સરીગામની Ven petrochem & pharma કંપનીમાં બ્લાસ્ટ-આગ-જાનહાનીના કારણો અંગે તપાસ જરૂરી
વલસાડ જિલ્લાની સરીગામ GIDC માં આવેલ Ven petrochem & pharma લીમીટેડ નામની કંપનીમાં ગત રાત્રે બ્લાસ્ટ થયો થયો હતો. બ્લાસ્ટ બાદ કંપનીનો 2 માળનો સ્લેબ ધરાશાઈ થયો હતો. તેમજ કંપનીમાં આગ લાગી હતી. ઘટનામાં 3 કામદારોના મોત થયા હોવાનું અને 3 કામદારો ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. જો કે આગ અને બ્લાસ્ટની ઘટના કંપનીમાં રજા હતી તે દિવસે બની હોય ઘટના શંકાના દાયરામાં છે. જેને લઈને GPCB, પોલીસ, વહીવટીતંત્ર એ ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે.
બ્લાસ્ટ બાદ આગની ઘટના સરીગામ GIDC માં આવેલ Ven petrochem & pharma લીમીટેડ નામની કંપનીમાં બની હતી. કંપનીમાં રાત્રે 11:30 વાગ્યે અચાનક બોઇલર ફાટતા કે અન્ય કોઈ કારણસર બ્લાસ્ટ થયો હતો. જેના ધડાકામાં કંપનીનો સિમેન્ટ કોન્ક્રીટ ના સ્લેબ સાથે બનાવેલ શેડ ધરાશાઈ થયો હતો. ઘટનાની જાણકારી તાત્કાલિક સરીગામ ફાયરને કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ ઘટના સ...