Friday, October 18News That Matters

Month: May 2022

ઉમરગામમાં તંત્રએ ઝીંગા ના તળાવ પર કરેલું દબાણ બુલડોઝરની મદદથી દૂર કર્યું

ઉમરગામમાં તંત્રએ ઝીંગા ના તળાવ પર કરેલું દબાણ બુલડોઝરની મદદથી દૂર કર્યું

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં ઝીંગા તળાવ તેમજ પાસેના દબાણો પર તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ તળાવ પર કબજો રાખનારા પરિવારો એ રોષ વ્યક્ત કર્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલા ઝીંગા તળાવ તેમજ આસપાસના દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું . ઝીંગાના તળાવ પર ડિમોલિશન હાથ ધરતી વખતે તળાવ પર કબજો રાખનારા પરિવારો એ રોષ વ્યક્ત કર્યો હતો. ઉમરગામ મામલતદાર સહિત પોલીસના કાફલા સાથે તંત્ર દ્વારા ઝીંગાના તળાવ પરનું દબાણ દૂર કર્યું હતું. ઝીંગા તળાવના માલિકને સરકારી જગ્યા પરથી ખસી જવા બે વર્ષ થી સૂચના આપી હતી. આખરે ઝીંગાના મબલક પાક સાથે તળાવ તોડી નાખવામાં આવતા ઉમરગામ તાલુકામાં ભારે ફફડાટ ફેલાયો છે. ઉમરગામ કોસ્ટલ હાઇવે નજીક ઝીંગા ઉછેર ફાર્મ પર તંત્રએ જેસીબી લગાવી તળાવ તોડી પાડ્યું હતું. ઉમરગામ તાલુક...
ગુજરાતમાં પાવર શોર્ટેજ નહિવત, ઉદ્યોગો અને ખેતી માટે પૂરતી વીજળી મળી રહી છે:- કનુભાઈ દેસાઈ

ગુજરાતમાં પાવર શોર્ટેજ નહિવત, ઉદ્યોગો અને ખેતી માટે પૂરતી વીજળી મળી રહી છે:- કનુભાઈ દેસાઈ

Gujarat, National
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ગેસ સપ્લાય અને કોલ સપ્લાયને માઠી અસર પહોંચી છે. ત્યારે દેશમાં કોલ ઇન્ડિયા દ્વારા કોલસાની પૂર્તિ કરી દરેક પાવર પ્લાન્ટને ધમધમતાં કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં આજે પણ ઉદ્યોગો માટે અને ખેતી માટે પૂરતી વીજળી મળી રહી છે. તેવું રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈએ જણાવ્યું હતું.    વાપીમાં મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (MIA) દ્વારા અમીગો ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ઇન્ડિયા હોમ ટેકસ્ટાઇલ્સ ખાતે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત નાણાપ્રધાન કનું દેસાઈએ દેશ પર તોળાઈ રહેલા વીજ સંકટ અંગે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્...
વલસાડ જિલ્લામાં રક્તની ઘટ પુરવા મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અનોખી પહેલ દર મહિને એકત્ર કરશે રક્ત

વલસાડ જિલ્લામાં રક્તની ઘટ પુરવા મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની અનોખી પહેલ દર મહિને એકત્ર કરશે રક્ત

Gujarat, National
વાપીમાં મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (MIA) દ્વારા વલસાડ જિલ્લામાં રક્તની તંગી નિવારી, જિલ્લાની બ્લડ બેંકમાં પૂરતું રક્ત મળી રહે તે માટે 2 ઉદ્યોગો માં દર મહિને 200 યુનિટ આસપાસ રક્ત એકત્ર કરવાની અનોખી પહેલ કરી છે. જે અંતર્ગત શનિવારે મોરાઈ સ્થિત અમીગો ઇન્ડસ્ટ્રીઝ અને વેલસ્પન ઇન્ડિયા હોમ ટેકસ્ટાઇલ ખાતે રક્તની જરૂરિયાતને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનું દેસાઈ સહિતના રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનું સન્માન કર્યું હતું. આ અનોખી પહેલ અંગે અમીગો ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન અને MIA ના જોઈન્ટ સેક્રેટરી કનૈયા અગ્રવાલે અને ડાયરેકટર યશ અગ્રવાલે જણાવ્યું હતું કે, MIA સાથે જોડાયેલ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે. જેઓ રક્તદાન કરવા આગળ આવે અને તેના થકી વલસાડ જિલ્લાના રક્તદાન કેન્દ્રમાં ઉભી થતી લોહીની તંગી નિવારી દર્...
VCC આયોજિત પ્રમુખ Vapi Premier League ના અંગ્રેજી-ગુજરાતી બેનર, Sponsors ના નામમાં છબરડા, ભણેલા-ગણેલા સભ્યોએ ભાષાના જ્ઞાનમાં ભાંગરો વાટયો?

VCC આયોજિત પ્રમુખ Vapi Premier League ના અંગ્રેજી-ગુજરાતી બેનર, Sponsors ના નામમાં છબરડા, ભણેલા-ગણેલા સભ્યોએ ભાષાના જ્ઞાનમાં ભાંગરો વાટયો?

Gujarat, Most Popular, National
વાપીમાં નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13મી મેં શુક્રવારથી 22મી મેં 2022 સુધી IPL ની જેમ VPL (Vapi Premier League) ક્રિકેટ Tournament નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કે આ Tournament માં ગુજરાતી, અંગ્રેજી ભાષામાં લખેલા બેનરોમાં Vapi Premier League ના સ્પેલિંગથી લઈને કનુભાઈ દેસાઈના મંત્રાલયના, પ્રમુખ ગ્રુપ સહિતના સ્પોન્સર્સ ના નામ અટકમાં અર્થના અનર્થ થયા હોવાનું જોવા મળ્યું હતું. વાપી ક્રિકેટ ક્લબ આયોજિત આ VPL Tournament માં વાપી તાલુકાની અલગ અલગ ક્રિકેટ ટીમમાંથી ઉત્તમ ખેલાડીઓની પસંદગી કરી 10 ટીમ તૈયાર કરવામાં આવી છે. VPL એટલે કે Vapi Premier League પરંતુ અહીં ગ્રાઉન્ડ ફરતે લગાડેલ તમામ બેનરોમાં Vapi Premiere League લખી Premier માં વધારાનો e લગાડી દીધો હતો. જેને કારણે પ્રીમિયર નો મતલબ નાટકનો કે નવી ફિલમનો પહ...
વાપીમાં VPL Tournament નો કનુભાઈ દેસાઈના હસ્તે કરાયો શુભારંભ, ક્રિકેટ વ્યક્તિને જીવન જીવવાની કળા શીખવે છે :- કનુભાઈ દેસાઈ

વાપીમાં VPL Tournament નો કનુભાઈ દેસાઈના હસ્તે કરાયો શુભારંભ, ક્રિકેટ વ્યક્તિને જીવન જીવવાની કળા શીખવે છે :- કનુભાઈ દેસાઈ

Gujarat, National
વાપીમાં નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13મી મેં શુક્રવારથી 22મી મેં 2022 સુધી IPL ની જેમ VPL (Vapi Premier League) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાપી ક્રિકેટ ક્લબ આયોજિત આ VPL ટુર્નામેન્ટમાં વાપી તાલુકાની અલગ અલગ ક્રિકેટ ટીમમાંથી ઉત્તમ ખેલાડીઓની પસંદગી કરી 10 ટીમ તૈયાર કરવામાં આવી છે.   વાપી ક્રિકેટ ક્લબ દ્વારા વાપીમાં નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 5 વર્ષથી IPL ની જેમ VPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં ઓક્શન ની જેમ ખેલાડીઓની પસંદગી કરવાને બદલે ચીઠ્ઠી ઉછાળી તાલુકાના બેસ્ટ પ્રતિભાવાન બેટ્સમેન, બોલર, કીપર, ફિલ્ડરની પસંદગી કરી ટીમ તૈયાર કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં આવા 14 ખેલાડી સાથેની 10 ટીમ તૈયાર કરવામાં આવી છે. પ્રમુખ ગ્રુપ સ્પોન્સ...
કરોડોની ખંડણી વસૂલવા ફાયરિંગ કરતી લૉરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગના એક શૂટરની વાપીમાં પોલીસે પિસ્તોલ સાથે ધરપકડ કરી

કરોડોની ખંડણી વસૂલવા ફાયરિંગ કરતી લૉરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગના એક શૂટરની વાપીમાં પોલીસે પિસ્તોલ સાથે ધરપકડ કરી

Gujarat, Most Popular, National
રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ માં ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરી કરોડોની ખંડણી ઉઘરાવતી લૉરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગના એક શૂટરને વલસાડ SOG એ ઝડપી પાડ્યો છે. જેણે 2 દિવસ પહેલા પુનામાં એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યા બાદ ટ્રાવેલ્સમાં રાજસ્થાન જવા નીકળ્યો હતો. પકડાયેલ શૂટર લૉરેન્સ બીશ્નોઈ ગેંગ માટે જે વ્યક્તિ પાસે ખંડણી લેવાની હોય તેના પર ફાયરિંગ કરી ચુક્યો છે. જેમાં 3 ગુન્હામાં પકડાયા બાદ 2 ગુન્હામાં વોન્ટેડ હતો. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ માં ઉદ્યોગપતિઓ, નેતાઓ પર ફાયરિંગ કરી કરોડોની ખંડણી ઉઘરાવતી લૉરેન્સ બીશ્નોઈ સોપુ ગેંગના શૂટર અભિષેક ઉર્ફે સોનુ દિલીપ કોળીની વલસાડ SOGની ટીમે મુંબઈથી રાજસ્થાન જતી ટ્રાવેલ્સમાં વાપીની પેપીલોન હોટેલ નજીકથી ધરપકડ કરી છે. પકડાયેલ શૂટર પાસેથી પોલીસે 1 પિસ્તોલ, 2 મેગેઝીન, 5 જીવતા કારતુસ કબ્જે કર્યા છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. રાજદીપસિંહ ઝ...
દમણમાં આયોજિત ઉન્નતિ #DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 ને મુલાકાતીઓએ આપ્યો સારો પ્રતિસાદ, પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી!

દમણમાં આયોજિત ઉન્નતિ #DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022 ને મુલાકાતીઓએ આપ્યો સારો પ્રતિસાદ, પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી!

Gujarat, National
મોટી દમણમાં લાઈટ હાઉસ નજીક રામ સેતુ બીચ પર વિશાળ ડોમ તૈયાર કરી 16 મી મેં સુધી આયોજિત ઉન્નતિ #DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022, DAZZLING DDD માં દાદરા નગર હવેલી અને દમણ-દિવમાં કાર્યરત ઉદ્યોગકારોએ પોતાની પ્રોડક્ટ પ્રદર્શન કમ વેંચાણ માટે મૂકી છે. રવિવારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને દાદરા નગર હવેલી દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ખુલ્લો મુકાયેલ આ એક્સપોને મુલાકાતીઓ ખૂબ જ સારો પ્રતિસાદ આપી અહીં પ્રદર્શન કમ વેંચાણ માટે મુકેલી વિવિધ પ્લાસ્ટિક, સ્ટેશનરી, ઇન્ડસ્ટ્રીયલ, ઇલેક્ટ્રોનિકસ સહિતની ચીજવસ્તીઓનું પ્રદર્શન નિહાળી ખરીદી કરી રહ્યા છે. ઉન્નતિ #DNH&DD ઇન્ડસ્ટ્રીયલ એક્સપો 2022, DAZZLING DDD માં મુલાકાતીઓની ભીડ ઉમટી છે. ત્યારે અહીં સ્ટોલ બુક કરી પોતાની વિવિધ પ્રોડકટ ને સ્થાનિક ઉદ્યોગકારોએ પ્રદર્શન કમ વેંચાણમાં મૂકી છે. દમણ પ્લાસ્ટિક ચીજવસ્તુઓ બનાવતા વિવિ...
વાપી નજીક NH-48 પર કાળ બનીને આવેલા ટ્રક ચાલકે 2 ને કોળિયો કરી! 4 ને હોસ્પિટલ ભેગા કર્યાં! કાર-રિક્ષાનો કચ્ચરઘાણ વાળ્યો

વાપી નજીક NH-48 પર કાળ બનીને આવેલા ટ્રક ચાલકે 2 ને કોળિયો કરી! 4 ને હોસ્પિટલ ભેગા કર્યાં! કાર-રિક્ષાનો કચ્ચરઘાણ વાળ્યો

Gujarat, National
મંગળવારે સાંજે વાપી નજીક મોહનગામ-કરમબેલા ફાટક પાસે હાઇવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી કેરીના તંબુ માં ઉભેલા એક યુવકને અડફેટે લઈ ભાગવા ના પ્રયાસ માં હાઇવે કિનારે પાર્ક કરેલ એક રીક્ષા એક કારને ટક્કર મારી બીજા 5 જેટલા મજૂરો પર ટ્રક ચડાવી દેતા 2 મજૂરના મોત નિપજ્યા હતાં.     વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર મોહનગામ કરમબેલા ફાટક નજીક મંગળવારે સાંજે એક ટ્રક 6 જેટલા મજૂરો પર કાળ બનીને ત્રાટકતા હાઇવે કિનારે ઉભેલા 2 મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે 4 ઘાયલ થયા હતાં. આ અકસ્માતમાં ટ્રક ચાલકે એક રીક્ષા અને કારને પણ અડફેટે લીધી હતી. ટ્રક ચાલકે ગફલતભરી રીતે ટ્રક ચલાવી પહેલા કેરીના તંબુ માં ઉભેલા એક યુવકને અડફેટે લઈ ભાગવા ના પ્રયાસ માં હાઇવે કિનારે પાર્ક કરેલ એક રીક્ષા એક કારને ટક્કર મારી બીજા 5 જેટલા મજૂ...
DNH માં શહેરી-ગ્રામ્ય વિસ્તાર બાદ જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોને બેઘર બનાવવાની કામગીરી શરૂ કરતા આદિવાસી સમાજ લાલઘૂમ!

DNH માં શહેરી-ગ્રામ્ય વિસ્તાર બાદ જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોને બેઘર બનાવવાની કામગીરી શરૂ કરતા આદિવાસી સમાજ લાલઘૂમ!

Gujarat, National
દાદરા નગર હવેલીમાં પ્રશાસને શહેરી વિસ્તારમાં સ્માર્ટ સિટીના નામે તો, ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે દબાણ ના નામે કેટલાય બંધકામોને ધ્વસ્ત કર્યા બાદ હવે જંગલની જમીનમાં ઝુંપડા બાંધી રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ છીનવી બેઘર બનાવવાની કામગીરી શરૂ કરી છે. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ પર વનવિભાગે પ્લાન્ટેશન પ્રક્રિયા હાથ ધરતા આદિવાસી જંગલ જન જીવન આંદોલનના નેજા હેઠળ આદિવાસી સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો. દાદરા નગર હવેલી વનવિભાગે આદિવાસીઓને ફાળવેલ પ્લોટ પરથી તેમની હકાલપટ્ટી કરી ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદી વૃક્ષારોપણ ની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંગે મંગળવારે ખાનવેલ ક્ષેત્રના દુધની પટેલાદ, માંદોની પટેલાદના આદિવાસી...
ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

Gujarat, National
વાપીમાં સામાજિક કાર્યો માટે જાણીતા ટ્રસ્ટ એવા ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદ વાપીના 2 વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ સહિત કારોબારી સભ્યોની વરણી કરાઈ હતી. આ પ્રસંગે વાપીના ટ્રાન્સપોર્ટ એસોસિએશન હોલમાં ગુજરાત જાટ સમાજ વિકાસ પરિષદના નવા વરાયેલ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સભ્યો નો શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ દ્વારા પાછલા વર્ષમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ કરેલી સામાજિક પ્રવૃત્તિની સરાહના કરવામાં આવી હતી. તેમજ વ્યક્તિગત મતભેદ દુર કરી સમાજને મજબૂત બનાવવા સૂચન કરાયું હતું.  વાપીમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે જાહેર માર્ગો, સ્થળો પર પાણીની પરબ ઉભી કરવી, સમાજના યુવાનોને રોજગારી ની તકો ઉપલબ્ધ કરાવવી, બીમાર ગરીબ દર્દીઓને સારવારના ખર્ચમાં મદદરૂપ થવું, સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવું જેવા અનેક સેવાકીય કાર...