DNH માં દારૂ-બિયર વેંચતા રિસોર્ટસ-રેસ્ટોરન્ટમાં ડબ્બલ ભાવની ઉઘાડી લૂંટ, આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો ₹ 75 ની સામે ₹ 135 ચૂકવવા પડે છે.
લિકર ફી ગણાતા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં હાલ દારૂ બિયરનું સેવન કરનારા ગ્રાહકો સાથે બાર, રિસોર્ટસ રેસ્ટોરન્ટ ના માલિકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેમાં એક્સાઇઝ સહિતના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ પોતાની ભાગબટાઈમાં મશગુલ બન્યા છે.
આ વિગતો હાલમાં જ એક ગ્રાહક દ્વારા આપવામાં આવી છે. જેમાં એક 75 રૂપિયાના પ્રિન્ટ ભાવના બિયરના ટીનનું બિલ 135 રૂપિયા વસુલ્યું છે. નિયમ મુજબ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટમાં પ્રિન્ટ મુજબનો ભાવ લેવાનો નિયમ છે. સર્વિસ ચાર્જના બહાને 20 ટકા જેટલી રકમ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટ સંચાલકો લેતા હોય છે. પરન્તુ હવે આ રિસોર્ટસ કે રેસ્ટોરન્ટના માલિકો રીતસરની ઉઘાડી લૂંટ પર આવ્યા છે. અને સીધા પ્રિન્ટ ભાવ ના બે ગણા ભાવ વસૂલી રહ્યા છે.
આવી જ ઘટના આ ગ્રાહક સાથે સેલવાસના દાદરા રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટમાં બની છે. દાદરા રિસોર્ટસ એન્ડ રેસ્ટોરન્ટમાં દારૂ-બિયર પી...