સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બંગાળી સમાજ દ્વારા ભવ્ય દુર્ગા મહોત્સવનું આયોજન, વિજયા દશમી સુધી દરરોજ મહાપૂજા-મહાપ્રસાદનું આયોજન
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તથા વલસાડ જિલ્લામાં રોજગારી માટે સ્થાઇ થયેલો બંગાળી સમાજ વર્ષોથી સેલવાસમાં દુર્ગા પૂજા મહોત્સવનું આયોજન કરે છે. જે અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય આયોજન સાથે દુર્ગા મહોત્સવનો શુભારંભ કર્યો છે. 4 દિવસના આ સાર્વજનિક મહોત્સવ બાદ દુર્ગા માતાની પ્રતિમાનું દમણગંગા નદીમાં વિસર્જન કરશે.
ગુજરાતની નવરાત્રી જેમ જગ વિખ્યાત છે, એ રીતે બંગાળની દુર્ગાપૂજા પણ જગ પ્રખ્યાત છે. યુનેસ્કો દ્વારા તેનો હેરિટેજ કલચર માં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે, બંગાળના આ મહાઉત્સવને જાળવવા અને બાળકોમાં સંસ્કૃતિનું સિંચન અકબંધ રાખવા દાદરા નગર હવેલીમાં વર્ષોથી રહેતા બંગાળી સમાજના લોકો દ્વારા છેલ્લા દસ વર્ષથી ભારે હર્ષોલ્લાસભેર દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં વસેલા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજા કમિટી સેલવાસના નેજા હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ...