મોબાઈલ ફોન પર વાતમાં મશગુલ બની રેલવે પાટા ક્રોસ કરી રહેલા વિદ્યાર્થી પર ટ્રેન ફરી વળતા કમકમાટીભર્યું મોત
વાપીની સરદાર વલ્લભભાઈ પટેલ શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રેલવે અકસ્માતમાં કમકમાટીભર્યું મોત થતા અરેરાટી ફેલાઈ છે. તો, એ જ સમય ગાળામાં અન્ય એક યુવક પર ટ્રકનું પૈડું ફરી વળતા તેનું પણ મોત નીપજ્યું છે. વાપીમાં અને વલસાડ જિલ્લામાં દર મહિને રેલવે પાટા ક્રોસ કરતી વખતે કે રોડ ક્રોસ કરતી વખતે લગભગ 15 થી 20 જેટલા લોકોના મૃત્યુ નિપજી રહ્યા હોવાનું બિનવારસી મૃતદેહોને લઈ જવાનું સેવાકીય કાર્ય કરતા જમીયત ઉલમાં એ ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાને જણાવ્યુ હતુ.
મોબાઈલ ફોન પર વાત કરતી વખતે બેધ્યાન બનતા લોકો મોત ને ભેટી રહ્યા છે. ત્યારે રેલવે કે રોડ ક્રોસ કરતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો એવી અપીલ બિનવારસી મૃતદેહોને લઈ જવાનું સેવાકીય કાર્ય કરતા જમીયત ઉલમાં એ ટ્રસ્ટ વાપીના ઇન્તેખાબ ખાને કરી છે. તેમણે વિગતો આપી હતી કે, વાપીમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ શાળાનો 18 વર્ષીય વિદ્યાર્થી મોબાઈલ ફોન પર કોઈ સ...