પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવાના વિરોધમાં રાજકારણીઓના રવાડે ચડી સ્થાનિક લોકોએ સોનેરી તક ગુમાવી દીધી?
પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ અંતર્ગત પાર અને તાપી નદી વચ્ચેની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીમાં થઈ દરિયામાં ભળી જતા વધારાના પાણીના જથ્થાને વાળીને ગુજરાતના પાણીની અછત વાળા વિસ્તારમાં પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. જેના થકી સિંચાઈ અને પીવાનું પુરતું પાણી મળી રહે. યોજના માટેનું પ્લાનિંગ પૂર્ણ થઈ ગયું હતું. વર્ષના અંત સુધીમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી કામનો પ્રારંભ થવાનો હતો. જો કે એ પહેલાં જ સ્થાનિક આદિવાસી સમાજે વિસ્થાપિત થવાના ભય હેઠળ તેનો વિરોધ કરતા આખરે આ પ્રોજેકટ ગુજરાત સરકારે પડતો મુક્યો છે. જો કે રાજકારણીઓ ના રવાડે ચડી વિરોધ કરી પ્રોજેકટ ને સ્થગિત કરનારા સ્થાનિક લોકોએ ખૂબ જ મોટી તક ગુમાવી હોવાનું આ પ્રોજેકટને સારી રીતે જાણનારા નિષ્ણાંતોનું માનવું છે.
સૌ પ્રથમ આ પ્રોજેકટ અંગે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો આ મહત્વનો પ્રોજેકટ હતો. પ્રોજેકટ અંતર્ગત નવા 7 બંધ બનાવવાની યોજના ...