મૃતક યુવકની ઓળખ બાબતે જાણકારી આપવા વાપી ટાઉન પોલીસની અપીલ
વાપી ટાઉન પોલીસ મથકમાં અકસ્માત મોતને ભેટેલા યુવકની ઓળખ માટે ટાઉન પોલીસે વાપી તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા નગરજનોને અપીલ કરતી અખબારી યાદી બહાર પાડી છે.
મૃતક યુવકનો ફાઇલ ફોટો.......
પોલીસે આપેલ વિગતો મુજબ ઉપરોક્ત ફોટાવાળા વ્યક્તિ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને અકસ્માત મોત નંબર 34/2022ના કામે મરણજનાર અખિલેશ રાય ચંદ્રજીત રાય, ઉંમર વર્ષ 26, ધંધો-મજૂરી, રહેવાસી હાલ દમણ, મૂળ રહેવાસી બિહારનો, જેનું પૂરું સરનામું મળી આવેલ ન હોય તેઓના વાલી વારસ બાબતે કોઈ જાણકારી મળે તો વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે. વાપી ટાઉન પોલીસ મથકનો સંપર્ક નંબર નીચે મુજબ છે.
0260-2461100
મોબાઈલ :- 9638900900
મૃતક યુવકનો ફાઇલ ફોટો
...