Friday, October 18News That Matters

Month: November 2023

વાપી GIDC માં આ Super-30 જેવી અનેક કંપનીઓએ જાહેર માર્ગને બનાવ્યો પાર્કિંગ ઝોન….? કોના બાપની દિવાળી…?

વાપી GIDC માં આ Super-30 જેવી અનેક કંપનીઓએ જાહેર માર્ગને બનાવ્યો પાર્કિંગ ઝોન….? કોના બાપની દિવાળી…?

Gujarat, Most Popular, National
વાપી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં GPCB ની અને GIDC ની ચોક્કસ ગાઈડલાઈન હોવા છતાં તેને સાઈડલાઈન કરી કંપની સંચાલકોએ જાહેર માર્ગને જ કંપનીના વાહનો માટેનો પાર્કિંગ પોઇન્ટ બનાવી દીધો છે. GIDC ના કોઈપણ ફેઈઝ માં જાઓ તમને હજારોની સંખ્યામાં વાહનો-સાયકલો કંપની પરિસર બહાર ક્યાંક ઉભા કરેલા હંગામી શેડમાં તો ક્યાંક પાકા શેડમાં ખડકલો થયેલો જોવા મળશે. જાહેર માર્ગ અને તેના માર્જિન બાદ કંપનીઓએ પોતાની દીવાલ તો તાણી બાંધી છે. પરંતુ ગ્રીન સ્પેસ સહિતનો એરિયા વાહનોના પાર્કિંગમાં ફેરવી નાખ્યો છે. કંપની બહાર જાહેર માર્ગ પર ઉભા કરેલા આ પાર્કિંગ ઝોન ને કારણે GIDC ના માર્ગો પર પિક અવર્સ માં ટ્રાફિક જામ ની સમસ્યાનો નિવેડો આવતો નથી. નવાઈની વાત તો એ છે કે, આવા પાર્કિંગ ઝોન બનાવનાર કંપની સંચાલકો પૈકી મોટાભાગના સંચાલકો વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે, નોટિફાઇડ ગવર્નિંગ બોર્ડ સાથે કે ગ્રીન એન્વાયરો લિમિટેડ જેવી સંસ્થાઓ સાથે જોડા...
શ્રી રંગ અવધૂત જન્મજયંતિ નિમિત્તે ધરમપુર માં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી

શ્રી રંગ અવધૂત જન્મજયંતિ નિમિત્તે ધરમપુર માં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી

Gujarat
કારતક સુદ નોમ એટલે દત્ત અવતાર શ્રી રંગ અવધૂત મહારાજનું પૃથ્વી પર પ્રાદાર્પણનો દિવસ. પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરા ખાતે તેમજ તેમણે નારેશ્વરની ભૂમિ કે જ્યાં મોર અને સાપ એકસાથે રમતા એવી પાવન ધરતી ને પોતાની તપોભૂમિ બનાવી હતી. લોક કલ્યાણ અને જનમાનસ માં ધાર્મિક સ્ફુર્ણા જગાડવા માટે એમણે ગુરુલીલામૃત જેવા ગ્રંથ તેમજ સામાન્ય માનવી પોતાની ગૃહસ્થ જીવનમાં પડતી મશ્કેલીઓનો સામનો કરવા માટેનું પ્રબળ અસ્ત્ર એવું દત્તબાવની અને દત્તાત્રેય સાહિત્ય ના ભાગ રૂપે 45 કરતા પણ વધારે ગ્રંથો પ્રદાન કર્યા હતા. પૂજ્ય બાપજીએ સામાન્ય માનવી બીજા જીવ માત્રમાં દેવત્યને ઝાંખવાની ભાવના જગાડવા પરસ્પર દેવો ભવઃ નો મંત્ર આપ્યો હતો. આવા ઔલોકિક ગુરુ નો જન્મ મહોત્સવ પરમ પાવન ધામ, શ્રી દત્ત રંગ મંદિર, મનહર ઘાટ, ધરમપુર ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ જન્મ મહોત્સવની શરૂઆત સવારે કેસર સ્નાનથી થઈ હતી, ત્યાર બાદ પૂજ્ય બાપજીના દ્વ...
भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दिव प्रदेश के प्रभारी, केंद्रीय मंत्री प्रदेश के एक दिवसीय दोरे पर पधारे।

भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दिव प्रदेश के प्रभारी, केंद्रीय मंत्री प्रदेश के एक दिवसीय दोरे पर पधारे।

Gujarat, National
भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष दीपेश टंडेल द्वारा आज केंद्रीय आवासन एवं शहरी कार्य राज्य मंत्री कोशल किशोर का सिलवासा सर्किट हाउस पर पुष्पगुच्छ से स्वागत किया गया एवं मंत्री के साथ लोकसभा प्रवास योजना के प्रदेश संयोजक बी एम माछी की उपस्थिति में दानह लोकसभा प्रवास योजना एवं संगठनात्मक चर्चा विचारणा की गई। भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमण दिव प्रदेश के नवनियुक्त प्रदेश प्रभारी पूर्णेश मोदी एवं सहप्रभारी दुष्यंत पटेल, साथ ही केंद्रीय आवासन एवं शहरी कार्य राज्य मंत्री कोशल किशोर प्रदेश के एक दिवसीय दोरे पर पधारे। भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष दीपेश टंडेल द्वारा आज केंद्रीय आवासन एवं शहरी कार्य राज्य मंत्री कोशल किशोर का सिलवासा सर्किट हाउस पर पुष्पगुच्छ से स्वागत किया गया एवं मंत्री के साथ लोकसभा प्रवास योजना के प्रदेश संयोजक बी एम माछी की उपस्थिति में दानह लोकसभा ...
दमन की बंसवारा गार्मेंट कंपनी में वेतन वृद्धि कों लेकर कामदारों की हड़ताल, कंपनी प्रबंधन ने दिया आस्वासन

दमन की बंसवारा गार्मेंट कंपनी में वेतन वृद्धि कों लेकर कामदारों की हड़ताल, कंपनी प्रबंधन ने दिया आस्वासन

Gujarat, National
दमन कड़ईया विस्तार की बंसवारा गारमेंट कंपनी क़े करीब पांच से छे हजार कामदार कंपनी क़े बाहर वेतन वृद्धि में बढ़ोतरी कों लेकर हड़ताल पर उतर गये। जिसमे दमन प्रशासन क़े अधिकारीयों क़े हस्तक्षेप क़े बाद हड़ताल 3 घंटे क़े भीतर सिमट भी गई। वाक्या आज बुधवार की सुबह का है जब बंसवारा गारमेंट नामक कंपनी क़े कड़ईया विस्तार क़े 3 यूनिटो क़े करीव 5-6 हजार कामदार अचानक कंपनी प्रबंधन क़े खिलाफ नारेबाजी करते हुए हड़ताल पर उतर गये थे। हड़ताली कामदारों का कहना था की संघ प्रशासन द्वारा अद्योगिक इकाईयों में काम करते कामदारों क़े लिए लघुतम वैतन अनिवार्य किया गया है। प्रशासन द्वारा लघुतम वैतन में नए दरों की आपूर्ति की गई है जिसमे कामदारों की अलग श्रेणीके हिसाब से 462,452 और 441 रुपे 8 घंटे हिसाब से पगार देना कंपनी प्रबंधन की जिम्मेदारी बनती है। मगर बंसवारा गारमेंट कंपनी प्रबंधन कामदारों की वेतन वृद्धि करने में कई महीनों से...
સેલવાસના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમા ડૂબી જતાં ડુંગરી ફળિયાના વિદ્યાર્થીનું મોત

સેલવાસના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમા ડૂબી જતાં ડુંગરી ફળિયાના વિદ્યાર્થીનું મોત

Gujarat, National
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પ્રશાસન દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમા વાપીનો વિદ્યાર્થી મિત્રો સાથે તરવા આવ્યો હતો. સ્વીમીંગ પુલના માધ્યમ પહોંચ્યા બાદ અચાનક સગીર ન દેખાતા સગીરના મિત્રોએ તાત્કાલિક કોચને ઘટનાની જાણ કરી હતી. કોચે સ્વિમિંગ પુલમાં ચેક કરતા ડૂબેલી હાલતમાં વિદ્યાર્થી મળી આવ્યો હતો. જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલના તબીબે વિદ્યાર્થીનું પાણીમાં ડુબી જતા મોત થયુ હોવાનું જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ વાપી GIDCના ડુંગરી ફળિયામાં રહેતો 16 વર્ષીય, સંદીપ ગોંડ જે એના મિત્રો સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પુલમા તરવા માટે ગયો હતો. સેલવાસના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ના સ્વિમિંગ પુલમાં સંદીપ અને તેના મિત્રો સ્વિમિંગ કરી રહ્યા હતા. ત્યારે તરતા તરતા સંદીપ સ્વિમિંગ પુલની વચ્ચે પહોંચ્યા બાદ અચાનક અ...
108 એમ્બ્યુલન્સ ને બલિઠા તાલુકા સેવાસદન સામે નડ્યો અકસ્માત….!

108 એમ્બ્યુલન્સ ને બલિઠા તાલુકા સેવાસદન સામે નડ્યો અકસ્માત….!

Gujarat, National
મંગળવારે વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર 108 એમ્બ્યુલન્સ ને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના નેશનલ હાઇવે પર બલિઠા નજીક તાલુકા સેવાસદન/મામલતદાર કચેરી સામે ઘટી હતી. હાઇવે પર પસાર થતા વાહનોને સાઈડ આપવા જતા એમ્બ્યુલન્સ સર્વિસ રોડની કામગીરી માટે ગોઠવેલ ડિવાયડર સાથે અથડાઈ હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ મંગળવારે સવારે GJ18-GB-5449 નંબરની 108 એમ્બ્યુલન્સ ના ડ્રાઇવર અને EMT એમ્બ્યુલન્સ લઈને પોતાના પોઇન્ટ તરફ આવી રહ્યા હતા. ત્યારે, નેશનલ હાઇવે નંબર 48 પર મામલતદાર કચેરી (તાલુકા સેવાસદન) સામે હાઇવે પર પસાર થતા વાહનને સાઈડ આપવા જતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. એમ્બ્યુલન્સ હાઇવે ના સર્વિસ રોડના કામ માટે ગોઠવેલ ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેમાં એમ્બ્યુલન્સ ના આગળના ભાગે મોટું નુકસાન થયું હતું. જો કે, સદનસીબે અકસ્માતનો ભોગ બનેલા 108 એમ્બ્યુલન્સ માં કોઈ દર્દી નહોતા અને માત્ર ડ્રાઇવર-EMT ક...
વલસાડ જિલ્લામાં સૌથી વધુ આકરો તાપ, તો, નલિયા, ભુજ, અમરેલીમાં ઠંડીનો પ્રકોપ, વાપીમાં AQI અમદાવાદ-અંકલેશ્વર કરતા પણ વધુ……!

વલસાડ જિલ્લામાં સૌથી વધુ આકરો તાપ, તો, નલિયા, ભુજ, અમરેલીમાં ઠંડીનો પ્રકોપ, વાપીમાં AQI અમદાવાદ-અંકલેશ્વર કરતા પણ વધુ……!

Gujarat, National
ચોમાસાની ઋતુ બાદ અને કારતક મહિનો શરૂ થતાં જ નલિયા, ભુજ, અમરેલી જેવા વિસ્તારમાં તાપમાનનો મારો ગગડતા ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. ત્યારે, વલસાડ અને સુરત 20મી નવેમ્બર સોમવારે રાજ્યના સૌથી વધુ ગરમ પ્રદેશ રહ્યા હતાં. વલસાડ જિલ્લામાં આકરા તાપ વચ્ચે હવાની ગુણવત્તા નું પ્રમાણ આપતો AQI પણ 181 પર રહ્યો હતો. દિવાળી પર્વ વીત્યા બાદ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી-દમણમાં શિયાળો હજુ જામ્યો નથી. સતત ગરમ વાતાવરણ વચ્ચે સોમવારે વલસાડ, સુરતમાં તાપમાનનો પારો 35 ડિગ્રીએ રહેતા ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ધરાવતા પ્રદેશ રહ્યા હતાં. વલસાડમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી, તો, સુરતમાં લઘુતમ તાપમાન 24 ડીગ્રી રહ્યું હતું. દમણમાં મહત્તમ તાપમાન 33 ડીગ્રી તો લઘુતમ તાપમાન 23 ડીગ્રી રહ્યું હતું. આ વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં સતત ભેજવાળું વાતાવરણ રહેતું હોય સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ન...
માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ પારડી-વાપી શાખાએ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યુ

માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ પારડી-વાપી શાખાએ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યુ

Gujarat
શ્રી માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ મુંબઇની પારડી-વાપી શાખા દ્વારા રવિવારે ઉદવાડાના ઓરવાડ સ્થિત એકલિંગજી હોલમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીનો સન્માન કરતો સમારંભ રાખ્યો હતો. માહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘ પારડી વાપી શાખા દ્વારા આાયોજીત આ કાર્યક્રમમાં સમાજના ઉચ્ચ શિક્ષણ મેળવેલા 80થી વધુ તેજસ્વી વિદ્યાર્થીને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે બેરિસ્ટરની પદવી મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા અને બ્રિટન પૂર્વ અધિકારી, વિશ્વ રેકર્ડ ધારક ભારૂલતા પટેલ કાંબલે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પારડી પાલિકાના માજી પ્રમુખ હસમુખભાઇ રાઠોડ, DGVCL ના ડેપ્યુટી ઇજનેર જયંત ઉદવાડિયા, MBBS ડો. રચના પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પારડી વાપી શાખાના પ્રમુખ જિતેન્દ્ર એસ. માહ્યાવંશી, ઉપપ્રમુખ રમેશભાઇ માહ્યાવંશી, મંત્રી ચેતન પરમાર, સહમંત્રી ભૂપેન્દ્ર પરમાર, ખજાનચી અરૂણભાઇ વજીર...
મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન વૈતરણા નદીમાં 20 કામદારો સાથેની બોટ પલ્ટી, 2 કામદાર લાપતા

મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન વૈતરણા નદીમાં 20 કામદારો સાથેની બોટ પલ્ટી, 2 કામદાર લાપતા

Gujarat, National
પાલઘર-મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન વૈતરણા નદીમાં બોટ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટના પાલઘર જિલ્લાના એક ગામ પાસે બની હતી. મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના બાંધકામનો કોન્ટ્રાક્ટ ધરાવતી GR કંપનીની બોટમાં કામ પર આવતા 20 કામદારો સાથેની બોટ પલ્ટી ગઈ હતી. સવારે 6 વાગ્યે બનેલી આ ઘટનામાં 18 જેટલા કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2 કામદાર હજુ પણ ગુમ છે. વહીવટી તંત્રએ ઘટના સ્થળે પહોંચી ગુમ થયેલા કામદારની શોધખોળ ચાલુ કરી છે. મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રની વૈતરના નદીમાં ટગ બોટ પલટી જતાં 18 લોકોને બચાવી લેવાયા છે, 2 ગુમ થયા છે. આ ઘટના સવારે લગભગ 6 વાગ્યે બની હતી. જ્યારે JNP-વડોદરા એક્સપ્રેસવેના નિર્માણમાં રોકાયેલી કંપનીની ટગ બોટમાં કામદારો મુસાફરી કરી રહ્યા હતા. સોમવારે સવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વૈતરણા નદીમાં 20 કામદારોને લઈ જતી ટગ બોટ પલટી જતાં ઓછામા...
વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉત્તરભારતીય સમાજે ઉજવ્યું છઠ્ઠ પર્વ

વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉત્તરભારતીય સમાજે ઉજવ્યું છઠ્ઠ પર્વ

Gujarat, National
વાપી સહિત આસપાસના વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા તેમજ વેપાર-ધંધા માટે સ્થાયી થયેલા હજારો ઉત્તર ભારતીય પરિવારો દ્વારા છઠપૂજાની ઉજવણી કરવામાં આવી હતી. વાપી નજીક પસાર થતી દમણગંગા નદીના કાંઠે નવદુર્ગા ટ્રસ્ટ સહિત અન્ય સંસ્થાઓએ વિશેષ આયોજન કર્યું હતુઁ. રવિવારે સાંજે દમણગંગા નદી કિનારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત વ્રતધારી મહિલાઓએ નદીના પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરી છઠ્ઠી મૈયાનો જયજયકાર કર્યો હતો. વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉત્તરભારતીય સમાજે રવિવારે મહાપર્વ એવા છઠ્ઠ પર્વ નિમિત્તે ડૂબતા સૂર્યદેવને પ્રથમ અર્ધ્ય અર્પણ કર્યું હતું. વાપી, દમણ, સેલવાસમાં નદી કિનારે આ માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વાપીમાં દમણગંગા નદી જ્યાંથી પસાર થાય છે. તે હરિયા પાર્કની ખાડી ખાતે નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા વ્રતધારીઓ માટ...