વટારના સરપંચ-ઉપસરપંચે તળાવની માટી દમણની કંપનીઓને વેંચી દઇ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ગ્રામજનોએ કલેક્ટર-ખાણ ખનીજ માં કરી લેખિત અરજી
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વટાર ગામે સરપંચ અને ઉપસરપંચે સત્તાનો દુરુપયોગ કરી ગામના તળાવને ઊંડું કરવાના નામે કોન્ટ્રાકટર સાથે મળી તળાવની માટી દમણની કંપનીઓમાં વેંચી દઈ ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ સ્થાનિક ગ્રામજનોએ વલસાડ કલેકટર અને ખાણ ખનીજ વિભાગ સહિતના વિભાગોમાં કરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ વટાર ગામના ગ્રામજનોએ વલસાડ કલેકટર, વલસાડ ખાણ ખનીજ વિભાગ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં અરજી કરી છે. અરજીમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ગામના સરપંચે અને ઉપસરપંચે તળાવને ઊંડું કરવાની અને તેની માટી વેંચવાની કામગીરીમાં કોન્ટ્રાકટર સાથે મળી ભ્રષ્ટાચાર આચર્યો છે.
ગ્રામજનોને કરેલી અરજી મુજબ વટાર ગામે પાંચિયા ફળિયામાં ખંભળાવ તળાવ આવેલું છે. આ તળાવને ઊંડું કરવા દમણની એક કોન્ટ્રાક્ટરને મંજૂરી આપી છે. ગ્રામ સભાને બદલે સામાન્ય સભામાં આ બાબતે ઠરાવ કરી દમણના ક...