Friday, October 18News That Matters

Month: October 2022

કપરાડા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ નવા વર્ષનાં  સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરી શુભેચ્છા પાઠવી

કપરાડા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીએ નવા વર્ષનાં  સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરી શુભેચ્છા પાઠવી

Gujarat, National
વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા પ્રધાન અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ તેમના ઘરે નવા વર્ષનું સ્નેહમિલન યોજયું હતું. સ્નેહ મિલનમાં વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કપરાડા વિસ્તારના સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી સતત ચાર ટર્મથી કપરાડા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. ત્યારે દર વર્ષે નવા વર્ષના દિવસે તેમના ઘરે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું અયોજન કરે છે. આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં તેમના મત વિસ્તારના મતદારો, કાર્યકરો તેમને શુભેચ્છા પાઠવવા આવે છે. આ વર્ષે તેઓ રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી ત...
160 કિમીની સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેનનું વાપીમાં સ્ટોપેજ, જાણો! કેટલું ભાડું છે અને કેટલા સમયમાં પહોંચાડશે?

160 કિમીની સ્પીડ ધરાવતી વંદે ભારત ટ્રેનનું વાપીમાં સ્ટોપેજ, જાણો! કેટલું ભાડું છે અને કેટલા સમયમાં પહોંચાડશે?

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે સવારે વંદે ભારત ટ્રેન વાપી સ્ટેશનને આવતા રાજ્યના નાણા પ્રધાન કનું દેસાઈ, વલસાડ-ડાંગના સાંસદ ડૉ. ખાલપા પટેલ, દમણ-દિવના સાંસદ લાલુ પટેલ, દમણ-દિવ-DNH ના ભાજપ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવોએ ટ્રેનનું સ્વાગત કરી લીલીઝંડી બતાવી અમદાવાદ તરફ રવાના કરી હતી. આ ટ્રેન માત્ર સવા ત્રણ કલાકમાં વાપી થી અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે. વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ આપવામાં આવતા વાપી, દમણ અને સેલવાસ, ઉમરગામ, સરીગામ, પારડી તેમજ ગુંદલાવ GIDCના ઉદ્યોગકારો સહિત મુસાફરોને વધુ એક સુવિધાસભર ટ્રેનનો લાભ મળશે સાથે જ સમયની બચત થશે. ઉદ્યોગકારોને અને મુસાફરોને આ નવા વર્ષની ઉત્તમ ભેટ મળી હોવાનુ નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું. નવા વર્ષની વહેલી સવારે 7:45 કલાકે કનુ દેસાઈ, સાંસદ ડો. ખાલપા પટેલ,...
1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

1લી નવેમ્બરે 182 વિધાનસભા મતવિસ્તારોમાં વડાપ્રધાનનું સંબોધન, વાપીના VIA ગ્રાઉન્ડ પર તડામાર તૈયારીઓ

Gujarat, National
આવનારા દિવસોમાં ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022ની તૈયારીઓના ભાગરૂપે ભાજપે કમર કસી છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે રાજ્યમાં ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધન કરશે. વડાપ્રધાનનું આ વર્ચ્યુઅલ સંબોધનનું ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠકો પર જીવંત પ્રસારણ થશે.  આ અંતર્ગત મંગળવારે VIA કોન્ફરન્સ હોલમાં નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં ભાજપ સંગઠનના હોદ્દેદારોની બેઠક મળી હતી.   VIA ખાતે મોટી સંખ્યામાં સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત નાણામંત્રીએ માર્ગદર્શન આપી કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માહિતી આપી હતી.  તેમણે જણાવ્યું હતું કે, 1 નવેમ્બરના સાંજે 5 વાગ્યે વડા પ્રધાન મોદી નવી દિલ્હીથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરશે.  આ માટે વાપીના VIA ગ્રાઉન્ડમાં મોટી સ્ક્રીન લગાવવામાં આવશે. જ્યાં કાર્યકરો અને હોદ્દેદારો એ હાજર ...
રૂરલ પોલીસની સફળ રેઇડ, નંદાવલામાં 6,09,660 રૂપિયાના દેશી ભઠ્ઠી/ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 4 બુટલેગરોની ધરપકડ

રૂરલ પોલીસની સફળ રેઇડ, નંદાવલામાં 6,09,660 રૂપિયાના દેશી ભઠ્ઠી/ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 4 બુટલેગરોની ધરપકડ

Gujarat, National
દિવાળી તહેવાર દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે વલસાડ જિલ્લા પોલીસવડાની સૂચના આધારે પેટ્રોલીંગમાં રહેલી વલસાડ રૂરલ પોલીસની ટીમે PI એસ. એસ. પવારની રાહબરી હેઠળ નંદાવલા, મોટા ફળીયામાં ગીતાબેન અંબુભાઇ નાયકાના ઘરે છાપો માર્યો હતો. જેમાં 50,800 રૂપિયાની કિંમતનો ઇગ્લીશ દારૂ, 5.50 લાખના વાહનો, 5500ના 2 મોબાઇલ, દેશી દારૂ ગાળવાના સાધનો, પતરાના કાપેલા બે ડ્રમ, 45 લિટર દેશી દારૂ, ગોળ પાણીનું 730 લિટર રસાયણ મળી કુલ 6,09,660 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ રેઇડમાં બુટલેગર ગીતાબેન અંબુભાઇ બુધાભાઇ નાયકા, સુનિલ અંબુભાઇ નાયકા, બિપીન સુરેશભાઇ નાયકા, નવિન શૈલેષભાઇ નાયકાની ધરપકડ કરી તેમની પાસેથી 50,800 રૂપિયાની કિંમતની ઇગ્લીશ દારૂની નાની મોટી 509 બાટલીઓ, 5.50 લાખના ઇકો કાર નં. GJ15-CK-7934 તથા એકસેસ મોપેડ GJ15-DC-3761 નંબરના 2 વાહનો...
દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી

દિવાળી તહેવાર દરમ્યાન ભડકમોરા-સુલપડમાં જુગાર રમતા 9 જુગારીયાઓની ટાઉન પોલીસે ધરપકડ કરી

Gujarat, National
વાપીના ભડકમોરા સુલપડ વિસ્તારમાં નિરુભાઈની ચાલમાં રહેતા 9 જેટલા જુગારીયાઓની જુગારધારા કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલ જુગારીયાઓ પાસેથી 21,640 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટાઉન પોલીસે જુગારધારા કલમ 12(A) મુજબ કાર્યવાહી કરી હતી. વાપી ટાઉન પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ 24મી ઓક્ટોબરે ટાઉન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રોહિત રાજુ અને અન્ય પોલીસ કર્મચારીઓ પોલીસ વાહન સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, વાપી ભડકમોરા સુલપડ વિસ્તારમાં કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમી આધારે પોલીસે ભડકમોરા સુલપડ વિસ્તારમાં મહાદેવના મંદિર નજીક નિરુભાઈ ની ચાલ સામે રેઇડ કરી હતી. જ્યાં 9 જેટલા ઈસમો ગોળ કુંડાળું કરી જુગાર રમી રહ્યા હતાં. પોલીસે તાત્કાલિક જુગાર રમી રહેલા રાજનકુમાર પ્રમોદસિંહ, ઓમપ્રકાશ દશરથ પાઠક, રણજીત સિંગ માનંદપ્રતાપ સિંગ, કનૈયાકુમાર શુશીલ સિંગ, અમિતસિંહ ર...
વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં મોટર સાયકલ પર ફટાકડા ફોડવાની ના પડતા 3 ઈસમોએ હુમલો કરી માર માર્યો

વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં મોટર સાયકલ પર ફટાકડા ફોડવાની ના પડતા 3 ઈસમોએ હુમલો કરી માર માર્યો

Gujarat, National
દિવાળી પર્વ દરમ્યાન વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં એક યુવકની મોટર સાયકલ પર ફટાકડા ફોડતા 3 ઇસમોને ના પાડતા ત્રણેય ઈસમોએ એક યુવક અને તેના માતા પિતા પર હુમલો કરી માર માર્યો હોવાની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી ના ટાંકી ફળિયા ગીતા નગર માં રહેતા રમેશ બલરામ કનોજીયા અને તેના માતા પિતા પર આદર્શ ગુપ્તા, અરુણ ગુપ્તા અને હર્ષ ગુપ્તા નામના ત્રણ લોકોએ હુમલો કરી ઢીક્કા મુક્કી નો માર માર્યો હતો. જે અંગે રમેશ બલરામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે 24 ઓક્ટોબરે દિવાળી તહેવાર નિમિતે ટાંકી ફળિયા ગીતા નગરમાં ઈશ્વર દેવના તબેલા પાસે તેમની મોટર સાયકલ પાર્ક કરી હતી. જ્યાં આ જ વિસ્તારના અને મનોજસિંગની ચાલમાં રહેતા આદર્શ ગુપ્તા, અરુણ ગુપ્તા અને હર્ષ ગુપ્તા નામના ઈસમો મોટર સાયકલ પર ફટાકડા ફોડતા હોય તેમને રોક્યા હતા. જે ઘટના બાદ ત્રણેય ઈસમોએ રાત્રે ...
વલસાડ રૂરલ પોલીસે “કરૂણા અને ન્યાય”ના સૂત્રને સાર્થક કરી અશક્ત વ્યક્તિના જીવનમાં નવી રોશની લાવી પ્રકાશ પર્વની ઉજવણી કરી

વલસાડ રૂરલ પોલીસે “કરૂણા અને ન્યાય”ના સૂત્રને સાર્થક કરી અશક્ત વ્યક્તિના જીવનમાં નવી રોશની લાવી પ્રકાશ પર્વની ઉજવણી કરી

Gujarat, National
વલસાડ રૂરલ પોલીસ દ્વારા એક અનોખી પહેલ કરી ગરીબ પરિવારોના જીવનમાં નવી રોશની પ્રગટાવી છે. પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારના ગામ દતક લઇ મદદરૂપ બની રહ્યા છે. જેમાં અગાઉ બીનવાડા ગામમાં અશકત વ્યક્તિને વ્હીલચેર તથા કોચવાડા ગામે એક ચા નાસ્તાની કેબીન આપવા સાથે હાલમાં જ દિવાળી પર્વ પહેલા કુત્રીમ પગ ધરાવનાર વૃધ્ધ ગોપાલભાઇ શામજીભાઇ ઉનાગરને ગુંદલાવ GIDC ની નવામી ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી સાયકલ પંચર/રીપેરીંગ માટેની એક કેબીન બનાવડાવી 21 ઓકટોબર પોલીસ સંભારણા દિવસ નિમિતે સુપ્રત કરી પ્રકાશ ના પર્વમાં નવી રોશનીનો ઉજાસ પાથર્યો છે.     ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રક્ષા વિશ્વ વિધાલયના પ્રથમ દિક્ષાંત સમારોહમાં વિધાર્થીઓને સંબોધિત કરતા કહ્યુ હતુ કે , પોલીસ અને સશસ્ત્રદળના યુનિફોર્મને શક્તિના રૂપમાં ન જુઓ, “યુનિફોર્મની ઇજજત ત્યારે વધે છે, જયારે તેની અંદર માનવતા જીવીત હોય છે. યુનિફો...
KBS કોમર્સ એન્ડ નટરાજ કોલેજની વિદ્યાર્થીનીઓએ ચેસ ટુર્નામેન્ટમાં કોલેજનું નામ રોશન કર્યું!

KBS કોમર્સ એન્ડ નટરાજ કોલેજની વિદ્યાર્થીનીઓએ ચેસ ટુર્નામેન્ટમાં કોલેજનું નામ રોશન કર્યું!

Gujarat, National
વાપીમાં ઉચ્ચ અભ્યાસ માટે જાણીતી ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરીયા કોમર્સ એન્ડ પ્રોફેશનલ સાયન્સીઝ કોલેજ વાપીના વિધાર્થીનીઓની ચેસ ટુર્નામેન્ટમાં શતરંજની બાજી ખેલવા પસંદગી થતા કોલેજનું નામ રોશન કર્યું છે.     KBS કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને દરેક રમતો માટે યોગ્ય તાલીમ તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જે અંતર્ગત કોલેજની વિધાર્થીનીઓ દિવ્યા માહ્યાવંશી (M.Com.II), કિરણ ચૌહાણ (T.Y.B.Com) અને ફિયા બિન્ની (T.Y.B.Com) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંદર્ભિત યોજાયેલ ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરતા ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ચેસ ટુર્નામેન્ટ (ગર્લ્સ) માં પસંદગી થઈ છે.     આ ખેલાડી મિત્રોને જરૂરી માર્ગદર્શન અને તાલીમ કોલેજના શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યપક ડો. મયુર પટેલે પૂરૂ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન...
દીપાવલી પર્વ બાદ શરૂ થતાં નૂતન વર્ષમાં જાણો સંકલ્પ લેવા જેવો વાપીના ઉદ્યોગપતિનો રસપ્રદ શોખ!

દીપાવલી પર્વ બાદ શરૂ થતાં નૂતન વર્ષમાં જાણો સંકલ્પ લેવા જેવો વાપીના ઉદ્યોગપતિનો રસપ્રદ શોખ!

Gujarat, National
આજના દિવાળી પર્વ નિમિત્તે સૌ વાચક મિત્રોને દિવાળી પર્વની શુભેચ્છા, એ સાથે નવું વર્ષ દરેકના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવે તેવી માતા સરસ્વતી અને માં લક્ષ્મી પાસે પ્રાર્થના. જો કે વાચક મિત્રો આ નવા વર્ષમાં કંઈક નોખા અનોખા શોખ નો પણ સંકલ્પ લઈ શકે. જીવનને એક નવી દિશા આપી શકે તે ઉદેશયથી અહીં વાપીના પ્રસિદ્ધ ઉદ્યોગપતિના વિદેશી ચલણ ના સંગ્રહ શોખ ની રસપ્રદ કહાની પ્રસ્તુત કરી છે. આ ઉદ્યોગપતિના શોખ અંગે જો વિસ્તૃત અહેવાલ લખવા બેસીએ તો એક આખું 100 પેજથી મોટું પુસ્તક લખી લખાય પરંતુ, સ્થળ સંકોચને કારણે શબ્દોની મર્યાદા જાળવવી પડી છે. વર્ષ 1953માં એક 8 વર્ષના બાળકને તેમના કાકાએ આફ્રિકન ચલણનો 10 પૈસાનો સિક્કો આપેલો, આ બાળકે તે સિક્કાને સાચવ્યો અને 1960માં ધોરણ 10 પાસ કરી પોતે પરદેશ ગયો, ત્યારે, તેમને ખબર પડી કે લોકો આ પ્રકારના વિવિધ દેશનું ચલણ સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. બસ, ત્યાર પછી આ બાળક મોટો ...
રોફેલ ટ્રસ્ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજની વધુ એક સિદ્ધિ, કોલેજને NAAC B++ ગ્રેડ મળ્યો

રોફેલ ટ્રસ્ટ સંચાલિત રોફેલ ફાર્મસી કોલેજની વધુ એક સિદ્ધિ, કોલેજને NAAC B++ ગ્રેડ મળ્યો

Gujarat, National
વાપીમાં રોફેલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રી જી. એમ. બીલાખીયા કોલેજ ઓફ ફાર્મસી એ NAAC એક્રેડીટેશન માં 2.83(CGPA) B++ ગ્રેડ મેળવી કોલેજના શિક્ષણ ક્ષેત્રે એક નવું સોપાન સર કર્યું છે. નવી દિલ્હી સ્થાપિત UGC દ્વારા સ્વાયત્વ એજન્સી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (NAAC) જે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા તેમજ દુરદર્શીતાના માપદંડોની ચકાસણી કરી માનક આપે છે. વર્ષ 1999 માં રોફેલ ટ્રસ્ટ દ્વારા સ્થાપિત શ્રી જી. એમ. બીલાખીયા કોલેજ ઓફ ફાર્મસી ઉચ્ચ શિક્ષણ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા દર્શાવતા અત્યાર સુધીમાં કોલેજ ખાતેથી ઘણા વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે ઘણા ગોલ્ડ મેડલિસ્ટ તેમજ GTU ટોપ ટેન આપ્યા છે. ઉચ્ચ ગુણવત્તા ભર્યું શિક્ષણ માટે કટિબદ્ધ રોફેલ જી.એમ. બિલાખીયા કોલેજ ઓફ ફાર્મસી એ NAAC એક્રેડીટેશન માં 2.83(CGPA) B++ ગ્રેડ મેળવી કોલેજમાં શિક્ષણ ખાતે એક નવું સોપાન ...