સોળસુંબા ગ્રામ પંચાયતમાં કરોડોનો ભ્રષ્ટાચાર કરનાર પૂર્વ સરપંચ અમિત પટેલ, સરપંચ બલદેવ સુરતીને હોદ્દા પરથી દૂર કરાયા…?
વલસાડ જિલ્લામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે ચર્ચાની એરણ પર રહેલા ઉમરગામ તાલુકાની સોળ સુંબા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ બલદેવ સુરતી અને પૂર્વ સરપંચ અમિત પટેલને હોદ્દા ઉપરથી કાયમી દૂર કરતા તેમજ આ કરોડોના ભ્રષ્ટાચાર માં સામેલ તલાટી ને સસ્પેન્ડ કરતો આદેશ આપતા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં હડકંપ મચી ગયો છે
વલસાડના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગ્રામ પંચાયત માં 3.5 કરોડનો ભ્રષ્ટાચાર આચરવાના ગુન્હામાં જિલ્લા વિકાસ અધિકારીએ વર્તમાન સરપંચ બલદેવ સુરતી અને સસ્પેન્ડ ઉપસરપંચ કમ પૂર્વ સરપંચ અમિત પટેલને હોદ્દા ઉપરથી કાયમી દૂર કરતો આદેશ કર્યો છે. આ પ્રકરણમાં સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ તલાટી ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, થોડા મહિના અગાઉ ગ્રામ પંચાયત ઉપર એસીબીની સફળ ટ્રેપ થઈ હતી. જેમાં અમિત પટેલ વતી તેનો ફોલ્ડરિયો રૂપિયા લેતા રંગે હાથ ઝડપાયા હતા. આ પ્રકરણે જિલ્લામાં ભારે ચકચાર જગાવી ...