित (अंग्रेजी/हिंदी/माओरी): हाल ही में विधवा हुई एक महिला जब न्यूजीलैंड से भारत आती है, तो वह अपने साथी की स्मृतियों से जकड़ी हुई है। उसे वह लगभग ए...
HAPPY DIWALI :- भारत की राष्ट्रपति, श्रीमती, द्रौपदी मुर्मू ने दीपावली की पूर्व संध्या पर देशवासियों को दी शुभकामनाएं

HAPPY DIWALI :- भारत की राष्ट्रपति, श्रीमती, द्रौपदी मुर्मू ने दीपावली की पूर्व संध्या पर देशवासियों को दी शुभकामनाएं

Gujarat, National
भारत की राष्ट्रपति, श्रीमती, द्रौपदी मुर्मू ने दीपावली की पूर्व संध्या पर देशवासियों को शुभकामनाएं भेजी हैं। राष्ट्रपति ने अपने संदेश में कहा है, ''दीपावली के शुभ अवसर पर, मैं भारत और विदेश में रहने वाले सभी साथी नागरिकों को हार्दिक बधाई और शुभकामनाएं देती हूं। Advertisement...... दीपावली हर्ष और उल्लास का त्यौहार है। यह अंधकार पर प्रकाश की, बुराई पर अच्छाई की और अन्याय पर न्याय की जीत के प्रतीक के रूप में मनाया जाता है।  विभिन्न धर्मों और आस्थाओं के लोग इस त्योहार को मनाते हैं और प्रेम, भाईचारे और सद्भाव का संदेश फैलाते हैं। यह त्यौहार दयालुता, सकारात्मकता और समृद्धि का प्रतीक है। दीपावली का त्यौहार हमारी अंतरात्मा को प्रकाशित करता है और हमें मानवता के कल्याण के लिए कार्य करने की प्रेरणा देता है। Advertisement...... एक दीपक अनेक दीपकों को प्रकाशित कर सकता है।  इसी प्रकार...
નિર્મલા સીતારમને વાપીથી 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કર્યું, મેરા બીલ મેરા અધિકારમાં 10 લાખ જીતનાર 6 ગુજરાતીઓને ચેક સુપ્રત કર્યા

નિર્મલા સીતારમને વાપીથી 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કર્યું, મેરા બીલ મેરા અધિકારમાં 10 લાખ જીતનાર 6 ગુજરાતીઓને ચેક સુપ્રત કર્યા

Gujarat, National
કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામન મંગળવારે વાપીની મુલાકાતે આવ્યા હતાં. વાપીમાં આયોજિત GST વિભાગના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વાપી સહિત રાજ્યના 12 જિલ્લાઓમાં 12 GST સેવા કેન્દ્રનું ઇ-લોકપર્ણ કર્યું હતું. તેમજ સેન્ટ્રલ ફાઇનાન્સ મિનિસ્ટરે મેરા બિલ મેરા અધિકાર યોજનામાં ભાગ લઈ 10 લાખની રકમના વિજેતા બનનાર 6 ગુજરાતીઓને 10 લાખના ચેક આપી અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા જીએસટી સેવા કેન્દ્રમાં બાયોમેટ્રીક સિસ્ટમથી જીએસટી નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે, માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં મુખ્ય મુખ્ય જગ્યા પસંદ કરી જીએસટી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ...
બોલવા-સાંભળવામાં જન્મથી અસમર્થ રહેલા જગદીશે અદભુત ચિત્રો બનાવી સામર્થ્યનો પરચો બતાવ્યો

બોલવા-સાંભળવામાં જન્મથી અસમર્થ રહેલા જગદીશે અદભુત ચિત્રો બનાવી સામર્થ્યનો પરચો બતાવ્યો

Gujarat, Most Popular, National
ભગવાન શ્રી કૃષ્ણ, સરદાર વલ્લભભાઈ પટેલ, મહેશ બાબુ, રોબર્ટ ડાઉની જુનિયર KGF સ્ટાર યશ સહિતના અનેક પાત્રો સહીત કુદરતની રમણીયતાના સુંદર સ્કેચથી કંડારેલા આ ચિત્રો દમણના રીંગણવાડાના 17 વર્ષીય તરૂણ જગદીશે બનાવ્યા છે, ચિત્રો જોઈને કદાચ કોઈને લાગી શકે શકે છે કે આમાં નવું શું છે, તો નવાઈની વાત એ છે કે આ તમામ ચિત્રો બનાવનાર જગદીશ બાળપણથી બોલી કે સાંભળી નથી શકતો, એટલે કે ડમ્બ એન્ડ ડિફ છે, મૂળ રાજસ્થાનના પરંતુ છેલ્લા 20 થી 25 વર્ષથી રીંગણવાડામાં સ્થાયી થયેલા અને ડાભેલ સોમનાથ સર્કલ પર દ્વારિકા નામની કપડાંની દુકાન ચલાવતા સોના રામ જાટનો પુત્ર જગદીશ હાલ દમણની માછી મહાજન સ્કૂલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તેણે 62 પરસેન્ટાઇલથી પાસ કરી છે. બાળપણથી બોલવા અને સાંભળવાની ખોટ સાથે જન્મેલા પુત્રને બોલતો સાંભળતો કરવા સોનારામ જાટે વાપી, દમણ અને મુંબઈ સુધીના પ્રખ્યાત ડોકટર...
વાપી GIDCમાં DRI નો દરોડો, નાર્કોટિક્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ, 180 કરોડથી વધુના મેફેડ્રોનના જથ્થા સાથે 3 ની ધરપકડ

વાપી GIDCમાં DRI નો દરોડો, નાર્કોટિક્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ, 180 કરોડથી વધુના મેફેડ્રોનના જથ્થા સાથે 3 ની ધરપકડ

Gujarat, Most Popular, National
DRI દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે વાપી GIDC વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વાપી GIDCમાં મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલ મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી મળી આવી હતી. સુરત અને વલસાડની ફોરેન્સિક્સ સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાં મળી આવેલા શંકાસ્પદ માદક દ્રવ્યોમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્ટરીમાંથી લિક્વિડ ફોર્મમાં કુલ 121.75 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. વધુમાં એક આરોપીના રહેણાંક પરિસરની તલાશી લેતા અંદાજે રૂ.18 લાખની ભારતીય કરન્સી મળી આવી હતી. DRI દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ટીમોએ રવિવાર, 05-11-2023ના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી GIDC વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્ર...
KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં વિઘાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

KBS કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં વિઘાર્થીઓ માટે લીડરશીપ તાલીમનો વર્કશોપ યોજાયો

Gujarat
વાપી ચણોદ સ્થિત કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ ખાતે  સ્વ. M.R. PAI ની યાદગીરીમાં  M.R. PAI ફાઉંન્ડેશન અને ફોરમ ફ્રી એન્ટરપ્રાઈઝ, મુંબઈ તથા સદર ફોરમ ફોર હેલ્પ યુનિટના સહયોગથી ત્રણ દિવસની લીડરશીપ તાલીમના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 86 વિઘાર્થીઓએ ભાગ લીઘો હતો. કે.બી.એસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજ વાપીમાં વિઘાર્થીઓ શિક્ષણની સાથે આજના હરીફાઈ યુગમાં દરેક ક્ષેત્રમાં કેવી રીતે પગભર થઈ શકે, વિવિધ પરિસ્થિતિમાં નીડર રહીને નિર્ણયો લેવા તથા વક્તિ, સમાજ અને દેશના વિકાસ માટે લીડરશીપ લઈ શકે તે હેતુથી લીડરશીપ તાલીમના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 86 વિઘાર્થીઓએ ભાગ લીઘો હતો. આ તાલીમમાં વિવેક પટકી અને સચિન કામથ તાલીમ આપવા હાજર રહ્યા હતા. આ તાલીમમાં વિઘાર્થીઓ ગોલ સેટીંગ અને અચીવીંગ, વાકચતુર્ય , નિર્ણાયક શક્તિ, ટીમવર્ક , આત્મવ...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન વાપીથી રાજ્યના 12 GST સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન વાપીથી રાજ્યના 12 GST સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે

Gujarat, National
કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન તા. 7 નવેમ્બર 2023ના વલસાડ જિલ્લાના વાપી તાલુકા ખાતે GST સેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. જેઓ વાપી જ્ઞાનધામ સ્કૂલ ખાતેથી રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે. 12 જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કેન્દ્રિય નાણામંત્રી બપોરે 02:40 કલાકે વાપીના જીએસટી સેવા કેન્દ્રની વિઝિટ કરી 3 કલાકે દમણ એરપોર્ટ જવા નીકળશે. કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમન તા. 7 નવેમ્બર 2023ના દિલ્હીથી સવારે 9-40 કલાકે અમદાવાદ આવવા રવાના થશે. અમદાવાદથી 11-20 વાગ્યે ફલાઈટમાં 12-30 કલાકે દમણ આવશે. દમણથી બાય રોડ વાપી બપોરે 1 કલાકે આવશે. જ્યાં વાપી જ્ઞાનધામ સ્કૂલ ખાતે રાજ્યના 12 જીએસટી સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરશે. 12 જીએસટી સેવા કેન્દ્રમાં ...
દિવાળી પર્વ નિમિત્તે નારગોલ માં N.D. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા-આંગણવાડીના બાળકોને મીઠાઈ વહેંચી ઉજવણી કરી

દિવાળી પર્વ નિમિત્તે નારગોલ માં N.D. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા-આંગણવાડીના બાળકોને મીઠાઈ વહેંચી ઉજવણી કરી

Gujarat
નારગોલ ગામે મુંબઈની N.D. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળા અને આંગણવાડીના કુલ 500 થી વધુ બાળકોને મીઠાઈ વહેંચી દિવાળીની ઉજવણી કરી હતી. મુંબઈની સેવા ભાવિ સંસ્થા N.D. મહેતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારગોલ ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીના કુલ 500 થી વધુ બાળકોને દિવાળી પર્વની ઉજવણીના ભાગ રૂપે N D મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલીપભાઈ મહેતા, આશાબેન મહેતા, નિનાદ ગાંધી, ભરતભાઈ મહેતા, શેજલબેન, નૈનાબેન હરિયા તથા ઉમરગામના જ્યોતિબેન અને શૈલી સંચેતીએ ખાસ ઉપસ્થિત રહી મીઠાઈ સહિત અન્ય સામગ્રીની વહેચણી નારગોલ જગદંબાધામ ખાતે કરી હતી. આ નિમિત્તે નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારી અને પંચાયતની ટીમ દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છેક મુંબઈથી ગુજરાતના કાંઠા વિસ્તારના ગામના ગરીબ આદિવાસી બાળકો સાથે અનોખી રીતે દિવાળી પર્વની ઉજવણી કરનાર સંસ્થાનો ગ્રામ પંચાયત નારગોલ દ્વારા વિશેષ આભ...