વલસાડમાં આઠ મહિના અગાઉ કરોડો રૂપિયાનું MD ડ્રગ્સ જપ્ત કરી સીલ કરેેેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આગ લાગી!
વલસાડ તાલુકાના કુંડી હાઇવેના ઓવરબ્રિજ પાસે આવેલી ગોલ્ડન કેમિકલ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે વલસાડ અને અતુલ કંપનીના ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર બે કલાકના ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
આઠ મહિના અગાઉ MD ડ્રગ્સ પકડાયા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર વલસાડ તાલુકાના કુંડી ઓવરબ્રિજ હાઈવે ઉપર આવેલ શરદ પટેલની ગોલ્ડન કેમિકલ નામની બંધ કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં અફરાતફરી મચી ગઇ હતી. આ કંપનીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયા બાદ પોલીસે કંપનીને સીલ કરી દીધી હતી ત્યારે બપોરે અચાનક કંપનીમાં આગ લાગી હતી. આગના વિકરાળ સ્વરૂપમાં આખી કંપની બળી ને ખાખ થઈ ગઈ હતી.
આજુબાજુના લોકો એ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો છંટકાવ કર્યો હતો પણ આગ ન બુઝાતા સ્થાનિકોએ વલસાડ ફાયર બ્રિગેડ ની ટીમને ફોન કર્યો હતો ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર ક...