Friday, October 18News That Matters

Month: August 2022

વાપીમાં તિરંગા સાથે ઉપસ્થિત વિશાળ જનમેદનીની હાજરીમાં નાણાપ્રધાનના હસ્તે 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

વાપીમાં તિરંગા સાથે ઉપસ્થિત વિશાળ જનમેદનીની હાજરીમાં નાણાપ્રધાનના હસ્તે 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ

Gujarat, Most Popular, National
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઉંચે તિરંગો ફરકાવી ભવ્ય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ હાલ 75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાલિકા તરફથી 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાવી આ ભેટ આપી હતી. તિરંગા નું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું હતું.  દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીવાસીઓએ વિશાળ જનમેદની સાથે ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાનને જબબર પ્રતિસાદ આપ્યો હતો. વાપી નગરપાલિકા દ્વારા સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર 2...
વાપીમાં 13મી ઓગસ્ટથી 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાશે રાષ્ટ્રધ્વજ

વાપીમાં 13મી ઓગસ્ટથી 100 ફૂટ ઉંચા ધ્વજધ્રુવ પર લહેરાશે રાષ્ટ્રધ્વજ

Gujarat, National
દેશના 75માં આઝાદીના દિવસને દેશ આખો એક ઉત્સવના રૂપ માં ઉજવી રહ્યો છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં નગરપાલિકા દ્વારા 100 ફૂટ ઊંચા ધ્વજ ધ્રુવ પર 13મી ઓગસ્ટના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજ ફરકાવી સલામી આપી લોકાર્પણ કરવામાં આવશે. આ અંગે વાપી નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે, દેશ હાલ 75માં અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયો છે. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પાલિકા તરફથી 100 ફૂટ ઉંચો તિરંગો લહેરાવી આ ભેટ આપવાનો પ્રયાસ છે. વાપી નગરપાલિકા દ્વારા સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના પર 21 ફૂટ બાય 14 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. જેનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થશે. 21 ફૂટ લા...
વાપીમાં રક્ષાબંધન પર્વના દિવસે ભુદેવોએ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી

વાપીમાં રક્ષાબંધન પર્વના દિવસે ભુદેવોએ યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરી નવી જનોઈ ધારણ કરી

Gujarat, National
સનાતન ધર્મમાં રક્ષાબંધન ના દિવસે જ બ્રહ્મ સમાજ 16 સંસ્કાર માના એક એવા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કરે છે. આ દિવસે ભૂદેવો જનોઈ બદલે છે. સાથે જ આખા વર્ષમાં જાણતા-અજાણતા થયેલ પાપ નું પ્રાયશ્ચિત કરે છે. નારીયેલી પૂર્ણિમાના દિવસે વાપીમાં આવેલ શ્રી સલવાવ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 55 થી વધુ ભુદેવોએ જનોઈ બદલી હતી. તો, આ પ્રસંગે મરાઠી બ્રહ્મ સમાજ, ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજને એક મંચ પર લાવી સમાજના ઉથ્થાંન માટેના પ્રયાસો કરવાના સંકલ્પ લીધા હતાં. વાપીમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ સંસ્થા ખાતે ભૂદેવો દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર વિધિ અને અન્ય રાજ્યના બ્રહ્મ સમાજના આગેવાનોને બોલાવી સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ મિતેષ ત્રિવેદીએ વિગતો આપ...
વલસાડમાં સીઝનના કુલ વરસાદની સામે 54 ટકા, દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકા થી વધુ વરસાદ, મેઘરાજાની મહેરથી જિલ્લો અને સંઘપ્રદેશ તરબોળ 

વલસાડમાં સીઝનના કુલ વરસાદની સામે 54 ટકા, દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકા થી વધુ વરસાદ, મેઘરાજાની મહેરથી જિલ્લો અને સંઘપ્રદેશ તરબોળ 

Gujarat, National
ગુજરાત અને સંઘપ્રદેશમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ સારો વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 10મી ઓગસ્ટ સુધી સિઝનના વરસતા કુલ વરસાદ સામે આ વર્ષે 31 ટકા વધુ વરસાદ વરસ્યો છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. તો, વલસાડ જિલ્લામાં પણ સીઝનના સરેરાશ વરસાદ સામે 54 ટકાથી વધુ આકાશી પાણી વરસી ચૂક્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 10મી ઓગષ્ટથી આગામી 15મી ઓગસ્ટ સુધીમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી છે. આ આગાહી મુજબ વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે વહેલી સવારથી સાંજ સુધી છુટોછવાયો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. અચાનક પવનના જોર સાથે વરસતા વરસાદમાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં ચાલુ વર્ષે સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો દર વર્ષની સરખામણીએ 10 ઓગસ્ટ સુધીમાં નોંધાતા કુલ વરસાદ...
વાપી નજીક ભિલાડ ખાતે આવેલ હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની શરૂઆત, 12 સફળ સર્જરી કરવામાં આવી

વાપી નજીક ભિલાડ ખાતે આવેલ હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની શરૂઆત, 12 સફળ સર્જરી કરવામાં આવી

Gujarat, National, Science & Technology
વલસાડ જિલ્લાના દર્દીઓએ રોબોટિક સર્જરી માટે સુરત અથવા મુંબઈ જવું પડતું હતું.જો કે હવે ભિલાડ ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલમાં આ સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં UK થી મેડિકલ ક્ષેત્રે હર્નિયા, પિત્તાશયની પથરી અને hysterectomy surgery કરી શકતા રોબોટિક મશીનને મંગાવી 12 સફળ સર્જરી કરવામાં આવી છે. ભિલાડ ખાતે આવેલ શ્રીજી હોસ્પિટલ ના ડાયરેકટર અને એસોસિએશન ઓફ રોબોટિક એન્ડ ઇનોવેટિવ સર્જન ના એક્સઝીક્યુટિવ મેમ્બર, જનરલ સર્જન રાજેશ શ્રીવાસ્તવે તેમની હોસ્પિટલમાં રોબોટિક સર્જરીની શરૂઆત કરી 12 સફળ ઓપરેશન કર્યા બાદ આ રોબોટિક સર્જરી અંગે પત્રકાર પરિષદ બોલાવી જણાવ્યું હતું કે આ પહેલ તબીબો અને દર્દીઓને અનેકગણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. દુનિયામાં આગામી યુગ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો છે. મેડિકલ ક્ષેત્રથી માંડીને અનેક ક્ષેત્રમાં નિષ્ણાંત વ્યક્તિઓ કરતા પણ રોબોટથી વધુ કુશળતા પૂર્વકનું કામ ક...
વાપીના બલિઠા ખાતે હાઇવે પર ફરતા ગઠિયાઓ છીનવી રહ્યા છે રાહદારીઓના મોબાઈલ, ઘટના CCTV માં કેદ

વાપીના બલિઠા ખાતે હાઇવે પર ફરતા ગઠિયાઓ છીનવી રહ્યા છે રાહદારીઓના મોબાઈલ, ઘટના CCTV માં કેદ

Gujarat, National
વાપી પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી રસ્તે ચાલતા રાહદારીઓના મોબાઈલની ચીલઝડપ કરતા ગાઠીયાઓનો ત્રાસ ફેલાયેલો હતો, પોલીસે આ ચીલ ઝડપકારોને પકડીને જેલમાં પણ ધકેલ્યા હતા, છતાં હાલની તારીખમાં મોબાઈલ ચોરીની ઘટનાઓમાં જરા પણ ઘટાડો આવ્યો નથી,  તાજી ઘટનાની વાત કરીએ તો ત્રણ દિવસ પહેલા બલીઠા બ્રહ્મદેવ મંદિર સામેના હાઇવે પર બાઈક પર આવેલા બે ગઠિયાઓ બે યુવકોના મોબાઈલ તફડાવીને ફરાર થઇ ગયા હતા, પ્રથમ ઘટનાની વાત કરીએ બલિઠામાં એક ગેરેજમાં કામ કરતા મોહમ્મદ હસનેન નામનો યુવક હાઇવે પર સ્થિત બ્રહ્મદેવ મંદિર નજીક મોબાઈલ પર વાતો કરતો પોતાની ગેરેજ પર જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી એક નંબર વગરની પલ્સર બાઈક પર આવેલા બે ચોર મોહમ્મદ હસનેનનો મોબાઈલ હાથમાંથી છીનવીને ફરાર થઈ ગયા હતા, અચાનક બનેલી ઘટનાથી હેબતાઈ ગયેલા હસનેને બાઈક ચોરો પાછળ દોટ મૂકી પણ તેઓ હાથ આવ્યા નહોતા,  તો બીજા બનાવમાં પણ આ જ જગ્યાએ આવી જ રીતે બાઈક ...
લંપી વાયરસની નાબુદી થાય, ઘર ઘર તિરંગો લહેરાય તેવી પ્રાર્થના સાથે વાપીમાં 51 પાર્થિવ શિવલીંગની પૂજા કરવામાં આવી

લંપી વાયરસની નાબુદી થાય, ઘર ઘર તિરંગો લહેરાય તેવી પ્રાર્થના સાથે વાપીમાં 51 પાર્થિવ શિવલીંગની પૂજા કરવામાં આવી

Gujarat, National
શ્રાવણ માસમાં રાજ્યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબૂદ થાય, હર ઘર તિરંગા અભિયાનમાં લોકો સ્વયંભૂ જોડાય, ભગવાન શિવ સૌનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરે તેવા શુભ આશિષ માટે વાપીમાં આવેલ હરિયા પાર્ક ખાતે સ્થાનિક રહીશોએ સામુહિક પાર્થિવ શિવલિંગનું પૂજન કરી મહાદેવ પાસે પ્રાર્થના કરી હતી. વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલીંગની સ્થાપના કરી બહેનોએ તેનું પૂજન અર્ચન કરવા સાથે રાજ્યમાં ફેલાયેલ લંપી વાયરસ નાબૂદ થાય, ઘર ઘર તિરંગો લહેરાય, મહાદેવ સૌનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી હતી. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું અનેરૂ મહત્વ છે. તેમાં પણ પુત્રદા એકાદશીએ બહેનો દ્વારા મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસને ધ્યાનમાં રાખીને સોમવારે વાપીના હરિયા પાર્ક ખાતે આવેલ અંબા માતા મંદિરના પ્રાંગણમાં 51 પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્...
વાપીની શ્રી L G Haria સ્કુલના વિદ્યાર્થીઓએ મ્યુઝિયમ વેનમાં નિહાળ્યો CSMVSમાં સંગ્રહિત ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો

વાપીની શ્રી L G Haria સ્કુલના વિદ્યાર્થીઓએ મ્યુઝિયમ વેનમાં નિહાળ્યો CSMVSમાં સંગ્રહિત ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો

Gujarat, Most Popular, National, Science & Technology
મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં આવેલ દેશનું જાણીતું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય (CSMVS)ના હાલમાં જ 100 વર્ષ પૂર્ણ થયા છે. આ મ્યુઝિયમમાં રહેલો અમૂલ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો લોકો ઘર બેઠા નિહાળી શકે તે ઉદેશયથી મ્યુઝિયમ ઓન વ્હીલ અભિયાન હેઠળ ખાસ મ્યુઝિયમ વેન તૈયાર કરી છે. જે મહારાષ્ટ્ર સહિત દેશના દરેક રાજ્યના વિવિધ શહેરોનું ભ્રમણ કરી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સાંસ્કૃતિક વિરાસતથી અવગત કરાવી રહ્યા છે. છત્રપતી શિવાજી મહારાજનાં જીવન વિશે તેમજ પુરાતન ચીજવસ્તુઓ સાથે ભ્રમણ પર નીકળેલ આ મ્યુઝિયમ બસનું સોમવારે વાપીની શ્રી એલ. જી. હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલ ખાતે આગમન થયું હતું. જેમાં સંગ્રહિત અમૂલ્ય વારસાનું પ્રદર્શન શાળામાં અભ્યાસ કરતા પ્રિ-પ્રાયમરીથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. જે અંગે પ્રિન્સિપાલ બીની પૌલે જણાવ્યું હતું કે, શાળાના દરેક વ...
વાપીમાં “Dealwale” ‘फायदे का सौदा’ ફ્લેગશીપ સ્ટોરનું નાણાપ્રધાનના હસ્તે કરાયું ઉદ્ઘાટન

વાપીમાં “Dealwale” ‘फायदे का सौदा’ ફ્લેગશીપ સ્ટોરનું નાણાપ્રધાનના હસ્તે કરાયું ઉદ્ઘાટન

Gujarat, National
વાપીમાં મોરારજી સર્કલ નજીક Himala Chem Housing society ખાતે "Dealwale" 'फायदे का सौदा' ફ્લેગશીપ સ્ટોરનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  Dealwale फायदे का सौदा સ્ટોર પ્રકાશ ભાનુશાલી, જીગર પટેલ, પ્રતીક ખાનીયા નામના 3 યુવાનોનું સંયુક્ત સાહસ છે. આ સ્ટોરમાં રમકડાં, કિચનવેર, હોમ ડેકોર, ઇલેક્ટ્રોનિક્સ, પુરુષો માટે લકઝરી ચીજવસ્તુઓ જેવી કે ઘડિયાળ, શૂઝ મહિલાઓ માટે પર્સ, સાઝ શણગારની બ્રાન્ડેડ આઈટમ ઉપરાંત સ્કૂલ બેગ, બોટલ, ટીવી, ફ્રીઝ, એરકન્ડિશન્ડ સહિતની વિવિધ ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. હાલ આ સ્ટોરમાં 3 દિવસ સુધી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે બાદ આખું વર્ષ 40 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે તમામ ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. બ્રાન્ડેડ ચીજવસ્તુઓના આ પ્રથમ સ્ટોરને નાણાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાનુશાલી સમા...
મહાદેવને જળાભિષેક કરવા વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન સુધી નીકળી કાવડયાત્રા

મહાદેવને જળાભિષેક કરવા વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન સુધી નીકળી કાવડયાત્રા

Gujarat, National
વાપીના ડુંગરા કોલોનીથી સેલવાસના બિન્દ્રાબિન મહાદેવને જળાભિષેક કરવા અને ત્યાંથી જળ ભરી પરત લવાછા રામેશ્વર મહાદેવને જળ ચડાવવાના સંકલ્પ સાથે નીકળેલ 150 કાવડયાત્રીઓને વાપી નગરપાલિકાના કારોબારી ચેરમેન, વોર્ડના સભ્યો અને આયોજકો દ્વારા કેસરી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કરવા હજારો કાવડ યાત્રીઓ પગપાળા નજીકના શિવમંદિરે જતા હોય છે. ત્યારે વાપીમાં પણ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કાવડયાત્રીઓ માટે કેસરી પોષાક, ગંગાજળ, વાહનની વ્યવસ્થા પુરી પાડી કાવડયાત્રીઓને પ્રસ્થાન કરાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. વાપીમાં ડુંગરા કોલોની સ્થિત સમાજ સેવક અનુગ્રહ સિંઘાણીયા દ્વારા કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150 જેટલા કાવડયાત્રીઓ જોડાયા હતાં. 2 દિવસની આ કાવડયાત્રા અંગે અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં ધાર્મિક ભાવના પ્રગટ થાય, માતા-પિતા...