Friday, January 31News That Matters

Month: December 2021

वापी में कुल्हाड़ी मारकर सरेआम युवक की हत्या में एक गिरफ्तार

वापी में कुल्हाड़ी मारकर सरेआम युवक की हत्या में एक गिरफ्तार

Gujarat, National
वापी चार रास्ता के पास बोस्टन टी पार्टी नामक चाय की दुकान पर शनिवार शाम को चाय पी रहे रहमान अली उर्फ सलमान अजमल शेख को उसीके पारीवारिक बहनोई और उसके बेटेने कुल्हाड़ी मारकर हत्या की थी। इस मामले में पुलिस ने एक को गिरफ्तार किया है। आरोपी मृतक का रिश्तेदार है और दस दिन पहले बहराइच स्थित गांव में दोनों परिवार के बीच हुए झगड़े के कारण वारदात को अंजाम दिया गया था।  पुलिस से मिली जानकारी के अनुसार शाम करीब सवा पांच बजे चाय पी रहे सलमान के गला, सर, पैर पर कुल्हाड़ी का वार करने के बाद हमलावार फरार हो गया था। घटना की जानकारी पाकर पहुंचे सलमान के भाई उस्मान अली उसे लेकर निजी अस्पताल पहुंचा था। जहां उसे मृत घोषित कर दिया गया। मृतक की फाइल फोटो इस मामले में उस्मान अली ने अपने पारीवारिक बहनोई महंमद अनवर शेख, उसके दो बेटों महंमद सईद उर्फ इफ्तेखार महंमद अनवर शेख और एक अ...
ભાજપના બુદ્ધિના બારદાનોએ બલિઠા બ્રિજની ડિઝાઇન બદલાવી ગામનો વિકાસ રૂંધ્યો!

ભાજપના બુદ્ધિના બારદાનોએ બલિઠા બ્રિજની ડિઝાઇન બદલાવી ગામનો વિકાસ રૂંધ્યો!

Gujarat, National
સતત વિકસતા વાપી શહેર અને નજીકના બલિઠા, સલવાવ, મોરાઈ, મોહનગામ, વલવાડા ઉદવાડા જેવા ગામોના ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક વર્ષો પહેલા કેન્દ્ર સરકારે રેલવે મંત્રાલય સાથે સંકલન સાધી ઇસ્ટ-વેસ્ટને જોડવા રેલવે ઓવર બ્રિજ મંજુર કર્યા છે. જો કે આ મહત્વના પ્રોજેકટમાં પહેલા કોંગ્રેસના નેતાઓ નડતર રૂપ હતા જે બાદ ભાજપના જ નેતાઓ આડખીલી રુપ બનતા બ્રિજ કામગીરી ઘોંચ માં પડી છે. હવે રહી રહીને આ જ બુદ્ધિના બરદાનોને બ્રહ્મજ્ઞાન મળ્યું હોય તેમ PWD ના અધિકારી પર ભાજપના નેતાઓ પાસેથી દબાણ કરાવી બ્રિજ નિર્માણ કામગીરી વહેલી પૂર્ણ કરવા ભલામણ કરાવી રહ્યા છે. વાપી નજીક બલિઠા ખાતે પસાર થતી રેલવે લાઇન પર કેન્દ્ર સરકારે ઓવરબ્રિજ બનાવવાનો પ્રોજેકટ હાથ ધર્યો છે. 60 કરોડથી વધુના ખર્ચે આ પ્રોજેકટ અંતર્ગત નિર્માણ પામનાર બ્રિજ દમણ જતા તમામ પ્રકારના વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બને, વાપીમાં આવાગમનના ટ્રાફિક પર નિયંત્રણ આવે,...
કરવડ ગામમાં સરપંચની ચૂંટણીમાં કોંગ્રેસી નેતાની પત્નીએ ભાજપ સમર્થીત સરપંચની પેનલમાંથી સભ્યનું ફોર્મ ભરતા ખળભળાટ

કરવડ ગામમાં સરપંચની ચૂંટણીમાં કોંગ્રેસી નેતાની પત્નીએ ભાજપ સમર્થીત સરપંચની પેનલમાંથી સભ્યનું ફોર્મ ભરતા ખળભળાટ

Gujarat
19મી ડિસેમ્બરે રાજ્યની અન્ય ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણીમાં વલસાડ જિલ્લાની 334 ગ્રામ પંચાયતમાં પણ સરપંચ અને સભ્યો માટે ચૂંટણી યોજાશે. ત્યારે વાપી તાલુકાના કરવડ ગામે સરપંચ માટે ઉભેલા ભાજપ-કોંગ્રેસ સમર્થીત ઉમેદવારો અને સભ્યોમાં રાજકીય ખળભળાટ સર્જાયો છે. કેમ કે અહીં ભાજપ સમર્થીત સરપંચની પેનલમાં કોંગ્રેસના માજી તાલુકા પંચાયતના સભ્યએ પોતાની પત્નીની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના યુવા પ્રમુખે પોતાની પત્નીને અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારી છે. 19મી ડિસેમ્બરે વલસાડ જિલ્લામાં 334 ગ્રામ પંચાયત માં સરપંચ અને સભ્ય માટેની ચૂંટણી યોજાશે. વાપીમાં પણ તાલુકાના ગામમાં હાલ સરપંચની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે. ત્યારે કરવડ ગામે ભાજપ-કોંગ્રેસ સમર્થીત ઉમેદવારોએ એકબીજા સાથે મિલીભગત રચી પંચાયત કબ્જે કરવા ઉતરતી કક્ષાનું રાજકારણ શરૂ કર્યું છે. મળતી વિગત મુજબ કરવડ ગા...
ગુજરાત-મહારાષ્ટ્ર-DNHની સરહદે 3.7 અને 3.3 રિકટર સ્કેલના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

ગુજરાત-મહારાષ્ટ્ર-DNHની સરહદે 3.7 અને 3.3 રિકટર સ્કેલના ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ

Gujarat, National
ગુજરાત મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીની સરહદ પર પાલઘર જિલ્લામાં 2 ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. બુધવારે સાંજે 3:43 મિનિટે પાલઘર અને વલસાડ જિલ્લાની સરહદ પર વાપીથી 42 કિલોમીટરના અંતરે આવેલ દાદરા નગર હવેલીના લુહારી ગામ નજીક  3.7 રિકટર સ્કેલનો અને તે બાદ ફરી 3:57 કલાકે વાપીથી 33 કિલોમીટર દૂર વલસાડ-મહારાષ્ટ્રના પાલઘરની સરહદે આવેલ ઝરી-પાટીલપાડા  ગામની નજીક 3.3 રિકટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવતા સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તાપમાનનો પારો ગગળતા ઠંડીનું જોર પણ વધ્યું છે. ત્યારે ધરતીમાં પણ સળવળાટ શરૂ થયો છે. બુધવારે ઠંડી-વરસાદી વાતાવરણ વચ્ચે પાલઘર જિલ્લામાં ઉપરા ઉપરી 2 ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. ...