Friday, October 18News That Matters

Month: March 2022

અમદાવાદ ખાતે વડાપ્રધાનની હાજરીમાં આયોજિત ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વલસાડ જિલ્લામાંથી પંચાયતના સદસ્યો-કાર્યકરો મળી કુલ 4000 લોકો ઉપસ્થિત રહેશે

અમદાવાદ ખાતે વડાપ્રધાનની હાજરીમાં આયોજિત ગુજરાત પંચાયત મહાસંમેલનમાં વલસાડ જિલ્લામાંથી પંચાયતના સદસ્યો-કાર્યકરો મળી કુલ 4000 લોકો ઉપસ્થિત રહેશે

Gujarat, National
શુક્રવાર 11 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પધારવાના છે. વડાપ્રધાન અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુજરાત પંચાયતી રાજ મહાસંમેલનમાં હાજરી આપશે. તેમજ અંદાજિત 1 લાખ લોકોની ઉપસ્થિતિમાં સભાને સંબોધિત કરશે. જેમાં વલસાડ જિલ્લામાંથી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના 3000 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને 1000 કાર્યકરોને લઈ જવા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જે માટે વલસાડ એસ. ટી. ડિવિઝનની કુલ 140 બસ ફાળવવામાં આવી છે.       કોરોના બાદ પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી પંચાયતી રાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાવાના છે. ત્યારે વલસાડ જિલ્લામાંથી ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યો, તાલુકા પંચાયતના સ...
ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી-2022 અને આસામની માજુલી ની પેટા-ચૂંટણીની મત ગણતરી

ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાઓની સામાન્ય ચૂંટણી-2022 અને આસામની માજુલી ની પેટા-ચૂંટણીની મત ગણતરી

Gujarat, National
  ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની 690 વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને આસામની માજુલી પેટાચૂંટણીના સંદર્ભમાં મતોની ગણતરી 10.03.2022 (ગુરુવાર)ના રોજ થવાની છે. કુલ મળીને 671 મતગણતરી નિરીક્ષકો, 130 પોલીસ નિરીક્ષકો અને 10 વિશેષ નિરીક્ષકો મતગણતરી પ્રક્રિયાને સુચારુ રીતે પાર પાડવા માટે મેદાનમાં રહેશે.             પંચે મતગણતરી વ્યવસ્થાની દેખરેખ માટે બે વિશેષ અધિકારીઓ- મુખ્ય ચૂંટણી અધિકારી દિલ્હીને મેરઠ અને મુખ્ય ચૂંટણી અધિકારી બિહારને વારાણસીમાં પણ નિયુક્ત કર્યા છે.     તમામ મતગણતરી કેન્દ્રો પર વિસ્તૃત અને સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સ્ટ્રોંગ રૂમ, જ્યાં મતદાન EVM રાખવામાં આવે છે, ત્યાં કેન્દ્રીય સશસ્ત્ર દળો દ્વારા સંચાલિત આંતરિક કોર્ડન સાથે ત્રણ સ્તરીય સુરક્ષા હેઠળ છે. સંબંધિત ઉમેદવારો 24x7 ...
નરેન્દ્ર મોદી 11-12 માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે, RRUના  દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે, 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે

નરેન્દ્ર મોદી 11-12 માર્ચે ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે, RRUના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે, 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકશે

Gujarat, National
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચ, 2022ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. 11મી માર્ચના રોજ સાંજે 4 વાગ્યે, પ્રધાનમંત્રી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં ભાગ લેશે અને સભાને સંબોધશે. પ્રધાનમંત્રી 12મી માર્ચે સવારે 11 વાગ્યે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ની ઇમારત રાષ્ટ્રને સમર્પિત કરશે. તો, મુખ્ય અતિથિ તરીકે RRUના પ્રથમ દીક્ષાંત સમારોહમાં સંબોધન પણ કરશે. સાંજે લગભગ 6:30 વાગ્યે, પ્રધાનમંત્રી 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મૂકવાની ઘોષણા કરશે અને આ પ્રસંગે સંબોધન કરશે.             ગુજરાતમાં 33 જિલ્લા પંચાયતો, 248 તાલુકા પંચાયતો અને 14,500 થી વધુ ગ્રામ પંચાયતો સાથે ત્રણ સ્તરીય પંચાયતી રાજ માળખું છે. 'ગુજરાત પંચાયત મહાસંમેલન: આપણું ગામ, આપણું ગૌરવ'માં રાજ્યની પંચાયતી રાજ સંસ્થાઓના 1 લાખથી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.      ...
વાપી GIDC માં આવેલ સુપર ડિલક્ષ પેપરમિલમાં આગ લાગતા અફરાતફરી

વાપી GIDC માં આવેલ સુપર ડિલક્ષ પેપરમિલમાં આગ લાગતા અફરાતફરી

Gujarat, National
બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ વાપી GIDCની એક કંપનીમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ વાપી GIDC ના 40 શેડ એરિયામાં આવેલ સુપર ડિલક્ષ પેપરમિલમાં લાગી હતી. જેને બુઝાવવા આવેલા ફાયરના જવાનોએ દોઢેક કલાકની મહેનત બાદ કાબુમાં લીધી હતી. પેપરમિલમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. જ્યારે સાવચેતી માટે પોલીસે પણ તે વિસ્તારને કોર્ડન કરવો પડ્યો હતો. વાપી GIDC ના 40 શેડ એરિયામાં આમોલી ઓર્ગેનિક્સ કંપનીની બાજુમાં પ્લોટ નંબર 322/5, 6A, 6B માં ક્રાફટ પેપર પ્રોડકટ બનાવતી સુપર ડિલક્ષ પેપરમિલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં બુધવારે સાંજે સાડા પાંચ વાગ્યે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈને આસપાસના વિસ્તારમાં અન્ય કંપનીઓમાં કામ કરતા અને પાળી પુરી થતા ઘરે જવા નીકળેલા તેમજ બીજી શિફ્ટમાં આવેલા કામદારોમાં અફરાતફરી મચી હતી. પેપરમિલમાં અચાનક જ વેસ્ટ પેપરના ગોડાઉનમાં ...
મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે 8મી માર્ચે મેરિલમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ, SMJH ની મહિલા તબીબોના હસ્તે અપાયા પુરસ્કાર

મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે 8મી માર્ચે મેરિલમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ, SMJH ની મહિલા તબીબોના હસ્તે અપાયા પુરસ્કાર

Gujarat, National
8મી માર્ચના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વલસાડ જિલ્લામાં વિવિધ સંગઠનો, સંસ્થાઓ દ્વારા મહિલાઓ માટેના વિશેષ કાર્યક્રમનું આયોજન કરી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વાપીની શ્રેયસ મેડીકેર જનસેવા હોસ્પિટલ દ્વારા વાપીની મેરિલ લાઈફ સાયન્સીઝ ખાતે આરોગ્ય પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વિશ્વ મહિલા દિવસની ઉજવણી નિમિતે વાપીમાં ચલા વિસ્તારમાં આવેલ Meril life sciences pvt ltd ના ઓડિટોરિયમ માં શ્રેયસ મેડિકેર જનસેવા હોસ્પિટલ વાપીના મહિલા પેનલિસ્ટ ડોકટરોનીએ હાજરીમાં મહિલાઓમાં જોવા મળતી વિવિધ સમસ્યાના સમાધાન સાથે આરોગ્ય પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીનીઓ અને વાલીઓને જનસેવાની તબીબી મહિલાઓએ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતાં. સામાન્ય રીતે મહિલાઓમાં જોવા મળતા અને તેને લગતા આ પ...
GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી

GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા મહિલા દિવસની અનોખી ઉજવણી

Gujarat, National
8 માર્ચને આંતરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ મહિલા દિવસ નિમિતે વલસાડ, નવસારી, ડાંગ, સુરત  અને  તાપી  GVK EMRI 108, MHU, 181 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા દાદરા નગર હવેલીના દૂધની ખાતે પિકનિક નું આયોજન કરી cake કાપી આ દિવસની અનોખી ઉજવણી કરી હતી. પાછલા 2 વર્ષથી કોવિડ મહામારી દરમ્યાન પોતાના જીવની પરવા કાર્ય વિના દર્દી નારાયણની લોકસેવા આપતા 108 અને MHU સેવા ની મહિલા બહેનો એક દિવસ માટે હળવશની પળો માણી શકે, એ ઉદ્દેશ્યથી આજના વિશ્વ મહિલા દિવસે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂધની ખાતે 108 ના પ્રોગ્રામ મેનેજર ધવલ  પારેખ (valsad,નવસારી અને dang) ફૈયાજ પઠાણ (Surat, tapi), MHU પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નિમેષ પટેલ (વલસાડ / Navsari), 108 EME એક્ઝિક્યુટિવ નિકેશ લિખર (surat), રોશન દેસાઈ (Surat), પરાગ (Surat) Dhawal ( Surat Rural) જ્યોતીન્દ્ર (Tapi), મયં...
ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે દમણમાં યુપી ના રાજ્યપાલ આનંદી બેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન

ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે દમણમાં યુપી ના રાજ્યપાલ આનંદી બેન પટેલના હસ્તે મહિલાઓનું સન્માન

Gujarat, National
8 મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે સંઘપ્રદેશ દમણમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે દેશમાં મહિલાઓ માટે થઇ રહેલા સ્ત્રી સશક્તિકરણની સરાહના કરી મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સર અંગે સમાજમાં જાગૃતિ લાવવા અપીલ કરી હતી. 8 મી માર્ચના વિશ્વ મહિલા દિન નિમિત્તે દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેમના હસ્તે દમણના પદ્મશ્રી પ્રભાબેન પટેલ સહિત દમણ નું નામ રોશન કરનાર દિકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 8 મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા મહિલા દિવસ નિમિતે મહિલાઓનું સન્માન કરી આ દિવસની ઉજવણી કરવામા...
દમણમાં પ્રશાસની વુમન્સ ડે ઉજવણીમાં દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદની ગેરહાજરી! લોકોમાં અનેક તર્કવિતર્ક

દમણમાં પ્રશાસની વુમન્સ ડે ઉજવણીમાં દાદરા નગર હવેલીના પ્રથમ મહિલા સાંસદની ગેરહાજરી! લોકોમાં અનેક તર્કવિતર્ક

Gujarat, National
8મી માર્ચે વિશ્વ મહિલા દિનની કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમમાં દમણના પદ્મશ્રી પ્રભાબેન શાહથી લઈને અનેક નામી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. દાદરા નગર હવેલી અને દમણ અને દિવ પ્રશાસન દ્વારા આયોજિત કાર્યક્રમમાં જો કે એક મહિલાની ગેરહાજરી આંખે ઉડીને વળગી હતી. અને એ મહિલા એટલે દાદરા નગર હવેલીના મહિલા સાંસદ કલાબેન ડેલકર, જે પ્રશાસન મહિલાઓના સન્માન ની વાતો કરતું હોય તેના કાર્યક્રમમાં મહિલા સાંસદની ગેરહાજરી કેટલી ઉચિત કહેવાય તેવી પ્રતીતિ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દિવના લોકો અનુભવી રહ્યા છે. એક તરફ દમણમાં આયોજિત કાર્યક્રમમાં દાદરા નગર હવેલીના અધિકારીઓને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હોય, નગરપાલિકાના ભાજપના સભ્યો, આરોગ્યકર્મીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હોય તેવા કાર્યક્રમમાં તે જ પ્રદેશની મહિલા સાંસદ ગેરહાજર રહેતા હોય તો એ વુમન્સ ડે...
વાપી બલિઠા જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં આગ લાગતા 5 કલાક અંધારપટ

વાપી બલિઠા જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં આગ લાગતા 5 કલાક અંધારપટ

Gujarat, National
સોમવાર-મંગળવારની રાત્રે વાપીના બલિઠા ખાતે આવેલ જેટકોના પાવર ટ્રાન્સફોર્મર યુનિટમાં અચાનક ધડાકો થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ટ્રાન્સફોર્મર માં મોટી માત્રામાં ઓઈલનો જથ્થો હોય આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રાત્રે 1 વાગ્યે લાગેલી આગને બુઝાવવા વાપી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ 60 જેટલા ફોમના કેરબા ખાલી કરી એકલા ફોમનો મારો ચલાવી 4 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.  વાપી બલિઠા ખાતે જેટકોના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ વાપી, બલિઠા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારના 5:30 વાગ્યા સુધી વીજપુરવઠો ખોરવાયો હતો. આગની ઘટનાને લઈને આસપાસના લોકોમાં પણ ગભરાટનો માહોલ ઉત્પન્ન થયો હતો. આ અંગે મળતી વિગત મુજબ બલિઠા DGVCL કચેરી નજીક આવેલ જેટકોની કચેરીના યુનિટ માં આવેલ પાવર ટ્રાન્સફોર્મર યુનિટ માં કોઈ અગમ્ય કારણ સર સૉર્ટ સર્કિટ થતા મોડી રાત્રે 1 વા...
સરકારની સ્કીમ જેવા નામ રાખી લોકોને છેતરતી નકલી વેબસાઇટ્સ અંગે સરકારની સ્પષ્ટતા

સરકારની સ્કીમ જેવા નામ રાખી લોકોને છેતરતી નકલી વેબસાઇટ્સ અંગે સરકારની સ્પષ્ટતા

Gujarat, National
www.sarvashiksha.online  https://samagra.shikshaabhiyan.co.in, https://shikshaabhiyan.org.in જેવી લેેેભાગુ વેબસાઈટ શિક્ષણ મંત્રાલયના ધ્યાનમાં આવી છે જે નિર્દોષ અરજદારોને છેતરવા માટે સરકારની સ્કીમ જેવા નામ સાથે ભળતી બનાવવામાં આવી છે આ વેબસાઇટ્સ મહત્વાકાંક્ષી ઉમેદવારોને રોજગારની તકો પ્રદાન કરે છે અને મૂળ વેબસાઇટની જેમ જ વેબસાઇટ, સામગ્રી અને પ્રસ્તુતિના લેઆઉટ દ્વારા અને અરજીઓ માટે નાણાંની માંગણી કરીને નોકરી ઇચ્છુકોને ગેરમાર્ગે દોરે છે. આ વેબસાઇટો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના ધ્યાન પર આવી છે, ત્યાં આવી વધુ વેબસાઇટ્સ/સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ નોકરીનું વચન આપતી અને ભરતી પ્રક્રિયા માટે નાણાંની માંગણી કરતી હોઈ તેવી શકયતા છે. આથી, સામાન્ય જનતાને જાણકારી આપવામાં આવે છે કે તેઓ આવી વેબસાઇટ્સ પર નોકરીની તકો માટે અરજી કરવાનું ટાળે અને પોતાના હિતની રક્ષા કરવા માટે ...