વાપી પાલિકાની સામાન્ય સભા યોજાઈ, ડુંગરામાં STP પ્લાન્ટ, જુના ગરનાળાનું બ્યુટીફીકેશન સહિતના કાર્યોની વિગતો આપી
વાપી નગરપાલિકા દ્વારા પાલિકા સભા ખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડું ભાઈ પટેલ, ડુંગરા વોર્ડના નગરસેવકે રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ગંદકી જેવા મુદ્દે પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જ્યારે પ્રમુખે આગામી દિવસોમાં હાથ ધરાનારા વિકાસના કામોની રૂપરેખા આપી ગત સભાના વિકાસના કામોને બહાલી આપી હતી.
વાપી નગરપાલિકામાં દિવાળી પર્વ પહેલા અને ચૂંટણી આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે વિકાસના કામોને બહાલી આપવા 10 દિવસ વહેલી સામાન્ય સભા બોલાવી હતી. સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ અને ચીફ ઓફિસર શૈલેષ પટેલે સૌ નગરસેવકોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, વાપી પાલિકા વિસ્તારમાં આગામી દિવસોમાં હાથ ધરાનાર વિવિધ વિકાસના કામોને તાંત્રિક મંજૂરી મળી ગઈ છે.
વાપીમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખી આગામી દિવસોમાં જુના રેલવે ગરનાળાનું બ્યુટીફીકેશ...