Friday, October 18News That Matters

Month: September 2022

વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

Gujarat, National
 વાપીમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલમાં વાપીની જાણીતી કંપની એવી જય કેમિકલ અને રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ડિસ્ટ્રીકટના સહયોગમાં 10 લાખના X-RAY મશીનની ભેટ આપવામાં આવી છે. જેનાથી આવનારા દિવસોમાં દર્દીઓને X-RAY થકી થનારા નિદાનમાં વધુ સચોટ નિદાનની સુવિધા મળશે.  વાપીમાં આવેલ રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલ ખાતે નવા એક્સરે મશીનની ભેટ આપવામાં આવી હતી. જેનો દાતાઓ, હોસ્પિટલના તબીબો અને રોટરી સભ્યો દ્વારા કંકુ તિલક કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલને X-Ray મશીન ભેટ આપવા અંગે જય કેમિકલના પ્રકાશ ભદ્રા એ જણાવ્યું હતું કે, તેઓ એક નાની કંપની ધરાવે છે. અને તેના થકી વિવિધ CSR એક્ટિવિટી હેઠળના પ્રોજેકટમાં સહકાર આપતા આવ્યા છે. ત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા ડિજિટલ એક્સ-રે પ્રોજેકટ હાથ ધર્યો છે. જેઓને હોસ્પિટલમાં સારા એક્સ-રે મશીનની જરૂરિયાત અંગે હોસ્પિટલ તરફથી ટહેલ નાખતા...
નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં, હેરાનગતિ વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરો

નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં, હેરાનગતિ વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરો

Gujarat, National
માતાજીની આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના બનાવો બનતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ટ્વીટમાં લખ્યું છે કે, 'ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. 181 મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.' આ સાથે જ ગુજરાત પોલીસે એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાત પોલીસ હંમેશા છે મહિલાઓની પડખે, નવરાત્રીમાં ગરબા કરો નિશ્ચિત થઈને, કોઈ પણ છેડતી વિરુદ્ધ 181 અભય...
પ્રથમ નોરતે દુર્ગા પૂજા અંતર્ગત વાપીના હરિયા પાર્ક થી લવાછા શિવ મંદિર સુધી નીકળી કળશ યાત્રા

પ્રથમ નોરતે દુર્ગા પૂજા અંતર્ગત વાપીના હરિયા પાર્ક થી લવાછા શિવ મંદિર સુધી નીકળી કળશ યાત્રા

Gujarat, National
વાપીમાં છેલ્લા 10 વર્ષથી નવરાત્રી પર્વ દરમ્યાન નવ દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પંડાલમાં દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી 151 મહિલાઓની વિશાળ કળશ યાત્રાનું આયોજન કર્યું હતું.  કળશ યાત્રામાં જોડાયેલ મહિલાઓએ લવાછા ખાતે રામેશ્વર મહાદેવ ના સાનિધ્યમાંથી વહેતી દમણગંગા નદીનું જળ કળશમાં ભરી લાવી પંડાલમાં સ્થાપન કર્યું હતું. વાપીમાં સેવાકીય પ્રવુતિ ક્ષેત્રે અગ્રેસર રહેતા અનુગ્રહ સિંઘાણીયા દ્વારા આ વર્ષે પણ દુર્ગા પર્વનું આયોજન કર્યું છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, નવદુર્ગા સેવા ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી વાપીમાં નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની આરાધના માટે દુર્ગા મહોત્સવનું આયોજન કરે છે. આ મહોત્સવમાં દર વર્ષે 151 મહિલાઓ સાથેની કળશ યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ હરિયા પાર્કમાં ઉભા કરેલા દુર્ગા માતાના પંડાલથી લવાછા ...
વાપીમાં અંબા માતા મંદિર પરિસરમાં પ્રથમ નોરતે રાજ્યના નાણાપ્રધાન ના હસ્તે ફિઝિયોથેરેપી સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન

વાપીમાં અંબા માતા મંદિર પરિસરમાં પ્રથમ નોરતે રાજ્યના નાણાપ્રધાન ના હસ્તે ફિઝિયોથેરેપી સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન

Gujarat, National
વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ જાણીતા અંબા માતા મંદિર ખાતે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં ફિઝિયોથેરેપી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાપીના ગુંજન વિસ્તારમાં 38 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબામાતા મંદીર પ્રાંગણમા શ્રી અંબેમા ફિઝીયોથેરાપી સેન્ટરનું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી (નાણાઊર્જા પેટ્રોકેમિકલ્સ) કનુભાઈ દેસાઈના વરદ હસ્તે અને VIA પ્રમુખ કમલેશ પટેલની વિશેષ ઉપસ્થીતીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આજ થી શક્તિ આરાધનાના પર્વ એવા નવરાત્રી પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ગુજરાતના નવરાત્રી મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકેની આગવી ઓળખ અપાવી છે. ત્યારે આજના પ્રથમ નોરતે અંબા માતા મંદિર ખાતે વિવિધ સંસ્થાના સહયોગમાં ...
વાપીના તબીબની પહેલ World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) થી એક મહિનો ફેફસા અંગે સમાજમાં જાગૃતિ સંદેશ આપવા Lung Campaing ચલાવશે!

વાપીના તબીબની પહેલ World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) થી એક મહિનો ફેફસા અંગે સમાજમાં જાગૃતિ સંદેશ આપવા Lung Campaing ચલાવશે!

Gujarat, National
25મી સપ્ટેમ્બરને વિશ્વભરમાં World Lung Day (વિશ્વ ફેફસા દિવસ) તરીકે મનાવવામાં આવે છે. હાલમાં કોરોના કાળ દરમ્યાન ફેફસાના રોગ કેટલા જીવલેણ સાબિત થઈ શકે છે. અને ફેફસા મનુષ્ય માટે કેટલું મહત્વનું અવયવ છે. તે અંગે લોકો જાગૃત થયા છે. ત્યારે ફેફસાને સ્વસ્થ રાખી દરેક મનુષ્ય જીવલેણ બીમારી સામે રક્ષણ મેળવી શકે તેવા શુભ ઉદેશયથી વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વિશ્વ ફેફસા દિવસની ઉજવણી સાથે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે.  વાપીમાં આવેલ આશાધામ સ્કૂલના ઓડિટોરિયમ માં વાપીના જાણીતા ચેસ્ટ ફિઝિશયન ડૉ. ચિંતન પટેલે વર્લ્ડ લંગ ડે ની ઉજવણી સાથે ફેફસા અંગે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે વિશેષ ઝુંબેશની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ડૉ. ચિંતન પટેલે જણાવ્યું હતું કે વિશ્વભરમાં મનુષ્ય શ્વાસ સાથે આવે છે. અને શ્વાસ સાથે જાય છે. મનુષ્યને શુદ્ધ હવા મળવી આવશ્યક છે. તો, સાથે તેના ફેફસા ને તંદુરસ્ત રાખવા પણ એ...
શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વાપીના ડુંગરા આશ્રમ ખાતે બાપુના સાધકોએ કર્યું સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન

શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસે વાપીના ડુંગરા આશ્રમ ખાતે બાપુના સાધકોએ કર્યું સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન

Gujarat, National
દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ કરવાનો મહિમા છે. ત્યારે શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસ એવા ભાદરવી અમાસે વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ બાપુ આશ્રમ ખાતે સાધકોએ સમૂહમાં ઉપસ્થિત રહી અંતિમ શ્રાદ્ધ ના દિવસે પિતૃ તર્પણ અને પિંડદાન ક્રિયા કરી પિતૃઓને તૃપ્ત કર્યા હતાં. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિને અને મહત્વના શ્રાદ્ધ દિન કહેવાતા દિવસને ધ્યાનમાં રાખીને વાપીના ડુંગરા ખાતે આવેલ આશારામ આશ્રમ ખાતે 1,000 જેટલા સાધકોએ સમૂહ પિતૃ તર્પણ અને પિંડદાન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંગે ઉપસ્થિત ભગવતી પ્રસાદ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 40 વર્ષથી આશ્રમમાં સેવા આપી રહ્યા છે. તેમના હસ્તે જ આશારામ બાપુએ સર્વપ્રથમ ભૈરવી ખાતે શ્રાદ્ધ ક્રિયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાદ હાલમાં 140 થી વધુ આશ્રમમાં દર વર્ષે પિતૃના કલ્યાણ માટે શ્રાદ્ધ ક્રિયાનું આયોજન કરવામાં આવે છે. ...

વાપીમાં VGEL ની AGM માં CETP ની ક્ષમતા, પાઇપલાઇન પ્રોજેકટ, સોલિડ વેસ્ટ સાઇટ, NGT અને પર્યાવરણ બાબતે ચર્ચા કરી વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો

Gujarat, National
વાપીમાં ઉદ્યોગો દ્વારા ફેલાતા પ્રદૂષણ ઉપર અંકુશ લાવવા સાથે ઉદ્યોગકારોની આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને 25 વર્ષથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરવામાં આવેલી છે. જેની VGELના બોર્ડ ઓફ ડિરેક્ટરોની અને મેમ્બરોની ઉપસ્થિતિમાં વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2020-21 અને વર્ષ 2021-22 માં કંપનીએ કરેલી પ્રગતિ અને તેમના વિવિધ પ્રોજેક્ટની પાવર પ્રેઝન્ટેશનથી ચર્ચા કરવામાં આવી હતી. VGELની આ એન્યુઅલ જનરલ મીટીંગમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં આવેલ VIA ઓડિટોરિયમ ખાતે વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ કંપનીની 25મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહેલા નોમિની ડિરેક્ટર એવા કનુભાઈ દેસાઈ, યોગેશ કાબરીયા અને અન્ય ડિરેક્ટરોએ એ જણાવ્યું હતું કે વાપી ગ્રીન 25 વર્ષથી વાપીને સુંદર પર્યાવરણ આપવાની કો...
વાપીમાં રોટરી દ્વારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન, ટિકિટની અને દાતાઓના દાનની રકમ ગરીબ દર્દીઓ માટે વાપરશે

વાપીમાં રોટરી દ્વારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન, ટિકિટની અને દાતાઓના દાનની રકમ ગરીબ દર્દીઓ માટે વાપરશે

Gujarat, National
વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા થનગનાટ રોટરી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. થનગનાટ 20th નવરાત્રી મહોત્સવ એ ભારતીય સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને સમાજ સેવાના ત્રિવેણી સંગમ સામો હોવાનું જણાવતા સંસ્થાના આગેવાનોએ પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો આપી હતી. કે મહોત્સવ દરમ્યાન ટિકિટની જે રકમ આવશે તે અને દાતાઓ તરફથી જે દાન મળશે તે આરોગ્ય સેવામાં વપરાશે. રોટરી ક્લબ ઓફ વાપી તરફથી આયોજિત આ પત્રકાર પરિષદમાં રોટરી પ્રમુખ હેમાંગ નાયક, પૂર્વ પ્રમુખ પ્રકાશ ભદ્રા અને સભ્યોએ જણાવ્યું હતું કે, રોટરી ક્લબ વાપીમાં સતત 22 વર્ષથી થનગનાટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. જેનું કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ફરી આયોજન કર્યું છે. સંસ્કૃતિ, માતાજીની ભક્તિ અને સમાજ સેવાનો ત્રિવેણી સંગમ ધરાવતી આ પહેલ નવરાત્રીમાં થનગનતા હૈયા અને થીરગતા પગલે યુવાનોને ગરબા રમવા ઉત્સાહિત કરશે.    રોટરી સંસ્થાએ લ...
વાપીમાં વકીલ પર હુમલો કરનારા આરોપીનું વકીલાતનામું નહિ કરવા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી સજાની માંગ કરાઈ

વાપીમાં વકીલ પર હુમલો કરનારા આરોપીનું વકીલાતનામું નહિ કરવા બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરી સજાની માંગ કરાઈ

Gujarat, National
વાપીમાં વાહન તકરાર બાબતે વકીલાતનામું કરનાર વકીલ પર 2 વ્યક્તિએ હુમલો કરી કાચ તોડી એડવોકેટના હાથ પર ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના બની છે. જે ઘટના બાદ વાપી બાર એસોસિએશન ના વકીલોએ વાપી ટાઉન પોલીસ મથકે આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ વકીલોએ આરોપી તરફથી કોઈ પણ વકીલ વકીલાતનામું નહિ કરે તેવો ઠરાવ કરી ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે.  ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીના જાણીતા એડવોકેટ પી. એન. સીંગે એક સર્વજીત કુમાર નામના વ્યક્તિને વાહન તકરાર બાબતે કાનૂની સેવા આપી હતી. જેનાથી નારાજ જયપ્રકાશ સિંગ અને શિવા બચુ સિંગ નામના 2 લોકોએ આનંદ નગરના શાંતિ એપાર્ટમેન્ટ ખાતે એડવોકેટ પી. એન. સિંગની ઓફિસે આવી તેમની કારના કાચ તોડી વકીલ પર હુમલો કરી હાથમાં આંગળીના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘટના દરમ્યાન સ્થળ પર હાજર લોકોએ દોડીને શિવા સિંગ ને દબોચી લીધો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર જય પ્રકાશ સિંગ ભાગી ગય...
વલસાડ રૂરલ પોલીસે દિવસની ઘરફોડ ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો 

વલસાડ રૂરલ પોલીસે દિવસની ઘરફોડ ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો 

Gujarat, National
વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગુંદલાવ, ઘડોઇ ફાટક નજીક બંધ ફલેટનું તાળું તોડી કબાટની તિજોરીમા રાખેલ 60 હજારના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયેલા શૈલેન્દ્રકુમાર ઉર્ફે એસ.કે ઓમપ્રકાશ શર્માની રાજસ્થાનથી ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસે પકડેલ રીઢા ચોર સામે સુરતના ઉમરા, અડાજણ, અમદાવાદના વેજલપુરમાં ચોરી, દારૂની હેરાફેરી સહિતના અનેક ગુન્હા નોંધાયેલ છે. પકડાયેલ આરોપી દિવસ દરમ્યાન સોસાયટી તથા એપાર્ટમન્ટમાં ફરી ચોરી કરવા બંધ મકાનને ટાર્ગેટ કરી તે મકાનના આજુબાજુના ફલેટને બહારથી અડાગરા મારી ફલેટનુ તાળુ તોડી સોના, ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરતો હતો. વલસાડ રૂરલ પોલીસની ટીમેં ગણતરીના દિવસોમાં વણશોધાયેલ દિવસની ઘરફોડ ચોરીનો ગુનો શોધી મહત્વની સફળતા મેળવી છે. મકાન માલિક જયેશ પટેલે નોંધાવી હતી ચોરીની ફરિયાદ.... ગત 26 ઓગસ્ટના વલસાડ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગ...