વાપીમાં રામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી રામનવમીની શોભાયાત્રા, અંબા માતા મંદિરે ભવ્ય આતશબાજી, મહાઆરતી સાથે સમાપન
સમગ્ર દેશની સાથે વલસાડ જિલ્લાના વાપીમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વાપીના ડુંગરા, જે ટાઈપ, છીરી સહિતના વિસ્તારોમાંથી ભગવા ધ્વજ, DJ, નાસિક ઢોલના તાલે સવારથી સાંજ સુધી શહેરના મુખ્ય માર્ગ પર નીકળેલી રામલલ્લા ની શોભાયાત્રાનું અંબા માતા મંદિરે મહાઆરતી, આતશબાજી સાથે સમાપન કરવામાં આવ્યું હતું.
વાપીમાં રામનવમી ના પર્વ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો કેસરિયા ધજા પતાકાથી શોભી ઉઠ્યા હતાં. શહેરીજનોએ ઉત્સાહભેર રામલલ્લાની શોભાયાત્રા માં જોડાઈ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવ્યા હતાં. વાપીમાં ડુંગરાથી નવદુર્ગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન શ્રી રામ ની શોભાયાત્રાએ શહેરભરમાં આકર્ષણ ઉભું કર્યું હતું. ડુંગરા સ્થિત સરસ્વતી મંદિરથી નીકળેલ આ શોભાયાત્રા હરિયા પાર્ક, ચણોદ, ભડકમોરા, વાપી ચાર રસ્તા, ઇમરાન નગર, ગાંધી સર્કલ, કોપરલી ચોકડી, ગુંજન ચોક થઈને રાત્રે 8:30 વાગ્ય...