વાપીમાં CM ના કોન્વે ને લઈ વાહનચાલકોને રોકતી વખતે પોલીસ જવાને દંડો મારતા વાહનચાલકોમાં આક્રોશ
શુક્રવારે વાપીમાં નવનિર્મિત આર કે દેસાઈ કોલેજના કોમર્સ ભવનનું ઉદ્ઘાટન કરવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વાપીમાં આવ્યા હતાં. CM ની વાપી મુલાકાત દરમ્યાન નેશનલ હાઇવે નંબર 48ના સર્વિસ રોડ પર પોલીસે સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે વાહનચાલકોને અટકાવ્યા હતાં. CM નો કોન્વે પસાર થઈ જાય તે બાદ વાહનચાલકોને જવા દેવાની સૂચના બાદ બંદોબસ્તમાં રહેલા એક પોલીસ જવાને એક વાહનચાલકને બાંવડાના ભાગે લાકડી ફટકારી દેતા યુવક ઘાયલ થયો હતો. જેને લઈને અન્ય વાહનચાલકોમાં આક્રોશ વ્યાપ્યો હતો.
વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ચાર રસ્તા નજીકના સર્વિસ રોડ પર વાહનચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના વીડિઓ વાયરલ થયા હતાં. જેમાં પોલીસ જવાનો સામે વાહનચાલકોએ આક્રોશ ઠાલવ્યો હતો. મળતી વિગત મુજબ CM નો કાફલો પસાર થવાનો હોય પોલીસે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી સર્વિસ રોડ પર પોલીસ જવાનો તૈનાત કર્યા હતાં. જેઓએ વાહ...