દમણના મટકા કિંગ સહિતના જુગારિયાઓએ 31st માં કમાણી કરવા અડ્ડાઓ શરૂ કર્યા?
દમણમાં આ વખતે કોવિડ ગાઈડલાઈનને કારણે રાત્રીના 12 વાગ્યે યોજાતી DJ વિથ ફૂડ એન્ડ લિકર પાર્ટી પર પાબંધી લાગી છે. પરંતુ આવા સમયે પણ દમણના મટકા કિંગ ગણાતા સાજને તગડી કમાણી કરવા તેમના અડ્ડા પર તડામાર તૈયારીઓને આખરી આપ આપી ધંધો શરૂ કરી દીધો હોવાની વિગતો સૂત્રો તરફથી સાંપડી છે.
ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણમાં દર વર્ષે 31મી ડિસેમ્બરે દેવકા બીચ સહિતની હોટેલોમાં પ્રવાસીઓ માટે DJ નાઈટ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગુજરાતના સુરતીલાલાઓ અને અન્ય શહેરો તેમજ રાજ્યના હજારો પ્રવાસીઓ અવનવી પેકેજ ઓફરમાં 31st લાસ્ટ નાઇટની મજા માણવા આવે છે. શરાબ-શબાબ અને કબાબની આ મહેફિલોમાં જુગાર કલબની પણ ભારે બોલબાલા હોય છે. જેને ધ્યાને રાખી દમણમાં ફરી એક વાર તગડી કમાણી કરવા તંત્રની મીઠી નજર હેઠળ જુગારધામના સંચાલકો સક્રિય થયા છે.
જેમ શ્રાવણ આવે અને દમણમાં ડાભેલ, પાતલિયા, દેવકા બીચ પર જુગાર...