Friday, October 18News That Matters

Month: August 2022

વાપીમાં VHP દ્વારા 59માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી, વ્યક્તિગત ચરિત્ર નહિ પરંતુ રાષ્ટ્રલક્ષી ચરિત્રના વિકાસ માટે લીધા સંકલ્પ!

વાપીમાં VHP દ્વારા 59માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી, વ્યક્તિગત ચરિત્ર નહિ પરંતુ રાષ્ટ્રલક્ષી ચરિત્રના વિકાસ માટે લીધા સંકલ્પ!

Gujarat, National
વલસાડના વાપી ખાતે આવેલ શ્રી સ્વામિ નારાયણ સ્કૂલ સલવાવ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ વલસાડ જિલ્લા દ્વારા 59માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં, RSS ના સ્વયં સેવક દેવેન્દ્ર પીમ્પુટકર, વાપી નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી સહિતના આગેવાનોએ રાષ્ટ્ર નિર્માણ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતાં. કાર્યક્રમ દરમ્યાન શ્રીરામ મંદિર નિર્માણ, શ્રીરામ સેતુ રક્ષા, સુરક્ષિત અમરનાથ યાત્રા, લવ જેહાદ પર પૂર્ણ પ્રતિબંધ, સેવા સમરસતા સુરક્ષા તથા સંસ્કારનો વિસ્તાર જેવા સંકલ્પો સાથે હિન્દૂ ધર્મનો પ્રચાર પ્રસાર થાય દેશના દરેક નાગરિકમાં વ્યક્તિગત ચરિત્ર નહિ પરંતુ રાષ્ટ્રીય ચરિત્રનો વિકાસ કરાવીએ તેવા સંકલ્પ લીધા હતા. કાર્યક્રમમાં વૈદિક ખગોળશાસ્ત્ર, બ્રહ્માંડ, હિન્દૂ રાજાઓએ અન્ય આક્રમણખોરો સામે કરેલા ઐતિહાસિક યુદ્ધો, હિન્દૂ ધર્મ સંસ્કૃતિ શુ હતી જેવા વિષયો પર મહાનુભા...
વાપી નજીક કરમખલ પીર ફળિયામાં શ્રાવણીયો જુગાર રમતા 17 શકુનીઓને 62,840 રૂપિયા રોકડા સાથે ડુંગરા પોલીસે ઝડપી પાડ્યા 

વાપી નજીક કરમખલ પીર ફળિયામાં શ્રાવણીયો જુગાર રમતા 17 શકુનીઓને 62,840 રૂપિયા રોકડા સાથે ડુંગરા પોલીસે ઝડપી પાડ્યા 

Gujarat, Most Popular, National
હાલ શ્રાવણ મહિનો ચાલતો હોય શ્રાવણીયો જુગાર રમતા જુગારીયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના બાદ વાપી નજીક ડુંગરા પોલીસ મથકના સ્ટાફે કરમખલ પીર ફળિયામાં શ્રાવણીયો જુગાર રમતા 17 જુગારીયાઓને 62,840 રૂપિયા રોકડા સાથે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝાલા અને ડુંગરા પોલીસ ઇન્સ્પેકટર વી. ડી. મોરીની સૂચના મુજબ શ્રાવણ મહિનામાં જુગાર રમતા લોકો સામે કાર્યવાહી કરવા ડુંગરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે, બાતમી આધારે પોલીસ ટીમે કરમખલ પીર ફળિયામાં રેઇડ કરી હતી. જ્યાં નવીનની જગ્યામાં જાહેરમાં કુંડાળું કરી 17 જુગારીયાઓ જુગાર રમતા હતા. પોલીસની ટીમે તાત્કાલિક કોર્ડન કરી તમામને દબોચી લીધા હતાં. પકડાયેલ જુગારીયાઓના નામ....... 1, હિંમત પરબત નંદાણીયા 2, નીતિન કાલુ નંદાણીયા 3, આશુ રાજુ સિંગ 4, રાજુ...
લો બોલો! જે સંઘપ્રદેશમાં દર ઉનાળે ટેન્કરથી પાણી વિતરણ કરવું પડે છે તે દાદરા નગર હવેલી દેશનું પ્રથમ ‘હર ઘર જલ’ પ્રમાણિત UT બન્યું!

લો બોલો! જે સંઘપ્રદેશમાં દર ઉનાળે ટેન્કરથી પાણી વિતરણ કરવું પડે છે તે દાદરા નગર હવેલી દેશનું પ્રથમ ‘હર ઘર જલ’ પ્રમાણિત UT બન્યું!

Gujarat, National
ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (D&NH અને D&D) અનુક્રમે દેશમાં પ્રથમ 'હર ઘર જલ' પ્રમાણિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, જ્યાં તમામ ગામોના લોકોએ તેમના ગામને 'હર ઘર જલ' તરીકે જાહેર કર્યું. આ અંગે ગ્રામ સભા દ્વારા ઠરાવ પસાર કરી પ્રમાણિત કર્યું છે કે ગામડાઓમાં તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ છે,  ગોવાના તમામ 2.63 લાખ ગ્રામીણ પરિવારો અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના 85,156 લોકોને નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી મેળવે છે. જો કે  હર ઘર જલ નું પ્રમાણપત્ર મેળવનાર દાદરા નગર હવેલીના એવા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા દરમ્યાન ટેન્કરથી પાણી પહોંચાડવું પડે છે. તે વાસ્તવિકતા છે. જલ જીવન મિશન એ ભારત સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે. જેની જાહેરાત 15 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય પર્યાપ્ત મા...
વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા 33 રસ્તાની 1.53 કરોડના ખર્ચે મરામત કામગીરી હાથ ધરાઈ! જાણો…. તમારા વિસ્તારના કેટલા રસ્તાઓ છે બિસ્માર?

વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા 33 રસ્તાની 1.53 કરોડના ખર્ચે મરામત કામગીરી હાથ ધરાઈ! જાણો…. તમારા વિસ્તારના કેટલા રસ્તાઓ છે બિસ્માર?

Gujarat, National
વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ગુરૂવારે વરસતા વરસાદમાં વલસાડના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.  વલસાડમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લામાં કુલ 38.05 કિમીના 33 રસ્તાને ભારે નુકશાન થયું છે. જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર, સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાવાળા માર્ગો પર પસાર થતા વહનચાલકોએ અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. વાહનોમાં પારાવાર નુકસાની થતી હોય રસ્તાના ખાડા ખર્ચના ખાડામાં ઉતારી રહ્યા છે. વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા એક મહિના અગાઉ જ્યારે પૂર આવ્યુ ત્યારથી જ રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ-રાત રીપેરીંગ કામગીરી ચા...
મધુબન ડેમના રુલ લેવલને જાળવવા 2743.99 MCM પાણી દમણગંગા નદીમાં વહાવ્યું! હાલ ડેમનું લેવલ 74.20 મીટર

મધુબન ડેમના રુલ લેવલને જાળવવા 2743.99 MCM પાણી દમણગંગા નદીમાં વહાવ્યું! હાલ ડેમનું લેવલ 74.20 મીટર

Gujarat, Most Popular, National, Science & Technology
વલસાડ :- વલસાડ જિલ્લામાં 18 ઓગસ્ટ 2022 સુધીમાં સરેરાશ 75 ઇંચથી 137 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ નદીનાળા સાથે દમણગંગા વિયર છલકાઈને બે કાંઠે વહી રહ્યો છે. જિલ્લાના સૌથી મોટા ડેમ ગણાતા મધુબન ડેમની સપાટી હાલ 74.20 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમમાં 11387 ક્યુસેક નવા નીર ની આવક થઈ રહી છે. જ્યારે ડેમના 2 દરવાજા 1મીટર સુધી ખોલી દમણગંગા નદીમાં 9719 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સારા વરસાદને કારણે મધુબન ડેમમાંથી અત્યાર સુધીમાં 2743.99 MCM પાણી દરિયામાં વહાવી દેવું પડ્યું છે.  વલસાડ જિલ્લાના તમામ તાલુકા મુજબ પડેલા વરસાદની વિગત જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 1922mm (75.66 ઇંચ), કપરાડા તાલુકામાં સૌથી વધુ 3495mm (137.54 ઇંચ), ધરમપુર તાલુકામાં 2897mm (114.05 ઇંચ), પારડી તાલુકામાં 2349mm (92.48 ઇંચ), વલસાડ તાલુકામાં 2199mm (86.57 ઇંચ) અને વાપી તા...
જન્મભૂમિ જામનગર અને કર્મભૂમિ વાપીમાં સેવાની સુવાસ ફેલાવી અનેરું યોગદાન આપનાર સ્વ. શાંતિલાલ શાહ (મામા)

જન્મભૂમિ જામનગર અને કર્મભૂમિ વાપીમાં સેવાની સુવાસ ફેલાવી અનેરું યોગદાન આપનાર સ્વ. શાંતિલાલ શાહ (મામા)

Gujarat, National
અથર્વ વેદની પંક્તિ છે     “કૃતં મે દક્ષિણે હસ્તે, જ્યો મે સત્ય આહિત:” અર્થાત  મારા જમણા હાથમાં કર્મ છે અને મારા ડાબા હાથમાં વિજય રહેલો છે. આવી સુંદર વિચારાધારા, સક્ષમ સંકલ્પ શક્તિ તેમજ પોલાદી મનોબળ ધરાવતા ફૂલગુલાબી વ્યક્તિત્વના માલિક શાંતિલાલ શાહ (મામા) નો જન્મ 19/02/1948 માં જામનગર માં થયો હતો. વાપીને કર્મભૂમી બનાવનાર અગ્રણી ઉધોગપતિ સરળ, સંસ્કારી, સેવાભાવી, મિલનસાર, સદાય હસતા- હસાવતા, નિ:સ્વાર્થભાવે લોકોની મદદ કરનાર એવા તેમના ઉમદા સ્વભાવના લીધે જ વ્યક્તિ, સમાજ અને દેશના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. પ્રેમાળ પતિ અને પિતાનું કુટુંમ્બના વિકાસની સાથે ધાર્મિક, સામાજીક શૈક્ષણિક, સાંસ્કૃતિક જેવા વિવિધ ક્ષેત્રમાં તેમનું અમુલ્ય યોગદાન રહેલુ છે. વ્યક્તિ વિકાસમાં શ્રી કૌશિક હરિયા ટેકનીકલ ઈન્સ્ટીટ્યુટ, વાપી તથા અન્ય ઘણી સંસ્થાઓમાં પણ આર્થીક રીતે તેમજ સાધન સામગ્રી પૂરી પાડીને તેમણ...
વાપી-દમણ રેલવે બ્રિજ પર પડેલા મસમોટા ખાડાને કારણે રીક્ષા-ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત, ટેમ્પો નીચે ખાબકતા માંડ બચ્યો!

વાપી-દમણ રેલવે બ્રિજ પર પડેલા મસમોટા ખાડાને કારણે રીક્ષા-ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત, ટેમ્પો નીચે ખાબકતા માંડ બચ્યો!

Gujarat, National
વાપીના રેલવે ઓવર બ્રિજ ઉપર બપોરના સમયે રિક્ષા અને આઈશર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક ઘાયલ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટેમ્પો બ્રિજની પારાપેટ તોડી નીચે ખાબકતા માંડ માંડ બચ્યો હતો. ચોમાસાને કારણે બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું કારણ બન્યા હતાં.   વાપી-દમણને જોડતા વાપી રેલવે ઓવર બ્રિજ હાલ બિસ્માર હાલતમાં છે. બ્રિજ પર મસમોટા ખાડા અનેક વાહનોમાં નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે, બુધવારે આવા જ ખાડાઓને કારણે GJ15-AV-0627 નંબરના આઈશર ટેમ્પો અને GJ15-AV-9493 નંબરની રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાને ટક્કર મારી ટેમ્પો બ્રિજ પરની પારાપેટ સાથે અથડાયો હતો. જેમાં બ્રિજની પારાપેટ તુટી જતા તેનો કાટમાળ નીચે પડ્યો હતો. જ્યારે ટેમ્પો નીચે પડતા બચી ગયો હતો. ઘટનામાં રીક્ષા ચાલક ઘાયલ થતા તેને સારવાર માટે વાપી ચલા PHC પર મોકલવામાં આવ્યો હતો. ...
વલસાડ નજીક મધદરિયે તુલસીદેવી બોટમાં ફસાયેલા 13 માછીમારોને દમણ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

વલસાડ નજીક મધદરિયે તુલસીદેવી બોટમાં ફસાયેલા 13 માછીમારોને દમણ કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

Gujarat, National
વલસાડ નજીક દરિયામાં એક માછીમારી બોટનું એન્જીન બંધ પડી જવાથી બોટમાં જ મધદરિયે ફસાયેલા નવસારીના 13 જેટલા માછીમારો નું દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી રેસ્કયુ કરી બચાવી લેવાયા છે. વલસાડ નજીક મધદરિયે નવસારીના કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની અને તુલસી દેવી નામની બોટનું એન્જીન બંધ પડી જવાથી મધદરિયે બોટમાં ફસાયેલા 13 માછીમારોનું દમણ કોસ્ટગાર્ડના 2 હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાન પર લાવવામાં આવ્યા છે. કોસ્ટગાર્ડના દિલધડક રેસ્ક્યુ અંગે મળતી વિગત મુજબ નવસારીથી કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની તુલસી દેવી નામની બોટમાં 13 જેટલા માછીમારો માછીમારી કરવા નીકળ્યા હતાં. જે દરમ્યાન વલસાડ-દમણ નજીક 13 નોટિકલ માઈલ પર દરિયામાં ભારે પવન વચ્ચે મુંબઈ તરફ જતી વખતે અચાનક એન્જીનમાં ખામી સર્જાતા બોટનું એન્જીન બંધ પડી ગયું હતું. જેથી બોટ મધદરિયે બ...
વાપીની 21st સેન્ચ્યુરી ખાતે કેન્સર, સ્ત્રીરોગ અને પેટના રોગના ઈલાજ માટે રોબોટિક સર્જરીનો શુભારંભ

વાપીની 21st સેન્ચ્યુરી ખાતે કેન્સર, સ્ત્રીરોગ અને પેટના રોગના ઈલાજ માટે રોબોટિક સર્જરીનો શુભારંભ

Gujarat, National, Science & Technology
વલસાડ જિલ્લાના વાપીમાં આવેલ 21st સેન્ચ્યુરી કેન્સર કેર હોસ્પિટલ ખાતે રોબોટિક સર્જરી માટે યુકેથી વિશિષ્ટ મશીન મંગાવવામાં આવ્યું છે. કેન્સર, પેટની બીમારીઓ અને સ્ત્રીરોગ સંબંધિત બીમારીઓની સર્જરીમાં અતિ ઉપયોગી આ રોબોટિક સર્જરી મશીનનો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. કેન્સર જેવા રોગ માટે મંગાવવામાં આવેલ આ અદ્યતન રોબોટિક સર્જરી સિસ્ટમ અંગે ડૉ. કિશોર નાડકર્ણી અને ડૉ. અક્ષય નાડકર્ણીએ જણાવ્યું હતું કે, દેશમાં હાલમાં લેપ્રોસ્કોપિક સર્જરી કરવામાં આવે છે. જેની સામે રોબોટિક સર્જરીના અનેક ફાયદા છે. રોબોટિક સિસ્ટમ્સમાં 3D ઇમેજિન અને આર્ટિક્યુબેટેડ ટૂલ્સ હોય છે. આ અદ્યતન સાધનો સાથે કરવામાં આવતી સર્જરીથી દર્દીઓને વધુ સમય માટે હોસ્પિટલમાં રોકાવું નથી પડતું. દર્દીના શરીરમાં ચીરફાડ કરવાને બદલે માત્ર 3 હોલ કરી સર્જરી કરવામાં આવે છે. એટલે વધુ લોહી વહેતુ નથી. વધુ લોહી...
વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનમાંથી સુપ્રિટેન્ડન્ટ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનમાંથી સુપ્રિટેન્ડન્ટ 20 હજારની લાંચ લેતા ઝડપાયો

Gujarat, National
વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનના પહેલા માળે, રૂમ નં. 103 ડિવિઝન-11માં ફરજ બજાવતા, વર્ગ-2ના સુપ્રિટેન્ડન્ટ 20 હજારની લાંચ સ્વીકારતા ACB સુરત એકમના હાથે ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. વાપીમાં આવેલ સેન્ટ્રલ GST અને સેન્ટ્રલ એકસાઇઝ ભવનના પહેલા માળે, રૂમ નં. 103 ડિવિઝન-11માં ફરજ બજાવતા વર્ગ 2 ના સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીના અને ઇન્સ્પેકટર, વર્ગ-2, (નોન ગેઝેટડ), ગુરપિન્દર મુખ્તિયાર સિંઘ દ્વારા લેબર કોન્ટ્રાકટર પાસે 20 હજારની લાંચની માંગણી કરી હતી. જે અંગે ACB સુરત એકમના પોલીસ ઇન્સપેકટર એ. કે. ચૌહાણની ટીમેં ગોઠવેલ છટકામાં સુપ્રિટેન્ડન્ટ રામકિશોર શ્રીનારાયણ મીનાને લાંચ ની રકમ સ્વીકારતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ ફરીયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના માતૃશ્રી લેબર કોન્ટ્રાકટને લગત પેઢી ધરાવે છે. જે હાલમાં બંધ છ...