રિવરલીન્ક પ્રોજેકટ હેઠળ દમણગંગા વિયરની ઊંચાઈ વધારશે તો કાંઠા વિસ્તારના ઉદ્યોગો, રહેણાંક વિસ્તારનું વિસ્થાપન થશે?
કેન્દ્રીય બજેટમાં નિર્મલા સીતારમને દમણગંગા-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટની જાહેરાત કર્યા બાદ 3જી માર્ચે ગુજરાતના બજેટમાં નાણાપ્રધાન કનું દેસાઈ પણ જાહેરાત કરી છે કે દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર તબક્કાવાર આગામી પાંચ વર્ષમાં 500 કરોડના ખર્ચે મોટા ચેકડેમો/બેરેજો/વિયર બનાવવાનું આયોજન છે. અને આ કામગીરી માટે 294 કરોડના જોગવાઈની જાહેરાત કરી છે.
ત્યારે, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી પર નો વિયર જો ઊંચો કરવાની નોબત આવશે તો નદી કાંઠે પહેલાથી 500 મીટરના અંતરને છોડવાના કાયદાને ઘોળીને પી જનારા ઉદ્યોગકારો, ચણોદ-હરિયા પાર્કમાં રહેણાંક ઇમારતો બનાવનારા બિલ્ડરો ડેવલોપર્સના પાપે લોકોનું આવી બનવાનું છે. આસપાસની જમીન આ નદીના પાણીમાં ગરકાવ થઈ જશે. આ જમીન પર હાલ રહેણાંક મકાનો, સોસાયટીઓમાં રહેતા સ્થાનિક લોકો વિસ્થાપિત થશે. જેને લઈને ધરમપુ...