Friday, October 18News That Matters

Month: August 2023

વાપીમાં ઓટિઝમ પર જાગૃતિ લાવવા અને લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ અને ભ્રમને નાબૂદ કરવા જાગૃતિ શિબિરનું આયોજન કરાયું….!

વાપીમાં ઓટિઝમ પર જાગૃતિ લાવવા અને લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ અને ભ્રમને નાબૂદ કરવા જાગૃતિ શિબિરનું આયોજન કરાયું….!

Gujarat, National
ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (ASD) અથવા ઓટીઝમ એ ન્યુરોબાયોલોજીકલ ડિસઓર્ડર છે. ઓટીઝમ ધરાવતી વ્યક્તિઓને અન્ય લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. વિશ્વમાં કુલ વસ્તીના 2 ટકા લોકો આનો ભોગ બનેલા છે. ત્યારે, વાપીમાં વિવિધ સંસ્થાઓએ સાથે મળી ઓટિઝમ પર જાગૃતિ લાવવા અને લોકોમાં વ્યાપ્ત માન્યતાઓ અને ભ્રમને નાબૂદ કરવા મેરિલ ખાતે એક જાગૃતિ શિબિરનું આયોજન કર્યું હતું. 16મી ઓગસ્ટ બુધવારે વાપીમાં આવેલ મેરિલ એકેડમી ચલા ખાતેના સુશ્રુત હોલમાં ઓટિઝમ પર જાગૃતિ લાવવા એક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ક્લબ ઓફ દમણ, જેસીઆઈ વાપી, ઈસ્કોન વાપી, સીએસ ઈન્ફોકોમ, ઓટિઝમ કનેક્ટ, ઓલ ઈન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ફીઝીકલ ચેલેન્જડ સહિતની વિવિધ સંસ્થાઓના સહયોગમાં આયોજિત આ શિબિરમાં ગાંધીવાદી ઉદ્યોગપતિ પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયા, પૂર્વ ક્રિકેટર, ઓલ ઈન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ફીઝીકલ ચેલેન્જડ...
અધિક શ્રાવણ મહિનાના અનુસંધાને છીરીમાં ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરે અખંડ રામધૂન અને મહાપ્રસાદનું આયોજન

અધિક શ્રાવણ મહિનાના અનુસંધાને છીરીમાં ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરે અખંડ રામધૂન અને મહાપ્રસાદનું આયોજન

Gujarat, National
વાપીમાં વર્ષોથી ધાર્મિક સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ તેમજ છીરીમાં ભવ્ય હનુમાન મંદિરનું નિર્માણ કરનાર કનૈયાલાલ મિશ્રા દ્વારા ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિરે અખંડ રામધૂન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ ગાયક વૃંદ સાથે રામધૂન બોલાવી હતી. આ અખંડ રામધૂન અને મહાપ્રસાદના આયોજન અંગે કનૈયાલાલ મિશ્રા (મનીષ મિશ્રા) અને મનોજકુમાર ઠાકુરે જણાવ્યું હતું. કે વર્ષ 2005માં આ હનુમાન મંદિરનું નિર્માણ શરૂ કરી વર્ષ 2011માં ભવ્ય હનુમાનજીની પ્રતિમાં સ્થાપિત કરી હતી. તેમની વર્ષોજુની મનોકામના સિદ્ધ થતાં આ મંદિરનું નામ ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર રાખવામાં આવ્યું છે. અહીં દરેક ધાર્મિક તહેવારે વિશેષ કાર્યક્રમનું અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવે છે. હાલમાં અધિક શ્રાવણ મહિનો ચાલે છે. જેને ધ્યાને રાખી અહીં અખંડ રામધૂન અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું ...
વાપીમાં પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, ઔદ્યોગિક એકમો, શાળા સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવાયો 77મો સ્વાતંત્ર્ય દિવસ

વાપીમાં પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, ઔદ્યોગિક એકમો, શાળા સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવાયો 77મો સ્વાતંત્ર્ય દિવસ

Gujarat, National
દેશમાં 15મી ઓગસ્ટ આઝાદી દિનનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યું છે. 77માં આ સ્વતંત્રતા પર્વમાં વલસાડ જિલ્લાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે. વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારે, વાપીમાં પણ વાપી નગરપાલિકા, વાપી ટાઉન પોલીસ સ્ટેશન, GIDC પોલીસ સ્ટેશન, નોટિફાઇડ ફાયર સ્ટેશન, VIA સહિત વિવિધ સ્થળોએ તિરંગા ને સલામી આપી ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વાપી નગરપાલિકા ખાતે પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ તમામે તિરંગા ને સલામી આપી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાં મહિલા ASI ના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ટાઉન પોલીસ મથકના કર્મચારીઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહી તિરંગા ને સલામી આપી હતી. વાપી ટાઉન પોલીસ મથકની જેમ વાપી GIDC પોલીસ મથક, DYSP ઓ...
સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વાપી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘ધન્ય ધરા વલસાડી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ રજૂ કર્યો વલસાડનો ઇતિહાસ….!

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વાપી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘ધન્ય ધરા વલસાડી’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ રજૂ કર્યો વલસાડનો ઇતિહાસ….!

Gujarat, National
દેશના 77માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પુરુષ અધ્યાપન મંદિર, વાપી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વલસાડના પ્રસિદ્ધ યાત્રાધામ બગવાડાના વિકાસ માટે રૂપિયા ત્રણ કરોડ સહિત રૂપિયા 138 કરોડના 18 વિકાસકામોની ભેટ ધરી હતી. ઉમરસાડી દરિયા કિનારે બીચને વિકસાવવાની જાહેરાત કરી હતી. સમાજમાં ઉત્કુષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતાં. વાપી પુરૂષ અધ્યાપન મંદિર ખાતે તૈયાર કરેલ ભવ્ય ડૉમ માં સોમવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ધરમપુર,પારડી અને ઉમરગામ પાલિકામાં અંડર ગ્રાઉન્ડ કેલબિલંગના પ્રોજેકટ પૂર્ણ તરફ છે. ઉમરગામનાના વલવાડા ખાતે રૂ.48.34 કરોડના ખર્ચે બ્રીજ, ધમડાચી ખાતે રૂ....
બિહારના પૂર્વ રાજ્યમંત્રી સંતોષ સુમનનું વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા કરાયું સન્માન

બિહારના પૂર્વ રાજ્યમંત્રી સંતોષ સુમનનું વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા કરાયું સન્માન

Gujarat, National
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જિતન રામ માંઝી ના પુત્ર અને હિન્દુસ્તાન આવામ મોરચાના નેતા, બિહારના પૂર્વ રાજ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય સંતોષ સુમન દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા હતાં. ત્યારે, વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન ના અધ્યક્ષ વિપુલ સિંઘ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓએ વાપીમાં સંતોષ સુમનનું સ્વાગત -સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સંતોષ સુમને મીડિયા સાથે વાતચીત કરી બિહારની રાજનીતિ અને નીતીશ કુમાર દ્વારા કરાયેલ દરભંગા એરપોર્ટ, એઇમ્સ પરની બયાનબાજી, મણિપુર ઘટના, કોંગ્રેસ પાર્ટી સાથે અન્ય પાર્ટીઓએ કરેલ ગઠબંધન સહિતના વિવિધ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી NDA અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુણગાન ગાયા હતાં. વાપી-સેલવાસની મુલાકાત અંગે તેમણે જણાવ્યું હતું કે, વાપીમાં અને દાદરા નગર હવેલીના વિસ્તારમાં બિહારના ઘણા લોકો વસવાટ કરે છે. જેમાં ઘણા લોકો અહીં રોજગારી મેળવે છે. તો બિહ...
આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા-ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે……!

આવનારા બે વર્ષમાં ગુજરાતને યુરિયા-ડી.એ.પી., રસાયણમુક્ત ખેતી કરતું રાજ્ય બનાવવું છે……!

Gujarat, National
કપરાડા તાલુકાના અંભેટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો વલસાડમાં 77મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીના ભાગરૂપે કપરાડા તાલુકાના અંભેટી આશ્રમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ધરતીમાતાનું સંવર્ધન ગોબરધનથી કરવા આહ્વાન કર્યું હતું. રાજ્યપાલએ ગ્રામ અને કૃષિ સંસ્કૃતિના સંવર્ધનથી જ ભારત વૈશ્વિક તાકાત બનીને ઉભરશે એમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યું કે, પ્રાકૃતિક ખેતી સાચા અર્થમાં ધરતીમાતાની સેવા સહ ઉપાસના છે. મનુષ્ય માટે ઉત્તમ સ્વાસ્થ્ય જરૂરી છે. ઉત્તમ સ્વાસ્થ્ય માટે ઉત્તમ આહાર જરૂરી છે. પ્રાકૃતિક પેદાશો માનવીને નિરોગી રાખે છે, એટલે સરવાળે પ્રાકૃતિક ખેતી ફાયદાની ખેતી સાબિત થઈ રહી છે. ગુજરાતના ખેડૂતોમાં પ્રાકૃતિક...
લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે TEDx ‘Synergy- Together We Can Do Much’ કાર્યક્રમમાં નિષ્ણાંતોએ સાયબર ક્રાઈમ, ડિજિટલ માર્કેટિંગ પર આપ્યું વક્તવ્ય

લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે TEDx ‘Synergy- Together We Can Do Much’ કાર્યક્રમમાં નિષ્ણાંતોએ સાયબર ક્રાઈમ, ડિજિટલ માર્કેટિંગ પર આપ્યું વક્તવ્ય

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામ ખાતે કાર્યરત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ ખાતે TEDx 'Synergy- Together We Can Do Much' કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં દેશના જાણીતા વક્તાઓ દ્વારા સાયબર ક્રાઈમ, ડિજિટલ માર્કેટિંગ, સમાજ ઉપયોગી દરેક નાગરિકની ફરજ સહિતના વિષયો પર ઉપસ્થિત વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગણમાન્ય અતિથિઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લક્ષ્મી વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલના ધ્વનિ ઓડિટોરિયમ ખાતેના આ એક દિવસીય કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા લક્ષ્મી ડાયમંડના સહ-સ્થાપક અને ઉદ્યોગપતિ તેમજ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના મેનેજીંગ ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા દ્વારા આ ત્રીજો જાગૃતિ કાર્યક્રમ છે. આવનારી પેઢીમાં સાઇબર ક્રાઇમ બાબતે તેમજ ડિજિટલ માર્કેટિંગ અને સમાજ ઉપયોગી...
વલસાડ જિલ્લામાં તારીખ 12 થી 14 ઓગસ્ટ દરમ્યાન વલસાડ જિલ્લા ભાજપ ઉજવશે દેશભક્તિના વિવિધ કાર્યક્રમ

વલસાડ જિલ્લામાં તારીખ 12 થી 14 ઓગસ્ટ દરમ્યાન વલસાડ જિલ્લા ભાજપ ઉજવશે દેશભક્તિના વિવિધ કાર્યક્રમ

Gujarat, National
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા સી.આર.પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી કમલમ" ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં પ્રદેશ સંગઠનની સૂચના મુજબ આયોજિત કાર્યક્રમો અંગે હેમંતભાઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બેઠક માં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ એ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ 12 થી 14 ઓગસ્ટ પ્રદેશ સંગઠન ની સૂચના મુજબ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં "મેરી માટી મેરા દેશ", "હર ઘર તિરંગા અભિયાન" "તિરંગા યાત્રા" તેમજ તારીખ 14મી ઔગસ્ટ ના રોજ પાર્ટી દ્વારા યોજાનાર મશાલ/મોન રેલી,વિભાજન વિભીશા દિવસ ગોસ્ટી કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. ...
ગ્રામ પંચાયત નારગોલ દ્વારા શહીદો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનું બહુમાન કરાયું

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા શહીદો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારનું બહુમાન કરાયું

Gujarat, National
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે "મેરી મિટ્ટી મેરા દેશ", "મિટ્ટીકો નમન વિરો કો વંદન" કાર્યક્રમ અંતર્ગત સમગ્ર દેશમાં શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીને યાદ કરી શહીદના અને સ્વાતંત્ર્ય સેનાનીના સ્થાનિક પરિવારો સહિત નિવૃત્ત સૈનિકો, પોલીસ કર્મીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શુક્રવારના રોજ નવું તળાવ-અમૃત સરોવર ખાતે સવારે 9 : 00 કલાકે સરપંચ સ્વીટી ભંડારીની અધ્યક્ષતામાં મળેલ ગ્રામ સભામાં મૂળ નારગોલના એવા વિલે પારલે મુંબઈ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા નિયુક્ત સાતમી ડાયરેક્ટર સ્વાતંત્ર્ય સેનાની નવાઝબેન જમશેદજી હવેવાલા સહિત હિંમતસિંહ ચૌહાણ તેમજ શહીદ નીતિન ભગતના પરિવારના સદસ્યોને સન્માન પત્ર આપી સાલ ઓઢાધી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ સાથે નારગોલ ગામના વતની તેમજ ભારતીય સેનામાં ફરજ બજાવેલ માજીસૈનિકો તેમજ તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઉપસ્થિત મ...
આઝાદીની લડતમાં વલસાડના સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ રાણાનીનું અમૂલ્ય યોગદાન, ભારત છોડો આંદોલનમાં જેલવાસ ભોગવ્યો હતો

આઝાદીની લડતમાં વલસાડના સ્વાતંત્ર્ય સેનાની શાંતિલાલ રાણાનીનું અમૂલ્ય યોગદાન, ભારત છોડો આંદોલનમાં જેલવાસ ભોગવ્યો હતો

Gujarat, National
રિપોર્ટ :- જિજ્ઞેશ સોલંકી, વલસાડ માહિતી ખાતું. ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે શરૂ થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં તા. 8 મી ઓગસ્ટ 1942નો દિવસ ઐતિહાસિક હતો. ગાંધીજી દ્વારા ભારત છોડો આંદોલનનું આહ્‌વાન કરાતા દેશભરમાં ચળવળ શરૂ થઈ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ પણ પોતાનો અભ્યાસ છોડીને આંદોલનમાં જુસ્સાભેર જોડાયા હતા. જે પૈકી વલસાડ શહેરના ગોલવાડમાં રહેતા 21 વર્ષીય શાંતિલાલ જીવણજી રાણા પણ ભારત છોડો આંદોલનમાં જોડાઈને અંગ્રેજો ભારત છોડોના નારા લગાવ્યા હતા. જેને પગલે અંગ્રેજોએ તેમની ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા. દેશ પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનની નોંધ કેન્દ્ર સરકારના જી-20 પોર્ટલ ઉપર પણ લેવાઈ છે.   તા. 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસની વલસાડના આંગણે રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે ત્યારે આ અમૂલ્ય ક્ષણને વધાવી લેવા માટે સ્વાતંત્ર્ય સેનાનીના પુત્રોએ પોતાના પિતાની અંગ્રજો સામેની લડ...