દમણથી સેલવાસમાં મીલની આગ બુઝાવવા નીકળેલ ફાયરના વાહનને અકસ્માત નડતા 3 ફાયરમેન ઘાયલ, અકસ્માતની વિગતો અકબંધ રાખવા પ્રયાસ?
સેલવાસના ટોકરખાડાની સોરઠીયા મસાલા મીલમાં બુધવારે રાત્રે અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને બુઝાવવા દમણ સોમનાથ ફાયર સ્ટેશનથી નીકળેલ ફાયર બ્રાઉઝર લવાછા નજીક પલ્ટી મારી જતા 3 ફાયરમેન ઘાયલ થયા હતાં. જો કે જેમ આગમાં અગમ્ય કારણ ધરી દઇ આગ ના કારણો નો ઢાંકપિછાડો કરવામાં આવે છે. તેમ ફાયર બ્રાઉઝર પલ્ટી જવાના કારણો અને ઘાયલોની વિગતોને પણ અકબંધ રાખવા દમણ ફાયરે વિભાગે પ્રયાસ કર્યો છે.
દાદરા નગર હવેલીના સેલવાસ ટોકરખાડા વિસ્તારમાં આવેલી સોરઠીયા મસાલા મીલમાં અગમ્ય કારણસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. સેલવાસ ફાયર ફાઈટરની ટીમેં ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ અરસામાં દમણ સોમનાથ ફાયર સ્ટેશનેથી નીકળેલ ફાયરના વાહનને લવાછા નજીક અકસ્માત નડતા 3 ફાયરમેન ઘાયલ થયા હતા. જ્યારે આ તરફ વિકરાળ આગ પર 12 જેટલા ફાયર દ્વારા પાણી-ફોમનો મારો ચલાવી વહેલી સવાર સુધીમાં આગ પર કાબુ મેળ...