Friday, October 18News That Matters

Month: August 2023

મેરા બિલ મેરા અધિકાર યોજના, 1લી સપ્ટેમ્બર 2023ના નાણાપ્રધાન કનું દેસાઇ વાપીથી જનતા માટે ખુલ્લી મુકશે, 1 કરોડ જીતવાની તક….!

મેરા બિલ મેરા અધિકાર યોજના, 1લી સપ્ટેમ્બર 2023ના નાણાપ્રધાન કનું દેસાઇ વાપીથી જનતા માટે ખુલ્લી મુકશે, 1 કરોડ જીતવાની તક….!

Gujarat, National
દેશના કર માળખાને સદ્રુઢ કરવા તથા નાગરીકો દ્વારા કરવામાં આવતી માલ/સેવાની ખરીદી માટે તેઓને બિલ મેળવવા પ્રોત્સાહિત કરવા સારુ “મેરા બિલ મેરા અધિકાર” નામની યોજના રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે 1લી સપ્ટેમ્બર 2023થી લઇને 1 વર્ષ માટે લાગુ કરવામાાં આવી રહી છે. આ યોજના ગુજરાત, આસામ, હરિયાણા રાજ્યો અને પોંડીચેરી, દીવ-દમણ તથા દાદરા અને નગર હવેલીના સંઘ રાજ્યોના ક્ષેત્રમાં લાગુ કરવામાાં આવશે. ગુજરાત ખાતે આ યોજનાનો પ્રારાંભ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ પ્રધાન કનું દેસાઇ, તા. 01/09/2023ના રોજ સવારે 11:00 કલાકે વાપી ખાતેથી કરશે. વાપીમાં વિશાલ માર્ટ, ફોર્ચ્યુન મેગા મૉલ ખાતે સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર આયોજિત આ યોજના ગુજરાત સહિત 3 રાજ્ય અને 2 સંઘપ્રદેશમાં લાગુ કરવામાં આવી હોય યોજના હેઠળ તમામ માટે માસિક, ત્રિમાસિક બીલના ડ્રો કરી 10 હજારથી 1 કરોડ સુધીના પુરસ્કાર એન...
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR Corridor) માટે ટ્રેકનું કામ શરૂ થયું

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR Corridor) માટે ટ્રેકનું કામ શરૂ થયું

Gujarat, National
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર (MAHSR Corridor) ટ્રેક સિસ્ટમ માટે પ્રથમ Reinforced Concrete (RC) ટ્રેક બેડ (જેમ કે જાપાનીઝ શિંકનસેનમાં વપરાય છે)નું બાંધકામ સુરત ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. ભારતમાં પ્રથમ વખત J-સ્લેબ બેલાસ્ટલેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેક સિસ્ટમમાં પ્રી-કાસ્ટ ટ્રેક સ્લેબ હોય છે, જેના પર ફાસ્ટિંગ ડિવાઇસ અને રેલ લગાવવામાં આવે છે. આ સ્લેબ આરસી ટ્રેક બેડ પર છે જેની જાડાઈ લગભગ 300 mm છે અને તેને વાયડક્ટ ટોપ પર અપ અને ડાઉન ટ્રેક લાઈન્સ માટે અલગ અલગ ઇન-સીટુ (સાઇટ પર જ) ડિઝાઇન કરવામાં આવ્યો છે. આરસી ટ્રેક બેડની પહોળાઈ 2420 મીમી છે. ટ્રેક સ્લેબને કોઈપણ બાજુની અવરોધ ટાળવા માટે આરસી એન્કર મુકવામાં આવે છે. RC એન્કરના વિસ્તાર માં વ્યાસ 530mm અને ઊંચાઈ 260mm છે. તેને લગભગ 5 મીટરના કેન્દ્રથી કેન્દ્રમાં બનાવવામાં આવે છે સંદર્ભ પિન આરસી એન્ક...
નારગોલ ગામે જિલ્લા પોલીસવડાએ માછીમારો તેમજ આગેવાનો સાથે મુલાકાત કરી

નારગોલ ગામે જિલ્લા પોલીસવડાએ માછીમારો તેમજ આગેવાનો સાથે મુલાકાત કરી

Gujarat, National
સાગર સુરક્ષા કવચ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા સમગ્ર જિલ્લાના બંદરો/જેટીઓ ખાતે પહોંચી કાંઠા વિસ્તારના માછીમારો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી રહ્યા છે. જેના ભાગરૂપે નારગોલ ગામે જિલ્લા પોલીસવડાએ માછીમારો તેમજ આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જિલ્લા પોલીસવડા એ તેમની ટીમ સાથે નારગોલ મરીન પોલીસ મથકની હદમાં આવતા નારગોલ ગામના નારગોલ બંદર ખાતે વિઝીટ કરી સ્થાનિક માછીમારો તેમજ ગામના આગેવાનો સાથે નારગોલ બંદર રાધેશ્યામ મંદિર પરિસરમાં બેઠક કરી હતી. જેમાં સ્થાનિક માછીમારો સહિત સ્થાનિક આગેવાનો, સરપંચ, માજીસરપંચો, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં માછીમારોની હાજરી રહી હતી. બેઠકના પ્રારંભમાં જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાનું પુષ્પગુચ્છ સાથે સાલ ઓઢાડી નારગોલના સરપંચ સ્વીટી ભંડારીએ તેમજ પંચાયતના સભ્યોએ વિશેષ સ્વાગત કર્યું હતું. જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ ઉપસ્થિત મા...
સમર્પણ જ્ઞાન શાળાના મેદાનમાં SGFI ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન, 14 શાળાના 350 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બતાવી

સમર્પણ જ્ઞાન શાળાના મેદાનમાં SGFI ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન, 14 શાળાના 350 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બતાવી

Gujarat, National
વાપી નજીક આવેલ સમર્પણ જ્ઞાન સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ વાપી તાલુકાની 14 શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓ ની બનેલ ટીમ વચ્ચે યોજાઈ હતી. જેમાં અન્ડર 14, અન્ડર 17 અને અન્ડર 19 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ અંગે સમર્પણ જ્ઞાન સ્કૂલના પ્રિન્સિપાલ પાર્વતી પીથાનીએ જણાવ્યું હતું કે, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) દ્વારા આ ખો-ખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ દરમ્યાન કોઈ ખેલાડીને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે સ્કૂલ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પર્ધકોને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ઓલમ્પિકમાં શાળાના બાળકો પણ પોતાની પ્રતિભાના દર્શન કરાવી દેશનું ગૌરવ વધારી શકે, ખેલને વધુ ઊંચાઈ પર લઈ જઈ શકે તેવા ઉદેશથી આ ટુર્નામેન્ટનુ...
વલસાડ કોંગ્રેસ કાર્યાલય પર મીડિયા સાથે બબાલ કરનાર પ્રવેશ પટેલે પણ પોતાની વાત રજુ કરી સમગ્ર ઘટના બાબતે ગંભીર આક્ષેપો કર્યા….!

વલસાડ કોંગ્રેસ કાર્યાલય પર મીડિયા સાથે બબાલ કરનાર પ્રવેશ પટેલે પણ પોતાની વાત રજુ કરી સમગ્ર ઘટના બાબતે ગંભીર આક્ષેપો કર્યા….!

Gujarat, National
વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવા કોંગ્રેસની કારોબારી મિટિંગ દરમ્યાન પત્રકારો સાથે બબાલ કરનાર વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પુત્ર પ્રવેશ પટેલે વાપી-ઉમરગામના પત્રકારો સાથે પત્રકાર પરિષદ યોજી જે ઘટના ઘટી હતી. તે બાબતે પોતાનો પક્ષ રાખી બબાલ કરવામાં સામેલ પત્રકારો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. લાતમલાત વાળી આ ઘટના પર આવતા પહેલા પ્રવેશ પટેલે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, તેઓ પોતે રાજકીય આગેવાનના પુત્ર હોવા સાથે ઉમરગામ તાલુકા યુવા પ્રમુખ છે. અને મીડિયાની રિસ્પેક્ટ કરતા આવ્યાં છે. તેમણે ક્યારેય કોઈને એક થપ્પડ પણ મારી નથી. જે ઘટના ઘટી હતી તે માત્ર એક રિજનલ ચેનલના પત્રકારને કારણે ઘટી હતી. એ પત્રકાર પહેલેથી જ તેની સાથે અંટશ રાખે છે. આ પત્રકારે તેને ઉશ્કેરણીજનક અપશબ્દો કહ્યા હતાં. પત્રકાર પરિષદમાં બેસેલા અન્ય મીડિયા કર્મીઓને જબરદસ્તી પત્રકાર પરિષદનો બહિષ્કાર કરાવ્યો હતો. આ પત્રક...
वापी GIDC की फैक्ट्री में काम करने आये गए मजदूर की मौत, परिजनों ने की मुआवजे की मांग की

वापी GIDC की फैक्ट्री में काम करने आये गए मजदूर की मौत, परिजनों ने की मुआवजे की मांग की

Gujarat, National
वापी औद्योगिक क्षेत्र के 1st फेज स्थित पिडीलाइट कंपनी में काम करने गए मजदूर की मौत हो गई। मृतक के परिजनों द्वारा मुआवजे की मांग को कंपनी द्वारा मना किए जाने के बाद देर शाम तक परिजन जीआईडीसी थाने पर जमा रहे। जानकारी के अनुसार राता के गुलाब नगर निवासी फेरू मौर्या सोमवार को सुबह ठेकेदार के जरिए पिडीलाइट कंपनी में मजदूरी के लिए गए थे। साथी मजदूरों ने बताया कि वाहन में माल भरते समय वह गिर पड़ा था। उसे तुरंत जीवनदीप अस्पताल पहुंचाया गया, लेकिन डॉक्टर ने जांच के बाद फेरू को मृत घोषित कर दिया था। घटना की जानकारी होने पर उसके परिजन भी अस्पताल पहुंच गए थे। घटना के बाद ठेकेदार और फैक्ट्री के अधिकारी भी वहां पहुंचे थे। फैक्ट्री में हादसा होने के चलते परिजनों ने उचित मुआवजा देने की मांग की। लेकिन ठेकेदार और फैक्ट्री द्वारा पल्ला झाड़ लिया गया था। इस मामले की शिकायत के लिए फैक्ट्री हेल्थ ए...
વાપી શહેર કોંગ્રેસ સમીતિ દ્વારા રસ્તાના ખાડાઓમાં પુરાણ કરી લોકોની હાલાકી દૂર કરવા PWD ને આવેદનપત્ર પાઠવ્યું….!

વાપી શહેર કોંગ્રેસ સમીતિ દ્વારા રસ્તાના ખાડાઓમાં પુરાણ કરી લોકોની હાલાકી દૂર કરવા PWD ને આવેદનપત્ર પાઠવ્યું….!

Gujarat, National
સોમવારે વાપી સર્કિટ હાઉસ ખાતે આવેલ PWD ની ઓફિસમાં કાર્યપાલક ઇજનેરને વાપી શહેર કોંગ્રેસ સમીતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન વલસાડ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરહાન બોગાની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું. જેમાં શહેરના વિવિધ માર્ગો પર પડેલા મસમોટા ખાડાઓનું પુરાણ કરી લોકોને ખાડાવાળા માર્ગોમાંથી મુક્તિ અપાવવા રજુઆત કરી હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટીના અને વાપી પાલિકાના વિપક્ષી નેતા ખડુંભાઈ પટેલ સહિત કોંગ્રેસી કાર્યકરો અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સેક્રેટરી ફરહાન બોગાએ વાપી સર્કિટ હાઉસ ખાતે PWD ના કાર્યપલકને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે, છેલ્લા ઘણા લાંબા સમયથી શહેરના મુખ્ય માર્ગોના રોડ ખુબજ બીસ્માર હાલતમાં છે. તેના કારણે આમ જતા તથા કોલેજ, શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને ખુબજ તકલીફ પડી રહેલ છે. જેથી આવા બિસ્માર રોડનું મરામત કામ હાથ ધરવામાં આવે. કોંગ્રેસી કાર્યકરોએ આવેદનપત...
અતુલ ઇન્સ્ટિટ્યૂટ ધરમપુર ખાતે ડ્રોપ આઉટ કિશોરીઓને વોકેશનલ ટ્રેનીંગમાં પ્રવેશ અપાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

અતુલ ઇન્સ્ટિટ્યૂટ ધરમપુર ખાતે ડ્રોપ આઉટ કિશોરીઓને વોકેશનલ ટ્રેનીંગમાં પ્રવેશ અપાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Gujarat, National
તા. 28/08/2023 ના રોજ "બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત" જિલ્લા મહિલા અનેે બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW કર્મચારી દ્વારા અતુલ ઇન્સ્ટિટ્યૂટ ધરમપુર ખાતે ડ્રોપ આઉટ કિશોરી ઓને વોકેશનલ ટ્રેનીંગમાં પ્રવેશ અપાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ''જિલ્લા મહિલા અને બાળ અધિકારી'' દ્વારા ડ્રોપઆઉટ કિશોરીઓને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ લેવા વિગતવાર માહિતી આપી. અને ત્યારબાદ '' દહેજ પ્રતિબંધક '' અધિકારી દ્વારા મહિલાલક્ષી યોજના ની માહિતી આપી, તેમજ અતુલ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રિન્સિપાલ દ્વારા સંસ્થામાં ચલાવવામાં આવતા વિવિધ કોર્ષ ની વિગતવાર માહિતી PPT દ્વારા માહિતી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં કુલ 38 ડ્રોપ આઉટ કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલ 21 ડ્રોપ આઉટ કિશોરીઓએ વિવિધ ટ્રેનિંગમાં એડમિશન લેવામાં ...
લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરી

લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓએ સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરી

Gujarat, National
વલસાડ જીલ્લાની ઉમરગામ તાલુકાની લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલ, સરીગામ દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2023 ના રોજ એકતા અને સહાનુભૂતિના હૃદયસ્પર્શી એવા રક્ષાબંધન તહેવારના ભાગરૂપે લક્ષ્મી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, દપાડા ના વિદ્યાર્થીનીઓ સાથે રક્ષાબંધનના પવિત્ર ઉત્સવની ઉજવણી કરવામાં આવી. આ હ્રદયસ્પર્શી ઉજવણી પહેલા લક્ષ્મી ઇન્ટરનેશનલ સ્કૂલે 26 ઑગસ્ટ 2023 શનિવારના રોજ "રક્ષા ઉત્સવ - સ્પ્રેડિંગ સ્માઇલ્સ" પ્રવૃત્તિ હેઠળ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં વિદ્યાર્થીઓએ સરસ રક્ષાબંધન તહેવાર નિમિત્તે વિવિધ ભેટ તૈયાર કરી હતી. આ ભેટ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ કરી હતી. આ ભેટ તેઓએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સમકક્ષ વિદ્યાર્થીનીઓને રાખી બદલ આપી રક્ષાબંધનના ભાઈ અને બહેનના પ્રેમ અને રક્ષાનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વકનુ...
વાપીમાં સગ્ગી પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ

વાપીમાં સગ્ગી પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ

Gujarat, National
પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વાપી ટાઉનમાં સામે આવ્યો છે. વાપી ટાઉન પોલીસમાં એક પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પિતા તેના પર છેલ્લા 6 વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યો છે. આ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપીમાં એક સાધન સંપન્ન અને એજ્યુકેટેડ ફેમિલી ધરાવતા પિતા જ પોતાની સગ્ગી દીકરી પર 6 વર્ષથી દુષ્કર્મ અચરતો આવ્યો હોવાની ફરિયાદ વાપી ટાઉનમાં નોંધાઇ છે. પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. ભોગ બનનાર પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી. જિલ્લા પોલીસવડાએ આ દુષ્કર્મ કેસ અંગે જણાવ્યું હતું કે, વાપી ટાઉનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જેમાં આરો...