પાઈલોટિંગ કાર સાથે ટેમ્પામાં સેલવાસથી કાપડના તાકાઓની આડમાં નવસારી લઈ જવાતા દારૂ સાથે 4 બુટલેગરોને 22,41,415 રૂપિયાના મુદ્દામાલ સાથે LCB એ ઝડપી પાડ્યા
વલસાડ જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપસિંહ ઝાલાની સુચના અને પો.ઈન્સ. વી.બી.બારડ, એલ.સી.બી વલસાડના માર્ગદર્શન મુજબ બાતમી આધારે વાપી GIDC-VIA ચાર રસ્તા નજીક VAPI-99 નામની બિલ્ડીંગની સામે રોડ ઉપરથી એક આઈશર ટેમ્પોમાં નવસારી લઈ જવાતો ગેરકાયદેસર દારૂ તથા કાપડ, કાર મળી કુલ 22,41,415 રૂપિયાના મુદ્દામાલ સાથે 4 બુટલેગરોની ધરપકડ કરી છે.
LCB ની ટીમે 5 લાખના આઈસર ટેમ્પો નં. DN09-M-9698 માં ભરેલ 11,03,115 રૂપિયાની કિંમતના 240 કાપડના રોલની આડમાં સંતાડેલ 29 બોક્ષમાં 1,12,800 રૂપિયાની કિંમતનો વ્હીસ્કી/બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પોમાં સવાર ઇસમોની અંગ ઝડતીમાંથી 25,500ની કિંમતના 5 મોબાઈલ, પાયલોટીંગ કરવા ઉપયોગમાં લીધેલ સફેદ કલરની હુન્ડાઈ વેન્યુ કાર નં. GJ15-CM-4866 જેની કિંમત 5 લાખ તેમજ ટેમ્પો-કાપડની કિંમત...