Friday, January 31News That Matters

Month: June 2022

વાપી સહિત સંઘપ્રદેશમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન, 20 મિનિટમાં રસ્તા પર પાણી વહયું

વાપી સહિત સંઘપ્રદેશમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન, 20 મિનિટમાં રસ્તા પર પાણી વહયું

Gujarat, National
વાપી સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારે મેઘરાજાએ પધરામણી કરી છે. સવારે 11 વાગ્યે સતત 20 મિનિટ સુધી વરસાદી ઝાપટું વરસતા રસ્તાઓ ભીના થયા હતાં. જ્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા પ્રથમ વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું હતું. રવિવારે વાપી પંથકમાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતાં. ઠંડક ભર્યા વાતાવરણ વચ્ચે 11 વાગ્યે મેઘરાજાએ પધરામણી કરી હતી. રસ્તાઓ ભીના થાય તેવો સતત 20 મિનિટ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર કામકાજ માટે નીકળેલા રાહદારીઓ છત્રી લઈને વરસાદમાં ભીંજાતા બચવાના પ્રયાસો કરતા જોવા મળ્યા હતાં. વહનચાલકોએ પણ રસ્તા પર ભરાયેલ પાણી વચ્ચે ખાડાને તારવતા વાહનો ચલાવવાની નોબત આવી હતી. સપ્તાહ બાદ અચાનક પલટેલા વાતાવરણ વચ્ચે મેઘરાજાને આવકારવા શહેરીજનો પ્રથમ સારા વરસાદમાં ભીંજાતા નજરે પડ્ય...
વલસાડના સમુદ્ર કાંઠે રેતી ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા સાંસદ-ધારાસભ્યોએ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં માંગ કરી

વલસાડના સમુદ્ર કાંઠે રેતી ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા સાંસદ-ધારાસભ્યોએ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં માંગ કરી

Gujarat, National
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. આ બેઠકના અધ્યક્ષ સ્થાનેથી કલેકટરશ્રીએ સંકલન સમિતિના ભાગ-1 અંતર્ગત જિલ્લાના પદાધિકારીઓના પ્રશ્નોની જે રજૂઆતો કરી હતી તે રજૂઆતોની સમીક્ષા કરી હતી.  બેઠકમાં વલસાડ જિલ્લાના સમુદ્ર કાંઠે રેતીખનન માફિયાઓ દ્વારા બેફામ રીતે થઈ રહેલા ખનનથી કાંઠે રહેતા લોકોને મુશ્કેલી પડી રહી હોવાનો પ્રશ્ન સામૂહિક રીતે સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉઠાવી કહ્યું કે, જિલ્લાના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના રક્ષણ માટે કરોડો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવી પણ સતત રેતી ખનનના કારણે પથ્થરો પણ ટકી શકયા નથી. અનેક ગામના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. જેથી રેતી માફિયાઓ સામે કડક પગલાં ભરવા જરૂરી છે. જેના જવાબમાં નાયબ પોલીસ અધિક્ષક વી.પી.પટેલે કહ્યું કે, આ મા...
હાઇવે પર કૂતરાને બચાવવા કાર ચાલકે મારી દીધી બ્રેક, અને સર્જાયો એક ની પાછળ એક એમ 8 કારનો અકસ્માત

હાઇવે પર કૂતરાને બચાવવા કાર ચાલકે મારી દીધી બ્રેક, અને સર્જાયો એક ની પાછળ એક એમ 8 કારનો અકસ્માત

Gujarat, National
વાપીમાં 24 કલાક વાહનોથી ધમધમતાં મુંબઈ અમદાવાદ હાઇવે પર શનિવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં એકની પાછળ એક એમ 8 કાર ધડાકાભેર અથડાઈ હતી. વિચિત્ર અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ પરંતુ તમામ કાર માં આગળના અને પાછળના ભાગે મોટું નુકસાન થયું હતું. જ્યારે આ અકસ્માતનું કારણ એક કૂતરું બન્યું હતું. મુંબઈ અમદાવાદ હાઇવે પર વાપી ચાર રસ્તા નજીક બ્રિજના શરૂઆતમાં એક કાર ચાલક મુંબઈ તરફ પુરપાટ વેગે જતો હતો. ત્યારે અચાનક જ હાઇવે પર એક કૂતરું આવી ચડ્યું હતું. કૂતરાને બચાવવા કાર ચાલકે અચાનક બ્રેક મારી દીધી હતી. જેને કારણે કૂતરું તો બચી ગયુ પરંતુ કાર ની પાછળ આવતી કાર અને એની પાછળ આવતી કાર એમ 8 કાર એકની પાછળ એક એમ ધડાકાભેર અથડાઈ હતી. તમામ કારના આગળના બોનેટના ભાગે અને પાછળના ડીકી ના ભાગે નુકસાન થયું હતું. જો કે આ વિચિત્ર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી. હાઇવે પર અચાનક બનેલી આ ઘટના બા...
વલસાડમાં જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની 209 નંબરની બિલ્ડીંગના ત્રીજા માળનો સ્લેબ તૂટતા ભાગદોડ મચી 

વલસાડમાં જુના ગુજરાત હાઉસિંગ બોર્ડની 209 નંબરની બિલ્ડીંગના ત્રીજા માળનો સ્લેબ તૂટતા ભાગદોડ મચી 

Gujarat, National
વલસાડના તિથલ રોડ પર આવેલ જુના હાઉસિંગ બોર્ડની 209 નંબર ની જર્જરિત બિલ્ડીંગમાં ત્રીજા માળ ના સ્લેબમાં ગાબડું પડતા લોકોમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે. 40 વર્ષ જૂની આ વસાહતમાં આ પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચુકી છે. શનિવારે જે ફ્લેટમાં સ્લેબ પડ્યો તે ફ્લેટનો પરિવાર વતન ગયો હોય જાનમાલની નુક્સાની ટળી હતી. શનિવારે વહેલી સવારે વલસાડના તિથલ રોડ પર આવેલ જુના હાઉસિંગ બોર્ડની 209 નંબરની જર્જરિત બિલ્ડીંગમાં ત્રીજા માળનો સ્લેબ ધરસાઈ થયો હતો. આ બિલ્ડીંગમાં 4 પરિવારો રહેતા હતા. બાકી ના ફ્લેટ બંધ હતા બિલ્ડીંગ જર્જરિત હોવાથી વધુ લોકો રહેતા ન હતા. તેવામાં આ ઘટના બની હતી બિલ્ડીંગના ત્રીજા માળે ફ્લેટ નો અગાસી નો ભાગ ધડાકા ભેર તૂટ્યો હતો. ઘટના દરમ્યાન ફ્લેટ માં રહેતો પરિવાર 15 દિવસ માટે ગામ ગયો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી અને આ ધાબું પડતા બિલ્ડીંગ માં રહેતા અન્ય લોકોએ તાત્કાલિક બિલ્ડીંગ ખાલી કરી દીધું...
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાપી ટાઉન વિસ્તારમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ, 5.33 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા 

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાપી ટાઉન વિસ્તારમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ, 5.33 લાખના મુદ્દામાલ સાથે 5 ઝડપાયા 

Gujarat, National
વાપી ટાઉન વિસ્તારમાં શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા વાપીમાં ઘરમાં ચાલતા દારૂના અડ્ડા પર રેઇડ કરવામાંં આવી હતી. જેમાં 5 બુટલેગરોને ઝડપી પાડી કુલ 5,33,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 4 ને વોન્ટેડ જાહેર કર્યા છે.   વાપીમાં વાપી ટાઉન પોલીસ હદ વિસ્તારમાં આવતા ગીતાનગર, ટાંકી ફળિયા, હળપતિવાસ અને ભીંડી બજારમાં બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં દારૂ, બિયર અને વ્હિસ્કીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે  હળપતિવાસમાંથી કિરણ બાબુ પટેલના ઘરેથી 3,57,580 રૂપિયાની કિંમતનો દારૂ-બિયર અને વ્હિસ્કીનો જથ્થો જપ્ત કર્યો હતો. સાથે પોલીસે 40 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન 5890 રૂપિયા રોકડા, 1,20,000ની 4 બાઇક, 9640નો અન્ય મુદ્દામાલ મળી કુલ 5,33,110 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેકટર એ...
આત્મા પ્રોજેકટ વલસાડ દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે બે દિવસીય સેમિનારનું થયું આયોજન 

આત્મા પ્રોજેકટ વલસાડ દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અંગે બે દિવસીય સેમિનારનું થયું આયોજન 

Gujarat, National
વલસાડ જિલ્લાના ધરમપુરના સદગુરુ ધામ બરૂમાળ ખાતે આત્મા પ્રોજેટક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે બે દિવસીય સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર કપરાડા સહિતના 1000 થી વધુ ખેડૂતોએ હાજરી આપી પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મેળવ્યું હતું. બારૂમાળ ખાતે આવેલ ભાવ ભાવેશ્વર હોલમાં રાજપીપળાના પોયચા ખાતેથી આવેલા કેવલય સ્વરૂપ સ્વામીજી જેઓ પ્રાકૃતિક ખેતીના તજજ્ઞ છે તેમના દ્વારા પ્રાકૃતિક ખેતી શુ છે. એના કેટલા ફાયદા છે. રાસાયણિક દવાના ઉપયોગથી થતી ખેતીમાં નુકશાન શુ છે. પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તે અંગે ઘરમાં મળતા સાધનોના ઉપયોગથી જીવામૃત બનાવવા અંગે ની રસપ્રદ માહિતી આપી હતી. બે દિવસ દરમ્યાન ફળો, ડાંગર, શેરડી, શાકભાજી, કઠોળની ખેતી પ્રાકૃતિક ઢબે કેવી રીતે કરવી તે અંગે માહિતી આપાઈ હતી આ પ્રસંગે આત્મા પ્રોજેકટના વલસાડના પ્રોજેકટ ડાયરેકટર ...
દમણમાં માછીમારોએ સોનાની ખીલી અને નારિયેળ પધરાવી નવી સિઝન પહેલા તૈયાર કરેલા નવા વહાણોની વાસ્તુવિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી

દમણમાં માછીમારોએ સોનાની ખીલી અને નારિયેળ પધરાવી નવી સિઝન પહેલા તૈયાર કરેલા નવા વહાણોની વાસ્તુવિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી

Gujarat, Most Popular, National
દમણ અને ગુજરાતમાં રહેતો માછીમાર સમુદાય તેની સાહસિક માછીમારી માટે તો વિશ્વવિખ્યાત છે જ પરંતુ તેની સાથે આ સમાજ તેની વર્ષો જૂની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું પણ પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાલન કરવા માટેની આગવી ઓળખ ધરાવે છે, આ માછીમારોની આજીવિકા કહો કે તેનો ભગવાન કહો તે બધું જ તેનું વહાણ અને ધરતીની ચારે તરફ ફેલાયેલો સમુદ્ર જ છે,    આ સમુદ્ર અને વહાણમાં માછી સમાજની આજ સુધીની બધી સંસ્કૃતિ અને પરંપરા સમાઈ જાય છે, ભારતીય સંસ્કૃતિમાં જયારે પણ આપણે કોઈ નવું ઘર ખરીદીએ અથવા કોઈ નવા મંદિરનું નિર્માણ કરીએ ત્યારે તેનું વાસ્તુ પૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા અવશ્ય કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સાંભળીને નવાઈ લાગશે કે ભારતનો દરિયા કાંઠે રહેતો કોઈ પણ માછીમાર જયારે નવું વહાણ કે નવી બોટ લાવે અથવા બનાવે ત્યારે તેની પણ પુરા વિધિ વિધાન સાથે વાસ્તુ પૂજન અને પ્રાણપ્રતિષ્ઠા કરે છે,  ચોમાસાની સ...
વલસાડ જિલ્લાની ઉંમરગામ તાલુકાના સરીગામની લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીએ કલામહાકુંભ 2021-22માં શાળાનું નામ રોશન કર્યું 

વલસાડ જિલ્લાની ઉંમરગામ તાલુકાના સરીગામની લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીએ કલામહાકુંભ 2021-22માં શાળાનું નામ રોશન કર્યું 

Gujarat, National
દેશ અને રાજ્યના યુવાનોમાં ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી પ્રતિભાને નવી દિશા મળે તેવા ઉદેશયથી સરકાર દ્વારા કલામહાકુંભનું આયોજન કરવામાં આવે છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારના કલાવીરોની પ્રતિભાને નવી દિશા આપતા આ કલામહાકુંભ (ખેલ મહાકુંભ) 2021-22 માં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા- સરીગામમાં ધોરણ 10માં અભ્યાસ કરતા રિષી અશોકભાઈ પટેલે ઓરગન વાદન સ્પર્ધામાં બીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે.      તાજેતરમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર પ્રેરિત ખેલ મહાકુંભ 2021-22 નું જિલ્લા અને રાજ્ય સ્તરે આયોજનમાં કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા- સરીગામનાં ઘણાં વિદ્યાર્થીઓ એ ભાગ લઈ જિલ્લાકક્ષાએ સારો એવો દેખાવ કરી પ્રદેશકક્ષાએ પહોંચ્યા...
વલસાડ જિલ્લાના ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :- નાણાપ્રધાન કનું દેસાઈ

વલસાડ જિલ્લાના ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે :- નાણાપ્રધાન કનું દેસાઈ

Gujarat, Most Popular, National
વલસાડ જિલ્લાના મોટી દાંતી ગામ ખાતે દરિયા કિનારાની અને જિલ્લાના અન્ય કાંઠા વિસ્તારમાંથી ખનીજ ચોરતા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપી નાણાપ્રધાન કનું દેસાઈએ ખનીજ માફિયાઓને ગર્ભિત ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે રેતી ખનનની પ્રવૃત્તિ અટકાવવાની માંગ સાથે મોટી સખ્યામાં દાંતી ગામના લોકોએ વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા સાથે કલેકટર કચેરી પ્રાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. જેના કાંઠા વિસ્તારના ગામોમાં મોટાપાયે રેતી સહિત ખનીજ ચોરી ફૂલીફાલી છે. આવા ખનીજ માફિયાઓને કારણે દરિયો આગળ વધી રહ્યો હોય કાંઠાના ગામલોકોએ દરિયાનું પાણી ગામમાં પ્રવેશતા સ્થળાંતરની નોબત આવી છે. રેતી માફિયાઓએ દરિયાની રેતી ઉલેચી ગામને નામશેષ થવાના આરે પહોંચાડી દીધું છે. ત્યારે આ મામલે ગામલોકોએ સૌપ્રથમ રાજ્યના નાણાપ્રધાન કન...
દમણ દરિયા કિનારે 2 યુવકોને ડૂબતા રેસ્કયુ કર્યા બાદ દરિયા કિનારે પ્રવાસીઓને ન્હાવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ લગાવ્યો

દમણ દરિયા કિનારે 2 યુવકોને ડૂબતા રેસ્કયુ કર્યા બાદ દરિયા કિનારે પ્રવાસીઓને ન્હાવા પર જિલ્લા કલેકટરે પ્રતિબંધ લગાવ્યો

Gujarat, National
સંઘપ્રદેશ દમણમાં દરિયા કિનારે ફરવા આવેલા વાપીના 2 યુવકો દરિયામાં ન્હાતી વખતે ડૂબતા તેને સ્થાનિક માછીમારોની ટીમ અને કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર ની મદદથી ઉગારી લીધા બાદ હાલમાં ચોમાસામાં અન્ય કોઈ ઘટના ના બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડ, 1973ની કલમ 144 હેઠળ દરિયા કિનારે કોઈપણ સાહેલાણીને ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.  જિલ્લા કલેકટર તપસ્યા રાઘવે બહાર પાડેલ આદેશ મુજબ દમણ પ્રવાસન સ્થળ હોય અહીં આવતા પ્રવાસીઓ, વિદેશીઓ અને નજીકના ગુજરાત રાજ્યના તેમજ સ્થાનિક લોકો દમણ જિલ્લાના તમામ દરિયાકિનારા પર સાહેલગાહે આવે છે. અહીં પ્રવાસીઓ સાહેલગાહ સાથે દરિયામાં તરવાની અને ન્હાવાની મોજ માણે છે. દમણમાં ખાસ કરીને મોટી દમણ બીચ, જામપોર બીચ, નાની દમણ બીચ અને દેવકા બીચ પર આવતા પ્રવાસીઓ ક્યારેક તરવા અને નહાવાનું સાહસ કરી દરિયામાં ઊંડે સુધી જતા રહે છે. એમાં પણ ચોમાસાની ઋતુમાં ...