વાપીમાં HERANBA ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
વાપીમાં કાર્યરત HERANBA ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 500 વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે ગુરુવારે એકમના ગ્રીન સ્પેસ ઝોનમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આ પ્રસંગે વાપીના VIA, GPCB, VGEL સહિતની સંસ્થાઓના પદાધિકારીઓ અને કંપનીના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ ને કારણે પર્યાવરણને માઠી અસર પહોંચી રહી છે. પર્યાવરણની જાળવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે Only One Earth થીમ પસંદ કરવામાં આવી છે. વિશ્વ પર્યાવરણ દિવસથી એક સપ્તાહ સુધી વિવિધ વૃક્ષોનું વાવેતર કરી સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાપીમાં કાર્યરત HERANBA ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 500 વૃક્ષોના વાવેતરના સંકલ્પ સાથે ગુરુવારે એકમના ગ્રીન સ્પેસ ઝોનમાં 200 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વા...