Friday, January 31News That Matters

Month: August 2023

ડોકટર સેલ આયોજિત મોન્સૂન મેડિકલ કેમ્પમાં 300 દર્દીઓએ નિઃશુલ્ક નિદાન અને દવાનો લાભ લીધો

ડોકટર સેલ આયોજિત મોન્સૂન મેડિકલ કેમ્પમાં 300 દર્દીઓએ નિઃશુલ્ક નિદાન અને દવાનો લાભ લીધો

Gujarat, National
વાપીમાં રવિવારે સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતે ભાજપ ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશના માર્ગદર્શનમાં મોન્સૂન મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 જેટલા નિષ્ણાંત તબીબોએ 300 જેટલા દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરી નિઃશુલ્ક દવાનું વિતરણ કર્યું હતું.   વાપી તાલુકા ભાજપ ડોક્ટર સેલ, વાપી શહેર ભાજપ મંડળના સહયોગથી રવિવારે સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કુલ ખાતે આયોજિત આ નિશુલ્ક મોન્સૂન મેડિકલ કેમ્પનું રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઇ, સાંસદ ડૉ. ખાલપા પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક નિદાન અને ફ્રી દવા વિતરણ કેમ્પ પાછળનો ઉદેશ્ય ચોમાસા દરમ્યાન વધી રહેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને દર્દીઓમાં જાગૃતિ ફેલાવવાનો તેમજ દર્દીઓનું નિશુલ્ક નિદાન કરી જરૂરી દવાઓ પૂરી પાડવાનો હતો.   આ મોનસુન મેડિકલ કેમ્પમાં 14 જેટલા તબીબોએ પોતાની સેવા આપી...
વાપીના ગુંજન-છરવાડા વિસ્તારમાં દુકાનો-ઓફિસોમાં અને એક ક્લિનિકમાંથી 19 લાખ ની ચોરી કરનાર 2 ચોરને LCB એ ઝડપી પાડ્યા

વાપીના ગુંજન-છરવાડા વિસ્તારમાં દુકાનો-ઓફિસોમાં અને એક ક્લિનિકમાંથી 19 લાખ ની ચોરી કરનાર 2 ચોરને LCB એ ઝડપી પાડ્યા

Gujarat, National
20મી ઓગસ્ટના ગુંજન વિસ્તારમાં આવેલ કોટડીયા ક્લિનિકમાંથી રોકડા 19 લાખની અને એ ઉપરાંત અન્ય 6થી વધુ દુકાન-ઓફિસના શટર ઊંચા કરી ચોરી કરનાર 2 ચોરને LCB એ દબોચી લીધા છે. આ ચોર ટોળકીએ દોઢેક મહિનામાં વાપી અને દમણના વિવિધ કોમ્પ્લેક્ષની દુકાનોમાં લાખોની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો. કોમ્પ્લેક્ષની દુકાનો, ઓફિસોમાં ચોરી કરતા બન્ને ચોર મૂળ બાંસવાળા રાજસ્થાનના છે. જેમાંના એકનું નામ સંજય ઉર્ફે સંજેશ ડીંડોર છે. જ્યારે બીજાનું નામ મનીષ ઉર્ફે મનિયો ડીંડોર છે. બંનેને LCB ના PSI એમ. કે. ભીંગરાડીયાએ બાતમી આધારે મોરાઈ રેલવે ફાટક નજીકથી ઝડપી પાડ્યા છે. જેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી 3.55 લાખ રૂપિયા રોકડા, 23 હજારના સોના ચાંદીના દાગીના અને 15 હજારના 2 મોબાઈલ મળી કુલ 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બને રીઢા ચોરની પૂછપરછ કરતા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસમાં બનેલી ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થ...
ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ₹ 40 લાખના ખર્ચે તૈયાર થનારા સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટ (SNCU) ના નવા મકાનનું રાજયના નાણાંપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત

ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ₹ 40 લાખના ખર્ચે તૈયાર થનારા સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટ (SNCU) ના નવા મકાનનું રાજયના નાણાંપ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત

Gujarat, National
રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા. 40 લાખના ખર્ચે તૈયાર થનારા 3 બેડવાળા 3 યુનિટના મકાનનું નવા જન્મેલા બાળકો માટે સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટ (એસ. એન. સી. યુ.) નું ખાતમુર્હૂત કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોના આરોગ્યની સુખાકારી માટે વિશ્વમાં સૌ પ્રથમ આરોગ્યલક્ષી આયુષ્યમાન યોજનાની શરૂઆત કરી છે તેમ જણાવ્યું હતું આ યોજનાના લીધે દેશના નાનામાં નાના લોકોને ગંભીર પ્રકારની બીમારીઓમાં પણ સારી સરકાર માન્ય હોસ્પિટલોમાં સારી સારવાર મળી રહી છે અને તેના સારા પરિણામો મળી રહયા છે જેથી આ આયુષ્યમાન યોજનાનો દરેક માણસોએ ગંભીર પ્રકારની બીમારીઓમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રસ્તા અને પેવર બ્લોકના તો કામો ઘણાં થાય જ છે પરંતુ આવા કામો ...
નાણાંમંત્રી કનુ દેસાઈના હસ્તે ₹ 78 લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ

નાણાંમંત્રી કનુ દેસાઈના હસ્તે ₹ 78 લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતે તા. 26 ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયતની સુવર્ણ જયંતી નિમિત્તે નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. 78 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું. સરકારના 15મા નાણાપંચ (જિલ્લા અને તાલુકા), વિવિધ ગ્રાન્ટ મળી કુલ રૂ. 62 લાખ અને ગ્રામલોકોની લોકભાગીદારીથી રૂ. 16 લાખ એકઠા કરી આ ગ્રામ સચિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત ગ્રામ સચિવાલયથી ગ્રામજનોની સુવિધામાં વધારો થશે. મંત્રી કનુ દેસાઈએ ગ્રામ સચિવાલયના નિર્માણની શુભેચ્છા આપતા કહ્યું હતું કે, ગ્રામ સચિવાલયોથી દરેક વ્યક્તિના કાર્યો પૂરા કરવા, દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવું. કોઈ વક્તિએ બીજે કશે દૂર ન જવું પડે તેવી રીતે કાર્ય કરી નવા ગ્રામ સચિવાલયના ઉદ્દેશ્યને સાર્થક કરવો. ફણસા ગામ પોતાની આગવી ઓળખ ધરાવે છે. અહીના લોકો દેશપ્રેમી - વિકાસપ્રેમી છે. વડાપ્...
વલસાડ જીલ્લામાંથી ગુમ/અપહરણ થયેલ સગીર વયના 10 બાળકોને વલસાડ જિલ્લા પોલીસની ટીમ હેમખેમ પરત લાવી

વલસાડ જીલ્લામાંથી ગુમ/અપહરણ થયેલ સગીર વયના 10 બાળકોને વલસાડ જિલ્લા પોલીસની ટીમ હેમખેમ પરત લાવી

Gujarat, National
વલસાડ જિલ્લાની પોલીસ ટીમેં માત્ર ક્રાઇમના ગુન્હા ઉકેલવામાં જ નહીં પરંતુ જિલ્લામાંથી ગુમ થયેલા કે અપહરણ કરાયેલ 10 સગીર વયના બાળકોને જિલ્લા બહારથી શોધી લાવી દરેક સગીરને હેમખેમ તેમના વાલીઓને સુપ્રત કરી મહત્વની સામાજિક ફરજ નિભાવી છે. વલસાડ જીલ્લામાં 18 વર્ષથી નીચેની ઉંમરના તથા પુખ્ત વયના ગુમ વ્યકિતઓને શોઢી કાઢવા સારૂ પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ વી.ચંદ્રસેખર તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાની સુચના મુજબ વલસાડ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ દ્રારા 18 વર્ષથી નીચેની ઉંમરના તથા પુખ્ત વયના ગુમ – અપહરણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા સારૂ ખાસ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. આ અભિયાન દરમ્યાન તા. 16/08/2023 થી તા. 25/08/2023 દરમ્યાન જીલ્લા પોલીસ ટીમ દ્વારા વલસાડ જીલ્લામાંથી તેમજ જીલ્લા બહાર તથા રાજય બહારથી કુલ 10 ગુમ / અપહરણ થયેલ સગીર વયના કિશોર કિશોરીઓને શોધી કાઢી તેમના પરિવારના સભ્ય...
દમણમાં દેવકા બીચના નમો પથ પર “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત વિવિધ રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પરેડે પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડ્યું

દમણમાં દેવકા બીચના નમો પથ પર “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત વિવિધ રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પરેડે પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડ્યું

Gujarat, National
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન તેમજ પ્રવાસન વિભાગ દ્વારા સાપ્તાહિક મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દમણના દેવકા બીચ ખાતે આવેલ નમો પથ પર વિવિધ રાજ્યના કલાકારોની સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાસક પ્રફુલ પટેલે આ પરેડને ફ્લેગ આપી અભિવાદન ઝીલ્યું હતું. મોન્સૂન ફેસ્ટિવલ અંતર્ગત વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના કલાકારો દ્વારા આદિવાસી ડાન્સ, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઈવ મ્યુઝિક બેન્ડ, સાંસ્કૃતિક ડાન્સ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 600 જેટલા કલાકારોએ ભાગ લઈ ઉપસ્થિત દમણવાસીઓ અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરતું મનોરંજન પૂરું પાડ્યું હતું. 25મી ઓગસ્ટ શુક્રવારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા દમણના દેવકા બીચ ખાતે “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત આયોજિત સાંસ્કૃતિક પરેડ કાર્યક્...
કપરાડા તાલુકામાં દીક્ષલ ગામમાં નશાબંધી, કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા, ભ્રુણ હત્યા નિવારણ સંદર્ભે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

કપરાડા તાલુકામાં દીક્ષલ ગામમાં નશાબંધી, કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા, ભ્રુણ હત્યા નિવારણ સંદર્ભે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

Gujarat, National
જિલ્લા મહિલા અનેે બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડ કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW અને કપરાડા વિનયન અને વાણિજય કોલેજ દ્વારા કપરાડા તાલુકામાં દીક્ષલ ગામમાં ગ્રામ પંચાયત ખાતે પંચપ્રકલ્પની નશાબંધી તેમજ કુરિવાજ નીવારણ, દહેજ પ્રથા, ભ્રુણ હત્યા નિવારણ સંદર્ભે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં કોલેજના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં, કપરાડા કોલેજના પ્રોફેસર સંદિપભાઈ ટંડેલ દ્વારાં તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ પ્રોફેસર દીપકભાઈ પટેલ દ્વારા નશા બંધી તેમજ કુરિવાજો વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. DHEW ના કર્મચારી જીગ્નેશ પટેલ દ્વારા દહેજ પ્રથા તેમજ ભ્રુણ હત્યા નિવારણ બાબતે વિસ્તૃત જાણકારી આપી મહિલા લક્ષી યોજનાઓ જેમ કે વ્હાલી દીકરી, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ...
વલસાડ LCBએ ડમ્પર ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લીધા બાદ 53.50 લાખના 2 ડમ્પર રિકવર કર્યા

વલસાડ LCBએ ડમ્પર ચોરીમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લીધા બાદ 53.50 લાખના 2 ડમ્પર રિકવર કર્યા

Gujarat, National
ગઈ તા.11/02/2023 ના રોજ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધરમપુર રોડ ઉપર આવેલ જુજવા ગામમા આવેલ મુન પ્લાઝા-02 એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક હાઈવા ડમ્પર રજી નંબર GJ- 15-AT-8775ની ચોરી થઈ હતી. ચોરી થયેલ ડમ્પર રીકવર કરવા માટે વલસાડ જીલતા લોકલ ક્રાઇમ બ્રાયના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી વલસાડ પો.સબ.ઇન્સ. કે.એમ.બેરીયા તથા ડુંગરા પો.સ.ઇ. એસ.જે.પરમાર નાઓના નેતૃત્વ હેઠળ એલ.સી.બી વલસાડના પોલીસ માણસોએ પંજાબ રાજ્ય ખાતે જઈ તપાસ કરતા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયેલ હાઈવા ડમ્પર તથા ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ચોરી થયેલ હાઇવા ડમ્પર રીકવર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાપી ડુંગરી ફળીયા વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન LCB ની ટીમે હરીયાણા રજીસ્ટ્રેશનની કાર નંબર HR05-12-4687 સાથે ત્રણ ઇસમો (1) ગુરમુખસીંગ ઉર્ફે હરીસીંગ ઉર્ફે બિલ્લા ઉર્ફે બીરલા (2) બલજ...
વલસાડના વિદ્યાર્થીનું ‘‘લો કોસ્ટ લાઈબ્રેરી મેનેજમેન્ટ’’ વિષય પર તૈયાર કરાયેલુ રીસર્ચ વર્કને ગુગલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું

વલસાડના વિદ્યાર્થીનું ‘‘લો કોસ્ટ લાઈબ્રેરી મેનેજમેન્ટ’’ વિષય પર તૈયાર કરાયેલુ રીસર્ચ વર્કને ગુગલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું

Gujarat, National
વલસાડના અબ્રામા ખાતે રહેતા અને ગાંધીનગરની કર્ણાવટી યુનિવર્સિટીમાં બી.ટેક.નો અભ્યાસ કરતા વિદ્યાર્થી દર્શ શ્રીકાંત કનોજીયા અને ટીમ દ્વારા ‘‘લો કોસ્ટ લાઈબ્રેરી મેનેજમેન્ટ’’ વિષય પર તૈયાર કરાયેલુ રીસર્ચ પેપર આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રકાશિત થયુ છે. જે કામગીરીને યુનિવર્સિટી દ્વારા બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. વલસાડના વિદ્યાર્થી દર્શ કનોજીયા અને ટીમના સાથી સભ્યો હાર્દિક ચૌહાણ, સત્યમ શિવમ, દેવેશ ખૈતાન અને અમાન મલેકે માનીવેલ કંડાસમ્ય અને રાજુ શાન્મુગમના માર્ગદર્શન હેઠળ આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. નજીવા ખર્ચે લાઈબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ વિષય પર નવતર અભિગમ અપનાવી તેઓએ કરેલુ રીસર્ચ વર્ક ઈન્ટરનેશનલ જર્નલ ફોર રીસર્ચ ઈન એપ્લાઈડ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ટેક્નોલોજીના જુલાઈ 2023ના અંકમાં પ્રકાશિત થયુ છે. જે બાબતને કર્ણાવતી યુનિવર્સિટીના અધ્યાપકોએ એક મોટી સિદ્ધિ ગણાવી તમામ વિદ્યાર્થીઓને અભ...
વલસાડ જિલ્લા સ્વાગત-વ–ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 22 પૈકી 19 અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

વલસાડ જિલ્લા સ્વાગત-વ–ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 22 પૈકી 19 અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ

Gujarat, National
દર માસે યોજાતા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત ઓગસ્ટ- 2023નો સ્વાગત -વ- ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગત માસના 1 અરજદારનો પડતર પ્રશ્ન અને ચાલુ માસના 22 અરજદારોના પ્રશ્નો રજૂ થયા હતા. જે પૈકી 19 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય રજૂઆતોમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ, છીરીના વલ્લભ નગરના રહેવાસીઓને રોડની સુવિધા, પારડીના ટુકવાડાના તળાવની માપણી, અંબાચ (પટેલ ફળિયું) પ્રાથમિક શાળા પાસે હળપતિવાસ થઈ રઘુજી ફળિયાને જોડતો 1200 મીટરનો રસ્તો બનાવવો, ઉમરગામના માલખેત, નગામ ડુંગરી ફળિયામાં બિનઅધિકૃત ખોદકામ, વર્ષ 2011-12માં બનેલા 6- લેન હાઈવેના જમીન વળતર ચૂકવવા બાબત, વાપી તાલુકામાં એમ.એસ.ડબલ્યુ. ડમ્પિંગ સાઈડ બનાવવી, રસ્તા પર ગેરકાયદે પાર્કિગ, પોલીસ ફ...