Friday, January 31News That Matters

Month: June 2022

દમણના દરિયામાં ડૂબતા 2 યુવકોને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી અને સ્થાનિક માછીમારો, ઇમર્જન્સી ટીમ દ્વારા બચાવી લેવાયા

દમણના દરિયામાં ડૂબતા 2 યુવકોને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી અને સ્થાનિક માછીમારો, ઇમર્જન્સી ટીમ દ્વારા બચાવી લેવાયા

Gujarat, National
સંઘપ્રદેશ દમણના જમપોર બીચ પર દરિયામાં ન્હાવા પડેલા 2 યુવકો દરિયાના મોજા સાથે તણાતા ચકચાર મચી હતી. જેમાં સ્થાનિક માછીમારો, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ પોલીસ ટીમ તેમજ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન (ICGAS)ના હેલિકોપ્ટરની મદદથી બચાવી લઈ જિલ્લા વહીવટી તંત્રએ પોતાની સતર્કતાનો પરચો આપ્યો હતો. ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપીમાં રહેતો 16 વર્ષીય રાહુલ નરેશ હળપતિ અને 18વર્ષનો મેહુલ શૈલેષ પટેલ દમણના જમપોર બીચ નજીક રામસેતુ બ્રિજ પાસે દરિયામાં ન્હાવા પડ્યા હતાં. જેઓ બને દરિયાની ભરતી માં તણાયા હતાં. જેઓની બુમાબુમ સાંભળી તેને બચાવવા સ્થાનિક માછીમારો દોડ્યા હતાં. સમગ્ર ઘટનાની જાણ અંગે 17:40 કલાકે ડિસ્ટ્રેસ કોલ કરતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક શોધ અને બચાવ (SAR) કામગીરી શરૂ કરવામાં આવી હતી. ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ રેસ્ક્યુ કામગીર...
વાપીમાં Divine મોટર્સ ખાતે Hyundaiની નવા ફીચર્સ સાથે આવેલ Venue મોડેલ નું કરાયું લોન્ચિંગ

વાપીમાં Divine મોટર્સ ખાતે Hyundaiની નવા ફીચર્સ સાથે આવેલ Venue મોડેલ નું કરાયું લોન્ચિંગ

Gujarat, National
કાર શોખીનો માટે Hyundai કાર કંપની દ્વારા અનેક નવા મોડેલ લોન્ચ કરવામા આવ્યા છે. જેમાં હવે સેકન્ડ જનરેશન ને ધ્યાને રાખી વધારાના ફીચર્સ સાથે અને ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાને રાખી Venue કારને વધારાના ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. જે અંતર્ગત વાપીમાં અને સેલવાસમાં Divine મોટર્સ પ્રાઇવેટ લીમીટેડ શૉ રૂમ ખાતે વેન્યુ કારની લોન્ચિંગ સેરેમની કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વેન્યુ લોન્ચિંગ સેરેમની દરમ્યાન ડીવાઇન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના પિયુષ દેસાઈ અને પુત્ર નિસર્ગ દેસાઈએ સૌ પ્રથમ કાર ના ફીચર્સ અંગે ઉપસ્થિત ગ્રાહકોને વિગતો આપી કેક કાપી કારને લોન્ચ કરી હતી. આ પ્રસંગે ડીવાઇન મોટર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેકટર નિસર્ગ દેસાઈએ જણાવ્યું હતું કે વેન્યુ નું આ નવા અવતાર સાથેનો લુક છે. વેન્યુ ઘણા સમય પહેલા માર્કેટમાં લોન્ચ થઈ છે. જે બાદ તેણે કાર શોખીનોમાં અદભુત ક્રેઝ જગાવ્યો છે. અને તેમાં કેટલાક નવા ફ...
વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના માં માતાપિતા ગુમાવનાર 500 બાળકોને અપાવી સહાય

વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના માં માતાપિતા ગુમાવનાર 500 બાળકોને અપાવી સહાય

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ PM કેર ફંડ અને મુખ્યમંત્રી ફંડ હેઠળ જિલ્લામાં કોરોના સમયે માતા કે પિતા અથવા તો માતાપિતા બંને ગુમાવનાર ઝીરો થી 18 વર્ષના 500 જેટલા બાળકોને સહાય અપાવી ગુજરાત માટે નોંધપાત્ર કામગીરી કરી છે. જેને રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ સરાહનીય ગણાવી છે. વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ કોરોના મહામારી દરમ્યાન ઝીરો થી 18 વર્ષના બાળકો માટે મહત્વની કામગીરી કરી બાળકોને માતાપિતા સમાન હુંફ આપી છે. જેમની આ કામગીરીના અભિનંદન પાઠવવા ગુજરાત રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ વલસાડ જિલ્લા બાળ સુરક્ષા એકમ કચેરીની મુલાકાત લઈ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલ સોલંકી અને તેમની ટીમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતાં. વલસાડ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ કાર્યરત જિલ્લા બાળ કલ્યાણ સમિતિની કામગીરી અંગે કનું દેસાઈએ જણાવ...
વલસાડમાં રાજ્યના નાણાપ્રધાને 8 વર્ષની ઉપલબ્ધીઓ ગણાવતા કાર્યક્રમમાં દેશની મોંઘવારીને અમેરિકા કરતા ઓછી ગણાવી! 

વલસાડમાં રાજ્યના નાણાપ્રધાને 8 વર્ષની ઉપલબ્ધીઓ ગણાવતા કાર્યક્રમમાં દેશની મોંઘવારીને અમેરિકા કરતા ઓછી ગણાવી! 

Gujarat, Most Popular, National
નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લાના તિથલ ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં કેન્દ્ર સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ અન્વયે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાને સરકારની વિકાસની ગાથા રજૂ કરી દેશમાં વધી રહેલ મોંઘવારીને અમેરિકાની મોંઘવારી સાથે સરખાવી દેશને સવાયો ગણાવ્યો હતો. નાણાપ્રધાન કનું દેસાઈએ કાર્યક્રમમાં મોદી સરકારની વિકાસની ગાથા રજૂ કરી દેશમાં વધી રહેલ મોંઘવારીને અમેરિકાની મોંઘવારી સાથે સરખાવતા જણાવ્યું હતું કે, અમેરિકામાં 33 ટકા વધી છે. જ્યારે ભારતમાં યુક્રેન યુદ્ધ અને કોરોના કાળ માં પણ દેશ વિકાસ કરી રહ્યો છે. નાણાપ્રધાને પેટ્રોલ ડીઝલની તંગી અને ભાવવધારા અંગે લોકોમાં અફવાનો માહોલ છે. પરંતુ જેમ સરકારે વીજળીની કટોકટી વખતે આગોતરું આયોજન કરી પૂરતી વીજળી આપી છે. તેમ પેટ્રોલ-ડિઝલમાં પણ યોગ્ય વ્યવસ્થા કર...
વાપી તાલુકાના બલીઠા દાંડીવાડના માર્ગની વિવિધ સમસ્યાઓથી તથા બિલ્ડરોથી ગ્રામજનો પરેશાન 

વાપી તાલુકાના બલીઠા દાંડીવાડના માર્ગની વિવિધ સમસ્યાઓથી તથા બિલ્ડરોથી ગ્રામજનો પરેશાન 

Gujarat, National
વાપી નજીક આવેલા બલીઠા ફાટકથી દાંડીવાડ તરફ જતા માર્ગનું વિભાગ દ્વારા પેચ વર્ક કરવામાં આવી રહ્યું છે. અને ચોમાસાના પાણીના નિકાલ માટે ગટર લાઈન નિર્માણ કરવામાં આવી છે. જેમાં માર્ગના અમુક અંતરે ગટરના ઢાંકણાઓ ફીટ કરવામાં આવેલા છે આ ગટરના ઢાંકણાથી નાના-મોટા વાહનચાલકો પરેશાન બની ચૂક્યા છે.   કારણ એ છે કે ગટરના ઢાંકણા માર્ગ ઉપર અયોગ્ય રીતે બેસાડવામાં આવેલ છે. ઢાકણની ધાર નાના મોટા વાહન ચાલકો માટે અકસ્માત નોતરી રહી છે અહીંથી પસાર થનારા વાહનચાલકોના વાહનોના ટાયરો ફાટી ગયાના બનાવો બની ગયા છે. ટુ વ્હીલર ચાલકો પણ સ્લીપ થતાં નજરે પડ્યા છે. જવાબદાર વિભાગ દ્વારા આ માર્ગ ઉપર નિરીક્ષણ કરી યોગ્ય રીતે ગટરના ઢાંકણા સરખા કરાવે અને મોટો અકસ્માત થતાં અટકાવે તે ગ્રામજનોની માંગ છે. આ ઉપરાંત માર્ગ ઉપર બિલ્ડરો દ્વારા માલ  સામાન માર્ગની બાજુમાં ખાલી કરતા આવતા હોવાથી નાના-મોટા વાહનચાલકોને અવર-જવરમાં ત...
જ્યેષ્ઠ માસની પૂનમે દમણના દુણેઠામાં નિર્માણાધીન ભગવાન જગન્નાથ મંદિરમાં દેવ સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જ્યેષ્ઠ માસની પૂનમે દમણના દુણેઠામાં નિર્માણાધીન ભગવાન જગન્નાથ મંદિરમાં દેવ સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Gujarat, National
મંગળવારે જ્યેષ્ઠ માસની પૂનમે દમણના દુણેઠા વિસ્તારમાં નિર્માણાધીન ભગવાન જગન્નાથ મંદિરમાં દેવ સ્નાન પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ પ્રસંગે ગામમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં વિવિધ હિન્દૂ સંગઠનો સહીત ગામના ભાવિક ભક્તો મોટી સંખ્યામ જોડાયા હતા,    દેવસ્નાન પૂર્ણિમા એ હિન્દુઓનો સૌથી પવિત્ર તહેવાર છે. તેને સ્નાન યાત્રા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, બલભદ્ર, સુભદ્રા, સુદર્શન અને મદનમોહનને પુરીના જગન્નાથ મંદિરમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન વેદીમાં લઈ જવામાં આવે છે. સ્નાન મંડપ પરિસરમાં બનેલા કૂવામાંથી સ્નાન માટે 108 ઘડા પાણી કાઢવામાં આવે છે. આ તમામ ઘડાઓના પાણીને મંદિરના પૂજારીઓ દ્વારા હળદર પાવડર, અક્ષત, ચંદન, ફૂલો અને સુગંધથી પવિત્ર કરવામાં આવે છે.    આ પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાનું સ્નાન કરવામાં આવે છે, જેને...
પતિના દીર્ઘાયુ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વટસાવિત્રી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી 

પતિના દીર્ઘાયુ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વટસાવિત્રી વ્રતની ઉત્સાહભેર ઉજવણી કરી 

Gujarat, National
વલસાડ જિલ્લામાં વલસાડ, વાપી, કપરાડા, ઉમરગામ, ધરમપુર અને પારડી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં વટસાવિત્રી વ્રતની પુર્ણાહુતી હોય સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડની પૂજા - અર્ચના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. પારડીમાં તળાવ કિનારે તો, વાપીમાં અંબા માતા મંદિરે વડના વૃક્ષ પાસે મહિલાઓએ વટ સાવિત્રી પૂનમ ની ઉજવણી કરી તેમના પતિદેવના દીર્ઘાયુ ની કામના કરી હતી  હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમા છે . પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી. સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે. જેઠ સુદ અગિયારસથી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ થાય છે અને જેઠ સુદ પૂનમ સુધી આ વ્રત ચાલે છે. ભારતમાં દરેક પ્રાંતમાં અલગ અલગ ભાતીગળ રીતરિવાજ મુજબ આ વ્રતની પૂજા અર્ચના કરવામાં આવે છે. જે અંતર્ગત મંગળવારે જેઠ પૂર્ણિમાના દિવસે વટસાવિત્રી વ્રતની પુર્ણાહુતી હોય સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડની પૂજા-અર્ચના કરી પોતાના ...
જેઠ પૂર્ણિમાએ તિથિલનો દરિયો બન્યો તોફાની, ભારે પવનમાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

જેઠ પૂર્ણિમાએ તિથિલનો દરિયો બન્યો તોફાની, ભારે પવનમાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા

Gujarat, National
વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા વહીવટી તંત્રએ બીચ પર સહેલાણીઓ અને ખાણીપીણીની લારીવાળાઓ પર પ્રતિબંધ ફરમાવી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. વલસાડ જિલ્લો અરબી સમુદ્રને અડીને આવેલ જિલ્લો છે. અહીં તિથલ-નારગોલ જેવા સુંદર રમણીય બીચ છે. જો કે હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ હોય ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો છે. મંગળવારે જેઠ પૂર્ણિમા હોય તિથલ બીચ પર 20 ફૂટ ઊંચા દરિયાઈ મોજા ઉછળ્યા હતાં. બીચ પર ઉછડેલા મહાકાય મોજા બીચ પરની પ્રોટેક્શન વોલ કુદાવી બીચ પર લગાવવામાં આવેલા લારીઓના મંડપને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઉછળતા મોજાને જોઈને આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો. જો કે દરિયામાં ભારે પવન સાથે 20 ફૂટ સુધી મોજા ઉછળી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી બાદ વલસાડ વહીવટી તંત્રએ બીચ પર સહેલાણીઓ અને ખાણીપીણીની લારીવાળાઓ પર પ્રતિબંધ ફરમાવી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉલ...
મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાન વચ્ચે 8 માસની સિઝન પૂૂરી કરી વલસાડ જિલ્લાના માછીમારો બોટ લઇને વતન પરત ફર્યા

મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાન વચ્ચે 8 માસની સિઝન પૂૂરી કરી વલસાડ જિલ્લાના માછીમારો બોટ લઇને વતન પરત ફર્યા

Gujarat, National
ચોમાસાની શરૂઆત થતા જ મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાન વચ્ચે 8 માસની સિઝન પૂૂરી કરી વલસાડ જિલ્લાના માછીમારો બોટ લઇને વતન પહોંચ્યા છે. વલસાડ જિલ્લાની 2000 જેટલી ફિશિંગ બોટ કાંઠાના ગામોની જેટી કિનારે લાંગરવામાં આવી છે. બીજીતરફ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોપ્રેશરની સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં પવન અને વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. મોઘું ડીઝલ અને પ્રતિકુળ હવામાનને લઇ ફિશિંગ સિઝન નબ‌ળી રહેતા સાગરખેડૂ માછીમારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. ગત વર્ષે વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ મચ્છીમારીની સિઝન શરૂ થઇ ગઇ હતી. માછીમારીનો ધંધો ઓક્ટોબરથી શરૂ થાય છે. ઓખા, જખૌ, વેરાવળ, મુંબઇ ના સુમદ્રમાં જિલ્લાની બોટો ફિશિંગ માટે નીકળે છે. આ વર્ષે 11 જૂનથી ચોમાસાના મંડાણ થતાં વલસાડ જિલ્લાની 2000 બોટ વિવિધ બંદરો પરથી વલસાડ જિલ્લામાં પરત ફરી છે. જિલ્લાના 40 હજારથી ...
વલસાડના રક્તદાતાઓ 10 મહિનામાં 285 યુનિટ રક્ત આપી 5 વર્ષની બાળકીને નવજીવન બક્ષી રહ્યા છે

વલસાડના રક્તદાતાઓ 10 મહિનામાં 285 યુનિટ રક્ત આપી 5 વર્ષની બાળકીને નવજીવન બક્ષી રહ્યા છે

Gujarat, National
સમગ્ર વિશ્વમાં જ્યારે 14મી જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના રક્તદાન કેન્દ્ર કે જે રિજિયોનલ બ્લડ બેન્ક છે, તેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર વલસાડ જિલ્લાના તેમજ દમણ અને દાદરા નગર હવેલીના જરૂરિયાતમંદ દર્દીઓને સંબંધીઓ તરફથી લોહીની અપેક્ષા રાખ્યા વગર વિના મૂલ્યે લોહી પૂરું પડાઈ રહ્યું છે.  વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનકડા ગામની ૫ વર્ષની બાળકીને કે જેનું બ્લડ ગૃપ A +ve છે અને એ પ્લાસ્ટિક એનિમિયાના રોગથી પીડીત હોવાથી વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે. આ બાળકી માટે વલસાડ રક્તદાન કેન્દ્ર અને રક્તદાતાઓ દ્વારા 18 યુનિટ RCC, 254 યુનિટ પ્લેટલેટ, 2 યુનિટ SDP અને 1 યુનિટ પ્લાઝમા મળી કુલ 285 યુનિટ રક્ત આપવામાં આવ્યું છે. વલસાડ રક્તદાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને એમના સંબંધીઓ તરફથી લોહીની અપેક્...