Friday, October 18News That Matters

Month: August 2023

વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સામે ગુંડાગર્દી કરનારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના બન્ને પુત્રો જેલ હવાલે

વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકારો સામે ગુંડાગર્દી કરનારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના બન્ને પુત્રો જેલ હવાલે

Gujarat, National
વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલના પુત્રો પ્રવેશ પટેલ અને પ્રથમ પટેલે વલસાડમાં જિલ્લા કોંગ્રેસના કાર્યાલય પર ન્યૂઝ કવરેજ કરવા આવેલ પત્રકારો સાથે મારામારી કરતા પત્રકારોએ વલસાડ સીટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે દાદાગીરી કરનાર બન્ને નેતા પુત્રો સામે IPC કલમ 323, 504, 506(2), 114 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લામાં વિવિધ રિઝનલ અને લોકલ ન્યૂઝ ચેનલમાં કામ કરતા પત્રકારો ગુરુવારે વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ન્યૂઝ કવરેજ કરવા ગયા હતાં. જો કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા જિલ્લાના અમુક પત્રકારો સિવાયના પત્રકારોને કાર્યક્રમનું આમંત્રણ આપ્યું ના હોય એ તમામ પત્રકારો કોંગ્રેસના કાર્યક્રમનો બહિષ્કાર કરી બહાર નીકળી ગયા હતાં. જે દરમ્યાન પત્રકારોને બહાર જતા જોઈ વલસાડ જિલ્લ...
કપરાડાના સુખાલા ગામની કરિશ્મા ડોક્ટર બની, ગામની PHCમાં જ મેડિકલ ઓફિસર તરીકે થઈ નિમણૂક

કપરાડાના સુખાલા ગામની કરિશ્મા ડોક્ટર બની, ગામની PHCમાં જ મેડિકલ ઓફિસર તરીકે થઈ નિમણૂક

Gujarat, National
'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય' અને 'કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી' આવી બાબતો નાનપણથી શાળામાં અને ઘરમાં શીખવાડવામાં આવે છે પરંતુ તેને ખરેખર ગંભીરતાથી લઈ જીવનમાં ઉતરવાનું કામ કેટલાક વીરલાઓ જ કરે છે. કપરાડા તાલુકાના સુખાલા ગામની ડૉ. કરિશ્મા એ સખત મહેનત કરી એમ.બી.બી.એસ. ડોક્ટર બની ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેવા માટે નિમણૂક મેળવી છે. ‘‘જીવનમાં જેટલો કપરો સંઘર્ષ હશે, જીત પણ એટલી જ શાનદાર હશે” આ કહેવતને ખરા અર્થમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલામાં રહેતા એક માતા-પિતા અને તેની દીકરીએ સાર્થક કરી બતાવી છે. માતા-પિતાનું એક સ્વપ્ન હતું કે, તેમની દિકરી ડોક્ટર બને અને દિકરી કરિશ્માએ ડોક્ટર બનીને પોતાના મા બાપનું સ્વપ્ન પૂરું કર્યુ છે. હિતેશભાઈ છોટુભાઈ પટેલ અને જયાબેન પટેલની બે પુત્રી પૈકી સિધ્ધી કેનેડામાં મેડિકલમાં અભ્યાસ કરી RN ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડામાં ગવર્મેન્ટમાં...
Chandrayaan-3 :- દમણવાસીઓને ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવ્યું, ઐતિહાસિક ક્ષણે ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી

Chandrayaan-3 :- દમણવાસીઓને ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવ્યું, ઐતિહાસિક ક્ષણે ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી

Gujarat, National
ભારતનું મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક Chandrayaan-3 મિશન તારીખ 23/08/2023ના બુધવારે સફળ થયું છે, ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ અવિસ્મરણીય પળોને માણવા દમણ બસ ડેપો પર ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા, આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ફટાકડા ફોડીને એક બીજાને મીઠાઈ ખવડાવી ચંદ્રયાન 3 મિશનની સફળતાની ઉજવણી કરી હતી, અને સમગ્ર દેશને ગૌરવ અપાવનાર દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દમણમાં ભાજપ દ્વારા અને દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા ચંદ્રયાન 3નું લેન્ડિંગ શહેરના દરેક નાગરિક લાઇવ નિહાળી શકે તે માટે મોટી સ્ક્રિન પર આયોજ...
દેશભક્તિમાં બામટી ગામ અવવ્લ, અત્યાર સુધીમાં 18 જવાનો વિવિધ ક્ષેત્રે માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે

દેશભક્તિમાં બામટી ગામ અવવ્લ, અત્યાર સુધીમાં 18 જવાનો વિવિધ ક્ષેત્રે માતૃભૂમિનું ઋણ ચૂકવી રહ્યા છે

Gujarat, National
રિપોર્ટ :- જિજ્ઞેશ સોલંકી, માહિતી ખાતું, વલસાડ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બામટી ગામમાં એક બે નહીં પણ 18 જવાનો દેશ સેવામાં જોડાયા છે. જેમાં એક સૈનિક દેશના ઈતિહાસમાં ગૌરવપૂર્ણ ગણાતા કારગીલ યુધ્ધમાં પણ જોડાયા હતા. વર્ષ 2008 માં જમ્મુ કાશ્મીર સરહદ ઉપર ફિઝિકલ ટેસ્ટ દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા. તેમના આકસ્મિક અવસાન બાદ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરંતુ હાલમાં ચાલી રહેલા ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન હેઠળ તેમની ગંગા સ્વરૂપા પત્નીનું સરકારે સન્માન કરી સ્વર્ગીય પતિનું દેશ પ્રત્યેનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કરાયો હતો. દેશની આઝાદી અને દેશની રક્ષા માટે બલિદાન આપનારા શહીદોની યાદમાં તા. 30 ઓગસ્ટ સુધી દેશભરમાં આઝાદીના અમૃતકાળમાં ‘‘મારી માટી, મારો દેશ’’ અભિયાન ચાલી રહ્યું છે. આ ઐતિહાસિક અભિયાન હેઠળ વીરોને વંદન કરાઈ રહ્યું છે. શહીદોના સન્માનમાં ઉજવાય રહેલી ‘‘મારી માટી, મારો દેશ’’ ઝુંબેશે લોકોમા...
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાએ “મતદાન ચેતના અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદ યોજી

વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ હેમંતભાઈ કંસારાએ “મતદાન ચેતના અભિયાન” અંતર્ગત પત્રકાર પરિષદ યોજી

Gujarat, National
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ અને પેજ કમિટી ના પ્રણેતા સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની સૂચના અને માર્ગદર્શન મુજબ "મતદાતા ચેતના અભિયાન" કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને "પત્રકાર પરિષદ" નું આયોજન જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી કમલ્મ" ખાતે કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ માં માહિતીઓ આપતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ હાલની મતદાર યાદીની ચકાસણી માટે ભાજપ મતદાતા ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, નવા મતદારોનો ઉમેરો અને અનધિકૃત/મૃત મતદારોને કાઢી નાખવાના માધ્યમ દ્વારા મતદાર યાદીમાં સુધારો કરવા, મતદાર જનસંપર્ક અને જનતાની સહાય, વહીવટી અધિકારીઓ સાથે સંકલન, વહીવટી અધિકારીઓ કાર્યમાં પારદર્શિતા લાવવા જેવા કાર્ય...
छिरी गांव में खराब रास्ते से परेशान लोगों ने निकाला मोर्चा, अब 24 को होगी मुख्यमंत्री फरियाद कार्यक्रम में सुनवाई

छिरी गांव में खराब रास्ते से परेशान लोगों ने निकाला मोर्चा, अब 24 को होगी मुख्यमंत्री फरियाद कार्यक्रम में सुनवाई

Gujarat, National
वापी तहसील के छीरी पंचायत के वल्लभ नगर में खराब रास्ते और गटर की समस्या से त्रस्त लोगों ने मंगलवार को मोर्चा निकालकर छीरी पंचायत कार्यालय के सामने धरना दिया था। इस दौरान कलक्टर कार्यालय से फोन पर उन्हें बताया गया कि 24 अगस्त को मुख्यमंत्री फरियाद निवारण कार्यक्रम में उनकी समस्या की सुनवाई होगी। जिसके बाद सब लोग वापस लौट गए थे। वल्लभ नगर मुख्य गेट से लेकर करीब सौ मीटर तक का रास्ता बहुत खराब है। लोगों ने बताया कि कई साल से यह रास्ता इसी हालत में हैं। बरसात में हालत और खराब हो जाती है। रास्ता पूरी तरह टूट चुका है और गड्ढे में पानी भर रहता है। लोगों की माने तो आए दिन लोग इसके चलते गिरते हैं। इस रास्ते का उपयोग रोजाना हजारों लोग करते हैं। स्कूल छोडऩे के दौरान बच्चों को बहुत संभालकर ले जाना पड़ता है। लोगों का आरोप है कि कई साल से यह रास्ता बनाने की मांग हो रही है। परंतु पंचायत द्वा...
વાપીમાં તસ્કરોનો તરખાટ એક જ રાતમાં અંદાજિત 15 જેટલી દુકાનોના શટર તોડ્યા, તબીબની ક્લિનિકમાંથી 19 લાખની ચોરી કરી ફરાર….!

વાપીમાં તસ્કરોનો તરખાટ એક જ રાતમાં અંદાજિત 15 જેટલી દુકાનોના શટર તોડ્યા, તબીબની ક્લિનિકમાંથી 19 લાખની ચોરી કરી ફરાર….!

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડન વ્યુ બિલ્ડીંગ, ભાનુ હિલ્સ બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ એમ અલગ અલગ 3 સ્થળોએ ચોર ટોળકીએ કુલ 15 જેટલી દુકાનોના શટર તોડી ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. તસ્કરોએ એક ડેન્ટલ ક્લિનિકમાંથી 19 લાખ તો અન્ય દુકાનમાંથી 22 હજારની ચીજવસ્તુઓ તેમજ નાની મોટી રકમની ચોરી કરી ફરાર થઇ જતા પોલીસ દોડતી થઈ છે. વાપીમાં ચોર ટોળકીએ તરખાટ મચાવી પોલીસને લપડાક મારી છે. વાપીમાં રવિવારે એક જ રાત્રિમા તસ્કર ટોળકીએ ગુંજન વિસ્તારમાં અલગ અલગ બિલ્ડીંગ, સોસાયટીમાં આવેલી ઓફિસ, દુકાન અને દવાખાનાના શટરના તાળા તોડી ચોરી કરી છે. તસ્કરોએ એક ડેન્ટલ ક્લિનિકમાંથી 19 લાખ રોકડની ચોરી કરી છે. જે અંગે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ ગાર્ડન વ્યુ બિલ્ડીંગ, ભાનુ હિલ્સ બિલ્ડિંગ, હેમ એપાર્ટમેન્ટ એમ અલગ અલગ 3 સ્થળોએ ચોર ટોળકીએ કુલ 15 જેટલી દુકાનોના શટર તોડી...
જીપમાં મોટા ટાયર લગાવી મોડિફાઇડ કરવા બદલ વલસાડ ટ્રાફિક પોલીસે જીપ માલિક સામે કાર્યવાહી કરી….!

જીપમાં મોટા ટાયર લગાવી મોડિફાઇડ કરવા બદલ વલસાડ ટ્રાફિક પોલીસે જીપ માલિક સામે કાર્યવાહી કરી….!

Gujarat, National
વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે મોટર વાહન એક્ટ હેઠળ એક જીપ માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે. 4x4 જીપને મોડિફાઇડ કરવા સાથે જીપમાં મોટા ટાયર લગાવવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ટ્રાફિક પોલીસે જીપને ડિટેઇન કરી GIDC પોલીસ ને સુપ્રત કરી છે. જીપ માલિક ને કલમ 207 હેઠળ RTO મેમો આપ્યો છે. જિલ્લા ટ્રાફિક પોલીસે મોટર વાહન અધિનિયમ હેઠળ જીપ માલિક સામે IPC 182 (એ), 179, 177 કાર્યવાહી હાથ ધરી છે. વાપી GIDC પોલીસ મથક બહાર પડેલ આ જીપનો નંબર GJ23-H-3558 છે. જે વાપીના ડુંગરી ફળિયાના મિલ્લત નગરમાં રહેતા શેહબાજ અઝીઝ એહમદ નામના વ્યક્તિની છે. જીપ ડિટેઇન થયા બાદ આ અંગે જીપ માલિક શાહરુખ પઠાણ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ જીપ તેમણે ત્રણેક મહિના પહેલા જ ખરીદી છે. જીપ લગ્ન સમારંભ અને અન્ય વરઘોડાના પ્રસંગમાં ભાડે આપવાના અને અન્ય ઉપયોગ માટે ખરીદી છે. જીપમાં મોટા ટાયર લગાવવો ગુન્હો...
વાપીના ડુંગરા ખાતે પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ સમૂહ આરતી સાથે કર્યા મહાદેવના દર્શન

વાપીના ડુંગરા ખાતે પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોએ સમૂહ આરતી સાથે કર્યા મહાદેવના દર્શન

Gujarat, National
વાપીના ડુંગરા વિસ્તારમાં પંચકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં ભક્તો 5 શિવલિંગની પૂજા અર્ચના કરે છે. ત્યારે રવિવારે અહીંથી શિરડી સાંઈબાબા ધામે જઇ રહેલ પદયાત્રીઓ ના સંઘને પ્રસ્થાન કરાવતી વખતે ઉપસ્થિત ભાવિક ભક્તોએ ભોળાનાથની સમૂહ આરતી કરી હર હર મહાદેવનો નાદ ગજાવ્યો હતો. ગામના લોકોનું માનવું છે કે અહીં જ્યારથી ભગવાન શિવના 5 સ્વયંભૂં શિવલિંગ મળ્યા છે. ત્યારથી આ સમગ્ર વિસ્તાર ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહ્યો છે. મહાદેવની કૃપાથી જ અહીં બુલેટ ટ્રેનનું સ્ટેશન મળ્યું છે. તો, સંઘને પ્રસ્થાન કરવા આવેલા VIA ના પ્રમુખ સતીશ પટેલ, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલ, દર્પણ દેસાઈ, ટ્રસ્ટી નાથુભાઈ, દીપકભાઈ પટેલે સમૂહ આરતીમાં ઉપસ્થિત રહી મહાદેવને જળ અર્પણ કરી શીશ ઝુકાવી દર્શનનો લ્હાવો લીધો હતો. ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવતા VIA પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, શ્રી પંચકેશ્વર મહ...
ચણોદના શિવશક્તિ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે રાધા-કૃષ્ણના લગ્નનો હિંડોળો તૈયાર કર્યો

ચણોદના શિવશક્તિ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે રાધા-કૃષ્ણના લગ્નનો હિંડોળો તૈયાર કર્યો

Gujarat
વાપીમાં ચણોદ કોલોની ખાતે આવેલ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંડોળા દર્શનનું આયોજન શિવ શક્તિ મહિલા મંડળ ની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાધા કૃષ્ણના લગ્નના રિસેપશનનો હિંડોળો તૈયાર કરી ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લો મુક્યો હતો. આ અંગે શિવ શક્તિ મહિલા મંડળના પ્રમુખ જ્યોત્સનાબેન પંડ્યાએ વિગતો આપી હતી કે, તેમની મહિલા સંસ્થા ચણોદ માં દર વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. જે અનુસંધાને આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હિંડોળા દર્શનના મહાત્મ્યને ધ્યાને રાખી ભજન મંડળની 60 જેટલી મહિલાઓએ વિશેષ પ્રકારનો સાજ શણગાર સાથેનો હિંડોળો તૈયાર કર્યો છે. સંસ્થાની બહેનો દ્વારા દર વર્ષે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસને અનુલક્ષીને કરતાં આ આયોજનમાં દરરોજ અલગ અલગ સાજ શણગાર સાથેના હિંડોળા દર્શન માટે મુકવામાં આવે છે. આ વર્ષે રાધા કૃષ્ણના ...