Sunday, December 22News That Matters

Month: September 2021

વાપીમાં 5 દુકાનના 4 વેપારીઓ પાસેથી 3,99,150 રૂપિયાની એપ્પલ કંપનીની ડુપ્લીકેટ એસેસિરિઝ મળતા કાર્યવાહી

વાપીમાં 5 દુકાનના 4 વેપારીઓ પાસેથી 3,99,150 રૂપિયાની એપ્પલ કંપનીની ડુપ્લીકેટ એસેસિરિઝ મળતા કાર્યવાહી

Gujarat, National
વાપીમાં મોબાઈલ એસેસિરિઝ માટે જાણીતી મોબાઈલ માર્કેટમાં એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ વેંચતા 4 વેપારીઓ સામે એપ્પલ કંપનીના ઓથોરાઈઝડ ડીલર ની ટીમે CID ક્રાઈમ ગાંધીનગરની ટીમને સાથે રાખી રેઇડ કરતા 4 વેપારીઓની 5 દુકાનમાંથી 3,99,150 રૂપિયાની ડુપ્લીકેટ એસેસિરિઝ મળી આવતા વેપારીઓ વિરુદ્ધ ધી કોપીરાઇટ્સ એક્ટ 1957 હેઠળ વાપી ટાઉનમાં ફરિયાદ નોંધી તમામ ડુપ્લીકેટ એસેસિરિઝ જપ્ત કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. વાપીમાં હિના આર્કેડ સહિત આસપાસના શોપિંગ સેન્ટરમાં આવેલ મોબાઈલ એસેસિરિઝ ની દુકાનોમાં શુક્રવારે એપ્પલ કંપનીના સિમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસિરિઝ વેંચતા વેપારીઓની દુકાનમાં CID ક્રાઇમની ટીમ ગાંધીનગરને સાથે રાખી ગ્રીફિન ઇન્ડિયા લિમિટેડ કંપનીના રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજાએ 7 જેટલી મોબાઈલ એસેસિરિઝ વેંચતા વેપારીઓની દુકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન મોબાઈલ માર્કેટમા...
દમણના દેવકાની Hotel Silent માં પોલીસની Silent Raid, 15 જુગારીયા ઝડપાયા

દમણના દેવકાની Hotel Silent માં પોલીસની Silent Raid, 15 જુગારીયા ઝડપાયા

Gujarat
શ્રાવણ મહિના પહેલાથી જ દમણમાં ધમધમી ઉઠેલા જુગારધામ પર હવે શ્રાવણ પૂરો થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દમણ પોલીસે દરોડા પાડી જુગારિયાઓની સામે કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગુરુવારે દેવકા સ્થિત હોટેલ સાયલન્ટમાં દરોડો પાડી 1,05,200 રૂપિયાની રોકડ સાથે 2 દમણના, 10 વલસાડના, 1 પારડીના અને 2 ઉમરગામના ઇસમ સહિત કુલ 15 જુગારીયાઓની ધરપકડ કરી હતી.  દમણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં ઠેરઠેર અનેક હોટેલ, રિસોર્ટસમાં જુગારની ક્લબ શરૂ થઈ હતી. શ્રાવણ મહિના પહેલાથી પોલીસ અને પ્રશાસનની મીઠી નજર હેઠળ આ જુગારધામોમાં રોજનો કરોડોનો જુગાર રમાઈ રહ્યો હતો. જેમાં હવે શ્રાવણ મહિનો પૂરો થવા આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પોલીસે પોતાનું શૂરાતન બતાવી આવી જુગાર ક્લબ પર છાપા મારવાનું શરૂ કર્યું છે. દમણ પોલીસને બુધવારે મળેલી બાતમી આધારે દેવકા, ભંડારવાડ મા...
સોના-ચાંદીના દાગીના, રિવોલ્વર-મોબાઈલની ચોરી કરી નાસતા ફરતા આરોપીને LCB એ ઝડપી પાડ્યો

સોના-ચાંદીના દાગીના, રિવોલ્વર-મોબાઈલની ચોરી કરી નાસતા ફરતા આરોપીને LCB એ ઝડપી પાડ્યો

Gujarat
વાપી નજીક બલિઠા ખાતે એક બંધ ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની તેમજ એક ગાર્ડની રિવોલ્વર, મોબાઈલ ચોરી કરી નાસતા ફરતા અશરફ અલી નામના ચોરની LCB પોલીસે ધરપકડ કરી બંને ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પકડાયેલ ઇસમને વધુ પૂછપરછ માટે વાપી ટાઉન પોલીસને હવાલે કર્યો છે. વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના PSI સી.એચ.પનારા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ મનોહરસિંહને મળેલ સંયુકત બાતમી આધારે વાપી ટાઉન બલીઠા જકાતનાકા ઓવરબ્રિજ નીચે આરોપી અશરફ અલી ઉર્ફે બાબુ અહમદ અલીને પકડી પાડ્યો હતો. પોલીસને તેના કબજામાંથી એક રીવોલ્વર કિંમત રૂપિયા 20,000, પાંચ જીવતા કારતીસ કિંમત રૂપિયા 500, બે મોબાઇલ ફોન કિમત રૂપિયા 8000, સોનાની કાનની બે બુટી કિંમત રૂપિયા 14000 મળી કુલ કિંમત 42,500 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી અશરફ અલી ઉર્ફે બાબુ અહમદ અલ...
ઓગસ્ટમાં દેશભરમાંથી કુલ GST આવક ₹ 1,12,020 કરોડ, દમણમાં 99ટકા ઘટી, ગુજરાતમાં 25 ટકા, લક્ષદ્રીપમાં 220 ટકા વધી

ઓગસ્ટમાં દેશભરમાંથી કુલ GST આવક ₹ 1,12,020 કરોડ, દમણમાં 99ટકા ઘટી, ગુજરાતમાં 25 ટકા, લક્ષદ્રીપમાં 220 ટકા વધી

Gujarat, National
ઓગસ્ટ, 2021ના ​​મહિનામાં એકત્ર થયેલી કુલ જીએસટી આવક ₹ 1,12,020 કરોડ છે જેમાંથી CGST ₹ 20,522 કરોડ છે, SGST ₹ 26,605 કરોડ છે, IGST ₹ 56,247 કરોડ છે (માલની આયાત પર એકત્રિત ₹ 26,884 કરોડ સહિત) અને સેસ ₹ 8,646 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹ 646 કરોડ સહિત).     ઓગસ્ટ, 2021 દરમિયાન જીએસટી આવકમાં રાજ્યવાર વૃદ્ધિ માં લદાખ માં વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં GST કલેક્શન 5 કરોડ હતું જેની સામે આ વર્ષે ઓગસ્ટ 2021માં 14 કરોડના કલેક્શન સાથે 213%ની વૃદ્ધિ થઈ છે. એ જ રીતે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્રીપમાં વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં શૂન્ય કલેક્શન હતું. જ્યારે આ વર્ષે 1 કરોડનું કલેક્શન થયું છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દિવમાં ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં 70 કરોડના GST કલેક્શન સામે આ વર્ષે 99ટકા ખોટ સાથે માત્ર 1 કરોડનું કલેક્શન થયું છે. જેની સામે દાદરા નગર હવેલીમાં ગત ઓગસ્ટમાં 145 કરોડના કલેક્શ...