Friday, October 18News That Matters

Month: October 2022

दमन में Winter sports coaching camp का आयोजन, 9 खेलो का होगा प्रशिक्षण

दमन में Winter sports coaching camp का आयोजन, 9 खेलो का होगा प्रशिक्षण

Gujarat, National
संघ प्रदेश दादरा नगर हवेली तथा दमण एवं दीव प्रशासन के युवा कार्यक्रम एवं खेल विभाग दमण के द्वारा संघ प्रदेश में क्रीड़ा संस्कृती विकास हेतु प्रशासक प्रफुल पटेल के दिशानिर्देश में, युवा कार्यक्रम एवं खेल विभाग के सचिव अंकिता आनंद के मार्गदर्शन में और युवा कार्यक्रम एवं खेल विभाग के निदेशक अरुण गुप्ता के सहयोग में दमन की सरकारी/एडेड/प्राइवेट स्कूलो के सभी छात्रों के लिए विन्टर स्पोर्ट्स कोचिंग कैम्प का आयोजन किया जा रहा है। जो खेल के क्षेत्रों में नवीनतम कौशल और ज्ञान सीखने के लिए आयोजित किया गया है। यह विन्टर स्पोर्ट्स कोचिंग कैम्प, 28 अक्टूबर  से 06 नवम्बर  2022 तक शाम को 3:30 बजे से 5.30 बजे तक आयोजित किया गया है। इस शीतकालीन स्पोर्ट्स कोचिंग कैम्प में खिलाडियों को क्रिकेट, फुटबॉल, कब्बडी, खो-खो, टेबल टेनिस, टेनिस, बॉक्सिंग, वोल्लीबॉल, हैंडबॉल इन 9 खेलो का प्रशिक्षण प्रशिक्षित...
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર દાવેદારી ની પ્રક્રિયા સંપન્ન, 66 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી

વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર દાવેદારી ની પ્રક્રિયા સંપન્ન, 66 જેટલા દાવેદારોએ નોંધાવી દાવેદારી

Gujarat, National
ગુજરાતની વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થાય તે પહેલાં ભાજપે તમામ 182 બેઠકો પર દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા આરંભી હતી. 2 દિવસની આ પ્રક્રિયા દરમ્યાન વલસાડ જિલ્લાની 5 બેઠકો પર અંદાજિત 66 જેટલા દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવતા તમામનો સેન્સ લઈ શુક્રવારે મોડી સાંજે સેન્સ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર 66 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં વલસાડ બેઠક ઉપર સૌથી વધુ 24, તો, ઉમરગામમાં 18 દાવેદારોએ દાવેદારી નોંધાવી વલસાડના રાજકારણમાં ચૂંટણી પહેલા જ ખળભળાટ મચાવી દીધો છે. નવાઈની વાત તો એ છે કે દાવેદારી નોંધાવનારા મોટાભાગના દાવેદારો એવા છે કે જે વલસાડ જિલ્લા ભાજપમાં કોઈ ને કોઈ ને સારા હોદ્દા પર બિરાજમાન છે. તેમ છતાં તેઓને ધારાસભ્ય બનવાના અભરખા છે. રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણી પહેલા વલસાડ જિલ્લાની કુલ 5 વિધાનસભા બે...
છઠ પૂજા માટે વાપીમાં દમણગંગા ખાતે, દમણમાં ચંચળ ઘાટ ખાતે તેમજ સેલવાસમાં રિવરફ્રન્ટ ખાતે હાથ ધરાઈ તડામાર તૈયારીઓ

છઠ પૂજા માટે વાપીમાં દમણગંગા ખાતે, દમણમાં ચંચળ ઘાટ ખાતે તેમજ સેલવાસમાં રિવરફ્રન્ટ ખાતે હાથ ધરાઈ તડામાર તૈયારીઓ

Gujarat, National
ઉત્તર ભારતીય સમાજમાં છઠ પુજાનું અનોખું મહત્વ છે. જેમાં તેઓ આથમતા અને ઉગતા સૂર્યની પૂજા અર્ચના કરે છે. 30 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રહેતા ઉત્તર ભારતીય સમુદાય છઠ પૂજાની ઉજવણી કરશે. જેઓ ઉગતા અને ડૂબતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી કઠોર તપ સાથે પરિવારની સુખશાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય માટે છઠીમૈયા પાસે આશીર્વાદ માંગશે.       છઠપૂજા પર્વ અંતર્ગત દમણમાં સનાતન સંરક્ષણ યુવા સમિતિ દ્વારા ડાભેલના આંટિયાવાડ ચાર રસ્તા નજીક આવેલા ચંચળ ઘાટની સફાઈ હાથ ધરવામાં આવી હતી, સમિતિના યુવાનો દ્વારા તળાવમાં ઉતરીને જળમાં રહેલી વનસ્પતિ તેમજ કચરાની સફાઈ તેમજ શ્રદ્ધાળુજનો માટે તળાવના કિનારાને સ્વચ્છ કરી પૂજા માટે ખાસ પ્રકારના સ્તંભ બનાવવાની કામગીરી હાથ ધરી હતી,    વલસાડ જિલ્લામાં વાપી અને સંઘપ્રદેશ દમણ DNH સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં રોજગારી અર્થે આવતા ઉત્તર ભારતીય સમુદાયની વસ્તી માતબર સંખ્યામાં છે, જેઓ...
વાપીમાં યુવકને માતાપિતા નવો મોબાઈલ અપાવે તે પહેલાં જ જૂની અદાવતમાં થઈ કરપીણ હત્યા

વાપીમાં યુવકને માતાપિતા નવો મોબાઈલ અપાવે તે પહેલાં જ જૂની અદાવતમાં થઈ કરપીણ હત્યા

Gujarat, National
વાપી રેલવે સ્ટેશન યાર્ડની ગોદીમાં એક 28 વર્ષીય યુવકને અન્ય યુવકે જૂની અદાવતમાં લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરી નાખતા અરેરાટી ફેલાઈ છે. મૃતક યુવક કેટરર્સમાં મજૂરી કામ કરતો હતો. અને ભંગાર વિણતાં માતા-પિતા પાસે નવો મોબાઈલ લેવાની વાત કરી રેલવે સ્ટેશન તરફ લટાર મારવા અને મિત્રોને મળવા ગયો હતો. ત્યારે, એક 25 વર્ષીય રખડુ યુવાને તેને માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાપી રેલવે સ્ટેશન યાર્ડની ગોદીમાં ગુરુવારે 27મી ઓક્ટોબરના રાત્રે 10:45 થી 11:30 કલાક વચ્ચેના સમયગાળામાં મનોજ ઉર્ફે ટકલીયા નામના રખડતા ભટકતા યુવાને કેટરર્સમાં મજૂરી કામ કરતા મોહમ્મદ અબ્દુલ મોહંમદ અંજાર(શેખ) નામના યુવકના માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. ઘટનાની જાણકારી મૃતક યુવકના મિત્રોએ તેમના માતાપિતા ને કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચી વાપી રેલવે પોલીસને જાણ કરતા GRP ના PSI ...
ગરીબોની સેવા કરવા મોંઘીદાટ કારના કાફલા સાથે દાવેદારો દાવેદારી નોંધાવવા પહોંચ્યા!

ગરીબોની સેવા કરવા મોંઘીદાટ કારના કાફલા સાથે દાવેદારો દાવેદારી નોંધાવવા પહોંચ્યા!

Gujarat, National
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પડઘમ વાગી ચુક્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય તમામ નાનીમોટી પાર્ટીઓ, અપક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. દાવેદારો ના સેન્સ લઈ રહ્યા છે. આ માહોલ વચ્ચે જ વલસાડ જિલ્લાની 5 બેઠકો પર દાવેદારોના સેન્સ લેવાઈ રહ્યા છે. ગુરુવારે પારડી, કપરાડા અને ઉમરગામ બેઠક પરના દાવેદારોના સેન્સ લેવાયા હતાં. જ્યારે આજે એટલે કે શુક્રવારે વલસાડ અને ધરમપુર બેઠકના ઉમેદવારોના સેન્સ લેવાશે. ત્યારે સેન્સ આપવાની પ્રક્રિયામાં ખરા ઉતરી ગરીબો ની સેવા કરવા માંગતા દાવેદારોએ પોતાનું શક્તિપ્રદર્શન પણ બતાવ્યું હતું. વલસાડના વશિયર ખાતે ભાજપના નિરીક્ષકો દાવેદારો ના સેન્સ લેવા આવ્યા હતાં. ત્યારે દાવેદારો દાવેદારી નોંધાવવા મોંઘીદાટ કાર ના કાફલા સાથે પહોંચ્યા હતાં. પાર્ટી પ્લોટમાં મોંઘીદાટ કાર ના કાફલા ને જોતા એવું લાગ્યું હતું કે મજા ગરીબોની સેવા માં જ છે. સામાન...
ઉમરગામ બેઠક પર બી. સી. વારલી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા

ઉમરગામ બેઠક પર બી. સી. વારલી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત રહ્યા

Gujarat, National
રાજ્યમાં ચૂંટણીનો માહોલ ધીરેધીરે જામી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી 2022 માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ત્યારે વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક માટે ભાજપ તરફથી ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જિલ્લાની 3 હાઇ પ્રોફાઇલ બેઠક ગણાતી કપરાડા, પારડી અને ઉમરગામ વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે ગુરુવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં ઉમરગામ બેઠક માટે દાવેદારી નોંધાવનારા બજરંગ વારલીએ જિલ્લાના તમામ કાર્યકરોનું તેમજ પીઢ નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું.  વલસાડમાં વશિયર ખાતે શ્રી પાર્ટી પ્લોટમાં ગુરુવારે રાજ્યના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની નિરીક્ષકો તરીકેની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારે, બજરંગ વારલી પણ પોતાના સમર્થકો સાથે દાવેદારી નોંધાવવા પ...
વલસાડની 3 વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ધુરંધર નેતા કનુલાલ-રમણલાલ ની બેઠકો પર દાવેદારોનો રાફડો ફાટ્યો

વલસાડની 3 વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ધુરંધર નેતા કનુલાલ-રમણલાલ ની બેઠકો પર દાવેદારોનો રાફડો ફાટ્યો

Gujarat, National
ગુજરાત રાજ્યની વિધાનસભા 2022 સામાન્ય ચૂંટણીની આચારસંહિતા ગણતરીના દિવસોમાં જ લાગી શકે છે. અને ચુંટણી તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે રાજયની તમામ 182 બેઠકો માટે ભાજપે નિરીક્ષકો નિમી દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત વલસાડ જિલ્લાની 5 પૈકી 3 બેઠકો પર ગુરુવારે અને 2 બેઠકો પર શુક્રવારે સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે.  ગુરુવારે વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી 3 બેઠકો એવી કપરાડા, પારડી અને ઉમરગામ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણીની ટિકિટ લેવાં ઇચ્છુક દાવેદારોનો રાફડો ફાટ્યો છે. રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની નિરીક્ષકો તરીકેની ઉપસ્થિતિમાં વલસાડના વશિયર ખાતે શ્રી પાર્ટી પ્લોટમાં સવારે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાય હતી. સૌ પ્રથમ કપરાડા વિધાનસભાના દાવેદારો ના સ...
પારડી બેઠક માટે હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસી કાર્યકર અને ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ કનુભાઇના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા

પારડી બેઠક માટે હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયામાં કોંગ્રેસી કાર્યકર અને ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ કનુભાઇના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા

Gujarat, National
ગુરુવારે વલસાડ જિલ્લાની 5 બેઠકો પૈકી 3 બેઠકો એવી કપરાડા, પારડી અને ઉમરગામ માટે સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણીની ટિકિટ લેવાં ઇચ્છુક દાવેદારોનો રાફડો ફાટ્યો છે. રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલે નિરીક્ષક તરીકે વલસાડના વશિયર ખાતે શ્રી પાર્ટી પ્લોટમાં સવારથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. નિરીક્ષકો દ્વારા હાથ ધરાયેલ સેન્સ પ્રક્રિયા દરમ્યાન પારડી બેઠકમાં ધારાસભ્ય કનુભાઈ મોહનભાઇ દેસાઈના સમર્થનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તો ઠીક પણ વાપી GIDC ના ઉદ્યોગકારો અને ગત ટર્મમાં જેમણે કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી હતી તેવા ભરત પટેલ પણ કનુભાઈના સમર્થનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. સેન્સ પ્રક્રિયા દરમ્યાન સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસી કાર્યકર કમ નેતા ભરત પટેલે નિરીક્ષકો સમક્...
સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ વિધાનસભા બેઠકોના દાવેદારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા નો શુભારંભ

સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ વિધાનસભા બેઠકોના દાવેદારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા નો શુભારંભ

Gujarat, National
વલસાડ જિલ્લામાં વિધાનસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે ગુરુવારે વલસાડના વશિયરમાં શ્રી પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા ની ત્રણ બેઠક માટે નિરીક્ષકો દ્વારા દાવેદારો ના સેન્સ લેવામાં આવ્યા હતાં. સેન્સ લેવા માટે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજેશ પટેલ અને નયના બેન પટેલ હાજર રહ્યા હતા.  વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી પ્રથમ દિવસે હાઈ પ્રોફાઈલ ગણાતી ત્રણ વિધાનસભા બેઠકોના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ભાજપ દ્વારા દાવેદારો ના સેન્સ લેવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લામાં હાઈપ્રોફાઈલ ગણાતી ત્રણેય બેઠકમાં ઉમરગામ બેઠક પૂર્વ રાજ્ય મંત્રી રમણ પાટકર તો પારડી બેઠક પર રાજ્ય ના નાણાં મંત્રી કનું દેસાઈ જ્યારે કપરાડા બેઠક પર જીતુ ચૌધરી પાણી પુરવઠા મંત્રી છે. જે ત્રણેય પીઢ નેતા હોવાનું મનાય છે. આ ત્રણ વિધાનસભાની બેઠકના દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપ દ્વારા સેન્...
વાળમાં આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવાના ચક્કર માં સલૂન વાળાએ યુવકને દઝાડયો

વાળમાં આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવાના ચક્કર માં સલૂન વાળાએ યુવકને દઝાડયો

Gujarat, Most Popular, National
વાપીના ભડકમોરા વિસ્તારમાં એક સલૂન વાળાને ત્યાં વાળ કપાવવા આવેલ યુવકના વાળમાં ક્રીમ લગાવી આગ લગાડી સ્ટાઈલિશ વાળ કાપવા જતા યુવકને દઝાડી મુકવાની ઘટના અને તેનો વીડિઓ વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. વાપીમાં નવા વર્ષના સ્ટાઈલિશ વાળ કપાવવાના મોહમાં એક યુવક દાઝી જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો છે. ઘટનાનો એક વીડિઓ પણ વાયરલ થયો છે. જેમાં હેર સલૂન વાળો યુવકના માથામા ક્રીમ લગાવી તેના મોઢાને કપડાથી ઢાંકી માથાના વાળમાં આગ લગાડે છે. જેનો અચાનક ભડકો થતા યુવક ગભરાઈ જઈ ખુરશી પરથી ઉભો થઇ બહાર દોડી જાય છે. જેના માથા પર પાણી છાંટવાનું કહેતા અન્ય લોકોના અવાજ સંભળાય છે. જો કે આ વાયરલ વીડિઓ વાપી ના આરીફ શાહ નામના યુવકનો હોવાનું અને તે વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ બંટી નામના હજામની દુકાનમાં વાળ કાપવા ગયો હતો ત્યારે બન્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ઘટનામાં વધુ મળતી ...