Friday, January 31News That Matters

Month: August 2022

પારસીઓએ નવરોઝની કરી ઉજવણી, ઉદવાડા ખાતે ઇરાનશાહ આતશ બહેરામ ના કર્યા દર્શન 

પારસીઓએ નવરોઝની કરી ઉજવણી, ઉદવાડા ખાતે ઇરાનશાહ આતશ બહેરામ ના કર્યા દર્શન 

Gujarat, National
મંગળવારે 16મી ઓગસ્ટના પારસી સમાજનું નવું વર્ષ એટલે કે નવરોઝ હતું. નવા વર્ષના આ શુભ દિવસે દેશભરના પારસીઓએ તેમના નવા કેલેન્ડર વર્ષ 1392ના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી. મોટાભાગના પારસી પરિવારોએ આ મહત્વના દિવસને ધ્યાને રાખી વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે આવેલ સૌથી મોટી અગિયારી ખાતે ઇરાનશાહ આશત બહેરામના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. નવરોઝ ની ઉજવણી પ્રસંગે ઉદવાડા આવેલા પારસી બંધુઓએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. વડા દસ્તુરજીએ જણાવ્યું હતું કે, તેમનું આ 1392મુ વર્ષ છે. જ્યારે ભારતને આઝાદી મળી તેનું 76મુ વર્ષ છે. પરંતુ આ જ ભારતે 1300 વર્ષ પહેલાં પારસી કોમને આશરો આપી આઝાદી આપી હતી. વડાપ્રધાન મોદીએ ઉદવાડાના વિકાસ માટે સતત સહયોગ આપ્યો છે. તેમના પ્રોત્સાહન થી જ પારસી સમાજ હિન્દુસ્તાનમાં દોસ્ત નહીં ...
વલસાડ જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડમાં ઠેરઠેર ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

વલસાડ જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડમાં ઠેરઠેર ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

Gujarat, National
વલસાડ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ 2 દિવસથી તોફાની બેટિંગની શરૂઆત કરી છે. જેમાં મંગળવારે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક 2 થી 4 ઇંચ જેટલું આકાશી પાણી વરસાવ્યું છે. તમામ નદીનાળા છલકાયા છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મધુબન ડેમ નું લેવલ વધતા 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.   વલસાડ જિલ્લામાં 15મી ઓગસ્ટના સાર્વત્રિક વરસાદ વરસવાની શરૂઆત બીજા દિવસે 16મી ઓગસ્ટ મંગળવારે પણ યથાવત રહી છે. મંગળવારે વલસાડ જિલ્લામાં સરેરાશ 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈને તમામ નદીનાળા છલકાયા છે વલસાડ નજીક ઔરંગા ભૈરવી નદીની સપાટી વધુ એક વાર વધી છે. વલસાડ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની કંટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ ઉમરગામ તાલુકામાં 39 mm કપરાડા તાલુકામાં 71 mm, ધરમપુર તાલુકામાં 87 mm, પારડી તાલુકામાં 60 mm, વલસાડ...
વાપીમાં નગરપાલિકા વિસ્તારના RCC રોડ, ગટર સહિતના 6 કરોડના વિકાસના કામોનું નાણાપ્રધાન હસ્તે ખાતમુહરત

વાપીમાં નગરપાલિકા વિસ્તારના RCC રોડ, ગટર સહિતના 6 કરોડના વિકાસના કામોનું નાણાપ્રધાન હસ્તે ખાતમુહરત

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં વરસાદમાં તૂટતા રસ્તાઓ, ગટર, રમતગમત માટે મેદાનના વિકાસ સહિતના અંદાજિત 6 કરોડના વિકાસના કામોનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીના પ્રણામી મંદિર ખાતેથી પાલિકાના સત્તાધીશોની ઉપસ્થિતિમાં ખાતમુહરત કર્યું હતું. વાપીમાં વાપી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહરતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અંદાજિત 6 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રણામી મંદિર ખાતે વોર્ડ નંબર 9માં આવેલ રેલવે ગરનાળાથી ખડકલા બ્રિજ સુધીની નામધા ખાડીને પહોળી કરવાના અને લાઇનિંગ કરવાના 504.89 લાખના ખર્ચે RCC ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. એ ઉપરાંત નાણાપ્રધાને વોર્ડ નંબર 8માં પ્રણામી મંદિરથી કચીગામ રોડ અને આંતરિક ગલીઓ માટે 55.64લાખના...
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ધરમપુર-કપરાડા તાલુકાના ગામોને જોડતા રસ્તા બંધ થયા

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે ધરમપુર-કપરાડા તાલુકાના ગામોને જોડતા રસ્તા બંધ થયા

Gujarat, National
વલસાડ જિલ્લામાં ફરી એકવાર બે દિવસથી મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. જેને લઈને વલસાડ જિલ્લાના કપરાડા, ધરમપુર તેમજ વલસાડ તાલુકાના મળીને 22 પંચાયતના 22 રસ્તાઓ પરના કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે ઓવર ટોપિંગ થતા વહીવટી તંત્રએ આ રસ્તા પર લોકોને અવરજવર નહિ કરવા સૂચના આપી છે. તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે અન્ય રસ્તાઓ પર અવરજવર કરવા સુચન કર્યું છે.  ચોમાસા દરમિયા વલસાડ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાહન વ્યવહાર માટે 22 જેટલા રસ્તાઓને બંધ કરવામાં આવ્યા છે. બંધ થયેલા રસ્તાઓ અંગે વિગતો જોઈએ તો કપરાડા તાલુકાના ગિરનારા નીલુંગી રોડ, વારોલી જંગલ, હૈંદલબારી, દહીખેડ, કરચોંડ, બુરવડ રોડ પીપરોણી નિશાળ ફળિયા થી બરમ બેડા રોડ, ધાણવેરી અસલકાટી સુલીયા રોડ, અંભેટી ખરેડા ફળિયા રોડ, દહીંખેડ બુરવડ રોડ, ટૂકવાડા મુખ્ય રસ્તાથી ધારણમાળ ગામ ને જોડતો રોડ, તેરી ચીખલી પાટીલ ફળિયા રોડ, ઓજાર વિલેજ રોડ, જીરવલ ...
वापी GIDC में आई औद्योगिक इकाइयों में लहराया तिरंगा

वापी GIDC में आई औद्योगिक इकाइयों में लहराया तिरंगा

Gujarat, National
15 अगस्त स्वत्रंता पर्व के दिन पे पूरे देशमे देशवासियों ने हर्षोल्लास के साथ आज़ादी पर्व मनाया है। इस उपलक्ष्य में वापी औद्योगिक इकाइयों में भी आज़ादी पर्व 15 अगस्त के दिन ध्वजारोहण कार्यक्रम आयोजित करके तिरंगे को सलामी दी गई थी। वापी GIDC में 3rd फेज़ स्थित सरना केमिकल प्राइवेट लिमिटेड में भी स्वत्रंता पर्व मनाया गया था। इस मौके पर वलसाड जिल्ला आबकारी विभाग के  सुपरिटेंडेंट जिग्नेश एस तन्ना के करकमलों द्वारा द्वजवंदन किया गया था। 15 अगस्त स्वतंत्रता पर्व के इस उत्सव में कंपनी के सीनियर मनोहर चौहान, महेश पटेल, जितेंद्र प्रजापति, वीरेंद्र बोरसे, प्रमोद उपाध्याय और कपनी में काम करने वाले कर्मचारीगण उपस्थित रहे थे। जिन्होंने तिरंगे को सलामी दी और राष्ट्रगीत का गान कर के भारत माता की जय वन्दे मातरम के नारे लगा के देशभक्ति की भावना प्रगट की थी। कार्यक्रम के दौरान उपस्थि...
બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 125 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું

બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીમાં રક્તદાન કેમ્પનું આયોજન કરી 125 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું

Gujarat, Most Popular
વાપીમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાપીના હરિયા હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 125 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોના કાળ બાદ ફરી એ પરંપરાને જાળવવા 125 બોટલ રક્ત એકત્ર કરવાના ઉદેશ્યથી રક્તદાતાઓ પાસે રક્તદાન કરવાની નેમ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ અંતર્ગત ટ્રસ્ટના અગ્રણીઓ અને હરિયા હોસ્પિટલના સહયોગથી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બિહાર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ એન. કે. સિંઘ, સેક્રેટરી અરુણ સિંગ, ટ્રેઝરર નંદ ઝાના પ્રયાસોથી આયોજિત રક્તદાન કેમ્પ અંગે જણાવ્યું હતું કે રક્ત એ જીવનની એવી અમૂલ્ય ભેટ છે. કે જે કોઈપણ મેડિકલ સ્ટોરમાં મળતી નથી. રક્ત માનવ માટે જીવનદાન છે માનવ રક્ત જીવનદાન નો મહિમા સમજાવ...
આઝાદીના 75 વર્ષ બાદ પણ વાપી નગરપાલિકામાં 75 સમસ્યાઓથી પ્રજા પરેશાન

આઝાદીના 75 વર્ષ બાદ પણ વાપી નગરપાલિકામાં 75 સમસ્યાઓથી પ્રજા પરેશાન

Gujarat, Most Popular, National
સમગ્ર દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે વાપી નગરપાલિકા પણ આઝાદી કા અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાનમાં વિકાસની ગુલબાંગો મારી રહી છે. જો કે આઝાદીના 75 વર્ષ બાદ પણ વાપી નગરપાલિકામાં 75 એવી સમસ્યા છે જેનું હજુ સુધી નિરાકરણ આવ્યું નથી.  એક તરફ હાલના પાલિકા પ્રમુખ અને સત્તાધીશો 100 ફૂટ ઊંચો તિરંગો ફરકાવી વાપીના વિકાસની ગુલબાંગો પોકારી રહ્યા છે. ત્યારે, નગરજનો 75 વર્ષે 75 સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વાપી નગરપાલિકામાં ભાજપનું એક હથ્થુ શાસન છે. વિકાસના નામે સત્તારૂઢ થયેલા નગરસેવકોએ જો કે વાપીના નગરજનો કરતા પોતાનો વિકાસ વધુ કર્યો છે. એના પુરાવા આપે છે આ 75 વિકાસના નામે નગરજનોને પરેશાન કરતી સમસ્યાઓ 1, રોડ પર ખાડાથી વાહનચાલકો પરેશાન.... આ સમસ્યા વર્ષો જૂની છે. તેમ છતાં દર વર્ષે મેઘરાજાના માથે ઠીકરું ફોડવામાં આવે છે..... 2, પ્રમુખ, પૂર્વ પ્રમુખ, કારોબારી...
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં દિવ્યાંગ બાળકો પણ જોડાયા તિરંગા રેલીમાં

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વાપીમાં દિવ્યાંગ બાળકો પણ જોડાયા તિરંગા રેલીમાં

Gujarat, National
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વાપીના ડૉ. ચિંતન પટેલ તેમજ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સંસ્થાપક ડૉ. મોહન દેવ દ્વારા મનોવિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો સાથે એક તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.      જે રેલી અંતર્ગત ગુંજન ખાતે તમામ દિવ્યાંગ બાળકોના હાથમાં તિરંગો આપી આ રેલીમાં સામેલ કરાયા હતાં. ગુંજન સર્કલથી શરૂ કરવામાં આવેલ રેલીમાં મનોવિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય હોવાનો ગર્વ પ્રદર્શિત કર્યો હતો. DJ ના તાલે દેશભક્તિ ના ગીતો સથવારે નીકળેલ હર ઘર તિરંગા રેલીમાં લોકોમાં હેલ્મેટ અંગે જાગૃતિ આવે તેવા ઉદેશયથી યુવાનોએ બાઇક પર હેલ્મેટ પહેરી સવાર થઈ અનોખો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે વાપીના જાણીતા તબીબ ચિંતન પટેલે જણાવ્યું હતું કે દરેક ભારતીયના દિલમાં તિરંગા પ્રત્યે માન વધે દેશ બાંધવો ના લોહીથી રંગા...
समुद्र में यॉट के इंजन में आग लगने से फंसे 5 क्रू मेम्बर को इंडियन कोस्टगार्ड ने किया रेस्क्यू 

समुद्र में यॉट के इंजन में आग लगने से फंसे 5 क्रू मेम्बर को इंडियन कोस्टगार्ड ने किया रेस्क्यू 

Gujarat, National
भारतीय समुद्री सीमा से होते हुए स्विट्जरलैंड  फ्लेग के साथ मालदीव जा रहे एक यॉट के इंजन में अचानक आग लग गई। इसकी जानकारी मिलने पर आग में फंसे 4 विदेशी और एक इंडियन क्रू मेम्बर को भारतीय कोस्टगार्ड के चेतक हेलीकॉप्टर की मदद से रेस्क्यू कर सुरक्षित स्थान पर छोड़ा गया। दो दिन पहले इंडियन कोस्टगार्ड मुम्बई को एक मैसेज मिला कि भारतीय समुद्री सीमा में मांडवा के अलीबाग स्थित पुरिमा समुद्र में 1 महिला समेत 4 विदेशी नागरिक और एक इंडियन कैप्टन यॉट में फंसे है। ये लोग जिस यॉट में थे उसके इंजन में आग लगी है और इनको बचाना आवश्यक है। ये सूचना मुम्बई इंडियन कोस्टगार्ड को रात करीब 2 बजे मिली थी। जिसके बाद इंडियन कोस्ट गार्ड ने तुरंत वहां एक टीम भेजने का बंदोबस्त किया। सुबह करीब 6 बजे चेतक हेलीकप्टर के पायलट, को-पायलट, बेंच-ऑपरेटर, सी-डाइवर समेत कुल 4 जवानों के साथ टेक ऑफ कराया गया। जिन्...
દમણમાં ઇન્ડિયા ડે નિમિત્તે આયોજિત તિરંગા રેલી અને કાર્નિવલનો અંતિમ ક્ષણે ફિયાસ્કો?

દમણમાં ઇન્ડિયા ડે નિમિત્તે આયોજિત તિરંગા રેલી અને કાર્નિવલનો અંતિમ ક્ષણે ફિયાસ્કો?

Gujarat, National
દમણમાં જામપોર બીચથી મોટી દમણ લાઈટ હાઉસ સુધીના અંદાજિત 4 કિલોમીટર લાંબા રૂટ પર ઇન્ડિયા ડે નિમિત્તે તિરંગા રેલી અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચેલી રેલી દરમ્યાન વરસાદ વરસતા ભવ્ય કાર્યક્રમનો અંતિમ ક્ષણે ફિયાસ્કો થયો હતો. સંઘપ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રશાસનના અધિકારીઓ દ્વારા દમણના નગરજનો તેમજ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ને બોલાવી ભવ્ય તિરંગા રેલી સાથે કાર્નિવલનું આયોજન કરી ઇન્ડિયા ડે ની ઉજવણી કરી હતી. જેમાં વરસાદના વિઘ્નએ ઉપસ્થિત લોકોને ભીંજવ્યા હતાં. આઝાદીના અમૃત મહોત્સવને દેશવાસીઓ ઉત્સવ તરીકે મનાવી રહ્યા છે. ઠેર ઠેર દેશ ભક્તિના દર્શન થઈ રહ્યા છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 13 થી 15 ઓગસ્ટ સુધી કરેલા હર ઘર તિરંગા અભિયાનના આહવાન અંતર્ગત દમણ પ્રશાસન દ્વારા તિરંગા રેલી સાથે કાર્નિવલના રૂપમાં ઇન્ડિયા ...