દમણમાં ‘ઇન્ડસ્ટ્રીયલ એક્સપો’માં પિયુષ ગોયલના ભાષણ દરમ્યાન લાઈટ ગુલ, ઉદ્યોગકારો, નેતાઓને 5 કલાક બેસાડી રાખ્યા, વ્યવસ્થામાં સર્જાઈ અવ્યવસ્થા!
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતોના ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ મંત્રી પિયુષ ગોયલે રવિવારે દમણમાં એક સપ્તાહ માટે આયોજિત ઉન્નતિ #DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 નું ઉદ્ઘાટન કર્યું હતુ. આ કાર્યક્રમમાં અનેક છબરડા થયા હતાં. જે ઉદ્યોગકારો અને નેતાઓ તેમની AC ચેમ્બરમાં 2 મિનિટ માટે પણ કોઈની રાહ નથી જોતા તે ઉદ્યોગકારો, નેતાઓએ અહીંના ડૉમમાં મને-ક-મને 5 કલાક સુધી બેસી રહેવું પડયું હતુ. તો, વ્યવસ્થાના નામે પણ એક્સપો માં અવ્યવસ્થા સર્જાઈ હતી જેમાં પિયુષ ગોયલના ચાલુ ભાષણ દરમ્યાન લાઈટ ગુલ થતા અધિકારીઓ દોડતા થયા હતાં.
દમણમાં પ્રશાસન દ્વારા 8 મી મેં થી 16 મી મેં સુધી ઉન્નતિ # DNH & DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 નું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોનું ઉદ્ઘાટન કરવા આવેલા ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ નિયત સમયથી એક કલાક મોડા પધાર્યા હતા. જ્યારે આમંત્રિત ઉદ્યોગકારો, નેતાઓને 2 કલાક...