Friday, October 18News That Matters

Month: June 2022

દમણના સમુદ્ર કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહિ ખેડવા પ્રશાસનની સૂચના

દમણના સમુદ્ર કાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયો નહિ ખેડવા પ્રશાસનની સૂચના

Gujarat, National
સંઘપ્રદેશ દમણના દરિયામાં 27 જૂનથી 1 જુલાઈ સુધી ભારે પવન ફૂકાઇ શકે છે. દરિયો તોફાની બનવાની સંભાવનાને લઈને દમણના દરિયા કિનારે 3 નંબરનું સિંગલ લગાવી માછીમારો ને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે. સંઘ પ્રદેશ દમણ, ગુજરાત, મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં બની રહેલ સિસ્ટમને લઈ દમણ પ્રશાસન એલર્ટ બન્યું છે. દમણ પ્રશાસને મોટી દમણ લાઈટ હાઉસ નજીક 3 નંબરનું સિંગલ લગાવી માછીમારો ને દરિયો નહિ ખેડવા સૂચના આપી છે. દમણના દરિયામાં 27 જૂનથી 1 જુલાઈ સુધી 70 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાય શકે છે. દરિયો તોફાની બનવાની સંભાવનાને લઈને પ્રશાસન એલર્ટ બન્યું છે. પ્રશાસને દમણના માછીમારો ઉપરાંત દમણમાં આવતા સહેલાણીઓ સલામત રહે તે માટે દરિયાથી દુર રહેવા સૂચના આપી છે. તેમજ દરિયા કિનારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ જવાનોને પણ તાકીદ કરી છે. જો કે આ દિવસો દરમ્યાન પ્રવાસીઓને દરિયાથી દૂર રાખવા પો...
दमन के सेठी दम्पती की चार कॉफी टेबल बुक्स का एक साथ हुआ विमोचन

दमन के सेठी दम्पती की चार कॉफी टेबल बुक्स का एक साथ हुआ विमोचन

Gujarat, National
केंद्रशासित प्रदेश दमन में 26 जून को दमन-दिव के सांसद लालुभाई पटेल के कर कमलों द्वारा एक काफी टेबल बुक्स कम्पाइलर का विमोचन किया गया था। ये काफी टेबल बुक्स दमन के सुप्रसिद्ध कवि, लेखक व विश्व विख्यात काफी टेबल बुक्स कम्पाइलर Dr. K. C. Sethi ( डॉ. के सी सेठी) व उनकी पत्नी श्रीमती सुनीता सेठी (Sunita Sethi)  द्वारा बनाई गई 140 काव्यात्मक कहावतों की कॉफ़ी टेबल बुक है। इस में सेठी दंपति द्वारा रर्चित हार्ड बाउंड व तीन अनुवादक ई-काफी टेबल बुक्स का भी विमोचन किया गया था। जिसे गुजराती में अनुवाद किया है मिस सोनू सिसोदिया, बंगाली में श्रीमती काकोली घोष व मलयालम में श्री विल्लीम्सजी मवाली ने। सेठी दम्पति की लिखी काव्यात्मक कहावतों की कॉफ़ी टेबल बुक का विश्वभर के 19 कवियों, लेखकों व विद्वान अनुवादकों ने 20 भाषायों में अनुवाद किया है। जो की सेठी जी का एक नया विश्व कीर्तिमान है। ...
વલસાડમાં 33 ટકા, સેલવાસમાં 67 ટકા તો દમણમાં 39 ટકા ઓછો વરસાદ પડતાં ચોમાસુ નબળું જવાની ખેડૂતોમાં ચિંતા! 

વલસાડમાં 33 ટકા, સેલવાસમાં 67 ટકા તો દમણમાં 39 ટકા ઓછો વરસાદ પડતાં ચોમાસુ નબળું જવાની ખેડૂતોમાં ચિંતા! 

Gujarat, Most Popular, National, Science & Technology
વલસાડ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે 26 જૂન સુધીમાં પડતા વરસાદની સરેરાશ સામે આ વખતે 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેને લઈને જિલ્લાના ખેડૂતોમાં અને આમ નાગરિકોમાં ચિંતા પ્રસરી છે. આવા જ હાલ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણના છે. ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે દર વખતે ચોમાસામાં આ વિસ્તારમાં જેટલો વરસાદ જૂન માસમાં પડે છે તેની સરેરાશ સામે આ વખતે દાદરા નગર હવેલીમાં 67 ટકા અને દમણમાં 39 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.  વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસુ બેસી ગયા બાદ પણ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. આ વિસ્તારમાં મોટાભાગે ડાંગરની ખેતી થાય છે. એ સિવાય તુવર, અડદ જેવા કઠોળનું વાવેતર કરવામાં આવે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લો ચેરાપૂંજીનું બિરુદ પામ્યો છે. દર વર્ષે જૂન માસની 26મી જૂન સુધીમાં અહીં સરેરાશ 269.3 mm વરસાદ વરસે છે. જ્યારે આ વખતે માત્ર 181.5 mm વરસાદ વ...
ટેમ્પો ચોરી કરી તેને ભંગારમાં ફેરવી નાખનારા 2 રીઢા ચોરને દમણ પોલીસે 24 કલાકમાં દબોચી લીધા 

ટેમ્પો ચોરી કરી તેને ભંગારમાં ફેરવી નાખનારા 2 રીઢા ચોરને દમણ પોલીસે 24 કલાકમાં દબોચી લીધા 

Gujarat, National
સંઘપ્રદેશ દમણના નાની દમણ પોલીસે 24 કલાકમાં ચોરાયેલા ટેમ્પોની ફરિયાદ ઉકેલી ટેમ્પો શોધી કાઢ્યો છે. તેમજ ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારોની પણ ધરપકડ કરી છે. બંને ચોરે ટેમ્પોમાં ભરેલ 700 કિલો ના માલ સમેત ચોરી કરી નાસી ગયા હતાં. જે બાદ ચોરીના ટેમ્પોને વેંચવાને બદલે તેના ટુકડા કરી નાખ્યા હતા ચોર ટોળકી તેને ગુજરાતના કોઈ ભાંગરવાળાને વેચવાનો પ્લાન બનાવ્યો હતો.    ઘટના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ 24/06/2022 ના રોજ, ફરિયાદી દિનેશ પુનવાસી સહાનીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો હાથી ટેમ્પો નંબર GJ-15-Z-7372, આશરે 700 કિલો માલસામાન સાથે પાર્ક કરેલો હતો, જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જેની તપાસમાં નાની દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 379 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ બાદ વધારાની કલમ 201, 34 આઈપીસીનો સમાવેશ કરવામાં આવ્યો છે.   તપાસમાં, સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી ...
વાપી ટાઉન પોલીસે ચોરી-લુંટ કરવાના ઇરાદે નીકળેલ સીકલીગર ગેંગને હથીયારો સાથે પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધી 

વાપી ટાઉન પોલીસે ચોરી-લુંટ કરવાના ઇરાદે નીકળેલ સીકલીગર ગેંગને હથીયારો સાથે પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધી 

Gujarat, National
 વાપી ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર ભુપેન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ દ્વારા વાપીના ગોલ્ડકોઈન સર્કલ પાસેથી બાઇક પર નીકળેલ 3 આરોપીઓને ઝડપી પાડી ચપ્પુ, ચોરી કરવાના સાધનો, મોટરસાયકલ સહિત 30,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ સિકલીગર ગેંગના હોય તેમની વધુ પૂછપરછ કરતા અન્ય ગુન્હામાં વોન્ટેડ હોવાની વિગતો મળી છે. પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાની રાહબરી હેઠળ સ્ટાફ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાત્રિના સમયે વાપી ગોલ્ડ કોઇન સર્કલ ખાતેથી GJ19-R-3462 નંબરની બાઇક ઉપર ત્રણ શંકાસ્પદ ઇસમો આવતા મોટર સાઇકલ રોકી ત્રણેય ઇસમોની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરી અંગજડતી કરતા ત્રણેય ઇસમો અનમોલસિંગ કૈલાસસીંગ સીકલી...
વાપીમાં તુલીપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ આયોજિત ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પમાં દર્દીઓએ વિવિધ બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું

વાપીમાં તુલીપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ આયોજિત ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પમાં દર્દીઓએ વિવિધ બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું

Gujarat, National
વાપીમાં સંવેદના ગ્રુપ ઓફ હોસ્પિટલ્સની ડુંગરી ફળિયા સ્થિત તુલિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓએ વિવિધ બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું. જો કે આ વિસ્તારમાં સ્લમ એરિયા હોય ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર જેવી બીમારીઓના દર્દીઓ વધુ જોવા મળ્યા હતાં.  ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પના આયોજન પાછળના ઉદેશ્ય અંગે સંવેદના હોસ્પિટલના ફિઝિશયન ડૉ. શોભા એન્ડીએ જણાવ્યું હતું કે આજની બદલાતી લાઈફ સ્ટાઇલ, ખાનપાનને કારણે અનેક બીમારીઓ ઉદભવી રહી છે. ત્યારે  Prevention is better than cure કહેવત મુજબ કોઈપણ બીમારીનું જો પહેલાથી જ નિદાન કરવામાં આવે તો તેનો વહેલી તકે ઈલાજ કરી તેને આગળ વધતી અટકાવી શકાય છે. એટલે ગત 19મી જૂન રવિવારના વાપી વૈશાલી ચાર રસ્તા સ્થિત સિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ...
ગુજરાત રમખાણો પર મોદી સહિત રાજનેતાઓ અને અધિકારીઓને ક્લીન ચિટ, તિસ્તા સેતલવાડ, શ્રીકુમાર, સંજીવ ભટ્ટ સામે ATS ની કાર્યવાહી?

ગુજરાત રમખાણો પર મોદી સહિત રાજનેતાઓ અને અધિકારીઓને ક્લીન ચિટ, તિસ્તા સેતલવાડ, શ્રીકુમાર, સંજીવ ભટ્ટ સામે ATS ની કાર્યવાહી?

Gujarat, Most Popular, National
ગુજરાત ATSની ટીમે મુંબઈમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી તેની અટકાયત કરી અમદાવાદ લાવી છે. તિસ્તા સેતલવાડને ATS ની ટીમ રોડ માર્ગ મુંબઈ થી અમદાવાદ લઈ ગઈ હતી. હાલ વહેલી સવારે પહોંચેલી ટીમ 2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેસ શરૂ કરવાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરી પૂછપરછ કરશે. મળતી વિગતો મુજબ તિસ્તા સેતલવાડ ઉપરાંત ગુજરાત એટીએસ ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ સામે પણ કાર્યવાહી કરશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દઈ કાયદાનો દુરુપયોગ કરવો યોગ્ય નથી તેવી ટિપ્પણી કર્યા બાદ  શનિવારે ગુજરાત ATSના અધિકારીઓ મુંબઈમાં સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચ્યા હતા. તેઓને કસ્ટડીમાં લઈ સૌપ્રથમ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જે બાદ મોડી રાત્રે તેમને લઈને 3 કાર સાથે એટીએસની ટીમ અમદાવાદ જવા રવ...
વલસાડ રૂરલ પોલીસે “પોલીસ કરૂણા અને ન્યાયનુ પ્રતિક” સુત્ર સાર્થક કર્યું  

વલસાડ રૂરલ પોલીસે “પોલીસ કરૂણા અને ન્યાયનુ પ્રતિક” સુત્ર સાર્થક કર્યું  

Gujarat, National
કોચવાડા ગામમાં રહેતા રીક્ષા ચાલક ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગરને ચાલુ ડ્રાઇવીંગે લકવાની અસર થતા તેનુ ઘર પરીવારનુ ગુજરાન ચાલતુ ન હોય તેને મદદરૂપ થવા વલસાડ રૂરલ પોલીસે ગુંદલાવ ગ્રેટ વ્હાઇટ કંપનીના સહયોગથી ચા - નાસ્તાની કેબીન બનાવડાવી ભેટ આપી છે. પોલીસે ચેતનભાઇ ડાહ્યાભાઇ મ્યાનગરના ધર્મ પત્નીને ચા - નાસ્તાની કેબીન શરૂ કરાવી રોજીરોટીની વ્યવસ્થા કરી આપતા પરિવારે પોલીસની સારી કામગીરીનો આભાર માની ખુશીની લાગણી વ્યક્ત કરી છે. અધિક પોલીસ મહાનિર્દેશક ડો. એસ. પી. રાજકુમાર સુરત વિભાગ, તથા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા તરફથી પોલીસ અને પ્રજા વચ્ચેનુ અંતર દૂર થાય તે હેતુથી જીલ્લાના પો.સ્ટે. વિસ્તારના ગામડાઓને પોલીસ કર્મચારીઓ દ્વારા દત્તક લઇ ગામની મુલાકાત દરમ્યાન ગામના સરપંચ તથા ગામના જાગૃત નાગરીકો તરફથી ગામની સમસ્યા તથા ગામના વ્યક્તિઓની મદદરૂપ થઇ શકાય તેવી મ...
નારગોલ ગામે વર્ષો બાદ પેટ્રોલ પમ્પ ખુલ્લો મુકાતા લોકોમાં આનંદની લાગણી

નારગોલ ગામે વર્ષો બાદ પેટ્રોલ પમ્પ ખુલ્લો મુકાતા લોકોમાં આનંદની લાગણી

Gujarat, National
ગુજરાત સરકારના પેટ્રોલિયમ વિભાગ દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ ઇન્ડિયન ઓઇલ દ્વારા નારગોલ ખાતે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ ફાળવવામાં આવ્યો હતો. જે પેટ્રોલ પંપનું ઈન્ડિયન ઓઈલના વાપી રિજનલ સેલ્સ હેડ અજેન્દ્ર મીના તેમજ નારગોલ ગામના સરપંચ સ્વીટી ભંડારીના વરદ હસ્તે રિબીન કાપી પેટ્રોલ પંપને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.  ઉમરગામ તાલુકાના નારગોલ ગામે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં નારગોલથી મરોલી સુધી એક પણ પેટ્રોલ પંપ ન હોવાના કારણે વાહનચાલકો તેમજ કાંઠા વિસ્તારનાં લોકો ને ડીઝલ પેટ્રોલ લેવા માટે લાંબા અંતર સુધી જવું પડતું હતું. થોડા સમય પહેલા મરોલી પંથકમાં એક પેટ્રોલ પંપ ની શરૂઆત થતાં તે વિસ્તારની પ્રજા એ રાહત અનુભવી હતી. પરંતુ, નારગોલ સરોંડા તડગામ આહું જેવા ગામોમાં પેટ્રોલ પંપનો અભાવ અને વધી રહેલા વાહનોની સંખ્યાના કારણે પેટ...
કટોકટી દિવસે વાપીમાં ભાજપે માનવ સાંકળ રચી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા

કટોકટી દિવસે વાપીમાં ભાજપે માનવ સાંકળ રચી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા

Gujarat, National
ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા  25મી જૂન કટોકટી દિવસ નિમિતે માનવ સાંકળ રચી આ કાળા દિવસને વખોડવાનો કાર્યક્રમ રાખ્યો હતી. જેમાં વાપી નગરપાલિકાના પ્રમુખ, વાપી ભાજપ શહેર સંગઠન ના પ્રમુખ સહિત નગરસેવકોએ ઉપસ્થિત રહી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી ઇન્દિરા ગાંધી સરકાર અને હાલના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. વાપીમાં સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા 25મી જૂન 1975ના કટોકટી દિવસને યાદ કર્યો હતો. કટોકટી દિવસના કાળા બેનર સાથે ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ માનવ સાંકળ રચી આ કાળા દિવસને વખોડયો હતો. જેમાં વાપી નગરપાલિકાના પ્રમુખ, વાપી ભાજપ શહેર સંગઠન ના પ્રમુખ સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી ઇન્દિરા ગાંધી સરકાર અને હાલના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમજ સૂત્રોચ્ચાર સાથે બજારના મુખ્ય માર્ગ પર ...