દમણ PWD એ કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ ન ચુકવતા કોર્ટે સામાન જપ્તીનો આદેશ કરી કાર્યવાહી હાથ ધરી
દમણની કોર્ટે આર્બિટ્રેટરના એક ચુકાદામાં દમણ PWD ને કોર્ટમાં રકમ ન ભરતા સામાન જપ્તીનો આદેશ કરી સમાન જપ્ત કરવાની કાર્યવાહી કરતા ખળભળાટ મચી ગયો છે. કોન્ટ્રાક્ટરે વર્ષ 2015-16માં વોટર સપ્લાયને લગતા કરેલા કામોનું કરોડોનું પેમેન્ટ ન ચુકવતા હાઇકોર્ટમાં ગયો હતો.
હાઇકોર્ટે સમગ્ર મામલાની તપાસ માટે નિવૃત ન્યાયધીશને આર્બિટ્રેટર તરીકે નિમણૂંક કરી હતી. આર્બિટ્રેટરે આ કેસમાં દમણ PWD ને કુલ રકમના 50 ટકા રકમ કોર્ટમાં જમા કરવા આદેશ કર્યો હતો. જોકે, કોર્ટના આદેશનું પાલન ન કરાતા આખરે કોર્ટે સામાન જપ્તીનો આદેશ કરી કાર્યવાહી હાથ ધરી છે.
દમણ PWD ના ટેન્ડર મુજબ એસ એલ પટેલ એન્ડ કંપનીને વર્ષ 2015-16માં દમણના ડાભેલ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સહિત વોટર સપ્લાયને લગતા કામો મળ્યા હતા. કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ કર્યા બાદ PWD એ પેમેન્ટ ન ચુકવતા કોન્ટ્રાક્ટર હાઇકોર્ટમાં ગયો હતો....