પ્રધાનમંત્રી મોદીએ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે હોસ્પિટલનું ઉદ્ઘાટન તેમજ સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર વુમન અને એનિમલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુરના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હોસ્પિટલ પ્રોજેક્ટ મહિલાઓ અને સમાજના અન્ય જરૂરિયાતમંદ વર્ગો માટે મોટી સેવા સાબિત થશે. તેમણે શ્રીમદ રાજચંદ્ર મિશનની મૂક સેવાની ભાવનાની પ્રશંસા કરી હતી.
મિશન સાથેના તેમના લાંબા જોડાણને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ તેમની સેવાના રેકોર્ડની પ્રશંસા કરી અને કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવના આજના સમયમાં ફરજની આ ભાવના સમયની જરૂરિયાત છે. પીએમએ ગુજરાતમાં ગ્રામીણ સ્વાસ્થ્ય ક્ષેત્રે પૂજ્ય ગુરુદેવના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા કરવામાં આવેલા પ્રશંસનીય કાર્ય પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે નવી હોસ્...