વાપીની બે કથિત મહિલા પત્રકારોની બીજા ગુનામાં પણ રેગ્યુલર જામીન અરજી નામંજૂર
વાપીના એડિશનલ સેશન્સ જજ પુષ્પા સૈનીએ વાપીની બે કથિત મહિલા પત્રકારો (1) સોનિયા તુષાર ચોહાણ (2) સેમ મહેન્દ્ર શર્માની વાપી ટાઉન પોલીસ દ્વારા બીજા એક ગુનામાં ધરપકડ કર્યા બાદ આરોપીઓએ બીજા ગુનામાં પણ જામીન મુક્ત થવા કરેલ રેગ્યુલર જામીન અરજી સંદર્ભે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી બંને કથિત મહિલા પત્રકારોની બીજા ગુનામાં પણ રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે.
આ બન્ને કથિત મહિલા પત્રકારો અને ક્રિષ્ના ઝા નામના કહેવાતા પત્રકાર સામે વાપીમાં ખુશી મસાજ પાર્લર નામે મસાજ પાર્લર ચલાવતા જીતેન્દ્ર રામ પ્રવેશ સિંઘે વાપી ટાઉનમાં ફરિયાદ નોંધાવી હતી કે, આ ત્રણેયે તેમની દુકાન પર આવી વાર્ષિક પાંચ લાખ રૂપિયા આપવાની માંગણી કરી હતી. જે સંદર્ભે વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધતા ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં. જે બાદ બન્ને મહિલાઓએ કરેલ આગોતરા અરજી નામંજૂર થતા આખરે પોલીસના શરણે થઈ જતા તેની ...