Friday, October 18News That Matters

Month: November 2023

જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે વાપીમાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભોજન, ભજન અને ભક્તિના સંગમનું અનેરું આયોજન

જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે વાપીમાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભોજન, ભજન અને ભક્તિના સંગમનું અનેરું આયોજન

Gujarat, National
વીરપુર ના વાસી જલારામ બાપા ભુખ્યાનો સહારો હતાં. તેઓ કહેતા હતા કે જ્યાં બટકું રોટલીનો ટુકડો ત્યાં હરિ ઢૂકડો, આજે પણ તેમની ભુખ્યાને ભોજન કરાવવાની ટેકને વીરપુર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ભક્તો દ્વારા શરૂ રાખી ભુખ્યાને ભોજન કરાવવાનો સેવાયજ્ઞ કરી રહ્યા છે. તો એ સાથે દર વર્ષે કારતક શુક્લ પક્ષ સાતમના રવિવારે વીરપુર ધામ અને સમગ્ર રાજ્યની સાથે વાપીમાં જલારામ બાપાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. વાપીમાં છેલ્લા 17 વર્ષથી હરિઓમ મિત્ર મંડળ દ્વારા જલારામ જયંતિ નિમિત્તે મહાપ્રસાદ, મહાઆરતી અને ભજનના કાર્યક્રમનું અયોજન કરવામાં આવે છે. ફલેશ્વર મહાદેવ મંદિર કોચરવા 3rd ફેઈઝ વાપી GIDC ખાતે ધીરુભાઈ પટેલ તેમના પુત્ર નીતિન પટેલ તેમના મિત્રોના સહયોગમાં છેલ્લા 17 વર્ષથી સ્વખર્ચે જલારામ જયંતીની ઉજવણી કરે છે. જે અંતર્ગત આ વર્ષે રવિવારે જલારામ બાપાની 224મી જન્મ જયંતિ હતી. એ પવન દિવસે હરિઓમ મિત્...
ઉમરગામ GIDCમાં આવેલ Bharat Resins અને રાજીવ ગાર્મેન્ટ કંપનીમા ભીષણ આગ લાગી, આસપાસના વિસ્તારમાં મચી દોડધામ

ઉમરગામ GIDCમાં આવેલ Bharat Resins અને રાજીવ ગાર્મેન્ટ કંપનીમા ભીષણ આગ લાગી, આસપાસના વિસ્તારમાં મચી દોડધામ

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ Bharat Resins limited નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ની જ્વાળાએ નજીકની રાજીવ ગાર્મેન્ટ કંપનીને પણ પોતાની ચપેટમાં લઈ લેતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. આગ ની ઘટનામાં કોઈ જાનહાની થઈ હોવાના અહેવાલ નથી. આગ વિકરાળ હોય ઉમરગામ, સરીગામ, વાપી, દમણ, સેલવાસના ફાયર જવાનોને બોલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતાં. ઉમરગામ GIDC ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ Bharat Resins limited નામની કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ની જ્વાળાએ નજીકની રાજીવ ગાર્મેન્ટ કંપનીને પણ પોતાની ચપેટમાં લીધી હતી. શરૂઆતમાં ઉમરગામના ફાયર ફાઈટરની ટીમેં સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા. વિકરાળ આગ હોય વધુ ફાયર ફાઈટરની જરૂર જણાતાં દમણ, સેલવાસ વાપી, સરીગામ સહિત વલસાડ જિલ્લાના અન્ય ફાયર ફાયટરોની ટીમોને મદદ માટે બોલાવવામા...
ટ્રેડિંગ દ્વારા ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરવાની સ્કીમ દ્વારા લાલચ અને છેતરપિંડી કરવા બદલ 6 વ્યક્તિની ધરપકડ

ટ્રેડિંગ દ્વારા ટૂંકા ગાળામાં નાણાં ડબલ કરવાની સ્કીમ દ્વારા લાલચ અને છેતરપિંડી કરવા બદલ 6 વ્યક્તિની ધરપકડ

Gujarat, National
સિલ્વાસામાં વિવિધ સ્થળોએ શેર માર્કેટ ટ્રેડિંગ પ્રવૃતિઓ દ્વારા કેટલાક લોકો નિર્દોષ લોકોને છેતરતી હોવાની ગુપ્ત માહિતી મળી હતી. તેઓ રોકાણકારોને થોડા મહિનાના સમયગાળામાં રકમ બમણી કરવાની ખાતરી આપીને કામ કરતા હતા. જે અંગે સેલવાસ પોલીસે જરૂરી તપાસ કરી ત્રણ ફોજદારી કેસો (1) સિલવાસા પોલીસ સ્ટેશન FIR નં. 432/2023 u/s.  406,420,34 IPC (2) સિલવાસા પોલીસ સ્ટેશન FIR નંબર 433/2023 u/s.  406,420,34 IPC અને (3) નરોલી પોલીસ સ્ટેશન FIR નં. 09/2023 u/s.  PI H.C.ની ફરિયાદ પરથી 15.11.2023 ના રોજ 406,420,34 IPC નોંધવામાં આવી હતી. જે આધારે DNH ક્રાઈમ બ્રાન્ચના PI H. C રાઠોડ, HC P. K. માહ્યાવંશી દ્વારા ફરિયાદ નોંધી હતી, ઉપરોક્ત કેસની તપાસ PSI સોનુ દુબે, PSI સૂરજ રાઉત અને PSI શશી સિંઘને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન સંડોવાયેલા આરોપીઓ (1) કમલેશભાઈ ભડીયાભાઈ કડુ, ઉંમર 31 વર્ષ.  રહેવાસી ચીખલી, કડુપાડા (2) ધીરજ ઝવેરભ...
ઉત્તર ભારતીય સમાજનાં મહાપર્વ છઠ્ઠ પર્વ નિમિત્તે ઘાટ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ

ઉત્તર ભારતીય સમાજનાં મહાપર્વ છઠ્ઠ પર્વ નિમિત્તે ઘાટ પર તૈયારીઓને અપાયો આખરી ઓપ

Gujarat, National
સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠપૂજા, આ પર્વ ઉત્તર ભારતવાસીઓનું મહાપર્વ છે. ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા, કોલક નદી અને રાતા ખાડી તેમજ દમણના દરિયા કિનારે, સેલવાસના રિવરફ્રન્ટ ખાતે છઠ્ઠ વ્રતધારી સૂર્યની ઉપાસના કરશે. જે માટે વિવિધ સંસ્થાના આયોજકો દ્વારા ઘાટની સફાઈ કરી સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. વાપી, દમણ, સેલવાસ સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા દર વર્ષે તેમની કર્મભૂમિ પર જ છઠપૂજાની ઉજવણી કરે છે. વાપી નજીક પસાર થતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું છે. રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત છઠ્ઠ વ્રતધારી મહિલાઓ તેમના પરિવાર સાથે નદી કાંઠે આવી નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાન...
પર્યાવરણ બગાડવામાં માનતા પેપરમિલના સંચાલકો અને એસોસિએશન ના હોદ્દેદારોની અણઆવડતને કારણે પેપરમિલો અધોગતિ તરફ

પર્યાવરણ બગાડવામાં માનતા પેપરમિલના સંચાલકો અને એસોસિએશન ના હોદ્દેદારોની અણઆવડતને કારણે પેપરમિલો અધોગતિ તરફ

Gujarat, National
વલસાડ જિલ્લામાં વાપી, સરીગામ અને મોરાઈ જેવા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ધમધમતી પેપર મિલો આ વિસ્તારમાં પર્યાવરણ બગાડવામાં મોટી ભૂમિકા ભજવી ચુકી છે. સુરક્ષા અને સલામતીના બણગાં ફૂંકવા વચ્ચે અનેક વાર આવી મિલોમાં થતા ગમખ્વાર અકસ્માતો જગ જાહેર છે. અનેકવાર GPCB ના દંડનો ભોગ બનતી હોય, પેપરમિલોના સંચાલકોએ એસોસિએશન બનાવ્યું છે. જો કે, પેપર ઇન્ડસ્ટ્રી ને વિકાસના પંથે લઈ જવાના ઉદેશયથી બનેલું આ એસોસિએશન તે બાદ તેમાં નિમાયેલા લગભગ દરેક હોદ્દેદારો એ જાણે માત્ર પોતાની કંપનીનો જ વિકાસ સાધ્યો હોય આજે આ વિસ્તારની પેપરમિલો બદનામી સાથે અધોગતિ તરફ ધકેલાય રહી છે. પર્યાવરણ દિવસે પર્યાવરણને બચાવવા માટે કામ કરતા હોવાના બણગાં ફૂંકી નામ માત્રના ઝાડ વાવતા અને જેની સામે કાચા માલ રૂપે જંગલનો સફાયો કરવામાં માનતા પેપરમિલ સંચાલકો ના પાપે વલસાડ જિલ્લામાં પર્યાવરણીય માઠી અસર પડી છે. દર વખતે મનોમંથનમાં આ ઠીકરું કેમિકલ ઇન્ડસ્ટ્...
संस्था ने वापी रेलवे स्टेशन पर शव को सुरक्षित रखने के लिए Coffin बनवाया, लेकिन डेढ़ साल से अड़ियल रेलवे अधिकारी इसे रखने नहीं दे रहे हैं।

संस्था ने वापी रेलवे स्टेशन पर शव को सुरक्षित रखने के लिए Coffin बनवाया, लेकिन डेढ़ साल से अड़ियल रेलवे अधिकारी इसे रखने नहीं दे रहे हैं।

Gujarat, National
वापी रेलवे स्टेशन पर दुर्घटना में मारे गए यात्रियों के शवों को वापी के जमीयत उलमा ट्रस्ट वापी के अध्यक्ष इंतेखाब आलम खान और उनकी टीम द्वारा उठाया जाता है। जिसे कफन से ढककर प्लेटफार्म पर ही लॉरी पर रख दिया जाता है। यात्री इन क्षत-विक्षत, रक्तरंजित, बदबूदार शवों को देखकर चौंक जाते हैं। इंतेखाब खान ने अपने खर्च से 80 हजार की कीमत का Coffin (शवपेटी) (ताबूत बॉक्स) बनवाया है, ताकि शव सुरक्षित रहे और प्लेटफॉर्म पर यात्रियों को परेशानी न हो। लेकिन पिछले डेढ़ साल से इस कॉफिन बक्से को रखने के लिए कई बार लिखित अनुरोध के बावजूद रेलवे विभाग के निर्दयी अधिकारी उस को रखने की इजाजत नहीं दे रहे हैं। वापी रेलवे स्टेशन पर एक सप्ताह में एक से दो और कभी-कभी 5-6 यात्रियों की मौत दुर्घटनाओं में हो रही है। जब भी कोई व्यक्ति रेलवे ट्रैक पर मरता है तो जमीयत उल्लमा ए ट्रस्ट वापी के अध्यक्ष इंतेखाब आलम खान और ...
કચ્છ રણ ઉત્સવમાં ફરવા જાઉં છે? તો, આ રહ્યું IRCTC એ બહાર પાડેલું ટૂર પેકેજ…..!

કચ્છ રણ ઉત્સવમાં ફરવા જાઉં છે? તો, આ રહ્યું IRCTC એ બહાર પાડેલું ટૂર પેકેજ…..!

Gujarat, National
કચ્છમાં આવેલ સફેદ રણ માં ઉજવાતો રણ ઉત્સવ 10મી નવેમ્બરથી શરૂ થઈ અને 25મી ફેબ્રુઆરી સુધી ચાલશે. લોકો ક્ષિતિજ સુધી વિસ્તરેલા બરફ જેવા સફેદ મીઠાના રણના સાક્ષી બનવા કચ્છના સફેદ રણની મુલાકાત લઈ રહ્યા છે. આ ત્રણ મહિનાના એક્સ્ટ્રાવેગાન્ઝા દરમિયાન, ભારતીય રેલ્વેએ રણ ઉત્સવ માટે એક ખાસ ટૂર પેકેજ પણ લોન્ચ કર્યું છે. મુંબઈમાં IRCTC ઝોનલ ઑફિસ 'રણ ઉત્સવ - વ્હાઇટ રણ રિસોર્ટ્સ' ઓફર કરી રહી છે, જે મુંબઈથી શરૂ થનારું સર્વસમાવેશક અને ખર્ચ-અસરકારક રેલ ટૂર પૅકેજ છે, જેમાં 3rd AC અને 2nd ACમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ છે. IRCTC બે પ્રકારના પેકેજ ઓફર કરે છે એક સામાન્ય અને બીજું એક વીકએન્ડ પેકેજ! જે નીચે મુજબ છે. ...
ટ્રેનોમાં જ્વલનશીલ વસ્તુઓ વહન કરવા સામે સઘન અભિયાન, 7,656 ઉલ્લંઘન કરનારાઓ સામે ગુનો નોંધાયો

ટ્રેનોમાં જ્વલનશીલ વસ્તુઓ વહન કરવા સામે સઘન અભિયાન, 7,656 ઉલ્લંઘન કરનારાઓ સામે ગુનો નોંધાયો

Gujarat, National
વર્તમાન તહેવારોની મોસમ દરમિયાન નવી દિલ્હી, આનંદ વિહાર, જબલપુર, વિજયવાડા વગેરે જેવા વિવિધ સ્ટેશનો પર ટ્રેનોમાં ફટાકડા મળી આવ્યા બાદ, રેલ્વે મંત્રાલયે ઝોનલ રેલ્વેને રેલ્વે નેટવર્કમાં જ્વલનશીલ વસ્તુઓના વહન સામે ઝુંબેશ માટે સૂચનાઓ જારી કરી છે. ટ્રેનની મુસાફરીને સુરક્ષિત બનાવવા માટે, રેલ્વેએ મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવા અને જ્વલનશીલ ચીજવસ્તુઓ સાથે મુસાફરી ન કરવા તેમજ તેમના સહ-યાત્રીઓને જ્વલનશીલ ચીજવસ્તુઓ લઈ જવા દેવાની વિનંતી કરી છે. તમામ ઝોનલ રેલવેએ મુસાફરો માટે સઘન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. રેલ્વે સ્ટેશનો પર નિયમિત જાહેરાતો કરવામાં આવી રહી છે, જેમાં મુસાફરોને ટ્રેનમાં મુસાફરી દરમિયાન ફટાકડા, ગેસ સિલિન્ડર, એસિડ, પેટ્રોલ, કેરોસીન વગેરે જેવી જ્વલનશીલ અને વિસ્ફોટક ચીજવસ્તુઓ સાથે ન રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. ઝોનલ રેલવેએ સંબંધિત અધિકારીઓને ટ્રેનમાં મુસાફરી...
क्रिकेट मैच देखने आने वाले क्रिकेट प्रशंसकों के लिए बड़ी सौगात। पश्चिम रेलवे चलाएगी मुंबई से अहमदाबाद के बीच तीन जोड़ी सुपरफास्ट स्पेशल ट्रेन

क्रिकेट मैच देखने आने वाले क्रिकेट प्रशंसकों के लिए बड़ी सौगात। पश्चिम रेलवे चलाएगी मुंबई से अहमदाबाद के बीच तीन जोड़ी सुपरफास्ट स्पेशल ट्रेन

Gujarat, National
पश्चिम रेलवे द्वारा अहमदाबाद में आयोजित होने वाले फाइनल क्रिकेट मैच को देखने आने वाले क्रिकेट प्रशंसकों की अतिरिक्त भीड़ को समायोजित करने के उद्देश्य से मुंबई सेंट्रल-अहमदाबाद, बांद्रा टर्मिनस-अहमदाबाद और छत्रपती शिवाजी महाराज टर्मिनस (CSMT)-अहमदाबाद के बीच विशेष किराये पर तीन जोड़ी सुपरफास्ट स्पेशल ट्रेनें चलाई जाएगी। इन स्पेशल ट्रेनों का विवरण इस प्रकार है: ट्रेन संख्‍या 09001/09002 बांद्रा टर्मिनस-अहमदाबाद-बांद्रा टर्मिनस सुपरफास्ट स्पेशल ट्रेन संख्या 09001 बांद्रा टर्मिनस-अहमदाबाद स्पेशल शनिवार,18 नवंबर 2023 को बांद्रा टर्मिनस से 23.45 बजे प्रस्थान करेगी और अगले दिन 07.20 बजे अहमदाबाद पहुंचेगी। इसी प्रकार ट्रेन संख्या 09002 अहमदाबाद-बांद्रा टर्मिनस स्पेशल सोमवार, 20 नवंबर 2023 को अहमदाबाद से 04.00 बजे प्रस्थान करेगी और उसी दिन 12.10 बजे बांद्रा टर्मिनस पहुंचेगी। यह ट्रेन दोनों ...
આ 13 વર્ષની દીકરીએ અણનમ 154 રન ફટકારી ગુજરાતને વિજય અપાવ્યો

આ 13 વર્ષની દીકરીએ અણનમ 154 રન ફટકારી ગુજરાતને વિજય અપાવ્યો

Gujarat, National
સુરતની તેર વર્ષીય કિશોરી આખ્સાહ સોરેન્સ પરમારે રીલાયન્સ G-1, કપ અંડર-15 આંતરરાજ્ય વિમેન્સ ક્રિકેટ ટૂર્નામેંટમાં પોતાની ડેબ્યૂ મેચમાં ગોવાની ટીમ સામે માત્ર 115 બોલમાં અણનમ 154 રન ફટકારીને નવા કીર્તિમાનો સ્થાપ્યા છે. આ 154 રન તેણે 25 ચોક્કાની મદદથી બનાવ્યા હતા. આ ઉપરાંત આ મેચમાં તેણે બે કીમતી વિકેટો લઈને ગુજરાતના વિજયમાં મહત્ત્વનું યોગદાન પણ આપ્યું હતું. આ ટૂર્નામેન્ટની બીજી મેચમાં સૌરાષ્ટ્ર સામે પણ તેણે ચાર છગ્ગા અને વીસ ચોક્કા ફટકારીને 81 બોલમાં વીજળીક 124 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને મેચમાં તેણે પોતાના અદભુત પર્ફોર્મન્સ થકી પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડ હાંસલ કર્યા હતા. આખ્સાહે માત્ર છ વર્ષની કુમળી ઉમરે લુર્ડ્સ કોન્વેન્ટ સ્કૂલમાં હોકી રમવાનું શરૂ કર્યું અને સ્પોર્ટ્સ કોચ પરાગ ચંદ્રાતેની દોરવણી હેઠળ રાજય કક્ષાની ટૂર્નામેંટ અને ખેલ મહાકુંભમાં હોકીની રમતમાં શાનદાર પ્રદર્શન ...