વાપી GIDC માં 68 કિલો નશીલો પદાર્થ જપ્ત કર્યા બાદ NCB એ સીલ કરેલ કંપનીમાં કોણે કર્યો દંડનીય અપરાધ?
વાપી GIDC માં NCB એ સીલ કરેલી કંપનીમાંથી માલસામાન સગેવગે થયો હોવાની આશંકા
ગત 6 જૂન 2022ના વાપી GIDC ના 3rd Phase વિસ્તારમાં આવેલ પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદની ટીમે છાપો મારી 68 કિલો નશીલા પદાર્થ સાથે 2 આરોપીઓને પકડી પાડ્યા હતાં. NCB ની ટીમે ત્યાર બાદ આ કંપનીને સીલ કરી હતી. જો કે હાલમાં કંપનીનો મુખ્ય ગેટ તૂટેલો જોવા મળી રહ્યો છે. તેમજ કંપનીની અંદર સામાન વેરવિખેર પડ્યો હોય સીલ કરેલી કંપનીમાં અન્ય કોઈ ઇસમોએ પ્રવેશ કરી માલ-સામાન સગેવગે કર્યો હોવાની શંકા સેવાઇ રહી છે.
ગત 6 જૂન 2022ના વાપી GIDC ના 3rd Phase વિસ્તારમાં પ્લોટ નંબર C-1/B, 2409 ખાતે આવેલ પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અમદાવાદની ટીમે છાપો માર્યો હતો. NCB ની ટીમે આ રેઇડ દરમ્યાન 68 કિલો નશીલો પદાર્થ જપ્ત કર્યો હતો. કંપનીમાંથી 2 આરોપીઓને પકડી પાડી આ કેસ...