Friday, October 18News That Matters

Month: September 2022

વાપી પાલિકાએ વેરો નહિ ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી, 4 દુકાનોને સિલ કરતા ફફડાટ

વાપી પાલિકાએ વેરો નહિ ભરનાર મિલકત ધારકો સામે લાલ આંખ કરી, 4 દુકાનોને સિલ કરતા ફફડાટ

Gujarat, National
વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ અને ઘણા લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્ષ નહિ ભરતા મિલકતધારકો સામે પાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત વાપીના બે કોમ્પલેક્ષની ચાર દુકાનોને સીલ કરી દેવામાં આવતા અન્ય બાકીદારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.  વાપી નગરપાલિકા ના તમામ વોર્ડમાં રહેતા એવા મિલકત વરો નહીં ભરનારા બાકીદારોને વેરો ભરવા હાલમાં પાલિકા ના વેરા વસૂલી વિભાગ દ્વારા નોટીસો આપવામાં આવી રહેલ છે. જે અંતર્ગત વાપીમાં ને.હા.નં.48 પાસે આવેલ ભવ્ય આર્કેડ તથા યમુના કોમ્પ્લેક્ષ બિલ્ડિંગમાં ઘણા વર્ષોથી બાકી વેરો નહી ભરતા મિલકતધારકોને પણ નોટિસો પાઠવવામાં આવી હતી. જે આ  બિલ્ડિંગોના બાકીદારોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 132 ની પેટા કલમ  (3) હેઠળ 15 દિવસમાં બાકી લેણી રકમ ભરવા નોટીસ આપવામાં આવેલ હતી. જેમાંથી 4 બાકીદારોએ નોટીસની અવગણના કરી બા...
ગોપાલ ઇટાલિયાની પ્રેસ કોન્ફરન્સ નો વાપીના પત્રકારોએ બહિષ્કાર કર્યો, ઇટાલિયાએ વલસાડમાં ડોર ટૂ ડોર કેમ્પઈનનો પ્રારંભ કર્યો

ગોપાલ ઇટાલિયાની પ્રેસ કોન્ફરન્સ નો વાપીના પત્રકારોએ બહિષ્કાર કર્યો, ઇટાલિયાએ વલસાડમાં ડોર ટૂ ડોર કેમ્પઈનનો પ્રારંભ કર્યો

Gujarat, National
વલસાડ જિલ્લા માં આમ આદમી પાર્ટી નાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ વાપીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગોપાલ ઇટલીયા ના હસ્તે મોટી સ્થાનિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા હતાં. જો કે દર વખતે તેના નિયત સમય કરતાં મોડા આવતા ઇટાલિયાની આદતને કારણે વાપીના સ્થાનિક પત્રકારોએ તેની પ્રેસ કોન્ફરસનો બહિષ્કાર કર્યો હતો. વાપીમાં ગોપાલ ઇટાલિયાએ હરેશભાઈ કરશનભાઈ પટેલ માજી તાલુકા પંચાયત સભ્ય, કુમાર ભાઈ ગોવન ભાઈ ગ્રામ.પંચાયત સભ્ય  કુંતા, મનુભાઈ શંકર ભાઈ હળપતિ કુંતા ગ્રામ પંચાયત સભ્ય, સરિતાબેન પરિતેશ ભાઈ પટેલ કોઉન્સીલર મહિલા અને બાલ વિકાસ કેન્દ્ર અને નાની તંબડી વાપીને આપ પાર્ટીમાં આવકાર આપી ખેસ પહેરાવ્યો હતો. ત્યાર બાદ ગોપાલ ઇટાલિયાએ વલસાડમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. વલસાડમાં શાપુર નગર વિસ્તારમાં મધ્યમ વર્ગ  લોકોના ઘરે જઈને લોકોને મળ્યા હતા.એમણે કેજરીવાલ ની મુખ્ય ગેરંટી 300 યુનિટ  મફત વીજળી, રોજગ...
વાપી નજીક મોરાઈ ફાટક બંધ થતાં બલિઠા ફાટકે ટ્રાફિક, ઇમર્જન્સી આવાગમનનો વિકરાળ પ્રશ્ન, અધિકારીઓની સ્થળ મુલાકાતમાં આગેવાનોએ રોષ ઠાલવ્યો

વાપી નજીક મોરાઈ ફાટક બંધ થતાં બલિઠા ફાટકે ટ્રાફિક, ઇમર્જન્સી આવાગમનનો વિકરાળ પ્રશ્ન, અધિકારીઓની સ્થળ મુલાકાતમાં આગેવાનોએ રોષ ઠાલવ્યો

Gujarat, Most Popular, National
વાપી નજીક આવેલ મોરાઈ ફાટક રેલવેની ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટની કામગીરીને લઈને 6 મહિના સુધી બંધ કરવામાં આવ્યું છે. જ્યાંનો વાહનવ્યવહાર બલિઠા ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જે માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવાગમનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં સ્થાનિક આગેવાનોએ તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. બલિઠા ફાટક પર બનનાર ઓવર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. જેને કારણે અહીં પહેલેથી ટ્રાફિક સમસ્યા છે. એવામાં મોરાઈ ફાટક બંધ થવાથી અહીં ફાટક પર જ્યારે જ્યારે ટ્રેનના આવાગમન સમયે ફાટક બંધ કરવામાં આવશે ત્યારે વાહનોની લાંબી કતારો હાઇવે પર લાગશે અને હાઇવે પર ટ્રાફિક જામ થશે. એ ઉપરાંત ઇમર્જન્સી સમયે ફાટક અવરોધ રૂપ બનશે. જો કોઈ કંપનીમાં ...
પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને GRD જવાનને 6 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યા

પારડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને GRD જવાનને 6 હજારની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં જમા મોટરસાયકલ છોડાવવા કોર્ટે માંગેલ પોલીસ અભિપ્રાય લખી આપવા પેટે 6 હજારની લાંચની માંગણી કરનાર પોલીસ કોન્સ્ટેબલ અને GRD જવાનને ACB એ લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડ્યા છે.   પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન તરીકે ફરજ બજાવતા પ્રદિપ ગમન પટેલને મોટરસાયકલ છોડાવવા કોર્ટે માંગેલ પોલીસ અભિપ્રાય લખી આપવા બાબતે ફરિયાદી પાસેથી 6 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપી પાડી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. પારડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીના મિત્રની મોટરસાયકલ ગુનાના કામે પારડી પો.સ્ટે.માં જમા હતી. જે છોડવા બાબતે નામદાર કોર્ટે પોલીસ અભિપ્રાય માંગ્યો હતો, સદર કામે અભિપ્રાય આપવા બાબતે પારડી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ગૌરવ રમેશ ડાભી અને GRD જવાન તરીકે ફરજ બજાવતા પ્રદિપ ગ...
પારડી ના પ્રાચીન મંદિર નજીક બનનાર સાયકલ ટ્રેકને અન્યત્ર બનાવવા પાલિકા સભ્યોએ કરી રજુઆત

પારડી ના પ્રાચીન મંદિર નજીક બનનાર સાયકલ ટ્રેકને અન્યત્ર બનાવવા પાલિકા સભ્યોએ કરી રજુઆત

Gujarat, National
વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રાચીન જગદીશ્વર મંદિરની દીવાલને લગોલગ બનનાર સાયકલ ટ્રેક મંદિરમાં વિવિધ ક્રિયાક્રમ કરવા આવનાર ભક્તો માટે બાધારૂપ બનશે. તેવા અંદેશા સાથે પાલિકાના વોર્ડ નંબર 5ના નગરસેવકોએ પાલિકા ચીફ ઓફિસર, નાણાપ્રધાન, કલેકટરને રજુઆત કરતું આવેદનપત્ર સુપ્રત કર્યું છે. વલસાડ જિલ્લામાં પ્રાચીન નગર ગણાતા પારડી નગરપાલિકા વિસ્તારમાં 1936માં જીર્ણોદ્ધાર પામેલું પ્રસિદ્ધ જગદીશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં એક સાયકલ ટ્રેક બનાવવાની મંજૂરી મળી છે. ત્યારે આ સાયકલ ટ્રેકને અન્યત્ર સ્થળે બનાવવા પારડી પાલિકાના વોર્ડ નંબર 5ના સભ્ય એવા દિલીપ પટેલ અને મીરા ભરતીયાએ ચિફઓફિસર ને તેમજ સ્થાનિક ધારાસભ્ય અને હાલમાં નાણાપ્રધાન નો હવાલો સાંભળતા કનું દેસાઈ, વલસાડ કલેકટર સહિતના વહીવટી અધિકારીઓને રજુઆત કરતું આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નંબર 5ના નગ...
દમણમાં મર્સીડીઝ કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી

દમણમાં મર્સીડીઝ કાર અને સ્પોર્ટ્સ બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, પોલીસે કાર ચાલકની ધરપકડ કરી

Gujarat, National
મંગળવારે મોડી રાત્રે દમણના જામપોરથી રામસેતુ બીચ રોડ પર એક સ્પોર્ટ્સ બાઈક અને લકઝરીયસ મર્સીડીઝ કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક સવાર યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું, આ ગમખ્વાર અકસ્માત બાદ પંથકમાં અરેરાટી મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાપીના ચલાના બે મિત્રો બે બાઈક પર મોટી દમણના જમ્પોર તરફ જતા રામસેતુ બીચ રોડ પર પુરપાટ ઝડપે જતા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી એક મર્સીડીઝ કાર નંબર DD03-AC-0029 સાથે એક બાઈક ધડાકાભેર અથડાઈ હતી, ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ચલાના 22 વર્ષીય ધવલ અશોક પરમાર નામના યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, ઘટનાની જાણકારી દમણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને મૃતક યુવકના મૃતદેહનો કબ્જો લઈને મરવડ સરકારી હોસ્પિટલમાં PM માટે મોકલ્યો હતો. જયારે મર્સીડીઝના કાર ચાલક પ્રિન્સ કિ...
કાકડકોપર ગામના ભગતનું અપહરણ કરનારા 5 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા, 10 કરોડની લાલચમાં કર્યું હતું અપહરણ 

કાકડકોપર ગામના ભગતનું અપહરણ કરનારા 5 અપહરણકારોને પોલીસે ઝડપી પાડ્યા, 10 કરોડની લાલચમાં કર્યું હતું અપહરણ 

Gujarat, National
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કાકડકોપર ગામે 20મી સપ્ટેમ્બરે મંદિરમાં પૂજા પાઠ કરતા રિતેશ અંધેર ઉર્ફે ભગત નામના ઇસમનું અપહરણ કરનારા 5 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ગાડી બંગલો ધરાવતા ભગત પાસેથી 10 કરોડ રૂપિયા પડાવવાની લાલચમાં અપહરણ કરનારાઓને આખરે એક પણ રૂપિયો નહિ મળે તેવું લાગતા ભગત ને માર મારી નિર્જન સ્થળેથી હાઇવે પર છોડી નાસી ગયા હતા. જેનો ભેદ ઉકેલી પોલીસે પાંચેય અપહરણકારોની ધરપકડ કરી છે. જો કે પોલીસે એ સાથે દોઢેક વર્ષ અગાઉ રીતેશનું અપહરણ કરી રકમ પડાવવાનો ગુન્હો ઉકેલી નાખવામાં પણ સફળતા મેળવી છે. વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી કે, રિતેશ અંધેર ઉર્ફે ભગત નું અપહરણ કરનારા 5 પૈકી એક યુવક રીતેશના જ ગામનો અને અન્ય 4 યુવકો સેલવાસના છે. આ યુવકોએ રિતેશ પાસે બે કાર બંગલો અને પૈસા હોવાથી 20મી સપ્ટેમ્બરે કપરાડાના કાકડકોપર ગામથી અપહરણ કર્યું હતું....
વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

વાપીની જય કેમિકલ દ્વારા રોટરી હોસ્પિટલને X-RAY મશીનની ભેટ અપાઈ

Gujarat, National
 વાપીમાં આરોગ્ય ક્ષેત્રે કાર્યરત રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલમાં વાપીની જાણીતી કંપની એવી જય કેમિકલ અને રોટરી ક્લબ ઓફ વાપી, રોટરી ડિસ્ટ્રીકટના સહયોગમાં 10 લાખના X-RAY મશીનની ભેટ આપવામાં આવી છે. જેનાથી આવનારા દિવસોમાં દર્દીઓને X-RAY થકી થનારા નિદાનમાં વધુ સચોટ નિદાનની સુવિધા મળશે.  વાપીમાં આવેલ રોટરી એલ. જી. હરિયા હોસ્પિટલ ખાતે નવા એક્સરે મશીનની ભેટ આપવામાં આવી હતી. જેનો દાતાઓ, હોસ્પિટલના તબીબો અને રોટરી સભ્યો દ્વારા કંકુ તિલક કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલને X-Ray મશીન ભેટ આપવા અંગે જય કેમિકલના પ્રકાશ ભદ્રા એ જણાવ્યું હતું કે, તેઓ એક નાની કંપની ધરાવે છે. અને તેના થકી વિવિધ CSR એક્ટિવિટી હેઠળના પ્રોજેકટમાં સહકાર આપતા આવ્યા છે. ત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ દ્વારા ડિજિટલ એક્સ-રે પ્રોજેકટ હાથ ધર્યો છે. જેઓને હોસ્પિટલમાં સારા એક્સ-રે મશીનની જરૂરિયાત અંગે હોસ્પિટલ તરફથી ટહેલ નાખતા...
વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોય ધારાસભ્ય પાટકરે વિકાસના કામોને લઈ વાપીમાં સમીક્ષા બેઠક યોજી

વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોય ધારાસભ્ય પાટકરે વિકાસના કામોને લઈ વાપીમાં સમીક્ષા બેઠક યોજી

Gujarat, National
વિધાનસભા ચૂંટણી 2022 ના હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ચૂંટણી આચારસંહિતા લાગે તે પહેલાં વિકાસના કામોના ખાતમુહરત લોકાર્પણ કરી વિકાસના કામોને વેગ આપવા ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકરે તેમના મત વિસ્તારમાં પેન્ડિંગ વિકાસના કામોને પુરા કરી શકાય તેવા આશયથી વાપી સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ચર્ચા કરી હતી. વાપીના નગરપાલિકાનો ડુંગરા વિસ્તાર, ચણોદ ગ્રામ પંચાયત અને નોટિફાઇડ વિસ્તાર ઉમરગામ મત વિસ્તારમાં આવે છે. હાલ આગામી દિવસોમાં વિધાનસભા ચૂંટણી 2022ની જાહેરાત થઈ શકે છે. ચૂંટણી આચારસંહિતા લાગુ પડી શકે છે. જેને ધ્યાને રાખી આ વિસ્તારના ટલ્લે ચડેલા વિકાસના કામોની વહીવટી મંજૂરી મેળવવા તેમજ ગતિમાં રહેલા કામો કેટલા સમયમાં પુરા થશે તે અંગે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે વાપીમાં સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. ...
બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વાપીમાં 2જી ઓક્ટોબરે બાઇક રેલીનુંં અને 8મી ઓક્ટોબરે શિવાની દીદીના પ્રવચનનું આયોજન

બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વાપીમાં 2જી ઓક્ટોબરે બાઇક રેલીનુંં અને 8મી ઓક્ટોબરે શિવાની દીદીના પ્રવચનનું આયોજન

Gujarat, National
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વાપી શાખા દ્વારા આગામી 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિને 75મી આઝાદી પર્વના અમૃત મહોત્સવ સંદર્ભે  75 બાઇક સવાર સાથે સડક સુરક્ષા અભિયાન યોજી લોકોને જાગૃત કરશે. જે બાદ 8મી ઓક્ટોબરે જાણીતા આંતરરાષ્ટ્રીય વક્તા શિવાની દીદીનું આધ્યાત્મિક પ્રવચનનો લોકોને લ્હાવો મળે તેવું આયોજન કર્યું છે. જે માટે વાપી શાખાના રશ્મિ દીદીએ પત્રકાર પરિષદ યોજી આ બંને મહત્વના કાર્યક્રમો અંગે વિગતો આપી હતી.   વાપી શાખા ખાતે કાર્યક્રમોની વિગતો આપતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના રશ્મિ દીદીએ જણાવ્યું હતું કે, તારીખ 2 ઓક્ટોબર ગાંધીજયંતી રવિવારના દિવસે 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થાની ટ્રાન્સપોર્ટિં વિંગ દ્વારા વાપીમાં એક સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત ભારત અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કર્યું છે. લોકોને સડક સુરક્ષ...