કરમબેલેથી JN પોર્ટ વચ્ચે શરૂ થયેલ કન્ટેઈનર સેવા પડી ભાંગી, ઉધોગોને ફાયદો થવાની આશા પર પાણી ફરી વળ્યું
ભારતીય રેલવેની સહયોગી સંસ્થા CONCOR કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાપી નજીકના કરમબેલે ગૂડસયાર્ડથી જવાહરલાલ નહેરુ પોર્ટ JNP વચ્ચે 2018-19માં કન્ટેઇનર સેવા શરૂ કરવામાં આવી હતી. જો કે, પાંચ વર્ષે આ સેવા ટ્રાન્સપોર્ટરો ને કે ઉદ્યોગોને ફળી નથી. વર્ષ 2018-19માં કરમબેલેથી સુરથકાલ વચ્ચેની રો-રો ફેરી સર્વિસની માલ સહિત ટ્રકને ટ્રેન પર લઇ જવાની સર્વિસ શરૂ કર્યા બાદ કન્ટેનર સેવા શરૂ કરી હતી. હાલ આ સેવા પડી ભાંગી છે. જે અંગે સંચાલન કરનાર એજન્સી અને ટ્રાન્સપોર્ટરોનું શુ મંતવ્ય છે. તે અંગે વાંચો આ વિસ્તૃત અહેવાલ
આ મહત્વની કન્ટેઈનર સેવાથી વલસાડ જિલ્લા સહિત દમણ, સેલવાસના ઉદ્યોગોને મોટા પાયે ફાયદો થશે તેવી આશા બંધાઈ હતી. ભારતીય રેલવે વિભાગ દ્વારા 2019માં આ નવતર સેવા શરૂ કરવામાં આવી હતી. ભારતીય રેલવેની સહયોગી સંસ્થા CONCOR કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વાપી નજીકના કરમબેલી ગૂડસયાર્ડથી જવાહર...