Friday, October 18News That Matters

Month: August 2023

વલસાડ ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઊજવણી અંતર્ગત વાપીમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વલસાડની અસ્મિતા ઉજાગર કરશે

વલસાડ ખાતે 77મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષાની ઊજવણી અંતર્ગત વાપીમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ વલસાડની અસ્મિતા ઉજાગર કરશે

Gujarat, National
77 મા સ્વાતંત્ર્ય દિવસની રાજયકક્ષાની ઊજવણીની વલસાડ તડામાર તૈયારીઓ થઇ રહી છે. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેની રાહબરી હેઠળ સમગ્ર તંત્ર તૈયારીમાં જોતરાયું છે. વલસાડ જિલ્લામાં મારી માટી - મારો દેશ કાર્યક્રમ થકી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશ ભાવના ઉજાગર થઇ રહી છે. સાથે સાથે રાજયકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઊજવણી જિલ્લાવાસીઓ માટે અનેરૂ પર્વ બની રહેશે. વલસાડના ધરમપુર રોડના સી.બી.હાઈસ્કુલ મેદાનમાં તા. 14 ઓગસ્ટના રોજ સાંજે 4-30 વાગ્યાથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ‘એટ હોમ કાર્યક્રમ’ યોજાશે. રાજ્યપાલને પોલીસ બેન્ડની સુરાવલી સાથે રાષ્ટ્રગાન દ્વારા સલામી આપવામાં આવશે. વલસાડ જિલ્લામાં તા 14 મી ઓગસ્ટના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં દેશભકિતને અનુરૂપ વલસાડની ગરિમાને ઉજાગર કરતા રંગારંગ કાર્યક્રમોનું આયોજન થયું છે. વાપી ખાતે પુર...
વાપીમાં ગેરકાયદેસર આયુર્વેદિક ક્લિનિક ચલાવી માનવ જિંદગીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબની ધરપકડ

વાપીમાં ગેરકાયદેસર આયુર્વેદિક ક્લિનિક ચલાવી માનવ જિંદગીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબની ધરપકડ

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં સાંઈ સંધ્યા ક્લિનિકના નામે ગેરકાયદેસર આયુર્વેદિક દવાખાનું ખોલી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અને ગુજરાત બોર્ડ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીનના રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ મણિશંકર બીરેન પાંડેની ધરપકડ કરવામાં આવી છે. વાપી ટાઉન પોલીસે જિલ્લા પંચાયત આયુર્વેદ વિભાગની ફરિયાદ આધારે ક્લિનિકમાંથી 43,384 રૂપિયાની દવાઓનો જથ્થો જપ્ત કરવા સાથે બોગસ તબીબ સામે IPC કલમ 269 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 ની કલમ 30, 35 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપીમાં વૈશાલી સિનેમા નજીક ભારતી એપાર્ટમેન્ટમાં રહેતા અને ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં સાંઈ સંધ્યા ક્લિનિકના નામે ગેરકાયદેસર આયુર્વેદિક દવાખાનું ખોલી બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા મૂળ કાસદર, નોર્થ 24...
સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા “વિશ્વ આદીવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઇવ…!

સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ દ્વારા “વિશ્વ આદીવાસી દિવસ” નિમિતે મેગા ડોનેશન ડ્રાઇવ…!

Gujarat, National
શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે “વિશ્વ આદીવાસી દિવસ” (09/08/2023) ના સંદર્ભમાં “મેગા ડોનેશન ડ્રાઇવ-2023” નું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતમાંથી મેળવવું અને એમાંથી કુદરતને આપવું એટલે આદિવાસીઓના મહત્વને અનુલક્ષીને આદિવાસી સમાજ માટે મેગા વિતરણ કેમ્પ યોજાયો હતો. G 20 ની શેર્ડ ફ્યુચર: યુથ ઇન ડેમોક્રેસી, ગવરનન્સ એન્ડ હેલ્થ, વેલ બીઈંગ એન્ડ સ્પોર્ટ્સ એજેંડા ફોર યુથની પ્રવૃત્તિને અનુલક્ષીને તથા સેલ્યુટ તિરંગા ના સંકલનથી શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ ખાતે “વિશ્વ આદીવાસી દિવસ” (09/08/2023) ના સંદર્ભમાં “મેગા ડોનેશન ડ્રાઇવ-2023” નું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજ ભારતીય સંસ્કૃતિનો અતુલ્ય હિસ્સો છે અને સમાજ...
નારગોલ માલવણ બીચ ખાતે જહાજને લાંગરવામાં આવતા સાધનનો એક ભાગ કાંઠે તણાઈ આવ્યો

નારગોલ માલવણ બીચ ખાતે જહાજને લાંગરવામાં આવતા સાધનનો એક ભાગ કાંઠે તણાઈ આવ્યો

Gujarat, National
નારગોલ માલવણ બીચ ખાતે સવારે ભરતીના પાણીમાં સિલિન્ડર આકારનો સમુદ્ર જહાજનો સામાન કિનારે આવતા ગ્રામ પંચાયતના સરપંચે મરીન પોલીસને જાણ કરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામના માલવણ બીચ ખાતે સવારના સમયે ભરતીના પાણીમાં છ ફુટ વ્યાસ તેમજ આઠ ફૂટ લાંબા કદનું સિલિન્ડર આકાર વજનદાર નારંગી રંગનું થરમોકોલ અને લોખંડની ધાતુની બનાવટ વાળુ સામાન દરિયા કિનારે આવી પડ્યું છે. આ પ્રકારનો સામાન માલવણ બીચ ખાતે આવ્યો હોવાની જાણ નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીએ મરીન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ગામીતને ટેલીફોનિક જાણ કરી હતી. જાણ થતાની સાથે જ મરીન પોલીસની ટીમ માલવણ બીચ ખાતે પહોંચી હતી. ભારે વજનના કારણે દરિયાની અંદરથી આવેલ સામાન કિનારાથી 100 ફૂટ અંદર ખડકમાં અટકી પડેલ છે જે આગામી ભરતીના પાણીમાં કિનારા સુધી આવ્યા બાદ સ્થાનિક પોલીસ સામાનનો કબજો લેશે. દરિયાની અંદરથી આવેલ સામાન સમ...
લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે Readathon week 2023-24નું આયોજન કરવામાં આવ્યું

લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે Readathon week 2023-24નું આયોજન કરવામાં આવ્યું

Gujarat, National
વલસાડ જીલ્લાની ઉમરગામ તાલુકાની લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 'રીડાથોન સપ્તાહ'નું આયોજન કરવામાં આવ્યું છે.આ રીડાથોન સપ્તાહનું આયોજન 'રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ'ની ઉજવણી કરવા અને લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાંચન કૌશલ્યને પ્રોત્સાહન આપવા તેમજ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરને ટેકો આપવા માટે કરાયું છે. કાર્યક્રમનું આયોજન 7મી,ઓગસ્ટ થી 12 મી, ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં "Drop Everything And Read" પ્રત્યેનો ખ્યાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપરાંત શાળાના વાલીઓ,કાર્યાલયના કર્મચારીઓ,પટાવાળાઓ દરેકે વાંચન સપ્તાહમાં ભાગ લીધો છે.આ ઉપરાંત વાંચનને પ્રોત્સાહન આપવા પુસ્તકોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલમાં રીડાથોન સપ્તાહ દરમિયાન, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન પ્રત્યેનો પ્રેમ કેળવ...
વાપીમાં લાખોમાં એક વાર જોવા મળતા સફેદ નાગનું રેસ્ક્યુ કરાયું, જાણો સફેદ કલર પાછળનું વૈજ્ઞાનિક કારણ

વાપીમાં લાખોમાં એક વાર જોવા મળતા સફેદ નાગનું રેસ્ક્યુ કરાયું, જાણો સફેદ કલર પાછળનું વૈજ્ઞાનિક કારણ

Gujarat, National
વાપીમાં સાપને પકડી સુરક્ષિત જંગલમાં છોડવાનું કામ કરતા ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સની ટીમે વાપી નજીકના કરવડ ગામેથી એક સફેદ નાગનું રેસ્ક્યુ કર્યું છે. આ નાગનું ઝેર પણ અન્ય નાગના ઝેર જેટલું જ ઘાતક છે. જેને રેસ્ક્યુ કર્યા બાદ વનવિભાગની મદદથી સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. વાપીમાં વર્ષો બાદ પ્રથમ વખત આવો સાપ મળી આવ્યો છે. નાગના સફેદ કલર અંગે વનવિભાગ ના અધિકારી અને રેસ્ક્યુ ટીમ ના ટ્રેનરે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. જેમ માનવીમાં કેટલાક વિટામિનની ઉણપ હોય તો તે માનવી નું શરીર એકદમ સફેદ થઈ જાય છે. સામાન્ય રીતે તેના માટે પ્રચલિત શબ્દ કોઢ છે. જે શરીરમાં પીંગમેન્ટ્સ ની ઉણપને કારણે થાય છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, આ કોઢ પશુ પંખીઓને સરીસૃપોને પણ થાય છે. જેને અલબીનો ડીસીઝ કહેવાય છે. વાપીમાં વર્ષો બાદ આ અલબીનો રોગનો ભોગ બનેલ એક નાગનું સ્થાનિક ઇમર્જન્સી રેસ્ક્યુ ફોર્સ ચેરીટેબલ...
વાપી તથા દમણ વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરનાર રીઢા આરોપીને 1.25 લાખ ના મુદ્દામાલ સાથે GIDC પોલીસે ઝડપી પાડ્યો

વાપી તથા દમણ વિસ્તારમાં મોબાઇલ સ્નેચીંગ કરનાર રીઢા આરોપીને 1.25 લાખ ના મુદ્દામાલ સાથે GIDC પોલીસે ઝડપી પાડ્યો

Gujarat, National
વાપી GIDC પોલીસે વિનીત કામેશ્વર પાન્ડે નામના રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો છે. પકડાયેલ મોબાઈલ સ્નેચર પાસેથી પોલીસે 11 જેટલા ચોરીના મોબાઈલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ માં આ રીઢા આરોપીએ દમણ અને વાપીમાં જાહેર માર્ગ પર મોબાઈલ ફોન પર વાતચીત કરતાં લોકોના મોબાઈલ છીનવી ભાગી જતો હોવાની કેફિયત રજૂ કરી છે. આ અંગે વાપી GIDC પોલીસ તરફથી આપેલી વિગત મુજબ પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવે વાપી વિભાગ નાઓએ પો.ઇન્સ. વી.જી.ભરવાડ વાપી જી.આઇ.ડી.સી પો.સ્ટે. નાઓને પો.સ્ટે વિસ્તારના મિલ્કત સંબધી ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જરૂરી સુચના તથા માર્ગદર્શન આપ્યું હતું. જે અન્વયે અ.હે.કો. વિપુલભાઇ વલ્લભાઇ તથા બીજા પોલીસ માણસો પો.સ્ટે. હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતાં. તે દરમ્યાન બાતમી આધારે વાપી જી.આઇ.ડી.સી ખોડીયાર હોટેલ પાસે બે ઇસમોને કોર...
गुजरात-महाराष्ट्र सीमा पर शुरू हो गई गैम्बलिंग क्लब…? वापी समेत दमण-सेलवास के जुआरियों का खेल जोरों पर….!

गुजरात-महाराष्ट्र सीमा पर शुरू हो गई गैम्बलिंग क्लब…? वापी समेत दमण-सेलवास के जुआरियों का खेल जोरों पर….!

Gujarat, National
पीने वालों को पीने का बहाना चाहिए...। सावन के महीने में जुआरियों को जुआ खिलाने के लिए गुजरात-महाराष्ट्र सीमा और दमन-सेलवास, वापी-संजान-उमरगाम में जुआ क्लबों की धूम रहती है। जिसे इस साल फिर दोहराया गया है। सूत्रों से मिली जानकारी के मुताबिक, महाराष्ट्र के पालघर जिले के तलासरी, झाई, दहांनु, ठाणे में जुए के क्लब फल-फूल रहे हैं। जिसमें वापी और आसपास के इलाकों के जुआरियों ने अपना खेल शुरू कर दिया है। सूत्रों से पता चला है कि ठाणे के पालघर में एक मशहूर जुआरी दादाने बड़ा जुआ क्लब खोला है। कुछ समय पहले महाराष्ट्र पुलिस ने इस दादा के यहां छापा मारकर जुए का धंधा बंद करा दिया था। हालांकि, अब एक बार फिर महाराष्ट्र पुलिस ने बड़े हप्ते की डिमान्ड लगाकर जुआ क्लब शुरू करवा दिया है। दादा के साथ वापी के नामचीन छोटा-बड़ा भूरिया, रमेश जुगारिया ने भी महाराष्ट्र पुलिस के साथ एक सेक्शन तय किया है। और सह्याद...
DNH માં આયોજિત જિલ્લા સ્તરીય ફૂટબોલ ટુર્નામેન્ટમાં મરાઠી શાળા ચિખલીપાડાની ટીમ વિજેતા 

DNH માં આયોજિત જિલ્લા સ્તરીય ફૂટબોલ ટુર્નામેન્ટમાં મરાઠી શાળા ચિખલીપાડાની ટીમ વિજેતા 

Gujarat, National
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલનાં સક્ષમ માર્ગદર્શન હેઠળ અને મુખ્ય કાર્યકારી અધિકારી જિલ્લા પંચાયત, દાદરા અને નગર હવેલીના નિર્દેશનથી દાદરા અને નગર હવેલીમાં રમતગમત અને યુવા બાબતોનો વિભાગ દ્વારા 14 વર્ષથી ઓછી વયની આંતર જિલ્લા સ્તરીય ફૂટબોલ ટુર્નામેન્ટનું  સફળતાથી આયોજિત કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધી હતી. જેમાથી પ્રાથમિક મરાઠી શાળા ચિખલીપાડાની ટીમ વિજેતા તરીકે ઉભરી આવી હતી. આ ટીમે દમણ અને દીવ જિલ્લાને ફૂટબોલ રમતમાં હરાવી આંતર-જિલ્લા 14 વર્ષથી ઓછી વયની ફૂટબોલ ટુર્નામેન્ટમાં દાદરા અને નગર હવેલી જિલ્લાનું નામ રોશન કર્યું છે.  દાદરા અને નગર હવેલીનું પ્રતિનિધિત્વ કરતી વિજેતા ટીમ સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં દિલ્હીમાં 14 વર્ષથી ઓછી વયની સુબ્રોતો મુખર્જી ટુર્નામેન્ટમાં ભાગ લેશે. સુબ્રતો મુખર્જી ટૂર્નામેન્ટ યુવા ખેલાડીઓ માટે જાણીતી અ...
કપરાડા તાલુકાના હુડા ગામના ઉપસરપંચને 4 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો

કપરાડા તાલુકાના હુડા ગામના ઉપસરપંચને 4 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો

Gujarat, National
પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2 હપ્તા પેટે જમા થયેલ રકમમાંથી અરજદાર પાસે 5 હજારની લાંચ માંગનાર કપરાડા તાલુકાના હુડા ગામના ઉપસરપંચને ઝડપી પાડવા કપરાડા ST ડેપોમાં છટકું ગોઠવી બોલાવ્યો હતો. જ્યાં 4 હજારની લાંચ લેતા ઉપસરપંચ હરિભાઇ સખારામભાઇ ગાંગોડેને ACB એ ઝડપી પાડ્યો છે. આ સફળ ટ્રેપ અંગે એ.સી.બી.એ વિગતો આપી હતી કે, એક જાગૃત નાગરિક પાસેથી કપરાડા તાલુકાના હુડા ગામના ઉપસરપંચ હરિભાઇ સખારામભાઇ ગાંગોડેને 4000 રૂપિયાની લાંચ સ્વીકારતા ACB ની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ લાંચિયા ઉપસરપંચ સામે હુંડા ગામ રહેતા એક જાગૃત નાગરિકે ACB માં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કૌટુંબીક ભત્રીજાનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી મકાન મંજુર થયેલ અને જે યોજનાના રૂપિયા બે હપ્તામાં તેઓના બેંક એકાઉન્ટમાં રૂા. 1.10 લાખ જમા થયા હતાં. જે મકાન મંજુર થતા તેના વ્યવહાર પેટે આ કામના આ...