Friday, October 18News That Matters

Month: August 2023

ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા પવિત્ર શ્રાવણ  માસમાં “માઁ સેવા યાત્રા” અંતર્ગત ગંગા સ્વરૂપા, દિવ્યાંગ, ગરીબ માતાઓ તેમજ અનાથ બાળકો માટે નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસનું આયોજન

ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા પવિત્ર શ્રાવણ  માસમાં “માઁ સેવા યાત્રા” અંતર્ગત ગંગા સ્વરૂપા, દિવ્યાંગ, ગરીબ માતાઓ તેમજ અનાથ બાળકો માટે નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસનું આયોજન

Gujarat
ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા તાલુકા ની વિધવા, દિવ્યાંગ, અંધ તેમજ આર્થિક નબળી પરિસ્થિતિ ને કારણે જે માતાઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન ધાર્મિક યાત્રા ન કરી શક્યા હોય તેવી નિઃસહાય માતાઓ તેમજ અનાથ અને ગરીબ બાળકોને શ્રાવણ ના પવિત્ર માસમાં ધાર્મિક પ્રવાસ કરાવવાના ઉચ્ચ હેતુ સાથે 20 ઓગસ્ટ ને રવિવારે એક દિવસીય નિઃશુલ્ક ધાર્મિક પ્રવાસ "માઁ સેવા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરગામ તાલુકા યુવા સંગઠન ના સભ્યો દ્વારા જન સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર ને સાર્થક કરતા ઉમરગામ તાલુકા ના અંતિયાળ ગામડાઓની વિધવા, નિઃસહાય તેમજ દિવ્યાંગ માતાઓને બારડોલી ખાતે આવેલ પંચ કેદાર ધામ એવા ગર્લતેશ્વર, વાગેચા, એના, કેદારેશ્વર અને રામેશ્વર જેવાં વિવિધ ધાર્મિક તીર્થ સ્થાનોની નિઃશુલ્ક યાત્રા કરાવી હતી. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા ધણાં વર્ષૉથી ઉમરગામ તાલુકા યુવા સંગઠન ના યુવાનો દ્વારા જે રીતે શિક્ષણ,...
વલસાડના પાંડે પરિવારે માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે મ્યુનિસિપલ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયાની જીવનરક્ષક દવાઓ, ગ્લુકોઝ બોટલોનું વિતરણ કર્યું

વલસાડના પાંડે પરિવારે માતૃશ્રી સ્વ. મીનાબેન કૈલાશનાથ પાંડેની પુણ્યતિથિ નિમિત્તે મ્યુનિસિપલ હોસ્પિટલમાં 10 લાખ રૂપિયાની જીવનરક્ષક દવાઓ, ગ્લુકોઝ બોટલોનું વિતરણ કર્યું

Gujarat, National
વલસાડ શહેરના છીપવાડ સ્થિત પાંડે પરિવાર ના મોભી સ્વ. કૈલાશનાથ અમરનાથ પાંડે દ્વારા તેમના ધર્મપત્ની સ્વ.મીનાબેન પાંડે ની પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલીકા સંચાલીત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ લોકો ને સહાયરૂપ થવાના શુભ આશ્રય સાથે વિવિધ જીવનરક્ષક દવાઓ અને વિવિધ ગલોકોઝ ની બોટલો નું નિઃશુલ્ક વિતરણ નું સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો. માનવ સેવા ના કાર્ય તેમના સંતાનો, પરિજનો, એમ.આર.મિત્ર વર્તુળ, અન્ય મિત્રો ના સહયોગથી અવિરત ચાલુ રાખી 15માં વર્ષે રૂપિયા 10 લાખની દવાઓ જેમાં, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, વિવિધ ગ્લુકોઝની બોટલો નંગ 4460 નું નિઃશુલ્ક વિતરણ વલસાડ ના આગેવાનોની ઉપસ્તીથીમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાંડે પરિવારના વડીલ પ્રભાશંકર પાંડે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી ઇલિયાસ મલેક, વલસાડ મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષા સોનલબ...
ડુંગરા સહિત વાપીના લોકોની સુખાકારી માટે 125 યુવાનોની ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રા, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામલોકોએ પદયાત્રીઓને કરાવ્યું પ્રસ્થાન

ડુંગરા સહિત વાપીના લોકોની સુખાકારી માટે 125 યુવાનોની ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રા, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગામલોકોએ પદયાત્રીઓને કરાવ્યું પ્રસ્થાન

Gujarat, National
વાપીના ડુંગરા ખાતે રહેતા યુવાનોએ રવિવારે 13મી ડુંગરાથી શિરડી સુધીની પદયાત્રાનો શુભારંભ કર્યો હતો. ડુંગરા સ્થિતિ શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિરના દર્શન, આરતી કરી આરંભાયેલ સાઈબાબાની પાલખી સાથેની આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવા અને નિર્વિઘ્ને યાત્રા પૂર્ણ કરવાના આશીર્વાદ આપવા ગામલોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. 125 જેટલા યુવાનોની આ પદયાત્રાને વાપી શહેર અને VIA પ્રમુખ સતીશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, કોષાધ્યક્ષ દર્પણ દેસાઈ, ટ્રસ્ટી દિપક પટેલ અને નાથુભાઈ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રીઓને પ્રસ્થાન કરાવતા પહેલા શ્રી પંચકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવની, સાઈબાબાની અને ગણેશજીની આરતી ઉતારી હતી. જે બાદ ઉપસ્થિતિ મહાનુભાવોના હસ્તે સાઈબાબાની પાલખી પદયાત્રીઓને સુપ્રત કરી પદયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે VIA પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, વાપીના લોકોની આરો...
વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરી ની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા

વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરી ની ઘટના અને દારૂની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :- પશ્વિમ રેલવે ડિવિઝનના પોલીસ વડા

Gujarat, Most Popular, National
વાપી રેલવે સ્ટેશન પર બનતી ચોરીની ઘટનાઓ, દારૂની હેરાફેરી જેવા દુષણ પર રોક લાગે, રેલવે પોલીસ જવાનોને પોતાના અલાયદા પોલીસ સ્ટેશનની, પોલીસ કવાટર્સની સુવિધા મળે તેવી ખાતરી વાપી રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન માટે વડોદરાથી આવેલ પશ્ચિમ રેલવે ડિવિઝનના IPS અધિકારી સરોજ કુમારીએ આપી હતી. વાપી રેલવે સ્ટેશનને પશ્વિમ રેલવે ડિવિઝન વડોદરા ના પોલીસવડા સરોજ કુમારી વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગ રૂપે પધાર્યા હતાં. IPS અધિકારી એ રેલવે પોલીસની વર્ષ દરમ્યાન થયેલ તમામ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી. પોલીસ કર્મચારીઓને પડતી સમસ્યાઓ સાંભળી હતી. વાપી રેલવે સ્ટેશને વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવેલા પોલીસવડા સરોજ કુમારીએ જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે તેમની આ મુલાકાત છે. વાર્ષિક ઇન્સ્પેક્શનને ધ્યાનમાં રાખીને વાપી રેલવે સ્ટેશનને આવવાનું થયું છે. જેમાં તેઓ પોલીસની તમામ કાર્યવાહીથી રૂબરૂ થયા છે. અધિક...
દમણમાં ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું સમાપન, પ્રતિનિધિઓએ અધિકારીઓ સાથે તાલમેળ ના હોવાનો બળાપો કાઢ્યો, DNHDD માં બધું કુશલમંગળ……!

દમણમાં ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું સમાપન, પ્રતિનિધિઓએ અધિકારીઓ સાથે તાલમેળ ના હોવાનો બળાપો કાઢ્યો, DNHDD માં બધું કુશલમંગળ……!

Gujarat, National
તારીખ 18 અને 19 ઓગસ્ટના દમણ ખાતે આયોજિત ભાજપની ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું સમાપન થયું છે. પરિષદમાં નેતાઓએ ઉપસ્થિત 6 રાજ્યના જિલ્લા પંચાયતના 145 પ્રતિનિધિઓને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. તો, પરિષદમાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા ના હોય અને તેની સાથે તાલમેળ જાળવતા ના હોવાનો બળાપો કાઢ્યો હતો. દમણના મીરસોલ રિસોર્ટમાં ભાજપ દ્વારા ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસની આ કાર્યશાળાનું બીજા દિવસે રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું. પરિષદમાં વિવિધ સરકારી યોજના અંગે અપાયેલ માર્ગદર્શનની વિગતો અંગે દાદરા નગર હવેલી અને દમણ દિવ ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલ જણાવ્યું હતું કે, પરિષદમાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ દિવના જિલ્લા પંચાયતના કુલ 145 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. ...
દમણમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં બે દિવસીય ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદનો શુભારંભ, સરકારી યોજનાઓ પર અપાયું મહત્વપૂર્ણ માર્ગદર્શન

દમણમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં બે દિવસીય ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદનો શુભારંભ, સરકારી યોજનાઓ પર અપાયું મહત્વપૂર્ણ માર્ગદર્શન

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મીરસોલ રિસોર્ટમાં ભાજપના 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને દાદરા નગર હવેલી દમણ દિવની જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખને વિશેષ માર્ગદર્શન આપવા ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પરિષદમાં ઉપસ્થિત રહીને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને ઉપસ્થિત 135 પદાધિકારીઓને વિવિધ વિષયો પર મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પરિષદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે અને ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીએ મહત્વનું સંબોધન કર્યું હતું. આ પરિષદ યોજવા અંગે ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધેએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીમાં પ્રશિક્ષણ, પ્રબોધન અને કાર્યકર...
દમણમાં પંચાયતી રાજ પરિષદમાં માર્ગદર્શન આપવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનું દમણ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત

દમણમાં પંચાયતી રાજ પરિષદમાં માર્ગદર્શન આપવા આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાનું દમણ ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત

Gujarat, National
સંઘપ્રદેશ દમણની મીરાસોલ રિસોર્ટમાં તારીખ 18 અને 19 ઓગષ્ટના બે દિવસીય ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, આ ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદમાં 6 રાજ્યોના જિલ્લા પંચાયતના અધ્યક્ષ ઉપસ્થિત રહેશે. જેઓને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા માર્ગદર્શન પૂરું પાડવાના છે. જે અનુસંધાને 17મી ઓગસ્ટના સાંજે 7 કલાકે દિલ્લીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દમણ પધાર્યા હતા. જેઓનું દમણ ભાજપે ભવ્ય સ્વાગત કર્યું હતું. સંઘપ્રદેશ દમણની મીરાસોલ રિસોર્ટમાં તારીખ 18 અને 19 ઓગષ્ટના રોજ બે દિવસ માટે ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદનું આયોજન કરવામાં આવનાર છે, આ પરિષદમાં બંને સંઘપ્રદેશ સહીત છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાના જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાગ લેશે, જેમને માર્ગદર્શન પૂરું પાડવા માટે દિલ્લીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે દમણ પધાર્યા હતા, સાંજે 7 ...
દમણ પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની યાદમાં બનાવેલ સ્મારકના કુંડમાં પર્યટકો નહાતા હોવાનો વીડિયો વાયરલ થયો….!

દમણ પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોની યાદમાં બનાવેલ સ્મારકના કુંડમાં પર્યટકો નહાતા હોવાનો વીડિયો વાયરલ થયો….!

Gujarat, National
દમણમાં વર્ષ 2003 માં મોટી દમણ અને નાની દમણને જોડતો પુલ બપોરના સુમારે અચાનક ધરાશાયી થઈ જતાં પુલ પરથી પસાર થતી મોટી દમણની અવર લેડી ઓફ ફાતિમા અંગ્રેજી માધ્યમની શાળાના બાળકો ની બસ દમણગંગા નદીમાં ખાબકી હતી. તેમાં સવાર 28 જેટલા નાના મોટા વિદ્યાર્થીઓ, એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 જણનાં કરૂણ મોત નિપજવા પામ્યા હતા. ત્યારે ઘટનાના 20 વર્ષ પછી બાળકોની યાદમાં દમણ પ્રશાસન દ્વારા મોટી દમણ કિલ્લાની પાછળ ચિલ્ડ્રન મેમોરીયલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેની મુલાકાત અહીં આવતા પર્યટકો અચૂક લેતા હોય છે. ત્યારે આ મેમોરીયલ ગાર્ડનમાં બાળકોના શહીદ સ્મારક પાસે બનાવવામાં આવેલા ફુવારા ના પાણીમાં અમુક પર્યટકો નાહવાની મજા માણતા જોવા મળ્યા હતા. જાણે તેઓ કોઈ વોટર પાર્કમાં આવી નાહવાની મજા માણતા હોય એમ સ્મારકના ફુવારાના પાણીમાં ધિંગા મસ્તી કરી રહ્યા હતા. પાણીમાં નહાવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ...
दमन में 8 साल की नाबालिग पे दुष्कर्म करनेवाले आरोपी को आजीवन कारावास की सजा

दमन में 8 साल की नाबालिग पे दुष्कर्म करनेवाले आरोपी को आजीवन कारावास की सजा

Gujarat, National
दमन में 8 साल की नाबालिग बच्ची के साथ साल 2018 के ओक्टोबर महीने मे सुनीलकुमार सुकन पासवानने ज़बरदस्ती दुष्कर्म किया था। इस गुन्हा मे दिनांक 17/08/2023 के दिन पब्लिक प्रोसीक्यूटर हरीओम उपाध्याय की दलील पर माननीय स्पेशीयल जज श्रीधर एम. भोसले साहबने अभियुकत सुनीलकुमार सुकन पासवान को आजीवन कारवास की सजा सुनाई है। और साथ मे रूपिये 21000/- का जुर्माना भी लगाया है। इस मामले में दमन पुलिस की और से मिली जानकारी में बताया गया था कि, गत दिनांक 28/01/2019 के दिन कोस्टल कड़ैया पुलिस स्टेशन मे इंदरपुरी पुलिस स्टेशन, न्यू दिल्ही से 0 FIR प्राप्त हुयी जिसमे बताया था की 8 साल की नाबालीग लड़की के साथ साल 2018 के ओक्टोबर महीने मे दमन मे उनके जीजा सुनीलकुमार सुकन पासवान उम्र-24 साल ने उनके साथ ज़बरदस्ती दुष्कर्म किया था । जिस शिकायत के अनुसंधान मे SHO, PI - सोहील जीवानी के निर्देशन मे PSI – भावीनी ह...
ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે છાતીમાં દુઃખાવો ભોગવતા ચીની નાગરિકને હેલિકોપ્ટરની મદદથી medical evacuation કરી નવજીવન આપ્યું

ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે છાતીમાં દુઃખાવો ભોગવતા ચીની નાગરિકને હેલિકોપ્ટરની મદદથી medical evacuation કરી નવજીવન આપ્યું

Gujarat, National
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દમણ દ્વારા ભારતીય સીમામાં જમીની સરહદથી 200 કિલોમીટર દૂર મધદરિયે એક સાહસિક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું છે. મધરાત્રે પડકાર જનક સ્થિતિમાં દમણ કોસ્ટગાર્ડને ચીની જહાજ MV Dong Fang Kan Tan No. 2 નામના રિસર્ચ જહાજમાંથી મદદનો કોલ મળ્યો હતો. આ જહાજમાં કામ કરતા 24 વર્ષીય યુવકને છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ આ મદદ માંગી હતી. જેથી કોસ્ટગાર્ડે ધ્રુવ હેલિકોપ્ટર ની મદદથી દિલધડક રેસ્ક્યુ કરી ચીની નાગરિકને વાપીની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ભરતી કરાવ્યો છે. ભારતીય સીમાથી 200 કિલોમીટર દૂર મધદરિયે એક ચાઈનીઝ જહાજની મદદ એ ભારતીય કોસ્ટકાર્ડના જવાનો પહોંચ્યા હતા. ચાઈનીઝ જહાજ ના એક કૃ મેબ્બરને અડધી રાત્રે હાર્ટ અટેક આવતા મેડિકલ ઈમરજન્સી ની જરૂર જણાઇ હતી. આથી ચાઈનીઝ જહાજે ભારતીય કોસ્ટ ગાર્ડની મદદ માગી હતી. આ પડકાર જનક રેસ્ક્યુ ઓપરેશન અંગે દમણ કોસ્ટગાર્ડના કમાન્ડિંગ ઓફિસર S બાજપાઈએ વિગ...