દમણ પ્રશાસનની વેબસાઈટ જેવી નકલી વેબસાઈટ બનાવી ડેલ્ટીનનો દમણ પ્રશાસનના નામે ફેક પરમિશન લેટર સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર 5 ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી
દમણ પોલીસે નકલી પરવાનગી પત્ર બનાવી તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરનારા પાંચ લોકોની ધરપકડ કરી એક સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દમણ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના નાયબ નિયામકના નામે બનાવટી પત્ર બનાવનાર પાંચેય ઈસમો ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીના રહીશો છે. આ પાંચેય ભેજાબાજોએ દમણની જાણીતી ડેલ્ટિન હોટેલ અને વિજીલ ક્રુઝવોય લિમિટેડને ઇલેક્ટ્રોનિક એમ્યુઝમેન્ટ/સ્લોટ મશીનની ગેમ માટે લાયસન્સ આપવાની પરવાનગી અંગેનો ફેક લેટર વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી વાયરલ કર્યો હતો.
દમણ પોલીસે ફેક લેટર વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી વાયરલ કરનાર 5 ભેજાબાજો ની ધરપકડ કરી છે. જે અંગે દમણ પોલીસે વિગતો આપી હતી કે, દમણ પ્રવાસન વિભાગના ડેપ્યુટી ડાયરેકટર અરુણ ગુપ્તાએ દમણ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી કે, વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડેલ્ટિન હોટેલ, દમણ અને વિજીલ ક્રુઝવોય લિમિટેડને ઇલેક્ટ્રોનિક...